શ્રી નાની પાલખીવાલાનું પુસ્તક ‘અમે, ભારતના લોકો’ ના એક ફકરાને સમૃધ્ધ ભારતીય પરંપરાના શીર્ષક હેઠળ તા. ૧૩-૦૧-૯૨ ની ‘અક્ષરની આરાધના’ કોલમમાં સ્થાન મળેલ- જેના સંદર્ભમાં ચર્ચા પ્રસ્તુત કરવાની કે, આધુનીક વીજ્ઞાન અને પ્રાચીન દાર્શનીકો (તે ભારત, ચીન કે પછી ગ્રીસના હોય) ના કથનો એક જેવા જ છે, છતાં તેઓના કથનોમાં આસમાન-જમીનનો તફાવત છે. પ્રાચીન દાર્શનીકોના કથનો ચીંતીન અને કલ્પના પર આધારીત છે. ત્યારે આધુનીક વીજ્ઞાને બાહ્ય જગતનું અવલોકન, અવલોકનોના આધાર પર સામાન્ય નીયમોની તારવણી અને આ નીયમોની પ્રયોગોના એરણ પર ચકાસણી-એ પ્રક્રીયાથી જે વીજ્ઞાનનું માળખું ઉભું કરેલ છે. તે દાર્શનીકોના કપોળ કલ્પીત કથનો કરતાં અનેકગણું વીશ્વસનીય છે. પછી ભલે બન્નેના કથનો એક જ હોય, પણ બન્નેના કથનો ગુણાત્મક સ્તરે અલગ છે. તેમની સરખામણી અસ્થાને છે, અપ્રસ્તુત છે.
ફ્રીત્ઝ કાપ્રાએ તેઓના પુસ્તક ‘Tao of Physics’ (તાઓ ઓફ ફીઝીક્સ) માં આધુનીક વીજ્ઞાન અને ભારત, ચીન તથા જાપાનના દાર્શનીકોના કથનોને સામસામા કોલમોમાં મુકીને બન્ને વચ્ચે મેળ સાધવાનો પ્રયાસ કર્યો છે, પણ છેવટે ઉપસંહારમાં તેઓ લખે છે કે, “ભારત અને ચીનના દર્શનીકોએ ચીંતન અને કલ્પના આધારીત જે ફીલસુફી વીકસાવી, તેના આધારે કોએપણ સમાજ-ઉપયોગી શોધ થઇ નહીં. બલ્કે મુદ્રણકલા, રેશમના કાપડ બનાવવાની કળા વીગેરેની શોધ અણધડ પણ વ્યવહારુ લોકોએ કરેલ હતી. આ સંદર્ભમાં વીજ્ઞાનના આધાર પર સ્ટીમ એંજીનથી કોમ્પુટર સુધીની શોધોએ સમાજની રહેણીકરણીમાં આમુલ પરીવર્તન આણેલ છે.”
ત્યારે જેમ્સ જીંસ, આર્થર એલીંગ્ટન, વ્હાઇટહેડ અને કાપ્રા જેવા વીજ્ઞાનીઓ વીજ્ઞાનનું ક્ષેત્ર છોડી, ફીલસુફીમાં સરી પડે છે ત્યારે તેઓ આપણા સાધુઓથી જરા પણ જુદા પડતા નથી. તો પણ આત્મા, પરમાત્મા, બ્રહ્મની વાતો એક યા બીજા સ્વરુપે કરે છે. આ વીજ્ઞાની સાધુબાવાઓ વીજ્ઞાનને આધારે આધ્યાત્મવાદ, ચૈતન્યવાદનું સમર્થન કરે છે. તેઓ વીજ્ઞાનના ક્ષેત્રમાં સોએ સો ટકા ભૌતીકવાદી હોય છે. કારણ કે, વીજ્ઞાનનો પાયો જ ભૌતીકવાદ છે. તેઓ બાહ્ય જગત જે છે – જેવું છે – તે જ સત્ય છે, એમ વીજ્ઞાની તરીકે માને છે, એ પાયા પર તેમની થીયરીની ચકાસણી કરે છે, પણ વીજ્ઞાનના ક્ષેત્રની બહાર જઇ આધ્યાત્મવાદની વાતો કરે છે ત્યારે તેઓ વીજ્ઞાનનું અવળું અર્થઘટન કરે છે, બલ્કે કરવું પડે છે.
આવા વીજ્ઞાની સાધુબાવાઓની અવળી વાણીથી પ્રભાવીત થઇ નાની પાલખીવાલા જેવા આપણાં બૌધ્ધીકો આવા ભુતકાળના વારસાને નીરર્થક વાગોળા વાગોળીને દારુણ ગરીબીમાં સબડતી ભારતીય જનતાને ભારતીય સંસ્કૃતીને ‘ગરીબીમાં અમીરી છે’ એવા ચાંદરણા દેખાડવાનો પ્રયાસ કરે છે એ સમજાતું નથી!!!
બલ્કે મુદ્રણકલા, રેશમના કાપડ બનાવવાની કળા વીગેરેની શોધ અણધડ પણ વ્યવહારુ લોકોએ કરેલ હતી. આ સંદર્ભમાં વીજ્ઞાનના આધાર પર સ્ટીમ એંજીનથી કોમ્પુટર સુધીની શોધોએ સમાજની રહેણીકરણીમાં આમુલ પરીવર્તન આણેલ છે.
સાવ સાચી વાત . અને આપણને એ પ્રદાન કોણે કર્યું તે પણ યાદ નથી. મુર્તી બનાવનારનું નામ પણ કોણ જાણે છે?
LikeLike
સાવ સાચી વાત
LikeLike
સહુપ્રથમ તો દાર્શનીકોની કલ્પના આધુનીક વીજ્ઞાનની સાથે આટલી બધી સામ્યતા ધરાવે એ વધુ પડતું સાંયોગીક નથી લાગતું? એ માત્ર કલ્પના શા માટે કહી શકાય? દર્શનશાસ્ત્રોમાં આવા કાલ્પનીક દર્શનો કેવી રીતે અનુભવવા એની પધ્ધતી પણ આપેલી છે.
પુરાણા જમાનામાં જીવનને સ્પર્શતી શોધો નથી થઈ એવું કેવી રીતે કહી શકાય? શું એ જમાનાનું સમાજજીવન, રહેણીકરણી, સ્થાપત્ય, શસ્ત્રો, વાહનો માત્ર કાલ્પનીક વર્ણન જ છે? લોથલ/ધોળાવીરા જેવી શહેરરચના શું આજે પણ શક્ય બની છે?
LikeLike
શુન્યની શોધને ઉપીયોગીતા વીશે આપનુ શુ માનવુ છે? ધ્યાન અને યોગને ઉપયોગી ગણશો?
આવા લેખો વાંચ્યા પછી હકારાત્મક અભીગમ અને સર્જનાત્મક પ્રવ્રુત્તીઓ બાબતે rationalist societies શુ કરી રહી છે એનુ કુતુહલ થયા કરે છે :).
LikeLike