ભગવાન છે ખરા ?

‘ગુજરાતમીત્ર’ની રવીવારીય પુર્તી(૨૯-૦૩-૧૯૯૨)માં ‘તમારા પ્રશ્નોના ઉત્તરો’ વીભાગમાં એક વાચક મીત્રે પ્રશ્ન પુછ્યો કે, ‘ભગવાન છે ખરા ?’ જેનો શ્રી ભારદ્વાજ વીજયે જે ઉત્તર આપ્યો. તેના અનુસંધાને લખવાનું કે આદીકાળમાં આદીમાનવનું જ્ઞાન સીમીત હતું. કુદરતી ઘટનાઓ જેવી કે – જન્મ, મૃત્યુ, ધરતીકંપો, જવાળામુખી, વંટોળીયો ઇત્યાદી તેની સમજ બહારના હોવાના કારણે આવી ઘટનાઓની પાછળ નક્કી કોઇ ગેબી શક્તી છે, એમ તે માનવા લાગ્યો. આમ દરેક કુદરતી ઘટનાઓનું સંચાલન કરતી શક્તીઓની પાછળ તેણે અનેક પ્રકારના દેવી-દેવતાઓની કલ્પના કરી, અને તેને રીઝવવા માટે અનેક પ્રકારની પુજા, અર્ચના અને વીધીઓની તેણે રચના કરી. આમ તેત્રીસ કોટી દેવતાઓની પાછળ ભય અને  અજ્ઞાન કારણભુત હતા. કાળક્રમે તેત્રીસ કોટી દેવતાઓમાંથી એક ઇશ્વરની ભાવના અસ્તીત્વમાં આવી. જીસસે કહ્યુ ‘God is ONE and ONE only’ વેદોએ ‘એકોહમ’ એવા બ્રહ્મની માન્યતાને દોહરાવી. એ જ પ્રમાણે મહમંદ પયગંબરે એક ‘અલ્લાહ’ નું સુત્ર વહેતું કર્યું. પંડીતો અને તત્વચીંતકોએ આ ઇશ્વર, God, અલ્લાહના ગુણધર્મો શોધ્યા. ઇશ્વર અત્ર, તત્ર સર્વત્ર છે, ત્રીકાળજ્ઞાની છે, નીરાકાર છે, સમય સ્થળથી પર છે, કાર્યકારણથી પર છે. જો આવા ગુણો ન હોય તો તેને ઇશ્વર કહેવો વ્યર્થ છે.

યુરોપમાં અને ખાસ કરીને બ્રીટન અને ફ્રાન્સમાં ૧૬મી સદીથી બુદ્ધીવાદનો પવન ફુંકાયો. બુદ્ધીવાદીઓ દરેકે દરેકે પ્રચલીત માન્યતાને બુદ્ધીની એરણ પર ચકાસતા, અને તે એટલે સુધી કે તેઓ ઇશ્વરને પડકારતા કે જો તું ખરેખર અસ્તીત્વ ધરાવતો હોય તો તું તારું અસ્તીતત્વ અમારી બુદ્ધીની એરણ પર પુરવાર કર, કારણ કે તારા ઉપરોક્ત ગુણો ધરાવતી કોઇ શક્તી આ જગતમાં કે અખીલ વીશ્વમાં કોઇ કાળે હતી નહીં, છે નહી, અને સંભવી શકે નહીં. ઇશ્વર એ માનવસર્જીત કલ્પના જ છે. તેના સાક્ષાત્ અસ્તીતત્વનો પ્રશ્ન ઉપસ્થીત થતો નથી.

