ભુત-પ્રેત એ તુત છે

‘ભુત-પ્રેતની અગોચર સૃષ્ટી’ શીર્ષક હેઠળ ગુજરાતમીત્રમાં તા.૨૪/૦૬/૧૯૯૨ના રોજ પ્રસીધ્ધ થયેલ શ્રી સંજયભાઈ પટેલના ચર્ચાપત્ર પરત્વે લખવાનું કે, ભુત-પ્રેત, ડાકણ-સાકણ, જીન-ઝંડ, ચુડેલ વગેરેની વાતો અભણ-અજ્ઞાન માણસો માની લે તે સ્વાભાવીક છે. પરંતુ કહેવાતા કેટલાંક શીક્ષીતો અને વીજ્ઞાનીઓના દીલો દીમાગમાં વડીલો, ધર્માધીકારીઓ તેમજ ધાર્મીક પુસ્તકો દ્વારા બાળપણથી જ આવી મીથ્યા અંધશ્રધ્ધા ઠોકી બેસાડવામાં આવે છે. જેથી કહેવાતા શીક્ષીતો અને વીજ્ઞાનીઓ પણ ભુત-પ્રેતાદી બાબતોમાં અભણ-અજ્ઞાન લોકો જેવા જ વહેમી માનસ ધરાવતા હોય એ સ્વાભાવીક છે. જેને લઈને શીક્ષણ, સાહીત્ય પણ આવી મીથ્યા માન્યતાઓ/મીથ્યા સંસ્કારોને દુર કરવા પ્રતી ઉદાસીનતા દાખવે છે. આમ થવાને કારણે જ શ્રી સંજયભાઈના જણાવ્યા મુજબની વાર્તાઓ, નવલીકાઓ, જીવનકથાઓ કે ધાર્મીક ગ્રંથોમાં નીરુપણ કરેલ કપોળ કલ્પનાઓને લેખકો દ્વારા રજુ કર્યેથી બાળકો અને આમજનતાની વીચારશક્તી વાસ્તવીક જ્ઞાનથી બહુ ખોટી દીશામાં ધકેલાઈ જાય છે.

જે લેખકો ભુત-પ્રેત, ડાકણ-સાકણ, જીન-ઝંડ, રાક્ષસ-પીશાચ, ચુડેલ જેવા અસ્તીત્વ ન ધરાવતાં પાત્રોનું વર્ણન કરે છે તેનાથી મોટેરાઓ માટે આવી કૃતીઓનું વાંચન કદાચ રસપ્રદ હોઈ શકે ! પરંતુ બાળકોના નાજુક મગજ ઉપર તો તે ગભરાટ અને ભયની અસર ઉત્પન્ન કરી બાળકોને ખુબ જ નુકસાન પહોંચાડી રહ્યા છે.

‘ભુત સૃષ્ટીનો પ્રત્યક્ષ અનુભવ ઘણા લોકોને થયો છે.’ એવું વીધાન ટાંકીને આ માટે સંશોધન કરવા અંગે શ્રી સંજયભાઈએ  કરેલ સુચન પરત્વે વધુમાં લખવાનું કે, તાજેતરમાં ભરુચ ખાતે જુના બજાર પોલીસ ચોકી પાસે ફરજ બજાવતા બોર્ડર વીંગ બટાલીયન નં. ૨ ના જવાન તથા અન્ય એક મુસ્લીમ યુવાનના મરણ અંગે ફેલાયેલ ભુતની વાત ખોટી હોવાનું રેશનાલીસ્ટ શ્રી અબ્દુલભાઈ વકાની એ સાબીત કરી છે. શ્રી અબ્દુલભાઈ વકાની,  પ્રમુખ, સત્ય શોધક સભા, અંકલેશ્વર. જી. ભરુચ (ગુજરત) ને ધન્યવાદ…

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૫/૦૭/૧૯૯૨ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …

6 Comments

  1. તમારી વાત તો સાચી જ છે.

    આ ફકત આપણો વહેમ જ છે તેનુ કારણ માત્ર આપણા વડિલો જ છે. જેને બાળપણ થી એવુ જ સમજાવ્યુ છે. જે હકિકત માં માત્ર આપણો વહેમ જ છે.


