કાર્ય-કારણનો સંબંધ

         કુદરતમાં જે  ઘટના બને છે, તે ‘કારણ’ વીના થતી નથી. કારણ કે કુદરત જ કાર્ય-કારણના અફર નીયમથી સંપુર્ણપણે બદ્ધ છે. ક્યારેક એક ઘટના માટે અનેક કારણો હોઇ શકે છે. દા.ત. બાંગલાદેશમાં પ્રચંડ વંટોળીયો ફુંકાય છે. આવા પ્રચંડ વંટોળીયાની પાછળ હવામાનના અનેક પરીબળો જવાબદાર હોય છે. ક્યારેક એક જ કારણ અનેક ઘટનાઓને જન્માવે છે. દા.ત. સુર્ય પર જ્વાળાઓ ફાટે છે ત્યારે પૃથ્વી પર ક્યાંક અતીવૃષ્ટી થાય છે, ક્યાંક ભુકંપો થાય છે, તો ક્યાંક જ્વાળામુખીઓ ફાટે છે. આ ઘટનાઓનું મુળ કારણ સુર્યની જ્વાળા હોય છે, જે દર અગીયાર વર્ષે થાય છે.

        સમાજમાં જે ઘટનાઓ થાય છે, તે અકારણ થતી હોય, તો આપણે એટલું જ કહેવું પડે કે ‘વહી હોતા હૈ જો મંજુરે ખુદા હોતા હૈ’- અથવા ‘ઇશ્વરેચ્છા બલીયસી’ પણ આવું આશ્વાસન લેવાથી પ્રશ્નનો ઉકેલ આવતો નથી. દા.ત. પહેલું વીશ્વયુદ્ધ થયું એ એક ઐતીહાસીક ઘટના હતી. શા માટે થયું ? ઇતીહાસકારો કહે છે કે ‘સાર્બીયાના પાટવીકુંવરની હત્યા થઇ અને વીશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. આ કારણ ‘Immediate cause’  કહેવાય પણ મુળ કારણ એ હતું કે બ્રીટન અને ફ્રાંસે દુનીયાભરમાં તેમના સંસ્થાનો સ્થાપી દીધાં હતા. જર્મની મોડુ પડ્યું, તેને પણ તેના તૈયાર માલ માટે ‘માર્કેટ’ની આવશ્યકતા હતી, એટલે તેણે દુનીયાની માર્કેટમાં ભાગ પડાવવા પહેલું વીશ્વયુદ્ધ છેડ્યું. જો  કદાચ સર્બીયાના પાટવીકુંવરનું ખુન ન થયું હોત, તો જર્મની એવું કોઇ બીજું કારણ શોધી યુદ્ધ છેડત જ. અર્થાત્  મુળ કારણને અવગણીને માત્ર ‘Immediate cause’  ને જ વળગી રહેવામાં યુદ્ધ નીવારી શકાત જ નહી. આ મુળ કારણે યથાવત્ રહ્યું અને ત જ કારણસર બીજું વીશ્વયુદ્ધ થયું, જેનું  ‘Immediate cause’ એ હતું કે હીટલરને પોલેન્ડની ડેન્ઝીંગની માત્ર નાની સરખી પટ્ટી જોઇતી હતી, જે પોલેન્ડે આપી નહીં.. જો પોલેન્ડે ડેન્ઝીંગની પટ્ટી ‘કજીયાનું મો કાળુ’ એમ કહીને આપી દીધી હોત, તો શું બીજું વીશ્વયુદ્ધ થયું ન હોત ? ઇતીહાસ નોંધે છે કે હીટલરે ડેન્ઝીંગની પટ્ટી તો શું, પણ આખું પોલેન્ડ લઇ લીધું, અને છતાં તેણે યુદ્ધ બંધ નહોતું કર્યું. 

        આપણા દેશમાં કોમી રમખાણો અવારનવાર છેલ્લા છ દાયકાઓથી થયા કરે છે. આ રમખાણોના ‘Immediate cause’ દરેક વખતે, દરેક સ્થળે જુદા જુદા હોય છે. આ રમખાણોના આધાર પર સમજાવટ અને પતાવટથી રમખાણો શાંત થતા હોય, તો તેવા પગલાં અવશ્ય લેવા જોઇએ પણ સમાજ-ચીંતકો રમખાણોનું મુળકારણ અથવા મુળ કારણોને અવગણી શકે નહીં.

        સમાજની ઘટનાઓ એકલી અટુલી અને વીના કારણ થતી નથી. આ ઘટનાઓની પાછળ રાજકીય, આર્થીક, સામાજીક, સાંસ્કૃતીક અને વૈચારીક પરીબળો કાર્યરત હોય છે, એટલે રમખાણોના મુળકારણ- કે કારણો આ પરીબળોના પરીપ્રેક્ષ્યમાં મળી શકે.

        શ્રી રમણભાઇ પાઠક જેવા માનવ-વાદી અને સમાજચીંતક કોમી-રમખાણનો કાયમી ઉકેલ શોધશે?

ગુજરાત મીત્ર ૨૩-૦૩-૧૯૯૩

આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૯૯


6 Comments

  1. I Don’t know the reason of world war I and || till date.

    it’s a Good article ….
    thanks for sending me this link
    Paresh Kataria.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s