ઋણ સ્વીકાર

મારા સહકર્મી અને મીત્ર શ્રી ભુપેન્દ્ર ઝેડ.ના ‘ચર્ચાપત્રો’ અવારનવાર ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં વાંચવા મળતાં હતા. આ ચર્ચાપત્રો અંગે રુબરુમાં મારો અભીપ્રાય વ્યકત કરતો ત્યારે ભુપેન્દ્રભાઈ મને પણ ચર્ચપત્ર લખવા માટે પ્રોત્સાહીત કરતો. તેની પ્રેરણાઓથી પ્રેરાઈને મેં ચર્ચપત્ર લખીને ‘ગુજરાતમીત્ર’ને મોકલ્યું અને મારું ચર્ચાપત્ર છપાયું. બીજું, ત્રીજું અને પછી તો ચર્ચાપત્રોની યાત્રા જ શરુ થઈ ગઈ. આ દરમયાન વીદ્વાન ચર્ચાપત્રી સદગત આર. કે. મહેતા સાહેબનો ખુબ જ પ્રેરણાદાયી પોષ્ટકાર્ડ મળ્યો. તેઓશ્રીએ તેઓનાના ઘરે મને નિમંત્ર્યો. મહેતાસાહેબ તરફથી મળેલ મર્ગદર્શન અને પ્રેરણાને કારણે મારા ચર્ચાપત્રો લોકપ્રીય થયા. આ ચર્ચાપત્રો ખુબ જ વંચાશે તેનો મને સ્વપને પણ ખ્યાલ ન હતો. મારી આ લોકપ્રીયતા માટે ‘ગુજરાતમીત્ર’ દૈનીક, ‘ગુજરાતમીત્ર’ના ચર્ચાપત્રોના સંપાદક અને વરીષ્ઠ પત્રકારશ્રી મુરબ્બી ચન્દ્રકાંત પુરોહીત, કટાર લેખક દીનેશ પંચાલનો હું આભારી છું. મારા ચર્ચપત્રો વાંચીને અભીનંદન આપનારા ખુબ ઓછા હતાં; પરંતુ ટીકાકારો અને તેમાંય શાપ આપનારા મીત્રો વધુ હતા. આ બંને વર્ગના વાચકોની પણ આ તબક્કે કૃતજ્ઞતા અનુભવુ છું.

મારા વર્ષો જુના સાથી મીત્ર અને વીજ્ઞાન શીક્ષક સુનીલભાઇ શાહનો બ્લૉગ “કવીતાનો ‘ક’” ઉપરથી પ્રેરાયને એક દાયકા પહેલાં ‘ગુજરાતમીત્ર’ માં પ્રસિદ્ધ થયેલ મારા 85 જેટલાં ચર્ચાપત્રોની યાત્રાને જમાના પ્રમાણે આ ટેકનોલૉજીના અભુતપુર્વ વીકાસનો ઉપયોગ કરીને દેશ વીદેશના ગુજરાતી વાંચકો સમક્ષ રજુ કરવાની મને પ્રેરણા મળી. મારા ચર્ચાપત્રોને મારા બ્લોગ ‘અભીવ્યક્તી’ દ્વારા વૈશ્વીક સ્તરે મારી નવી ઓળખ ઉભી કરવા માટે પુના સ્થીત મારો જ્યેષ્ઠ પુત્ર અને સીનીયર સોફટવેર એંજીનીયર પવનકુમાર, ઉભરતા કવી અને સ્નેહી મીત્ર સુનીલભાઇ શાહનો હું  ઋણ સ્વીકાર કરું છું.

નીવૃત ભાષા શીક્ષક મુરબ્બી ઉત્તમભાઇ ગજ્જર તરફથી આર. કે મહેતા સાહેબના ચર્ચાપત્રો મારા બ્લોગ ઉપર મુકવા માટે મળેલ સુચન અંગે હું ઉંડા આભારની લાગણી અનુભવીને તેઓનો પણ ઋણ સ્વીકાર કરું છું.

ગોવીંદ મારૂ
રહેણાંક નં. : બી–૧/૫૫,
નવસારી કૃષી યુનીવર્સીટી,
વીજલપોર-દાંડી રોડ,
નવસારી––૩૯૬૪૫૦
જી.નવસારી, ગુજરાત

2 Comments

  1. આપના ચર્ચાપત્રો ઘણાં વર્ષોથી ગુજરાતમિત્ર દૈનિકમાં વાંચ્યા છે. હવે આપ બ્લોગ જગતમાં પ્રવેશી રહ્યા છો તો આપને એ માટે હાર્દિક શુભેચ્છા પાઠવું છું.

    Like

  2. Respected Sir,

    Hearty Congrats for such a wonderful BLOG. You are doing a good job for rationalist and also for common mass to modify / review their views.

    you are simply great personality in the eyes of every citizen who thinks for great India.

    Thanks and with best regards,

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s