સરીતાનું ‘ઝલક’

sarita-joshi૨૯મી એપ્રીલ, ૧૯૯૩

વર્ષો પહેલાં હીંદી ફીલ્મના મશહુર અભીનેતા અને આજના મુઠ્ઠી ઉંચેરા માનવતાવાદી સાંસદશ્રી સુનીલ દત્તે વીશ્વની પ્રથમ અનોખી હીંદી ફીલ્મ ‘યાદે’ નું નીર્માણ કર્યું હતું. જેમાં સમગ્ર ફીલ્મ સુનીલ દત્તે પોતાના ખભા ઉપર ઉઠાવીને બનાવી હતી. એ ફીલ્મમાં ફક્ત એક જ પાત્ર હતું. અને એ પાત્ર સુનીલ દત્તે બાખુબીપુર્વક ભજવેલ હતું. જેમાં તેઓએ દીગ્દર્શનની જવાબદારી પણ ખુબ જ સુંદર રીતે પાર પાડી હતી. ત્યાર બાદ હીંદી ફીલ્મોમાં આવી એક જ પાત્ર ઉપર આધારીત કોઇ ફીલ્મ બની નથી.

ગુજરાતી રંગભુમીની ટેલેન્ટેડ અભીનેત્રી સરીતા જોષીએ હમણાં જ ‘ઝલક’ શીર્ષકસ્થ એક નાટક પોતાની આત્મકથાના રુપમાં બનાવીને નાટ્યપ્રેમીઓને અચંબામાં મુકી દીધા છે. આ નાટકની વીવીધ ઝલક દુરદર્શન દીલ્હીથી પ્રસારીત થતી. ‘સુરભી’ પત્રીકાના ‘વ્યક્તીત્વ’ વીભાગમાં વીશેષ નોંધ લઇ તા.૨૬-૦૪-૧૯૯૩ના રોજ ભારતભરમાં પ્રદર્શીત કરી સરીતા જોશીની આત્મકથાને જીવંત બનાવવામાં અમુલ્ય ફાળો આપ્યો છે તે બદલ દીલ્હી દુરદર્શન અને ‘સુરભી’ ની ટીમને ધન્યવાદ.  જે કામ અમદાવાદ દુરદર્શને કરવાનું હતું એ કામ દુરદર્શન દીલ્હીએ કર્યુ એ બદલ દુરદર્શન દીલ્હીને કોટી કોટી અભીનંદન… આમ પણ આપણું દુરદર્શન અમદાવાદ તો વાહીયાત અને અંધશ્રધ્ધા પ્રેરીત ગુજરાતી ચલચીત્રો આપણા માથે ઠોકી બેસાડવામાંથી ઉંચુ નથી આવતું. આવા અમદાવાદ દુરદર્શનની પાસે સારી અપેક્ષા રાખવી પણ નકામી છે !!!

એક સ્ત્રી કલાકાર થઇને કેટલીયે મુસીબતોનો સામનો કરીને આ એક પાત્રી ‘ઝલક’ નાટક આત્મકથાના સ્વરુપમાં બનાવવું એ તો સરીતા જોષી જ જાણતા હશે! જ્યારે સુનીલદત્તની વાત અલગ છે. કારણ કે પુરુષ પ્રધાન પાત્રને લઇને ‘યાદે’ ફીલ્મ બનાવી હતી. તેના કરતા એક સ્ત્રીએ પુરુષપ્રધાન સમાજમાંથી એકપાત્રી નાટક ‘ઝલક’ બનાવ્યું એ બા-અદબ કાબીલે દાદ માંગી લે છે. શું દુરદર્શન અમદાવાદ સરીતા જોષીને કાબીલે દાદ આપવા પ્ર્યત્ન કરશે ખરું?

 

ગોવીંદ મારુ અને ભુપેન્દ્ર ઝેડ.

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં

તા.૨૯/૦૪/૧૯૯૩ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …

 

5 Comments

  1. સરિતા જોષી મારા પ્રિય કલાકાર છે. એમને હું અભિનય સામ્રાજ્ઞિ માનું છું. એમના વિશે આવી મહત્વની જાણકારી આપવા બદલ આભાર.

    Like

  2. હું પણ .. સરીતાબેન તો ગુજરાતનું ગૌરવ છે.
    મને એમના અને પ્રવીણ જોશીના જીવન વીશે માહીતી મેળવી આપશો તો આભારી થઈશ .
    http://gujpratibha.wordpress.com/

    Like

  3. નમસ્કાર,
    આપશ્રીના પ્રતિભાવના સંદર્ભમાં નીચે મુજબની લીંક છે.
    http://www.indianetzone.com/16/tv_actress-sarita_joshi.htm

    http://entertainment.oneindia.in/television/top-stories/specials/sarita-joshi-interview-311207.html

    http://www.india-forums.com/forum_posts.asp?TID=65557

    અનુકુળતાએ ઉપરોક્ત લીંક ખોલીને મુલાકાત લેવા વીનંતી છે.

    ગોવીંદ મારૂ

    Liked by 1 person

  4. મારા ખ્યાલ મુજબ સરીતા જોશી એ નાદીરા બબ્બર નું નાટક સખુબાઇમાં એકપાત્રીય અભીનય કર્યો છે

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s