જય ભગવાન એકયુપ્રેસર સર્વીસ (ઇન્ટરનેશનલ) તરફથી જુનીયર ચેમ્બર્સ અને લાયન્સ કલબ (મેઇન), નવસારીના ઉપક્રમે નવસારી ખાતે ચરણતળ દાબ વીજ્ઞાન (એક્યુપ્રેસર) પ્રશીક્ષણ અને સારવાર શીબીર અંગે ગુજરાતમીત્રમાં પ્રસીદ્ધ થયેલ સમાચાર વાંચી કૌતુક થયું કે, એક્યુપ્રેસરને વળી “જય ભગવન” સાથે શું સંબંધ! જેથી જાણકારી મેળવવાના આશયથી તાલીમાર્થી તરીકે જોડયો અને સંચાલક તરફથી લેવાયેલ સૈધ્ધાંતીક અને પ્રાયોગીક કસોટીમાં આધ્યાત્મીક ભાવના વીના પણ સારી એવી સફળતાને વર્યો !!! આજે લોકો ભગવાનના નામે નીત નવા ધતીંગો કરે છે. તો વળી કેટલાંક તો પોતાની જાતને ‘ભગવાન’ જાહેર કરી આમ જનતાને છેતરીને લુંટ ચલાવે છે ત્યારે જય ભગવાન એકયુપ્રેસર સર્વીસ (ઇન્ટરનેશનલ) નામની આ સંસ્થાની પાસે એક પાઇનુ પણ ભંડોળ નથી. કારણ કે આ સંસ્થા કોઇ ભંડોળ જ સ્વીકરતી નથી. તેમ છતાં આમજનતાના પરોપકારની ભાવનાથી વીના મુલ્યે સારવાર કરવાના ઉમદા આશય ધરાવે છે. આ સંસ્થાના થેરાપીસ્ટોમાં હોદ્દાનો પણ મોહ નથી. હોદ્દા રહીત આ સંસ્થા દેશ-વીદેશમાં ચરણતળ દાબ વીજ્ઞાનની તાલીમ અને સારવારનું કાર્ય વીના મુલ્યે કરી આમજનતામાં પ્રેમની સગાઇના નાતે એકયુપ્રેસરના જ્ઞાન અને વીજ્ઞાનથી બહુજન સમાજને પરીચીત તેમજ લાભાંવીત કરવાનું મહાન કાર્ય કરે છે.
આ શીબીરના સંચાલક શ્રી નવનીતભાઇ કે. શાહ અને તેમની ટીમે મુંબઇથી નવસારી આવી શીબીરનું સફળ સંચાલાન કર્યું. સંસારી અને નોકરીયાત વ્યક્તી હોવા છતાં તેઓએ પરોપકારની ભાવના દ્વારા ઘમંડ રહીત ધીરજથી સેવા કરી ૧૫૦ તાલીમાર્થીઓને પ્રશીક્ષણ આપ્યું. તેમજ ૩૫૦ જેટલાં દર્દીઓના કેસ પેપર્સ તૈયાર કરી તેઓને સારવાર આપી. સપ્તાહ દરમ્યાન મેળવેલ સારવારથી રોગમુક્ત થયેલા દર્દીઓની સંખ્યા વીશેષ હતી. આવા લાભાંવીત થયેલા ભાઇ-બહેનો તરફથી વ્યક્ત કરવામાં આવેલા અભીપ્રાયો અવર્ણનીય છે. વળી પ્રશીક્ષણ દરમ્યાન લેવાયેલ કસોટીમાં ભાગ લેનાર ૯૩ જેટલા તાલીમાર્થીઓમાંથી સફળ થયેલા થેરાપીસ્ટો પૈકી ૨૮ થેરાપીસ્ટોએ વીના મુલ્યે સારવાર આપવા કટીબધ્ધ થઇ પોતાના નામોની નોંધણી કરાવી છે.
ત્યારે નવસારીની જનતાને વીના મુલ્યે એક્યુપ્રેસરની સારવાર આપી રોગમુક્ત કરનાર અને થેરાપીસ્ટોને ની:શુલ્ક સેવા આપવા માટે તૈયાર કરનાર જય ભગવાન એકયુપ્રેસર સર્વીસ (ઇન્ટરનેશનલ) ના શ્રી નવનીત શાહ અને તેમની ટીમ અભીનંદનના અધીકારી છે. અભીનંદન … … …
–ગોવીન્દ મારુ
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૧૨/૦૬/૧૯૯૨ના રોજ પ્રકાશીત થયેલ આ ચર્ચાપત્ર …
અભિનંદન
આ અંગે વિગતે લેખ આપવા વિનંતી
LikeLike
આને કહેવાય સમાજ ઉપયોગી કામ અને સમયનો સદઉપયોગ. આપણે લોકો તો કોમ્પ્યુટર પર ચડી અને વાતોના વડા કરવાવાળા.
LikeLike
will you please give me information about accupresure service international?
LikeLike
Dear Sir Iam happy to know about ACCUPRESSURE . Iam waiting to receive article about the subject above. May be more about other subject.
Thank you verymuch.
Jayanti shah’s jaibhagwan
LikeLike
I have no web site
LikeLike