કોની બુધ્ધી પાનીએ ?

       શ્રી દીનેશ પાંચાલની કટાર (ગુજરાત મીત્ર ૨૩-૦૬-૧૯૯૧) ના સંદર્ભમાં લખવાનું કે માનવીની બુધ્ધીનો આંક (IQ) તેના સામાજીક દરજ્જા, શીક્ષણ કે કાર્યક્ષેત્ર પર આધારીત નથી, એટલે મનોવીજ્ઞાનીઓ બુધ્ધીના આંકની ચકાસણી માટે સામાજીક દરજ્જો, શીક્ષણ કે કાર્યક્ષેત્રને લક્ષમાં રાખી યોગ્ય પ્રશ્નાવલી તૈયાર કરે છે. શહેરી બાળક અને ગામડાના બાળકની બુધ્ધીના આંકની ચકાસણી માટે એક જ પ્રશ્નાવલી હોઇ શકે નહી, તેમજ જુદા જુદા ક્ષેત્રમાં કામ કરતા માનવી માટે પણ એક જ  પ્રશ્નાવલી હોઇ શકે નહી. માનવી જે સામાજીક દરજ્જાનો હોય, જે કાર્યક્ષેત્રમાં હોય, અને જે પ્રકારનું શીક્ષણ પ્રાપ્ત કર્યું હોય, તેમાં તે તેની બુધ્ધીનો કેવો અને કેટલો ઉપયોગ કરી શકે છે, તેના પર તેની બુધ્ધીના આંકની માપણી મનોવીજ્ઞાનીઓ કરે છે. આ માપદંડ પ્રમાણે, શહેરી બાળક કરતાં ગામડાના બાળકમાં વીશેષ બુધ્ધી હોઇ શકે છે, એમ.એ.; પી.એચડી. થયેલ વ્યક્તી કરતાં તદ્દન અભણ વ્યક્તીનો બુદ્ધી આંક ઉંચો હોઇ શકે છે, અને સ્ત્રીની બુદ્ધી પુરુષ કરતાં પણ તે જ હોય શકે છે.

                             પુરુષ, સ્ત્રી કરતાં બુદ્ધીમાં ચડીયાતો છે, એવો કોઇ પુરાવો આધુનીક વીજ્ઞાને હજુ સુધી શોધ્યો નથી, બલ્કે બંને સમકક્ષ છે, એમ આધુનીક વીજ્ઞાન કહે છે. સવાલ બુદ્ધીના વીકાસ માટે સમાન તકનો છે. જો સ્ત્રીઓને તેમના વીકાસ માટે સમાન તકો આપવામાં આવે તો તેઓ પણ પુરુષ જેટલી જ સીધ્ધીઓ હાંસલ કરી શકે છે. સોવીયેત રશીયામાં વીજ્ઞાન, તબીબી અને એવા અનેક ક્ષેત્રોમાં સ્ત્રીઓનું પ્રમાણ અન્ય વીકસીત દેશો કરતાં અનેક ગણું વધારે છે.

        બ્રીટીશ શાસનકાળમાં અંગ્રેજો અને અન્ય યુરોપીયનો એવો દવો કરતાંકે તેઓ વધારે બુધ્ધીશાળી છે, પણ આઝાદી પછી આપણે દેખાડી દીધું કે ભારતવાસીઓ તેમના કરતાં બુધ્ધીપ્રતીભામાં રતીભાર પણ ઉતરતાં નથી. જગવીખ્યાત પુરાતત્વવીદ્ ગોર્ડન ચીલ્ડના સંશોધનોએ પુરવાર કર્યું છે કે, ખેતીની વીધા, માટીના વાસણ બનાવવાની કળા, વણાટકામ જેવી ધરખમ શોધો સ્ત્રીઓએ કરેલ છે. જો તેમણે આવી ક્રાંતીકારી શોધ ન કરી હોત તો મુછાળાઓ હજુ પણ શીકારની શોધમાં ભટકતા હોત. કહેવાનું તાત્પર્ય એ છે કે તે પથ્થરયુગમાં સ્ત્રી અને પુરુષ સમાન હતા ત્યારે, સ્ત્રીનું સમાજમાં નોંધપાત્ર યોગદાન હતું. એટલે કે જો સ્ત્રીઓને સમાન હક્ક અને તક આપવામાં આવે તો રાષ્ટ્રના નીર્માણ કાર્યમાં ભારતીય નારીનું યોગદાન આજે જે છે, તેનાથી અનેકગણું વધી જશે એમાં કોઇ શક નથી.

        મનુસ્મૃતી આધારીત વીચારસરણીએ સ્ત્રીને ઉતારી પાડતી જે અધકચરી કહેવતો સમાજમાં પ્રચલીત કરેલ છે તેના પર આધાર રાખવાને બદલે શ્રી દીનેશ પાંચાલ વીજ્ઞાન અને વૈજ્ઞાનીક ર્દષ્ટીથી વીચારતા થશે, તો તેમની બુધ્ધીનો આંક અવશ્ય ઉંચો જશે.

 

ગુજરાત મીત્ર ૧-૦૭-૧૯૯૧

આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૨૬

5 Comments

  1. જોકે, સ્ત્રી અને પુરુષના મગજની રચના અને વીચાર પધ્ધતી સાવ વીપરીત હોય છે. પુરુષનું મગજ તર્કથી વધારે કામ કરે છે. સ્ત્રીનું મગજ લાગણીથી ..
    આ વૈજ્ઞાનીક હકીકત છે.
    પણ ભીન્ન હોવા છતાં કોઈ નીચું કે ઉંચું નથી જ.
    સ્ત્રીઓ વધારે વ્યવહાર કુશળ હોય છે.

    Like

  2. True!

    Some research has suggested that pre-historic human societies were more like “gatherers” then “hunters”. Humans were in no shape to hunt bigger / larger animals. They were more like how chimpanzee families live in the wild now – collecting food. In that role, women had equal contribution in the society.

    It’s amazing how our men-centric society also twisted some of the scientific research! Look at this one: http://discovermagazine.com/1992/jun/theaggressiveegg55

    Like

  3. શ્રી રજનીશનું તાઓ ઉપનિષદ વાંચેલુ,ચીનના દાર્શનીક લાઓત્સેના સૂત્રો ઉપર આ પુસ્તક છે.એક ચેપ્ટર Feminine Mystery વિષે નવોજ પ્રકાશ પાડે છે.”સ્ત્રૈણ રહસ્ય” સ્ત્રી દુનીયાનું સૌથી મોટું સર્જન કરે છે (માતા બનીને )એટલે કુદરતે જ તેને સંપૂર્ણ બનાવી છે.પુરુષ અધુરો છે એટલે જે તે સિધ્ધીઓ મેળવવા હવાતીયા મારે છે.
    ઘાટી સદ્રશ્ય આ રહસ્ય સ્ત્રીને શાંત પૂર્ણ વ્યક્તિત્વ આપે છે.જેમ પર્વતોમાં વહેતું પાણી વગર પ્રયત્ને ઘાટીઓ માં ઉતરી આવે છે તેમ.સ્ત્રીને પૂર્ણતા પ્રાપ્ત કરવા કોઇ પ્રયત્ન કરવાની આવશ્યકતા નથી.તે પૂર્ણ જ છે.-લાઓત્સેનું ઉદાહરણ તો સત્ય પામવા માટે હવાતીયા મારવાની જરૂર નથી એ કહેવા માટે છે,સ્ત્રૈણ રહસ્ય સમજી લો જો સત્ય પામવું હોય તો, આપમેળે જ ઉતરશે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s