ઇંડુ આરોગ્યપ્રદ ખરું?

         ઉપરોક્ત વીષય પર આવેલ પ્રજામત (મું.સ. ૩-૦૫-૧૯૮૯) ના સંદર્ભમાં લખવાનું કે ઇંડામાં ઉચ્ચ પ્રકારનું પ્રોટીન છે, જે ઘઉં, ચોખા અને કઠોળમાં નથી. આપણને દશ આવશ્યક એમીનો એસીડોની આવશ્યકતા છે કે જે પ્રાણી જ પ્રોટીન (દુધ, ઘઉં, ચીઝ, ઇંડા, માછલી, માંસ)માંથી જ મળે છે.

        ‘પ્રોટીન’ એ જીવનનો મુખ્ય સ્તંભ છે. કારણ કે તે શરીરના જીર્ણ થયેલ કોષોને સ્થાને નવા કોષોનું ઉત્પાદન કરે છે. તદુપરાંત ઇન્સ્યુલીન, થુંક, એન્ઝાઇમ, પાચક રસો, ગ્રંથીઓમાંથી ઝરતા રસો (થાઇસોકસોન વગેરે) પણ પ્રોટીનમાંથી બને છે.

        ઇંડામાંનું કોલેસ્ટીરોલ ઉગતી પ્રજા માટે આવશ્યક છે. માત્ર વૃદ્ધો, આધેડ વયની વ્યક્તીઓ કે જેમને બ્લડ પ્રેસર, હૃદયરોગ, સંધીવા જેવી વ્યાધીઓ થઇ તેમને માટે વધુ પડતું કોલેસ્ટીરોલ નુકસાનકારક છે, પણ એવી સલાહ આપવાની ફરજ અને જવાબદારી તેમના દાક્તરોની છે.

        માત્ર કોઇ એક ડૉક્ટરના સંશોધનો પરથી એમ કહેવું કે ઇંડામાં હાનીકારક તત્વો છે અને તેથી તે વર્જ્ય છે, એ તર્કબદ્ધ વીધાન નથી. તેનો સમગ્ર ર્દષ્ટીથી વીચાર કરવો ઘટે.

        આપણા દેશમાં બાળકોમાં પ્રોટીનની ઉણપ વીશેષ પ્રમાણમાં છે. પ્રોટીનની ઉણપથી બાળકોનો શારીરીક અને માનસીક વીકાસ કુંઠીત થાય છે, એટલે પ્રાણીજ પ્રોટીનનો વપરાશ  જેટલો વધારે થાય તે ઇચ્છનીય છે, જો ભાવી પ્રજાને તંદુરસ્ત, સશક્ત અને બુદ્ધીશાળી ઘડવી હોય તો.

        તંબાકુ, માદક પદાર્થો કે જે ૧૦૦% હાનીકારક છે અને જેની જાહેરાતો જોરશોરથી થય છે તેની વીરુદ્ધ ઝુંબેશ શ્રીકુમાર મોદી અને અન્ય કરશે તો તે યોગ્ય કહેવાશે.

મુંબઇ સમાચાર ૧૧-૫–૧૯૮૯

આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૩૯

 

2 Comments

  1. eggs are high in protein and essential amino acids which is good for a growing child, especially. Egg also contains the right amount of fat – which is just 5gms of fat and 1.5gms of saturated fat. Eggs also contain naturally occurring Vitamin D.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s