આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઈન્ટરનેટી–અંધશ્રદ્ધાનો વ્યાપ !

આપણે ત્યાં દેવી-દેવતાઓના નામે પોસ્ટકાર્ડ લખવાનો અને પત્રીકાઓ કે ફોટોકૉપીઓ દ્વારા ચમત્કાર કે અંધશ્રદ્ધા ફેલાવવાનો ચાલ હતો. તેને જો કોઈ ન અનુસરે તો તેનું ધનોત-પનોત નીકળી જશે તેવી ધમકી આપી ડરાવવાની પ્રથા પણ હતી. હાલમાં પણ આ પ્રથા છે, જીવીત છે; એટલું જ નહીં, દુખની વાત એ છે કે ઈન્ટરનેટ વાપરનારા ભણેલા–ગણેલાયે આવી અંધશ્રદ્ધા ફેલાવવામાં પાછા પડતા નથી ..લખે કે ‘દસને ફોરવર્ડ કરો તો આ લાભ અને ન કરશો તો ફલાણો ગેરલાભ !!!’

સને ૧૯૯૨માં પોતાના પાંચ મીત્રોનાં નામ-સરનામાં ટાઈપ કરી, નીચે પોતાની સહી કરી નવા પાંચ પત્રો વૈશ્વીક સ્તરે ‘ગુડલક’ મેળવવા મોકલવામાં આવતા હતા. આ પત્રમાં એક સુચના આવતી કે, ‘આ પત્ર નેધરલેન્ડથી શરુ થયો છે અને આખા વીશ્વમાં લગભગ ૨૦ વાર તો તે ફરી ચુક્યો છે ! જ્યાં પણ પહોંચ્યો છે તેમને સૌને ‘ગુડલુક’ પ્રાપ્ત થયું છે. જે જે વ્યક્તીએ આ ચેઈન તોડીને પત્ર નથી લખ્યો તેનું ધનોત-પનોત નીકળી ગયું છે. આ પત્ર સાચવીને રાખશો નહીં, કોઈ પૈસા મોકલશો નહીં. તમારા સેક્રેટરી પાસે આની ચાર વધુ નકલો બનાવડાવી, તેને તમારા પાંચ મીત્રોનાં સરનામે પોસ્ટ કરી દો. જે મીત્રને આ પત્ર મળશે તેનું નસીબ ખુલી જશે તથા આજથી ચાર દીવસમાં તેમને ‘ગુડલક’ પ્રાપ્ત થશે.’ આ કોઈ ગમ્મત (Joke) નથી. તે સમયે– અર્થાત્ દોઢ દાયકા પહેલાના– સીએટ ટાયરના પ્રમુખ, સીટી બેંકના ઉપ-પ્રમુખ અને ભારત, શ્રીલંકા, નેપાળ તથા બાંગ્લાદેશના એરીયા હેડ વગેરે મોટાં માથાંઓ આવી હારમાળાને પોષવામાં તેઓનો સુર પુરાવીને સંદેશો પાઠવતાં કે, (૧) ‘હું અંધશ્રદ્ધાળુ નથી; પણ દેશની આ પરીસ્થીતીમાં આવા સારા ‘લક’નો જરુર ઉપયોગ થઈ શકે.’ (૨) ‘હું અંધશ્રદ્ધાળુ નથી, પણ ગલ્ફનું યુદ્ધ તથા ભારતના રાજકારણમાં અનીશ્ચીતતાવાળા વરસમાં આવો ચેઈન-પત્ર તોડીને મારી જાત પર ‘બેડ-લક’ આવવા નહીં દઉં.’ આમ- નસીબને સુધારવા સારુ,  હામ ભીડીને પુરુષાર્થ કરવાને બદલે નાહકના પત્રો લખવાની પ્રથા એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મુર્ખામીનો જ વ્યાપ હતો.

