‘ગુજરાત મીત્ર’ના તા.૯-૧૦-૧૯૯૧ના તંત્રી લેખમાં આજના આપણા સમાજનું જે વીશ્લેષણ કરાયું છે, તે યથાર્થ છે, અને આજે જે ‘નીયો-રીચ’ વર્ગ ઉભો થયો છે, તે વસ્તીના પ્રમાણમાં દસ ટકાથી વીશેષ નથી, અને છતાં આપણા રાજકીય, આર્થીક, સામાજીક, સાંસ્કૃતીક, ધાર્મીક અને વૈચારીક તખ્તા પર તે વર્ગની જ બોલબોલા છે. આ ‘નીયો-રીચ’ વર્ગની સરાસરી વાર્ષીક આવક, યુરોપના ધનાઢ્ય દેશોની સરાસરી આવક જેટલી એટલે કે લગભગ ૧૦,૦૦૦ ડોલર = ૨,૫૦,૦૦૦/- રુપીયા છે, એવું સર્વેક્ષણ આંતરરાષ્ટીય આર્થીક સંસ્થાએ તાજેતરમાં કરેલું છે. ભારતીય નાગરીકની સરાસરી આવક રુપીયા ૩,૦૦૦/- છે. જો ‘નીયો-રીચ’ વર્ગની કુલ આવક બાદ કરીએ તો બાકીના ૯૦% વર્ગની સરાસરી આવક રુપીયા ૩,૦૦૦/- થી પણ ઓછી થાય.
૧૯૫૧માં ભારતના નાગરીકની સરાસરી વાર્ષીક આવક (૧૯૫૧ની ભાવ સપાટીએ) રુપીયા ૨૫૦/- હતી. આજે ભારતના નાગરીકની આવક ૧૨ ગણી વધી છે, અને રુપીયાની ખરીદશકતી એટલા જ પ્રમાણમાં ઘટી છે. એટલે સરવાળે ભારતના ૯૦% નાગરીકોની આર્થીક સ્થીતીમાં કશો પણ સુધારો થયો નથી, બલ્કે તેમની હાલત બદતર થઇ છે. સાત પંચવર્ષીય યોજનાનો લાભ ‘નીયો-રીચ’ વર્ગને મળ્યો છે, એમ આ આંકડાઓ સીદ્ધ કરે છે.
શું આવી સમાજરચના ન્યાયી છે? નથી, તો તેને બદલવી જોઇએ કે નહી? જો બદલવી હોય તો શી રીતે?
દરેક ભારતીય નાગરીકને બંધારણીય રોજીનો હક્ક, બે ટંક પોષણયુક્ત આહાર, રહેવાને યોગ્ય ઘર (ઝુપડ્પટ્ટી નહીં), વીના મુલ્યે શીક્ષણ અને દાક્તરી સારવાર મળે એવી સમાજરચના હોવી જોઇએ. આ ધ્યેયને લક્ષમાં રાખી, ન્યાયી સમાજરચનાના ઘડતર માટે કયો માર્ગ અપનાવવો જોઇએ? શું આ ધ્યેય ગાંધીવાદી સર્વોદયમાં સીદ્ધ થશે- કે અમેરીકન મુડીવાદી રાહે કે પછી લોકશાહીન મુલ્યો આધારીત સમાજવાદના માર્ગે? અન્ય કોઇ વીકલ્પ છે ખરો?
ગુજરાત મીત્ર ૧૧-૧૧-૧૯૯૧
આર. કે. મહેતા સ્મૃતી – ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૦૨
પ્રશ્ન બરાબર છે. પણ ઉત્તર?
સામ્યવાદ કે સમાજવાદ તો નહીં જ.
LikeLike
its good thim for the revolution
LikeLike
nice….enjoyed
LikeLike
એક કન્સેપ્ટ મારા મનમાં ક્યારનો આકાર લઇ રહ્યો છે કે આપણે ધંધા માટે હિસાબનો જે ચોપડો રાખતાં હતાં તેમાં સૌથી પહેલું પાનું પૂજા માટે હોય, અને શ્રી ૧| ( શ્રી સવા )એટલે કે (૧.૨૫) એક રૂપિયાની વસ્તુનો વેપાર કરવો હોય તો એક રૂપિયા ઉપર ફક્ત ચાર આના જ પ્રોફીટ લેવાય. આ હતો ધંધાનો ધર્મ.લક્ષ્મી પૂજનનો મૂળ હેતુ તો આ જ હતો,અર્થવ્યવસ્થાનું આ હતું ધાર્મિક રૂપ, પણ જતે દિવસે કર્મકાંડમાં આ વાત ફક્ત લક્ષ્મી પૂજન બનીને રહી ગઇ, મૂળ સંદેશ ભુલાઇ ગયો.
LikeLike
છેવાડાના આદમીની પરીસ્થીતીમા કેવો ફેરફાર થયો છે એના નક્કર આંકડાઓ ન હોય તો આ ચર્ચા માત્ર આપણી લાગણીની અભીવ્યક્તીજ છે.
LikeLike