એમ કહેવાય છે કે તીરુપતી બાલાજી અને શ્રીનાથદ્વારાના મંદીરોની વાર્ષીક આમદાની કરોડો રુપીયાની છે. દેશભરના સેંકડો હજારો મંદીરો, મસ્જીદો અને ગુરુદ્વારાઓને સેંકડો વર્ષોથી ભાવીકજનો યથાશક્તી દાન આપતા આવ્યા છે. આ હીસાબે અંદાજીએ તો આ દેવસ્થાનોનું સંચીત દ્રવ્ય કદાચ સેંકડો અબજો રુપીયાનું હશે. આ દ્રવ્ય કોનુ? અલબત્ત આ દ્રવ્ય પ્રજાનું જ કહેવાય. અને છતાં પ્રજા પર દુષ્કાળ, પુર અને એવી અસંખ્ય વીપત્તીઓ પડી છે ત્યારે આ દેવસ્થાનો પ્રજાની વહારે ધાયા હોય તેવો કોઇ પ્રસંગ ઇતીહાસના ચોપડે નોંધાયેલ નથી.
ગુજરાતે ચાર ચાર વર્ષ સુધી કારમો દુષ્કાળ વેઠ્યો. સેંકડો હજારો મુંગા પશુઓ અને ગરીબજનો દુષ્કાળના ખપ્પરમાં હોમાઇ ગયા, છતાં એકાદ બે અપવાદ સીવાય આ દેવસ્થાનોના પુજારીઓના પેટનું પાણી પણ હાલ્યું નથી. તો પછી દેવ દ્રવ્ય શા કામનું?
આ સંદર્ભમાં એટલું તો કહેવુ પડશે કે ખ્રીસ્તી ધર્મના દેવળો તેમના સંચીત દ્રવ્યનો સદુપયોગ કરે છે. તેઓ નીશાળો અને હોસ્પીટલો બાંધે છે, અને તેમનું સારી રીતે સેવા ભાવનાથી સંચાલન કરે છે.
જૈન ધર્મીઓએ અમરેલીમાં એક કરોડ રુપીયાના ખર્ચે જૈન મંદીર બાંધવાનો નીર્ણય કર્યો છે. શ્રી ભાસ્કર ઉપાધ્યાયે તેમના પત્રમાં (તા.૭-૧૨-૧૯૮૮)માં આ જૈન ધર્મીઓને તેમના નીર્ણય પર ફેરવીચારણા કરવા જે વીનંતી કરેલ છે-તે યથાર્થ છે-અને તેમની વીનંતીને હું ફરીથી દોહરાવું છું.
કેન્દ્ર સરકારે આ દેવ દ્ર્વ્યની મોજણી કરવી જોઇએ અને દેવસ્થાનોના સંચાલકો સાથે યોગ્ય રીતે વાટાઘાટ કરી આ દેવ દ્રવ્ય (વાસ્તવમાં પ્રજાનું) જનકલ્યાણ અર્થે વપરાય તેવી નક્કર યોજના ઘડવી જોઇએ.
ગુજરાતમીત્ર અને મુંબઇ સમાચાર
આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૯૨
મારા માનવા પ્રમાણે, તીરુપતી દેવસ્થાન હોસ્પીટલ અને યુની. ચલાવે છે. જો કે, આમાં બહુ ઓછી સમ્પત્તી વપરાતી હશે.
પણ તમારી વાત સાચી છે. આવી આવક સ્થાપીત હીતો માટે જ વપરાય છે.
LikeLike
Mandiro and Durgaho (Masjido nahin) ma pushkar paisa jamaa thaay chhe. Aa badhun dhan sanchaalako swa maatej vaapre chhe.Shikshan, swasthya, peya jal ane rozgaar maate vapray to India maanthi garibi nabood thawane vaar na laage. Pan nakkarkhana ma tutini awaaz kon saambhre?
LikeLike
All religious institutions like Mandirs, Durgahs, Gurdwaras are birds of the same feathers. People should stop donating to them. The Managing Boards are so constituted that genuine people withthe welfare of poor people will never be allowed to enter. Same is here in this part of the world.
Pritam Surti
Toronto (Canada)
LikeLike
ધર્મસ્થાનોમાં જતો પૈસો જો દરેક છેવાડાના ગામોમાં શાળાઓ , પુસ્તકાલયો અને દવાખાના બાંધવામાં ઉપયોગ કરવામાં આવે તો ખુબ ઝડપથી મજબુત ભારત બનાવવા તરફ આપણે આગળ વધી શકીએ . જ્યાં કોઈ બાળક શિક્ષણ અને માંદગીમાં સારવારથી વંચિત ના રહે તથા પુસ્તકાલયો ના નિર્માણથી બાળકોના અંદર વાંચન અને વાંચન ના કારણે કલ્પના શક્તિ કેળવાશે જેનો આપણે ત્યાં સદંતર અભાવ જોવા મળે છે.
LikeLiked by 1 person