દેવ દ્રવ્યનો સદુપયોગ કરીએ

‘દેવ દ્રવ્યનો સદુપયોગ કરીએ’ શીર્ષક હેઠળ તા. ૫-૦૩-૧૯૯૨ના ચર્ચાપત્ર દ્વારા શ્રી આર. કે. મહેતાએ મંદીરો, મસ્જીદો અને ગુરુદ્વારાઓના સંચીત થયેલ ધનને પ્રજાના કલ્યાણ માટે વાપરવાનું કરેલ સુચન આવકાર્ય છે. તેઓના ચર્ચાપત્રમાં જણાવ્યાનુસારના ધાર્મીક સ્થળો ઉપરાંતની ધાર્મીક સંસ્થાઓ, ધાર્મીક ટ્રસ્ટો અને આશ્રમો જેવા ભારતભરના તમામ ધાર્મીક સ્થળો પાસે વીપુલ પ્રમાણમાં ધન/સંપત્તીનો સંગ્રહ હોવા છતાં આપણા રાષ્ટ્રીય વડાઓને આંતર રાષ્ટ્રીય નાંણાભંડોળ, વીશ્વ બેંક અને અન્ય મુડીવાદી દેશો પાસેથી નાણાકીય સહાયની અપેક્ષા રાખવી પડે છે જે દુઃખદ કહેવાય!!! જ્યારે આવા ધાર્મીક સ્થાનકોની સંપત્તીની ચોરી થાય છે અથવા તો એ સંસ્થાઓના સત્તાધીશો દ્વારા ધન/સંપત્તીનો દુરુપયોગ કરવામાં આવે છે ત્યારે જ આવા ધાર્મીક સ્થળોની સંપત્તી વીશે પ્રજાને જાણકારી પ્રાપ્ત થાય છે. આવા ધાર્મીક સ્થળોએ ભીખારીઓ, રોગીઓ અને વીકલાંગોની લાંબી કતારો લાગે છે. એ દ્રશ્ય ભારતીય ગરીબાઇની સાક્ષી પુરે છે!!! જે ગરીબી નીવારવાની ફરજ તેના તાજના સાક્ષી એવા ધર્મના ઠેકેદારોની નથી? ભુખ્યાજનો આવા સ્થળોની સામે પડાપડી કરે એ શું આવા માતબર ધનાઢ્ય ધાર્મીક સ્થળો માટે શોભાસ્પદ છે?

આવા ધાર્મીક સ્થળોની વીપુલ સંપત્તીનો રાષ્ટ્રના હીતમાં ઉપયોગ કરવો જોઇએ. આવી સંગ્રહીત સંપત્તી દ્વારા લોકો રોજગારી મેળવશે. જેને લઇને બેકારી અને ગરીબી દુર થશે. તેમજ લાખો દેશવાસીઓનું ભલુ થશે અને રાષ્ટ્રની સળગતી સમસ્યાઓ નીવારવા માટે રાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ, વીશ્વ બેંક કે અન્ય મુડીવાદી રાષ્ટ્રો પાસે હાથ લંબાવવાની જરુરત જ નહીં રહે !!!

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૫/૦૪/૧૯૯૨ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …

6 Comments

  1. ધાર્મિક સ્થળોની આવકનો ઉપયોગ જો લોકહિતમાં અને ગરીબોની સમસ્યાઓ દૂર કરવામાં ન થાય તો તે ધાર્મિકતા નિષ્ફળ નીવડી ગણાય. પણ આ માટેની આચાર સંહિતા બનવી જરૂરી છે.પછી તે સરકારી કાયદો હોય કે ખુદ જે તે ધર્મનો નિયમ.

    Like

  2. “તે દીન ભીના ભીના હરીના લોચનીયામે દીઠા”

    આવુ કાઈક કરવુ જોઈએ:

    – ધાર્મીક સંસ્થાઓના વહીવટમા પારદર્શીતા
    – ભંડોળનો ઉપયોગ તીર્થસ્થાનોના વીકાસ માટે કરવો – જેથી tourism નો વીકાસ થાય અને લોકોને રોજગારી મળે.
    – ગરીબોને મફતમા જમવાનુ આપીને એમના પર “ઉપકાર” લાદવાને બદલે ભંડોળનો ઉપયોગ એમને પગભર કરવામા, શીક્ષણ માટે, અને પાયાની સુવીધાઓ વધારવા/સુધારવામા થાય એ વધુ ઈચ્છનીય ગણાય.

    અને છેલ્લે ફરીયાદ કરવાની સાથે સાથે એ પણ યાદ રાખીએ કે કેટલાક ધર્મસ્થાનો નમુનારુપ સુંદર વહીવટ પણ કરે છે:
    – વીરપુર, જલારામ બાપાની જગ્યા – એ લોકો એ દાન લેવાનુ ઘણા વર્ષોથી બંધ કરી દીધુ છે.
    – સોમનાથ, વેરાવળ – સ્વચ્છ, સુંદર વહીવટ અને એવુ જ મંદીરનુ પરીસર. ભરપુર સાંસ્ક્રુતીક, ઐતીહાસીક, શૈક્ષણીક પ્રવ્રુત્તીઓમા ભંડોળનો ઉપયોગ, વગેરે…

    Like

  3. aa badhi dharmik sanstha thai ne game gam pani no prasna hall na kari sake? ke pachi chelle marva na samaye gangajal rupe j pai sake che. tarasya bhale maro pan chelle ganga jal to jaroor malse.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s