શ્રી ભારદ્વાજ વીજય જે સર્વોચ્ચ શક્તીનો ઉલ્લેખ કરે છે, તે તેના નીયમોને આધીન છે. આ શક્તીને સર્વશક્તીમાન કુદરત ઇત્યાદી જે કહેવું  તે કહી શકો છો. આ શક્તી કાર્ય- કારણથી પર નથી, સમય- અવકાશથી પર નથી, તે તેના નીયમોથી બધ્ધ છે. વીજ્ઞાન આ શક્તીને વીજ્ઞાન દ્વારા સમજવાનો પ્રયત્ન કરે છે. વીજ્ઞાને ઘણા પ્રશ્નો ઉકેલ્યા છે અને વીજ્ઞાને જેટલા પ્રશ્નો ઉકેલ્યો છે તેનાથી પણ વીશેષ જટીલ પ્રશ્નો તેની સામે અણઉકેલ પડ્યા છે. આ અણઉકેલ પ્રશ્નોના ઉકેલમાં વીજ્ઞાનની મંજીલ સત્ય, વધુ સત્ય- વધુ અને વધુ સત્ય ભણી છે. શ્રી ભારદ્વાજ વીજયે જે અણઉકેલ પ્રશ્નોની યાદી કરેલ છે તેના ઉકેલ કદાચ આજના વીજ્ઞાન પાસે નથી. પણ ભવીષ્યમાં તેનો ઉકેલ મળે. છતાં કેટલાક પ્રશ્નો અપ્રસ્તુત છે. જેમકે બે + બે = ચાર, શા માટે ? એ પ્રશ્ન અપ્રસ્તુત બની રહે છે.

ટુંકમાં ‘ભગવાન’ એ માનવસર્જીત કલ્પના માત્ર છે. ખરેખર ‘ભગવાન’ નથી.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૧૪/૦૪/૧૯૯૨ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …


19 Comments

  1. It tru Bcoz I find here New Bhagvan Defination
    Bh = Bhumi, G = Gagan, Va = Vayu, N = Neer, and if you find then you see it any things not possible without this all factors…if you Disturb in this things then change your Life or your world…I ask to…think bout…more…all about jeniues person.

    Anil Mistry

    Like

  2. Bhagvan is not any ware it is toataly a kalpana
    Jisko kud par viswas nahi hai vo bhagvan ko manate hai

    Like

  3. God is above existence-non-existence. Proof? Well, unless I am in absolute state, I cannot realize absolute. Is there any absolute entity? Yes, speed of light in this universe which points to possibility of absoluteness. How to achieve that state? Trust old literature at the least for SAMAADHI and try to achieve that state. Then we can say, GOD exists or not!

    An article at: http://rutmandal.info/parimiti/

    Regards

    Like

  4. આ પ્રશ્નનો જવાબ આપવો અઘરો છે. ભગવાન એ એક વ્યક્તિ તરીકે હોય શકે અને એને મહામાનવ કે super human કહી શકાય.. રામ, કૃષ્ણ, જીસસ કે અલ્લાહ એટલે કે મોહમદ પયંગબર એક માનવ જ હતા અને આપણા સહુની વચ્ચે એ જીવી ગયા.
    એમના કૃત્યોએ એમને ભગવાનનો દરજ્જો આપ્યો. એઓને આપણે એટલે કે માનવે ભગવાન બનાવ્યા.
    ભગવાનની જરૂર કેમ ઉભી થઇ???
    આપણને એક આધારની જરૂર હંમેશ રહે છે. નાના હોયએ ત્યારે આપણા માબાપનો આધાર હોય છે. મોટા થઇએ ત્યારે એ આધાર આપણે ભગવાનમાં શોધ્યે છીએ… જો આપણા હાથની બહારની વાત હોય તો આપણે કહી દઇએ કે ભગવાન છે ને.. એ મારૂં ધ્યાન રાખશે..મારા અધુરાં કામો કરશે કે જે મારાથી નથી થઇ શકતા. મંદિરમાં જનારા કેટલા એમને એમ મંદિર જાય છે??
    મોટે ભાગે તો એ કોઇ આધાર શોધવા જ જાય છે. કોણ ભગવાનને નિઃસ્વાર્થ બજે છે…??મોટે ભાગે દરેકના કોઇકને કોઇ કામો ભગવાનને કરવાના હોય છે. બિચારો ભગવાન…!!(જો હોય તો)
    કોના કોના કામ એ કરે…!!???
    ભગવાનનો જન્મ એ એક પ્રકારના Escapismમાંથી ઉદભવ્યો છે અને બધા જ ને ક્યારેક તો Escapismનો આધાર લેવો પડે કારણકે, કોઇ સર્વ ગુણ સંપન્ન નથી.
    જો ભગવાન જ હોય તો એના દર્શનાર્થે જનાર કચડાયને કેમ મરે…??દર્શને કર્યા પહેલાં કે પછે..અકસ્માતમાં કેમ મરે…??
    તો કહે કે એ તો ગયા જનમના પાપો….આ વળી નવું તુટક…!!
    અરે… !!મારા ભાઇ આ જનમનું કોઇ ઠેકાણુ નથી ને ગયા જનમો કે સાત જનમોની વાત ક્યાં લઇ આવ્યા…??પણ એક ડીંડકને દોડાવાવા બીજા ડીંડકો ખોળવા પડે…!1
    આપણા માટે તો આપણા ભગવાન આપણા મા-બાપ જ છે.જેણે આપણને શક્ય એટલા સારી રીતે ઊછેર્યા અને આપણને મા-બાપ બનવા લાયક બનાવ્યા કે જેથી આપણે આપણા સંતાનોના ભગવાન બની શક્યે…બાકી ભગવાન એ એક પરિકલ્પના જ છે. એક ખોટો આધાર કે જેનો કોઇ આધાર નથી…
    આ ચર્ચાનો કોઇ અંત નથી એમ નથી. પણ વિજ્ઞાનની દૃષ્ટિએ જોઇએ તો એનો કોઇ પુરાવો નથી. તો કહેશે તો રામ થઇ ગયા…કૃષ્ણ થઇ ગયા…જીસસ ક્રાઇસ્ટ થઇ ગયા….તો ભલા માણસ એ તો મનુષ્ય જ હતા ને છે… અને એ દૃષ્ટિએ જોઇએ તો આજે મહાત્મા ગાંધી પણ ભગવાન જ કહેવાય…એઓ એ જે કરી બતાવ્યું તે તો પેલા ભગવાનો કે અલ્લાહે પણ નથી કરી બતાવ્યું..

