ચર્ચાપત્રી મંડળ તથા વીજ્ઞાન મંચ, નવસારીના સ્થાપક પ્રમુખ આર. કે. મહેતાએવૈજ્ઞાનીક અને રેશનલ અભીગમ ધરાવતા વીધેયક વીચારો રજુ કરતા ચીંતન પ્રધાનચર્ચાપત્રોની જીવંત યુનીવર્સીટી સ્થાપી છે. તેમના ચર્ચાપત્રોના ૧૦ જેટલા આલ્બમોજોતાં ૧૨૦૦ થી પણ વધુ ચર્ચાપત્રો પ્રકશીત થયા હશે. તેઓનો જન્મ ૮મી નવેમ્બર, ૧૯૨૩ નારોજ કરાંચીમાં થયો હતો. તેઓનો દેહવીલય તા.૧૩મી ડીસેમ્બર, ૧૯૯૩ ના રોજ નવસારીમાં થયોહતો.
૧૯૪૮માં મુંબઇયુનીવર્સીટીની બી.ઇ.(ઇલેક્ટ્રીકલ) ડીગ્રી પ્રાપ્ત કરી ૧૯૪૮થી ૧૯૮૦ સુધી ઇલેકટ્રીકલએન્જીનીયર તરીકે વીવીધ ક્ષેત્રે સેવા આપી હતી. ૧૯૬૫માં જાપાનની ફ્યુજી ઇલેક્ટ્રીકલકંપનીમા ઇલેક્ટ્રીક મશીનોના નીર્માણ કાર્યનો અનુભવ પણ તેઓએ મેળ્વ્યો હતો. મુંબઇનાઝાકઝમાળ અને પ્રદુષીત વાતાવરણને તીલાંજલી આપીને તેઓ નીવૃત્ત જીવન વ્યતીત કરવા માટે૧૯૮૮ થી નવસારીમા સ્થાયી થયા હતા. તે દરમ્યાન તેઓએ માર્કસવાદ, શીક્ષણ, સાહીત્ય, આરોગ્ય, ખગોળ વીજ્ઞાન, આધુનીક વીજ્ઞાન અને રેશનલ અભીગમ ધરાવતા ચર્ચાપત્રો અનેલેખમાળાના માધ્યમથી ચીલાચાલુ સમાજવ્યવસ્થા અને એના વળગાડમાંથી સમાજને મુક્ત કરવાનાપ્રયત્નો આદર્યા. આવા ઉમદા આશયથી તેઓએ નવસારી ખાતે ચર્ચાપત્રી મંડળ તથા વીજ્ઞાનમંચની સ્થાપના કરી હતી. વીજ્ઞાન મંચના મ્રુત્યુ પર્યંત તેઓ પ્રમુખ રહ્યા હતા.આધુનીક વીજ્ઞાન અને રેશનલ અંગેનુ તેઓનુ વાંચન અત્યંત વીશાળ હતુ. તેના તેઓ જીવંતએનસાઇકલોપીડીયાની ગરજ અમોને પુરી પાડતા હતા.
તેઓ મોટે ભાગેરશીયન, અંગ્રેજ અને જર્મન વૈજ્ઞાનીકોના પુસ્તકોના અભ્યાસુ હતા. પુસ્તક વીષે સંપુર્ણજાણકારી આપી એમાંથી સમાજને ઉપયોગી થાય એવી માહીતી અમોને પુરી પાડતા હતા. આવાઅભ્યાસપ્રીય અને શાંત સ્વભાવના અમારા પીતાથી પણ મોટી ઉંમરના આ વડીલ અમારી સાથે ૩-૪કલાક સુધી મીત્રભાવે ચર્ચા-પરામર્શ કરતા હતા. ૭૦ વર્ષની ઉંમરના વડીલોને જોઇએ છીએત્યારે અપવાદ સીવાયના મોટા ભાગના વડીલો પ્રવૃત્તીહીનહોવાને કારણેઘરમા ટીકાને પાત્ર બનતા હોય છે. અથવા સમય પસાર કરવા ઓટલે બેસીને ગામ-ગપાટા મારતાહોય કે માળા જપતા બેસી રહેછે.ત્યારે મહેતા સાહેબ ૭૦ વર્ષની જૈફઉંમરે પોતાના પુત્રોથી પણ નાની ઉંમરના અમોને મીત્રો બનવી તેઓના વીચારોના વારસદારબનાવતા હતા. તેઓના વારસાને ગ્રંથસ્થ કરવાના અમુલ્ય કામે પ્રકાશકો, દાતાઓ અને જૈફઉંમરના વડીલો આગળ આવી આ કાર્યમાં મદદરુપ થાય તે માટે અમો જાહેર અપીલ કરીએછીએ.
