નહેરુ પ્લેનેટોરીયમના જોઇન્ટ ડીરેકટર ડૉ. જે. જે. રાવલ ભારતના અગ્રગણ્ય ખગોળ વીજ્ઞાની છે અને ગુજરાતના ગુર્જર-રત્ન છે. તેમણે ૧૯૭૯માં વીશીષ્ટ પ્રકારનું ગણીત વીકસાવ્યું. આ ગણીતની મદદથી તેમણે સાબીત કર્યું કે યુરેનસ કે જેને પાંચ ઉપગ્રહો છે, તેને આ પાંચ ઉપગ્રહો ઉપરાંત બીજા ચાર ઉપગ્રહો હોવા જોઇએ, એટલું જ નહીં, પણ આ વણશોધાયેલ ચાર ઉપગ્રહો યુરેનસથી કેટલા અંતરે હોવા જોઇએ, તે પણ તેમણે તેમના વીશીષ્ટ ગણીતથી પ્રતીપાદીત કર્યુ. આ ચાર ઉપગ્રહો ર્દશ્યમાન ન હોતા. એ જ પ્રમાણે ૧૯૮૧માં તેમણે નેપ્ચ્યુનના જાણીતા બે ઉપગ્રહો ઉપરાંત બીજા ચાર ઉપગ્રહો અને તેમના નેપ્ચ્યુનથી અંતરોની ગણતરી કરી.
વીજ્ઞાનનો શીરસ્તો છે કે કોઇ પણ થીયરી, પછી તે આઇન્સ્ટાઇનની થીયરી ઓફ રીલેટીવીટી હોય, કે ડૉ. જે. જે. રાવલનું ગણીત હોય, તેને પ્રાયોગીક પ્રમાણ (Experimental evidence) ન મળે ત્યાં સુધી એ થીયરીને વૈજ્ઞાનીક જગત સ્વીકૃતી આપતું નથી. અમેરીકાનું વોયેજર-૨ ૧૯૮૬માં યુરેનસ સુધી પહોંચ્યું- અને તેણે ડૉ. જે. જે. રાવલે સુચવેલ ચાર નવા ઉપગ્રહોની ભાળ મેળવી અને તેઓના ફોટાઓ અમેરીકાની ‘નાસા’ સંસ્થાને પાઠવ્યા. વોયેજર-૨ એ આ ચાર નવા ઉપગ્રહોના યુરેનસથી જે અંતરોની માપણી કરી, તે ડૉ. જે. જે. રાવલે ગણતરી કરેલ અંતરોની સાથે મળતા આવ્યા. ૧૯૮૯માં વોયજર-૨ નેપ્ચ્યુન સમીપ આવ્યું, અને ડૉ. જે. જે. રાવલે સુચવેલ ચાર નવા ઉપગ્રહો અને તેમના અંતરોને વોયેજર-૨ એ પ્રમાણીત કર્યા.
અમેરીકાની અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’એ ડૉ. જે. જે. રાવલે માત્ર કાગળ, પેંસીલ અને ગણીતથી યુરેનસ અને નેપ્ચ્યુનના વણશોધાયેલ ઉપગ્રહોના અસ્તીત્વનીજે આગાહી ૧૯૭૮ અને ૧૯૮૧માં કરેલ હતી તેને બીરદાવી. ડૉ. જે. જે. રાવલ આંતરરાષ્ટ્રીય કક્ષાના ખગોળવીજ્ઞાની તરીકે પંકાયા. તેમણે આપણી સુર્યમાળામાં દસમા અને અગીયારમા ગ્રહો છે, એવું ભાખેલ છે, વોયજર-૨ (જો કર્યરત હશે તો) આ અજાણ ગ્રહોના અસ્તીત્વનું પ્રત્યક્ષ પ્રમાણ ભવીષ્યમાં આપશે, એવી આશા સાથે કહેવું પડશે કે ડૉ. જે. જે. રાવલને કર દીયા કમાલ.
ગુજરાત મીત્ર ૨૦-૦૧-૧૯૯૩
આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૪૪
સાચે જ રાવલ સાહેબ આપણા પ્રતીભાશાળી ગુજરાતી વૈજ્ઞાનીક છે.
LikeLike
મઝાની વાત.
LikeLike
જે.જે.રાવલની સીધ્ધી બદલ ગર્વ અનુભવ થાય છે
LikeLike
સાચે જ કહેવું પડે- કે ડૉ. જે. જે. રાવલને કર દીયા કમાલ!
આ અંગે સાધારણ માહિતી હતી
આટલી વિગતે માહિતી આપવા બદલ
અભિનંદન
LikeLike
Nice article..
i dont about this till date.
thank you
LikeLike
વ્હાલા પરેશભાઇ,
અનાવલ ખાતે યોજાયેલ ત્રણ વીજ્ઞાન શીબીરોમાં ડૉ. જે. જે. રાવલ સાહેબ આવ્યા હતા, જે પૈકી એક વીજ્ઞાન શીબીરમાં તમે શીબીરાર્થી હતા. નવસારી ખાતે પણ અરવીંદ આશ્રમમાં પણ ડૉ. રાવલ સાહેબનું વ્યાખ્યાન યોજેલ હતું.
આભાર.
LikeLike