હાલમાં પણ કેટલાક ન્યુમરોલોજીસ્ટ-એસ્ટ્રોલોજર મીત્રો ઇ-મેઇલ દ્વારા 9-11 ની તારીખે બનેલ આતંકવાદી ઘટના તેમ જ તે 11 ના આંકડાના વીવીધ અર્થઘટનો કરી તેઓની સુચનાને અનુસરવા જણાવે છે. તમારા પરીચીત વધારેમાં વધારે વ્યક્તીઓને આવા મેઈલ મોકલશો તો 11 મીનીટમાં તમને આશ્ચર્યજનક ફાયદો થશે, જો તેમ નહીં કરો તો 11 મીનીટમાં આઘાતજનક નુકસાન થશે- તેવું જણાવીને  ધમકાવે છે. ગુજરાતી સાહીત્યને ઈન્ટરનેટ જગતમાં ગૌરવ અપાવનાર વડીલ મીત્ર સુરતના ઉત્તમ ગજ્જર પર પણ એકાદ મીત્રે આવી  મેઈલ મોકલેલ. તેને આપણા લાડીલા વડીલે પ્રત્યુત્તર પાઠવેલ કે, વહેમો અને અંધશ્રદ્ધાનાં આવાં જંગલોને ભેદવા... પ્રકારની કોઈ પણ મેઈલ હું તેના મોકલનાર સીવાય કોઈને મોકલતો નથી... તે રીતે માત્ર તમને પરત મોકલું છું અને 11 દીવસમાં કે કલાકમાં કે મીનીટમાં મને શું નુકસાન થાય તેની રાહ જોઈ બેસું છું... હવે પછી આવી મેઈલ મને મોકલો તો મને ગમશે...’ આમ અમે બન્નેને 11 મીનીટ, 11 કલાક કે 11 દીવસમાં કોઇ નુકસાન થયું નથી. ૨૧મી સદીના આ આઈટી યુગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સ્વતંત્ર અને નીર્ભય વીચાર–વીવેક શક્તીનો કારમો દુકાળ અને મુર્ખામીનો વ્યાપ અકબંધ છે…

સમાજમાં સફેદ લીબાશમાં અંધશ્રદ્ધા ફેલાવતા સફેદ ઠગ કે ધંધાદારી લોકોથી સાવધ રહેવાની બહુજન સમાજને જરુર છે. મનથી મજબુત રહેનારને આવા કોઇ સફેદ ધુતારા કે ઠગ ઠગી શકતા નથી.

ગોવીન્દ મારુ


16 Comments

  1. પ્રિય મિત્ર ગોવિંદભાઈ

    અંધશ્રધ્ધા અને સામાજિક કુરિવાજો સામેની તમારી લડાઈ પડતી ના ક્યારેય મૂકશો

    અભિનંદન

    કમલેશ

    Like

  2. બે પ્રકારના લોકો આવા પત્રો લખે છે. એક વગર મહેનતે ભાગ્ય ખોલવાની મોઘાશા સેવનારા અને બીજા મને કશું નુકશાન તો નહી થઈ જાય ને તેવી સતત ભીતી રાખનારા. આવા પત્રોથી મોટા ભાગે ટપાલી અને મોબાઈલ કંપનીઓને ફાયદો થાય છે અને લોકોના સમયનો દૂર્વ્યય.

    આમ તો સર્વને પ્રવૃત્ત કરનારા જગતમાં મુખ્ય ત્રણ પરિબળો છે. ૧.પ્રેમ ૨.લાલચ અને ૩.ભય અને આવા લોકો મૂર્ખ મનુષ્યોમાં રહેલી લાલચ અને ભયની વૃત્તિને ભડકાવી આવા ઢોંગ ધતૂરા ફેલાવ્યા કરે છે. જેને પોતાની જાતમાં શ્રદ્ધા છે તે કદીએ આવી તૂચ્છ બાબતોમાં પડતો નથી બાકી જે કશેક બીજેથી તેને મદદ મળશે કે અન્ય કોઈ તેને નુકશાન પહોંચાડશે તેવી નીરર્થક કલ્પનાઓમાં રાત-દિવસ રાચતો હોય તેવા લોકો આવા પત્રોના આસાનીથી શીકાર થઈ જાય છે. મારી ઉપર આવનારા આવા મેઈલ , SMS કે પત્રો તરત જ પોતાનું સ્થાન કચરા ટોપલીમાં મેળવી લે છે.

    ગોવિંદભાઈ આ મુદ્દાને રજૂ કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ.

    Like

  3. ભાઈ ગોવીંદભાઈ, આપની વાત સાથે હું સો ટકા સંમત છું. આશ્ચર્ય તો એ વાતનું છે કે ભણેલા-ગણેલા લોકો પણ આવી મુર્ખામીમાં માને અને એને અનુસરે, તે પણ આ જમાનામાં!!!

    આવી બાબતોનો બને તેટલો જોરદાર વીરોધ થવો જોઈએ.

    Like

  4. Priy Sri Govindbhai,
    Your efforts to fight orthodox practice and blind faith in our society is well praised. quotes in full from actor Dev Anand’s autobiography about his views”The doors to the world were wide open to us,and Indian society must open too,while retaining its own identity and culture,it had to imbibe the best of the outside world for its own growth and progress,discarding some of its hypocritical,irrelevant norms and sentiments
    that something went in the name of culture and heritage,debunking the outdateness,and forcefully advocating the need to walk in step with time” A very much truely mentioned.Good numbers of well educated persons are still perfoming POOJA to their newly acquired Motor Car and Machine!!!
    You carry on and we will join with you.
    Prabhulal Bharadia

    Like

  5. હું તો આવા ઈમેલ ડીલીટ જ કરી દઉં છું. સ્પેમ માટે ઈમેલ સરનામાં મેળવવાનો આ એક નુસખો છે. એક સરનામે 10 સેન્ટ મફતમાં મળતા હોય છે, એમ કોઈ જાણકારે કહ્યું હતું.

