શ્રી વીઠ્ઠલ પંડ્યા લીખીત ‘ગોપી’ નવલકથાનું જે સચોટ વીવેચન શ્રી શીરીષ પંચાલે (ગુ.મીત્ર ૨૪/૦૯/૯૦) કર્યું, તે યથાર્થ છે.
અંગ્રેજ અને અમેરીકન લેખકો જે વીષયને લઇને નવલકથાઓ લખે છે, તેના પાત્રો, પ્રસંગો અને સામાજીક વાતાવરણનો તલસ્પર્શી અભ્યાસ કરે છે, એટલે તેમની નવલકથાઓ વાસ્તવીક લાગે છે.
આર્થર હેઇલી કોઇ ડૉક્ટર નથી, ઇલેક્ટ્રીકલ એંજીનીયર નથી, અને છતાં તેણે ‘Final Diagnosis’ અને ‘Overload’ નામક નવલકથાઓ લખતાં પહેલા તબીબી વીજ્ઞાન અને ઇલેક્ટ્રીકલ ઇન્જીનીયરીંગનો તલસ્પર્શી અભ્યાસ કર્યો હોય, તેમ વાંચકોને અવશ્ય લાગે, જો કે આર્થર હેઇલીની શૈક્ષણીક કક્ષા સામાન્ય છે.
‘Final Diagnosis’ માં તેણે તબીબો દર્દીઓના રોગોનું કેવી રીતે નીદન કરે છે, કેવા પ્રકારનું પરીક્ષણ કરે છે, દાક્તરો તેમની ‘કોન્ફરન્સ’ માં દરેક કેસની કઇ રીતે છણાવટ કરે છે, અને દરેક કેસમાં સારવારમાં કેવા પ્રકારની ખામી હતી અને તે ખામી ફરીથી ન થાય તે માટે શું કરવું જોઇએ એવી ચર્ચાઓ આલેખવામાં આવેલી છે અને છતાં વાર્તાતત્વ વાંચકને જકડી રાખે છે.
‘Overload’ માં અમદાવાદ ઇલેક્ટ્રીસીટી કંપની જેવી સપ્લાય કંપનીના પ્રશ્નોની આબાદ છણાવટ તેણે કરેલ છે. એ જ પ્રમાણે ‘Air port’માં વીમાન મથકનો તાર્દશ ચીતાર આપેલો છે, અને છતાં અંગ્રેજી સાહીત્યમાં તે ઉત્તમકોટીનો સાહીત્યકાર ગણાતો નથી. જો મધ્યમ કોટીનો નવલકથાકાર આવું સાહીત્ય સર્જી શકે, તો ઉચ્ચકોટીનું સાહીત્ય કેવું હશે !
આપણા મોટાભાગના નવલકથાકારો પ્રમાણમાં છીછરા લાગે છે, કારણ કે તેમની નવલકથાઓમાં પાત્રો, પ્રસંગો અને સામાજીક વાતાવરણનો જે ઉંડો અભ્યાસ જોઇએ તેનો અભાવ હોય છે. શ્રી શીરીષ પંચાલનું વીવેચન નવોદીત નવલકથાકારોને યોગ્ય માર્ગદર્શન આપશે.
ગુજરાતમીત્ર ૪-૧૦-૧૯૯૦
આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૫૦
i also read the ‘Final Diagnosis’ its so good books
LikeLike