અમદાવાદના માઉન્ટ કારમેલ શાળા પાસે વીશાળ રસ્તાની મધ્યમાં કોઇ એક નાનકડું મંદીર છે. મળેલ જાણકારી મુજબ આ મંદીરની આમદાનીમાં પારાવાર વધારો થતો હોવાથી ઇમારત આલીશાન બનતી જાય છે. રેશનાલીસ્ટ મીત્ર કીરણભાઇ સાથે આ મંદીર પાસેથી મોટર સાયકલ ઉપર અમે બન્ને મીત્રો પસાર થતાં હતા, તે સમયે અમારી પહેલાં એક બસને ત્યાંથી પસાર થતાં નીહાળી ત્યારે એ બસે મંદીરની આસપાસ બે ચક્કર લગાવ્યા અને પોતાના રસ્તે આગળ વધી- જે ર્દશ્ય નીહાળીને અમોને અજબનું કૌતુક થયું !
ઘીના દીવાને બદલે બલ્બ સળગાવવો કે આરતી ગાવાને બદલે રેકોર્ડર વગાડવું વીગેરે બાબતો હવે જુની થઇ ગઇ હશે ! એટલે ડ્રાયવરે આખે-આખી બસને પ્રદીક્ષણા પેઠે ફેરવીને તેમણે ધર્મના આચરણમાં આધુનીકતા આણી હશે ! કે પછી ડ્રાયવર પાસે બસ ઉભી રાખી નીચે ઉતરીને પ્રદક્ષીણા કરવાનો સમય ન હોય એટલે ધર્મના આચરણમાં આધુનીકતા લાવવાની તેઓની આ ધર્માંધતાને કઇ રીતે મુલવવી ?
–ગોવીન્દ મારુ
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૪/૦૫/૧૯૯૨ના રોજ પ્રકાશીત થયેલ આ ચર્ચાપત્ર …
આપને પણ નવા વર્ષની શુભેચ્છાઓ.
LikeLike