વર્તમાન વીજ્ઞાન યુગમાં દુનીયાભરમાં અંધશ્રધ્ધા, ચમત્કારો, દૈવીશક્તી, જાદુ-ટોના, ભુત-પ્રેત, પરત્વે પારાવાર વહેમો અને ધર્મના ધતીંગોમાં બહુજન સમાજ ઉપરાંત વૈજ્ઞાનીકો, ડૉકટરો, વકીલો, બૌધ્ધીકો સામાજીક/ રાજકીય કાર્યકરો ફસાયેલા છે. આ ઉપરાંત વીજ્ઞાન શીખતાં/ શીખવતાં કેટલાંક શીક્ષણકારો વીજ્ઞાનને જાણતા હોવા છતાં ઉંડાણમાં ઉતરવાની કે કહેવાતા ચમત્કારી પાખંડીઓને પડકારવાની કે ખુલ્લા પાડવાની હીમ્મતના અભાવે પ્રયોગશાળામાં અને સમાજમાં તેઓ અલગ અલગ આચરણ કરે છે. ત્યારે પ્રત્યાઘાતી વીચારઘારાઓની સામે રેશનાલીસ્ટ ચળવળને વેગવાન બનાવવા માટે ‘ભુત, જાદુ અને ઘર્મ વીજ્ઞાનની આરસીમાં’ મુળ બંગાળી પુસ્તકનો ‘પરીવર્તન પરીવાર’, વડોદરાએ ગુજરાતી અનુવાદ કરી સદરહું પુસ્તકના કરેલ પ્રકાશનના દરેક લેખોનો વૈજ્ઞાનીક અભીગમ ગુજરાત રેશનાલીસ્ટ સાહીત્યમાં એક વધુ વીકાસની કેડી કંડારશે એટલુ જ નહીં, રેશનાલીઝમ અને વૈજ્ઞાનીક અભીગમના પ્રચાર પ્રસારની ચળવળ વધુ વેગવાન થશે એવી હાર્દીક ઇચ્છા છે.
–ગોવીન્દ મારુ
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૭/૦૮/૧૯૯૫ના રોજ પ્રકાશીત થયેલ ચર્ચાપત્ર …
CONGRETULATION,
LikeLike
SWAMI_BAPA44@YAHOO.COM,
MUKESH PARMAR
LikeLike