વીજ્ઞાન અને ધર્મ ૧૮૦ અંશે જુદા છે

કેટલાક ધર્મપરાયણ અને ઇશ્વરમાં આસ્થા ધરાવનાર પ્રતીષ્ઠીત અને સન્માનીય સજ્જનો દ્વારા બુદ્ધીવાદીઓ (Rationalists), સત્યશોધક સભા/ વૈજ્ઞાનીક અભીગમ ધરાવતી સંસ્થાઓના સભ્યોને સવાલ કરે છે કે, તમે લોકો વીજ્ઞાન જે કંઇ કહે તે તરત જ માની લો છો, ત્યારે આપણા ઋષીમુનીઓ, પંડીતો, સ્વામીઓ, ધર્માચાર્યો જે કંઇ કહે છે- તેમનો કેમ સ્વીકાર કરતા નથી ? આઇન્સ્ટાઇનના આજના સીધ્ધાંતો આવતી કાલે અસત્ય નહી ઠરે તેની શી ખાતરી ?

પ્રશ્ન ખુબ જ વેધક છે. આ પ્રશ્નના જવાબમાં લખવાનું કે, વીજ્ઞાન કદાપી એવો દાવો કરતું નથી કે, તે જે કહે છે તે અંતીમ અને સનાતન સત્ય છે. તે જ્ઞાતના આધાર પર અજ્ઞાતને પામવાનો પ્રયાસ કરે છે. આ રસમના આધાર પર તે સત્ય, વધુ સત્ય, વધુ અને વધુ સત્યની ખોજ કરે છે. ન્યુટનના નીયમો સત્ય હતા, આજે પણ છે. આઇન્સ્ટાને તેની મર્યાદા શોધી. દુન્યવી ગતીથી સંચારીત થતા પદાર્થો ન્યુટનના નીયમો અનુસાર વર્તન કરે છે. પણ પ્રકાશની ગતીથી (૧ સેકંડ ૩,૦૦,૦૦૦ કીલોમીટર) વીચારતાં અણુપરમાણુઓ ન્યુટનના નીયમોનુસાર ગતી કરતા નથી ત્યારે આઇન્સ્ટાઇનની ‘થીયરી ઓફ રીલેટીવીટી’થી અણુપરમાણુની ગતીવીધી સમજી શકાય છે.ન્યુટનના સીધ્ધાંતો આઇન્સ્ટાઇનની થીયરી ઓફ રીલેટીવીટીના એક ભાગરુપ બની જાય છે. આમ ન્યુટનના નીયમો સત્ય છે, આઇન્સ્ટાઇનની થીયરી વધુ સત્ય છે.

વીજ્ઞાન જે કંઇ કહે છે, તેને પ્રયોગની એરણ પર ચકાસે છે. વીજ્ઞાન કહે છે, અણુઓમાં ભરપુર શક્તી છે, તેમને તેમના કથન પર વીશ્વાસ બેસતો નથી, ૧૯૩૯ સુધી વીજ્ઞાનીઓને પણ વીશ્વાસ બેસતો નહતો. પણ ૧૯૪૫માં અણુબોંબ દ્વારા તેમણે લોકો સમક્ષ પુરવાર કર્યુ કે અણુઓમાં શક્તી મળી શકે છે. ૧ ગ્રામ યુરેનીયમમાંથી ૨.૫ કરોડ વીજળી શક્તી મળી શકે છે. અર્થાત્ વીજ્ઞાન જે કહે છે તેનુ પ્રત્યક્ષ પ્રમાણ આપે છે, પછી ભલે તેમને વીજ્ઞાનનો કક્કો પણ ન આવડતો હોય.

ધર્મ ‘અજ્ઞાત’ના ત્રાજવા વડે જ્ઞાતને મુલવવાની ચેષ્ટા કરે છે. ધરતીકંપ શા માટે થાય છે ? પુર શા માટે આવે છે ? આવા પ્રશ્નોના જવાબમાં ધર્મપરાયણ અને ઇશ્વરવાદીઓ કહેશે કે, એ બધુ ઇશ્વરની ઇચ્છા અનુસાર થાય છે. ઇશ્વરની ઇચ્છા વીના પાંદડું પણ હાલતું નથી. બુદ્ધીવાદીઓ ધર્મના આવા વલણનો સ્વીકાર કરતા નથી.

તાત્વીક ર્દષ્ટીએ (Philosophically) વીચારીએ તો તત્વદર્શનમાં બે મુળભુત પ્રવાહો છે. એક ભૌતીકવાદ અને બીજો અધ્યાત્મવાદ યાને ચૈત્યનવાદ (Idealism) ભૌતીકવાદ, ‘પદાર્થતત્વ’ (Mater) ને મુખ્ય ગણે છે; વીચાર અથવા સભાનતા (Consciousness)ને પદાર્થતત્વ પર આધારીત ગણે છે. ત્યારે અધ્યાત્મવાદ સભાનતાને મુખ્ય ગણે છે અને પદાર્થત્વ તેનો આવીષ્કાર છે એમ માને છે. વીજ્ઞાન બાહ્ય જગત સત્ય છે, કોઇના મનનું અથવા કોઇ વૈશ્વીક મનનું સર્જન નથી, એમ માને છે. અર્થાત્ વીજ્ઞાનનો પાયો ભૌતીકવાદ છે, એટલે કોઇ વીજ્ઞાની અધ્યાત્મવાદ કે ચૈતન્યવાદ કે વૈશ્વીક મન યાને ઇશ્વરના સમર્થનમાં વીજ્ઞાનનો ઉપયોગ કરે છે, ત્યારે તે વીજ્ઞાનના સત્યોનું અવળું અર્થઘટન કરે છે, તેને કરવું પડે છે. આવા વીજ્ઞાનીઓને વીજ્ઞાની સાધુબાવાઓ કહી શકાય. આવા વીજ્ઞાનીસાધુબાવાઓના પુસ્તકોથી પ્રભાવીત થઇ આપણા અધ્યાત્મવાદીઓ કહેશે, જુઓ તમારા વીજ્ઞાનીઓ પણ ઇશ્વરના અસ્તીત્વનું સમર્થન કરે છે. વાસ્તવમાં તે વીજ્ઞાનનું ખોટું અર્થઘટન છે.

