આજથી ૧૦૦ વર્ષ પહેલાં ઝારખંડના ઝાડી-ઝાંખરા, કોતરો, જંગલી પ્રાણીઓ તેમજ અનેક જાતના ઝેરી સર્પોથી હર્યુ ભર્યું જંગલમાં નવસારી (ગુજરાત રાજ્ય)ના જમશેદજી તાતાએ પોલાદનું કારખાનું નાખવાનો નીર્ધાર કર્યો હતો. ત્યારે અંગ્રેજોએ અવાક થઇને પ્રશ્ન કરેલ કે આ જંગલમાં કેવી રીતે કારખાનું નાખશો ? જમશેદજી તાતાએ પૂરા વીશ્વાસ અને અડગ ધ્યેય સાથે હસતાં મોઢે જણાવેલ “એ બધુ તમે મારા પર છોડી દો.” અને સાચે જ- તાતાની દીર્ઘ ર્દષ્ટી અને મક્કમ મનોબળના પરીણામે જમશેદપુર નંદનવન થયું. જમશેદપુરમાં ‘તાતાનગર’ વસાવીને તેઓએ ભારતમાં ઔદ્યોગીક ક્રાંતીનો પાયો નાંખ્યો હતો. જમશેદજી તાતા ભારતીય ઉદ્યોગ ગૃહના ‘ભીષ્મ પીતામહ’ તરીકે ખ્યાતી મેળવેલ. આજે પણ વીશ્વમાં તાતાનું નામ ગૌરવભેર લેવાય છે.
આ જ તાતા પરીવારના રતન તાતાએ સામાન્ય માણસને પોષાય તેવી રુપીયા એક લાખની સસ્તી અને નાની ‘નેનો’ કારની ડીઝાઇન અને ડ્રીમ પ્રોજેકટને સીંગુરમાં સાકાર કરવા કટીબધ્ધ હતા, ત્યારે ૧૦૦ વર્ષ પછી એ જ પશ્વીમ બંગાળના સીંગુરમાં હીંસા અને રાજકીય ખટપટ થવાથી ‘નેનો’ પ્રોજેક્ટ વૈશ્વીક ફલક પર વીવાદમાં સપડાયો હોય નીરાશ થઇને રતન તાતાએ પશ્વીમ બંગાળને ટાટા કર્યા. આ ડ્રીમ પ્રોજેક્ટ પોતાના રાજ્યમાં આવે તે માટે પાંચેક રાજ્ય સરકારો લાલ જાજમ પાથરીને સ્પર્ધામાં હતા. પરંતું ‘નેનો’ કારના પ્રોજેક્ટ માટે અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાત જેવું લોકેશન અને બીઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ તરફ્થી સર્વ શ્રેષ્ઠ ઓફર મળી હોય પોતાનું ઘર (નવસારી) પ્રત્યે લાગણીના ભાવસેતુથી જોડાઇને રતન તાતાએ ગુજરાત પર પસંદગી ઉતારીને જમશેદજી તાતાની જન્મભુમી નવસારીનું રતન તાતાએ ઋણ અદા કર્યુ છે. આ માટે રતન તાતા ખરેખર ધન્યવાદના અધિકારી છે.
‘નેનો’ પ્રોજેક્ટ ગુજરાતમાં આવવાથી દસ હજાર જેટલાં સ્થાનીક લોકોને રોજી રોટી મળશે. પ્રોજેક્ટને લગતા આનુષાંગિક ઉદ્યોગોનો વીકાસ થશે. રાજ્યનો પણ વીકાસ થશે. રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય ફલક પર ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે. જે મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની રાજકીય નિપુણતા અને લા-જવાબ કુનેહને આભારી છે આ માટે ન. મો. ને લાખ લાખ અભીનંદન…
આ બાબત મા છાપા મા મારા મંતવ્ય વાચીઆ હશે.
તાતા ના આવ્વાથી ગુજરાત ને ખરેખર ફાયદો છે
લેખ સારો છે અભિનન્દન.
LikeLike
ટુંકો ને ટચ – સરસ લેખ. ગુજરાતીઓની ઔદ્યોગીક અને સાહસીક વ્રુત્તી પણ ટાટાને ગુજરાત તરફ ખેંચી લાવવામા કારણરુપ બની છે, એવુ મારુ માનવુ છે. ન.મો. ની ઝડપી સરકારી કામગીરીએ ઉદ્વીપકનુ કામ તો કર્યુ જ.
BTW – Open economy થી ભારતને કેટલો ફાયદો થયો, છેવાડાના માણસની સ્થીતી સુધરી કે નહી, એ અંગે લોકો પોતાના અભીગમ અને મંતવ્ય મુજબ માન્યતાઓ ધરાવતા હોય છે. statistics અને data presentation ને લગતો આ video ઘણોજ રસપ્રદ અને આશાસ્પદ છે: http://www.ted.com/index.php/talks/hans_rosling_shows_the_best_stats_you_ve_ever_seen.html
LikeLike
સરસ માહીતી.
LikeLike
બહુ જ વિવેક ભર્યું પગલું, રતનજી તાતા અને નરેન્દ્ર મોદી બન્નેનું,મોદીજી તો રાજનિતીમાં ચાણક્યનો બિજો અવતાર છે.
LikeLike
આ લેખ લખાયો હશે ત્યારે કોઇએ વિચાર્યું પણ નહીં હોય ન.મો. દેશની ઘોર ખોદશે 😂 🤣
LikeLiked by 1 person