રાજકોટમાં અનેક ધર્માચાર્યોની સંગઠીત કથા થઇ હતી. કથા અંતર્ગત મોરારીબાપુ, રમેશભાઇ ઓઝા, મનહરલાલજી મહરાજ તથા સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાય ધર્માચાર્યો ભેગા થયા હતા. આવા માનવ મેળા દરમ્યાન રાજકોટના મીત્ર કાંતીલાલ ભુત પોતે ત્યાં જઇ પહોંચ્યા. કથા આયોજકો, વક્તાઓ અને શ્રોતાઓને પડકારતી માહીતીવાળી પત્રીકાઓ તેઓએ ત્યાં વહેંચી હતી. નાનકડી એવી આ પત્રીકામાં પાયાના પ્રશ્નો તેમણે ઉઠાવ્યા હતા. જે પત્રીકાની ૧,૦૦૦ નકલો એકલપંડે વહેંચવાની પ્રક્રીયા દરમ્યાન ઘણી મુસીબતોનો તેમણે સામનો કરવો પડ્યો હતો. ત્યાં એકત્ર થયેલ વીશાળ ધર્માન્ધ જનસમુદાય પૈકી કેટલાંક તેમના પર હાથ ઉગામવાની તૈયારીમાં હતા તે દરમ્યાન એક સાધુએ આવીને સૌને વાર્યા. તે સાધુએ એકરાર કર્યો છે કે, ‘કાંતીલાલ ભુતની વાત સત્ય છે કથા આયોજકોની જ ભુલ છે’
અમુલ્ય માનવશક્તી, સમય, સાધનો અને લાખો કરોડો રૂપીયાના નાહકના ખર્ચથી દેશની સળગતી સમસ્યાઓનો ઉકેલ ન લાવી શકનારા ઉપરોકત કહેવાતા અને બની બેઠેલા બાપુઓ, મહારાજો અને ધર્માચાર્યો પણ પેલા સાધુની જેમ સત્યનો એકરાર કરી રાષ્ટ્રનું ધન ધુળમાં રગદોળાવાને બદલે કેટલાંક સમૃધ્ધ રાજકારણીઓ, મુડીપતીઓ, કાળાબજારીયાઓ દાણચોરોની પાસેના બે નંબરના નાણાને બહાર કાઢવા માટે તેઓની વાણી અને શકતીનો ઉપયોગ કરી બહુજન સમાજના ભુખ્યાંજનોને અન્ન, વસ્ત્રહીનને વસ્ત્ર અને આશ્રયહીનને આવાસ આપવાના દેશના પાયાના પ્રશ્નોનું નીવારણ થાય, દેશવાસીઓનું કલ્યાણ થાય એવો માર્ગ અપનાવવા ઉપરોકત બની બેઠેલા મહાનુભવોને મારું નમ્ર નીવેદન છે.
એકવીસમી સદીમાં પણ આ માટે ચર્ચાપત્રો લખવા પડે, તે આપણા સમાજનું ચીત્ર બરાબર રજુ કરે છે.
LikeLike