    દિવ્યેશ પટેલ

    http://www.divyesh.co.cc

    http://www.krutarth.co.cc

    Like

  2. વિજ્ઞાનીઓનું માનીએ તો ભુતોનું અસ્તીત્વ હોય છે ખરુ

    પણ આપણા મનમાં જ.

    લંડનના વિજ્ઞાનીઓએ સંશોધન કરીને જાહેર કર્યુ હતું !

    અમે તો માનીએ છીએ કે ભૂત પ્રેતનું અસ્તિત્વ છે

    પરંતુ .

    લોકોમાં અંધશ્રધ્ધા ફેલાવી નિર્દોશ લોકોને ભોળવીને જે રીતે હેરાન કરવામાં આવે

    છે તેનો વિરોધ કરીએ છીએ…

    Like

  3. ભૂત-પ્રેતની લોકપ્રિયતામાં વધારો કરનારાઓમાં આપણી ન્યૂઝ ચેનલોનો સિંહ ફાળો રહેલ છે. વધુમાં, કેટલાય સમાચાર પત્રો વર્ષોથી અગોચર વિશ્વ અને તેનાં જેવી ફાલતુ કોલમો ચલાવે છે – તે વધારામાં.

    Like

  4. વકાની સાહેબને અભિનંદન !

    મિત્ર કાર્તિકભાઈનું ચૅનલો અને અખબાર બાબતનું અવલોકન ધ્યાન માંગી લે એવું છે ..તમે – સત્ય શોધક સભા – તમારા બ્લૉગ, અન્ય કોઈ માધ્યમ કે ગ્રૃપ સંપર્ક મારફતે આવા ચૅનલો અને અખબારને આ બાબતે ફેરવિચારણા કરવા મજબૂર કરી શકે ખરી ?

    Like

  5. અંધશ્રદ્ધા માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. વિકાસશીલ ગણાતા યુરોપના ઉત્તરીય સ્પેનના કેસ્ટ્રિલો શહેરમાં ઈ.સ. 1621થી ‘ડેવિલ્સ લીપ’ની પરંપરા ચાલતી આવે છે. ચાર દિવસના આ ઉત્સવમાં કોલાચો નામના ડેવિલના ડ્રેસમાં સજ્જ થઈ એક માણસ રસ્તા પર મેટ્રેસીસ પર સુવડાવેલાં છેલ્લા એક વર્ષમાં જન્મેલાં બાળકો પરથી કૂદકો મારે છે. આ વિધિ પાછળની માન્યતા એવી છે કે જ્યારે આ માણસ બાળકો પરથી કૂદે છે ત્યારે દુષ્ટાત્માઓ તેની પાછળ જતા રહે છે અને બાળક શુદ્ધ થઈ જાય છે.
    what is Hellowin festival in USA ? Is it not celebrated based on ભૂત-પ્રેત ?

    Liked by 1 person

  6. અંધશ્રદ્ધા માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. વિકાસશીલ ગણાતા યુરોપના ઉત્તરીય સ્પેનના કેસ્ટ્રિલો શહેરમાં ઈ.સ. 1621થી ‘ડેવિલ્સ લીપ’ની પરંપરા ચાલતી આવે છે. ચાર દિવસના આ ઉત્સવમાં કોલાચો નામના ડેવિલના ડ્રેસમાં સજ્જ થઈ એક માણસ રસ્તા પર મેટ્રેસીસ પર સુવડાવેલાં છેલ્લા એક વર્ષમાં જન્મેલાં બાળકો પરથી કૂદકો મારે છે. આ વિધિ પાછળની માન્યતા એવી છે કે જ્યારે આ માણસ બાળકો પરથી કૂદે છે ત્યારે દુષ્ટાત્માઓ તેની પાછળ જતા રહે છે અને બાળક શુદ્ધ થઈ જાય છે.
    What is “Hellowin” Festivale celebration in USA ? is it not based on “અંધશ્રદ્ધા” and “ભૂત-પ્રેત”.?
    Whole USA is celebrating it. What are your comments on these ? If possible send me your comments/reply by email to me on RKPATEL71@GMAIL.COM

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s