કદના કુંડાળામાં ધર્મગ્રંથો

સાબરકાંઠા જીલ્લાના ભીલોડાના વતની અને જુનાગઢ જીલ્લાના ધામળેજમાં ફરજ બજાવતાં શીક્ષકમીત્ર શ્રીપકંજભાઇ રાઠોડે દોઢ ઇંચ બાય દોઢ ઇંચનું ટચકડું પુસ્તક રૂપી નાનકડી ગાગર સાત જ દીવસમાં તૈયાર કરીને તેમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાના તમામે તમામ ૧૮ અધ્યાયના ૭૦૦ શ્લોકોનો સાગર સમાવવાનો કરતબ સીધ્ધ કરીને તેઓ લીમ્કાબુક ઓફ રેકર્ડસમાં સ્થાન અંકે કરવા ઉત્સુક હોવાના સમાચાર તા.૨જી નવેમ્બર, ૨૦૦૮ના ‘દીવ્ય ભાસ્કર’ દૈનીકના પ્રથમ પાને  વાંચીને અચરજ સહ આઘાત અનુભ્વ્યો.

દોઢ ઇંચ બાય દોઢ ઇંચ જેટલા કદના ધર્મગ્રંથમાં સમાયેલા જ્ઞાન અને ઉપદેશ અમલમાં મુકાય તેમાં માણસાઇનું કદ વધે કે ઘટે ? આ અગાઉ પણ નાનામાં નાના ધર્મગ્રંથ અને મોટામાં મોટા ધર્મગ્રંથના દાવાઓ અને પ્રતીદાવાઓ અંગે અખબારી અહેવાલો પ્રસીધ્ધ થયા હતા. આ બધા ગીનેસબુક ઓફ વર્લ્ડ રેકર્ડસમાં સ્થાન મેળવવા તથા અહમ્ અને પ્રતીષ્ઠાને પોષવાના પ્રયાસ માત્ર છે !

જ્ઞાન તથા ડહાપણ માપપટ્ટીની સીમાને તોડી નાંખતા હોય, જીવનના સત્યને ધર્મગ્રંથોની લંબાઇ-પહોળાઇ દ્વારા ઇંચ કે સેન્ટીમીટરમાં માપવું અશક્ય છે. ધર્મગ્રંથોની આગળ-પાછળ અને અંદર-બહાર પ્રશ્નોમાં જ્ઞાન છે, તેમાંથી ઉદભવતા પ્રશ્નોનો ઉકેલ છે; તેથી ધર્મગ્રંથો જે પ્રશ્નોને ઉકેલી શકે તેને તમારી સ્વતંત્ર બુદ્ધીથી ઉકેલો એવું ધર્મગ્રંથો છાપરે ચઢીને પોકારે છે ! જો ધર્મગ્રંથોમાં લખેલું બધુ સનાતન સત્ય હોય તો ઔદ્યોગીક ક્રાંતી ઉદભવી જ ન હોત. અરે ગેલીલીયો કે કોપરનીક્સ જેવા વૈજ્ઞાનીકોને સંશોધન કરવાની જરૂરત જ ન હોત ! પૃથ્વી ચોરસ છે, એવી ગેરસમજ ધર્મગ્રંથોએ જ ઉભી કરેલ હતી. જેને આધુનીક વીજ્ઞાને દૂર કરી હતી.

ધર્મગ્રંથના કદના કુંડાળામાં અંજાતી આમજનતા ધાર્મિકતાના ઘેનમાં ને ઘેનમાં માનવજાતના પાયાના મુલ્યો ભુલી તો નથી ગઇ ને ?

ગોવીન્દ મારુ


1 Comment

  1. Its only for ego’s, u r work is so good……Indian people are needs of Roti,Rojgar & Residence… so I also Think to ask Hon.Pramukh swami and othor big guru’s in India big Temple essisentials to poor people…!!!!!!!

    Anil Mistry

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s