મહેતા સાહેબનો ગુજરાતઅનેગુજરાત બહાર બહોળો વાચક વર્ગ હતો, તેઓ ‘મુંબઇ સમાચાર‘માં દરશુક્રવારે વીજ્ઞાનની કોલમ લખતા હતા. ‘વીજ્ઞાન દર્શન‘ માસીકમાં દર મહીને નીયમીત લેખલખતા હતા. આ ઉપરાંત સમકાલીન, યુવદર્શન, પુનરુત્થાન, રેશનાલીસ્ટ પત્રીકા, વૈશ્વીકમાનવવાદ, સત્યાન્વેષણ, કલ્પદ્રુમ અને મોઢ મહોદયામાં પણ અવારનવાર લખતાં હતા. તેમાં ય‘ગુજરાતમીત્ર‘ માં કટાર લેખકો કરતા પણ વીશાળ વાચક વર્ગ ધરાવતાં ચર્ચાપત્રી હતા. મહેતાસાહેબના વીરોધી વીચારસરણી ધરાવતો વર્ગ પણ તેઓની તાર્કીક અને સાચી દલીલોવાળાચર્ચાપત્રો વાંચતા હતા એટલુ જ નહી પત્રવ્યવહાર દ્વારા તેઓ પ્રશંસા પણ કરતા હતા. આમ‘ગુજરાતમીત્ર‘ ના ચર્ચાપત્રીઓમાં બંને પ્રકારના વીચારો ધરાવતા વાચકવર્ગને મહેતાસાહેબ જેવા જીવંત યુનીવર્સીટી અને જીવંત એનસાઇકલોપીડીયા સમા ચર્ચાપત્રીની ખોટ તેમજખાલીપો અનુભવાશે. તેઓ પોતાના વીચારોનું ભાથુ આપણી સમક્ષ મુકી ગયા છે તેને ગ્રંથસ્થકરી આપણા જીવનમાં ઉતારી આર.કે. મહેતાને સદાને માટે જીવંત રાખવા આગળ આવીએ એવી અપીલસાથે અમો અંજલી પાઠવીએ છીએ.
ગોવીંદ મારૂ, મંત્રી
ભુપેન્દ્ર ઝેડ., સહમંત્રી
વીજ્ઞાન મંચ, નવસરી.
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં
તા.૨૪/૧૨/૧૯૯૪નારોજ પ્રકાશીત થયેલ આ ચર્ચાપત્ર …
ગોવિંદ ભાઇ,
રેશનલ અભિગમ મારામાં જાણે અજાણ્યે ઉતરતો ગયો,મનમાં પ્રશ્નો ઉઠે એટલે જવાબો જાતેજ ગોતવા એવું નક્કી કર્યુ.આ માટે ચર્ચા,તર્ક ,ચિંતન અને વાંચન આ બધા માધ્યમો ઘણા ઉત્તમ છે.
– આનંદ થયો.
LikeLike
ખરેખ ચર્ચા,તર્ક ,ચીંતન અને વાંચન આ બધા માધ્યમો ઘણા ઉત્તમ છે. આભાર.
LikeLike