    લો આતો બહુ લા…..બું લખી નાંખ્યુ….

    નટવર મહેતા

    http://natvermehta.wordpress.com/

    Like

  5. Depends upon your Faith, Aastha. where is god ? the answer given by abha shahra in her book “zero 2 dot”. do read this book. hope everyone will get answer in this book.
    Regards,

    Dr.Sudhir Shah

    Like

  6. અજ્ઞાનનો અંધકાર જ્યાંથી શરુ થાય છે ત્યાંથી ભગવાનનો ભ્રમ શરુ થાય છે.

    ટી.વી.સેટ બગડ્યો હોય તો આપણને જ્ઞાન છે કે તેનો જાણકાર કોઇક દુકાને બેઠો છે,આપણે તેની પાસે જઇએ છીએ,
    ટી.વી.ને લઇને મંદિરના પુજારી પાસે નથી જતા કે નથી તેના માટે કોઇ પંડિતને બોલાવીને પૂજા,જપ કરાવતા !

    Like

  7. આ વિષય પર પહેલેથી Dilemma તો હતો જ.. તમે વધુ વિચારતા કરી મૂક્યા.. એક તરફ અનિલભાઈ મિસ્ત્રીની સ્પર્શી જતી વાત છે તો બીજી તરફ “જો ઈશ્વર હોય તો આ આતંકવાદથી ભરેલાં કળયુગમાં હવે તે કલ્કી અવતાર લેવા માટે શેની રાહ જુએ છે” જેવો પ્રશ્ન…

    Like

  8. ભગવાન છે કે નહી તે પછીની વાત – પહેલા તે કહો કે, તમે છો? તમે જવાબ આપશો કે છું જ ને વળી, દેખાતો નથી?

    ત્યારે હું પુછીશ કે કેટલા વખતથી છો? તમે કહેશો કે ૫૦ / ૬૦ / ૪૦ વર્ષથી.

    ફરી હું પુછીશ – તે પહેલા ક્યાં હતા? કંટાળીને કહેશો કે જ્યાં હોઉ ત્યાં તમારે શું કામ છે?

    ફરી પાછો પુછીશ કે તમારા માતા પીતાને કોણે બનાવ્યા? તમે મુઠ્ઠી ઉગામીને કહેશો કે તેના માતા પીતાએ

    ફરી પાછો પુછીશ કે તેના માતા પીતાને? – હવે તમે કહેશો કે મારે ઘણું કામ છે, ક્યાંથી આ નકામી લપ વળગી.