આમ, વીજ્ઞાન અને ધર્મનો મુળભુત અભીગમ, ૧૮૦ અંશે જુદો છે.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૧૩/૦૫/૧૯૯૨ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …


(સયુંક્ત)


9 Comments

  1. હું માનું છું કે મોટાભાગના ધાર્મીક લોકો વૈજ્ઞાનીક અભીગમ નથી રાખતા. બાકી, આપણાં શાસ્ત્રો અને ઋષીમુનીઓ એમની શોધમાં સમ્પુર્ણ વૈજ્ઞાનીક અભીગમવાળા હતા.

    એ જ પ્રમાણે, અન્ધશ્રધ્ધાળુ વૈજ્ઞાનીક પણ ક્યાં નથી હોતા?

    બધા જ મુસ્લીમો આતંકવાદી છે, એવું આ વીધાન થયું. બધાં આતંકવાદી મુસ્લીમ હોય છે, પણ એથી બધા જ મુસ્લીમો આતંકવાદી નથી થઈ જતા.

    Like

  2. ધર્મ અને વીજ્ઞાનના ક્ષેત્રો અલગ છે. ધર્મ માનવતા મહોરાવવા કામ લાગતો હોય તો તેમાં ય સારપ જોતાં થઈએ.
    જે પણ કાંઈ સર્વજનહીતાય હોય તે સ્વીકાર્ય હોવું ઘટે.

    Like

  3. સરસ ચર્ચાને અન્તે જાણવાનુ મળ્યુ.આભાર.

    Like

  4. ધર્મ અને વિજ્ઞાન વિષેની સુંદર ચર્ચા. ધારણ કરે તે ધર્મ. એટલે કે પદાર્થ, વ્યક્તિ, સમાજ વગેરે જે કાંઈ ધરાવે છે તે ધર્મ છે. ધર્મની મુશ્કેલી તે છે કે તે કહે છે કે પહેલા શ્રદ્ધા કરો અને પછી પરીણામ મળશે જ્યારે વિજ્ઞાન કહે છે કે પહેલા પરીણામ જુવો અને પછી તમને યોગ્ય લાગે તો તેના સિધ્ધાંતો સમજો. વિજ્ઞાનની અત્યારની મર્યાદા તે છે કે તેની પહોંચ માત્ર ઈન્દ્રિયો સુધી સિમિત રહે છે જ્યારે અધ્યાત્મ (ધર્મ નહિ) અતિન્દ્રિય અવસ્થા સુધી પહોંચાડવાનો એક પધ્ધતિસરનો માર્ગ કંડારી આપે છે. બંનેના ક્ષેત્રો જુદા જુદા છે. એક બહારની દુનિયાનો અભ્યાસ કરે છે જ્યારે બીજુ અંદરની દુનિયાનો. અને આમ બંને ૧૮૦ ડીગ્રીએ છે તે વાત બરાબર લાગે છે. જો કે આપણને આ બંને દુનિયાના જ્ઞાનની આવશ્યકતા છે તેથી બંનેને એક બીજાના વિરોધી ન ગણતા આપણા વ્યક્તિત્વના સંપુર્ણ વિકાસ માટે બંનેને આવશ્યક ગણવા જોઈએ એવી મારી નમ્ર માન્યતા છે.

    Like

  5. ધર્મની ઉપયુક્તતા માનવીને મર્યાદામાં રાખવા પુરતી ઠીક છે.પણ ચમત્કારો અને ભ્રમોમાંથી માણસને બહાર જ ન આવવું હોય તો કોઇ શું કરે ?
    એક જ દાખલો આપું કે ટી.વી.ની શોધ આજે તમને આખી દુનિયાના દર્શન ઘર બેઠાં કરાવે છે, વિજ્ઞાન આખા શહેરને આ ચમત્કાર એક સાથે કરાવી શકે છે.
    કોના ઘરમાં ટી.વી ના શોધકની છબી હાર માળા સાથે જોવા મળે છે? કોને તેના નામની ખબર છે ? કારણકે આવા વૈજ્ઞાનીકોને ભગવાન બનવાનો રસ નથી હોતો.
    જ્યારે મુઠ્ઠીમાંથી ચપટીક રાખ ઉડાડનારા બાવાઓના ફોટા કેટલાય ઘરે જોવા મળશે, આ સત્ય છે કે નહિં ?

    Like

  6. વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે. ધર્મ ઘણોજ દુર રહિ ગયો છે. વિજ્ઞાને માત્ર અણુંમય શક્તી આપિ જેનો દુર ઉપ્યોગ વધુ થયો છે. કોઇ સુધર વાનુ નથી. નાહક ની ચરચા કરી મન ખાટા થ્શે. જયાં જ્ઞાન અટ્કી જાય ત્યાંથી શ્રધ્ધા ની શરુઆત થાય છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s