    Like

  6. hello,

    after attack on Mumbai on 26thNov..08 more manic nature of Hindus heve emrged. Please write about that too.

    I will give only ONE example::

    Cricket team of BCCI want to go to
    Pakistan for tour. They killed 200 innocent Hindus and Indians does not matter to traitors cricketers !!!

    Many more examples..after I get reply.

    R.M.Jhalla
    0000000

    Like

  7. ગોવિંદભાઈ,
    દરેક કાળીચૌદશના દિવસે ચોકમાં કરેલા કુંડાળામાં પગ મૂકી જોઊં છું પણ હજુ સુધી જીવનમાં કોઇ જાતનો ફેરફાર થતો જોયો નથી.
    અને હાથે કરી ને શનિવારે જ વાળ કપાવું છું કેમ કે ત્યારે વાળંદને ત્યાં ભીડ નથી હોતી.પણ હજી સુખી છું.
    આવા પત્રો મને પણ આવે છે પણ તરત જ ફાડી નાખું છું.

    Like

  8. મુર્ખાના શહેરો નથી હોતા છ્તાં એઓની કમી પણ નથી. ઇમેઇલ ન્હોતી ત્યારે પણ પોષ્ટકાર્ડનું ચક્કર ચાલતું અને આજે પણ ચાલે છે. શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચેની પાતળી દિવાલ હોય અને એમાં લાલચ. અને મુર્ખામી ભળે છે.

    ગોવિંદભાઇ આપની જન જાગૃતિની મશાલ સળગતી જ રાખશો.
    ક્યારેક તો પ્રકાશ ફેલાશે જ

    નટવર મહેતા

    Like

  9. Very true and foolish to the extent one can think. Its really a headache to delete this kind of email, particularly if subscribed to groups.

    Luck never come with emails or chain mails or pictures of god and goddesses. It only comes with the hard work, and that too…. not of sending these type of mails.

    Really well said govindbhai

    Like

  10. હું તો આવા ઈમેલ ડીલીટ જ કરી દઉં છું. સ્પેમ માટે ઈમેલ સરનામાં મેળવવાનો આ એક નુસખો છે.

    natwar charania

    Like

  11. ખૂબ સાચી વાત કરી..આવી ઢંગઢડા વિનાની, અવૈજ્ઞાનિક વાતોનો પ્રચાર કરનારા લોકો ખરેખર તો ડરપોક હોય છે..તેથી અંધશ્રદ્ધાની કહાની આગળ ચલાવી ‘સલામત થઈ ગયા’ નો સંતોષ લે છે.

    Like

  12. HOAX busters ની સાઈટ પર આવા ઘણા કિસ્સાઓ ચર્ચાય છે તેનો પ્રચાર કરી

    આવા પ્રસંગો અંગે જનજાગૃતિના પ્રયાસમા સાથ આપવો જોઈએ…જો કે આ બિમારી

    તો આદિકાળથી છે આપણે જાગૃત રહી આમાં બને તેટલી મદદ કરવી રહી

    Like

  13. સમાજમાં સફેદ લીબાશમાં અંધશ્રદ્ધા ફેલાવતા સફેદ ઠગ કે ધંધાદારી લોકોથી સાવધ રહેવાની બહુજન સમાજને જરુર છે.
    સાચી વાત કરી ગોવિંદભાઈ.

    Like

  14. અંધશ્રંધ્ધાના નામે લુટનારાઓ કલીયુગના રાક્ષસો છે. તેઓ એટલા નિર્દય હોય છે કે થોડા પૈસા પડાવવા વૃધો અને બાળકોના મનમાં ખતરનાક વહેમના બી વાવે છે. તેઓનુ જીવન વેરવેખેર કરી નાખે છે.

    સ્વાધ્યાય નામના પરિવારથી પણ દરેક ગુજરાતીઓએ દુર રહેવુ જોઈએ. નીચેની વેબ સાઈટનો અભ્યાસ કરવો.

    http://www.Vijayuncle.com
    http://www.swadhyay-pariwar.blogspot.com/

    Like

  15. આવી જ અંધશ્રધ્ધા વાતો SMS થી ફેલાવામાં આવે છે,
    SMSમાં અંધશ્રધ્ધા-વહેમ કરતા જે તે મોબાઈલ કંપનીને ફાયદાની વાત હોય એમ નથી લાગતું?

    Like

Leave a comment