    મીત્રો, જો આપણને પાંચ આગળ પાછળના પ્રશ્નો પુછવામાં આવે તો તેના જવાબ પણ આપણે આપી શકીએ તેમ નથી – માટે આપણને બનાવનાર અને જગતને બનાવનારની ચીંતા છોડો અને પહેલા ઈ તો જાણવાનો પ્રયત્ન કરો કે હું કોણ છું? અને હા આ પ્રશ્ન આપણા વિજ્ઞાનને પણ પૂછજો. સંપુર્ણ સ્વતંત્ર વિચારણા કરજો કોઈ શાસ્ત્ર કે સંતનો આશ્રય લીધા વગર. જે જવાબ મળે તે સાંભળવા હું આતુર છુ.

    Like

  9. BHAGVAN NATHI…the end of your post is not accurate, As a lay person you observe & make the analysis you will come to one conclusion that beyond eveything known there is still something or someone more powerful..a SHAKTI & Man gave the name GOD of BHAGWAN, Now, if you look from the viewpoint of the Science, it has given us many discoveries & so much of the UNKNOWN is now known but the UNIVERSE is beyond comprehension of the Human Mind & it is there that the Scientists like Einstain had talked of that ENTITY which others call as BHAGWAN…..he humbly said that he was only unreaving HIS secrets,
    Govinbhai..This is my 1st visit to your Blog..A nice Blog in which you expose a thought & others give their opinons. THANKS for for your 1st visit & your comment on my Blog.
    See you again !
    http://www.chandrapukar.wordpress.com

    Like

  10. hi i m kamlesh 25 th years old entire my life i learn about phylosophy of the God but. its not a true but Brahman’s had made this philosophy for their advantage and today maximum Indian people suffered from this and wasted their valuable time and their whole family life become very bad.
    india getted the result today 83.6 crore people are live in BPL, 20/- rs / day income it indicate the real india in the world ,,,,,,,,,,,/// for more onformation .EMAIL:- kamleshpatel66@yahoo.com

    Like

    1. પ્રીય કમલેશભાઈ,
      આપના ઉષ્મા પ્રેરક પ્રતીભાવનો સાદર સ્વાગત છે.
      હું તો ઈન્ટર કોમર્સ છું. પરંતુ આપની જેમ ૨૫ વર્ષનો હતો ત્યારથી જ બ્રાહ્મણવાદને પારખી ગયો હતો. અને તેથી જ વૈજ્ઞાનીક અને માનવીય અભીગમ ધરાવું છું. ૮૫% બહુજન ગરીબી રેખા હેઠળ જીવે છે જેના માટે આપ કોઈ કાર્ય/ પ્રવૃતી કરતા હોય તો તેમા મને પણ સામેલ કરવા વીનંતી છે.
      આભાર.
      ગોવીન્દ મારુ

      Like

  11. જે ભગવાન ને માને એના માટે ભગવાન છે અને ના માને એના માટે નથી. બીજી મહત્વ ની એક વાત કે આપણ ને બીજો કોઇ શરૂઆત કરે એની રાહ જોવાની આદત પડી ગઇ છે. આપણે શરૂઆત કરવી જ નથી. બાંગ્લાદેશીઓ ભારતમા ઘુસણખોરી કરે ત્યારે આપણને ખબર પડે કે આપણી તે સરહદ ની સુરક્ષા નબળી છે. અને ખબર પણ ત્યારે પડે જ્યારે ન્યુઝ મા આવે. બાકે I.B., RAW વગેરે જેવી આપણી સંસ્થાઓ ને (જેની આ બધી જવાબદારી છે) આવી બાબતો મા રસ પણ નથી. આતંકવાદી હુમલા થાય તો આપણે દુશ્મન સામે શુ પગલા ભરીએ ??? કઇ નહી. બસ થોડા દિવસ સુધી ટી.વી. ની સામે બેઠા રહીએ. ન્યુઝ જોઇએ. જેમા કોઇક વિચારશીલ માણસો (ખાસ કરીને રીટાયર્ડ અધિકારીઓ અથવા વરીષ્ઠ પત્રકાર હોય) ના ઇંટરવ્યુહ જોઇએ. બસ આવુ બધુ થોડા દિવસ ચાલે અને પછી ???? પછી શુ ?? જૈસે થે. (અરે ભાઇ માણસો ને પોતાના પણ કંઇક કામ હોય ને ? દેશ ની ચિંતા કરવી કે ઘર ની ?) અને આંતકવાદી હુમલામા જે કોઇ નાગરિક મૃત્યુ પામે તેઓની કિંમત સરકાર લગાવે અને તેના કુંટુબ ને તે રકમ આપી દે. નવાઇ ની વાત તો એ છે કે તેના કુંટુબીજનો તે રકમ સ્વીકારી પણ લે છે. (ના સ્વીકારે તો જાય ક્યા ??? સરકાર સામે લડે તો નાયક ફિલ્મ મા અનિલ કપૂર ની જેવી હાલત થાય છે તેવી જ હાલત તેની પણ થાય)

    (એક ટોપિક થી બીજા ટોપિક પર મારી વાત ચાલી ગઇ એના માટે SORRY પણ હૈયા વરાળ કાઢવાનો અવસર મળ્યો એટલે મારી જાતને રોકી ના શક્યો.)

    Like

  12. કોઇપણ ગરીબ કે શ્રીમંત માત્તાપીતા પોતાના ૨-૪ કે ૭-૮ સંતાનોને જાતે ભૂખા રહીં ખાવા પીવા કે કપડા લત્તાની જેવી અને જેટલી થાય તેટલી સગવડો કરતા જ હોય છે.
    જ્યારે ૮૦-૮૫ % અન્ધશ્રધ્ધાળુઓ જેને સર્વ શક્તિમાન.સદા હિતકારી,સર્વનું મંગલ કરનાર એવો આ દયાહીન ક્રૂર કે જેને લોકો વિશ્વપિતા (ભગવાન)કહે છે, તે એના સંતાનો વચ્ચે વહેરો-વન્ચો કે ઓરમાયું વર્તન રાખી કેટલાયે નિર્દોષ ભૂલકાઓને ભૂખ્યા-તરસ્યા કેમ રાખે છે??
    પૂર્વ જન્મના ભોગનિ ઉપજાવ વાહિયાત દલીલ સિવાય . છે કોઈ ઠોસ કે સજ્જડ પુરાવો??? .

    Liked by 1 person

  13. ખરેખર ભગવાન નથી .

    દેશનો મોટા ભાગ નો વર્ગ કે જેમની લાગણીઓ અને સંવેદના જીવતાં જીવો માટે ખતમ થઇ રહી છે , મરી પરવારી છે પણ પથ્થર માટે કુટી કુટી ને ભરેલી છે . આનાથી મોટું દુર્ભાગ્ય આપણાં દેશનું શું હોઈ શકે ? આપણા મહાન દેશમાં ખુબ મોટા પ્રમાણમાં બાળકો શિક્ષણ., આરોગ્ય , પોષણયુક્ત આહારથી વંચિત છે , લોકો ને રહેવાનો આશરો નથી , ગંદકી અને ઝુંપડપટ્ટીઓમાં , રોડ-રસ્તા પર રહેવા મજબૂર છે ત્યાં અંધશ્રધ્ધાળુઓ અને અબુધ લોકો એ પથ્થરના બનાવેલા ભગવાનને કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા આલીશાન અને ભવ્ય એરકન્ડિશનર મંદિરોમાં વસાવ્યા છે . ત્યારે સવાલ એ થાય છે કે જો ખરેખર ભગવાન હોય અને એમણે આ સુંદર શ્રુષ્ટિનું નિર્માણ કરેલું હોય તો તેમને આવા ભવ્ય મંદિરોની કે કરોડો રૂપિયા ,સોના-ઝવેરાતની જરૂર હશે ખરી ? આટલી નાની અને સામાન્ય વાત લોકો નથી સમજી શકતાં તેનું ભારોભાર દુઃખ છે.

    Liked by 1 person

Leave a comment