સ્ત્રીઓનો સ્વૈચ્છીક અગ્નીદાહ ક્યારે અટકશે ?

વીજ્ઞાન મંચ, નવસારીના ઉપક્રમે અને આ બ્લોગરના નેતૃત્વ હેઠળ સર્વશ્રી ભુપેન્દ્ર ઝેડ., વીજય દેસાઈ અને રાજેન્દ્ર સોની સાથે બે જુથમાં ગણદેવી તાલુકાના ધનોરી ગામના પ્રખ્યાત ભગત મંગુ મહારાજના કહેવાતા ચમત્કારો ઉઘાડા પાડવાનું અભીયાન તા.૭/૦૮/૧૯૯૪ના રોજ સફળતાપુર્વક પાર પાડ્યું હતુ. આ અભીયાનનો એક કીસ્સો પ્રસ્તુત છે:

મુજ નાસ્તીકને ત્યાં બે દીકરાઓ હોવા છતાં બહુજન હીતાય જુઠાણાનો આશરો લઈ મારે ત્યાં ત્રણ દીકરીઓ છે અને હવે ભગતજીની કૃપાથી મારે કુળદીપક (દીકરો) જોઈએ છે- એવી મંગુ મહારાજને મેં અરજ ગુજારી હતી. ત્યારે એમણે ધ્યાન ધરવાનો ડોળ કરીને કહ્યું કે, ‘તમારી પત્નીને સારા દીવસો રહે પછી અહીંયા લાવી માતાજી સમક્ષ બાધા લેવડાવશો તો જરુર તમારી મનોકામના પરીપુર્ણ થશે.’ ત્યારે ફલીનીકરણની પ્રક્રીયા દરમ્યાન મારા Y રંગસુત્ર અને મારી પત્નીના X રંગસુત્ર ભેગા થવાના અભાવે અમારે ત્યાં દીકરો થતો નથી”  એવો ડૉક્ટરોના અભીપ્રાયથી તેઓને વાકેફ કરીને મુજ પાપીના ઘરે દીકરો દેવા માટે મેં મંગુ મહારાજને કાકલુદી કરી. આથી તેઓએ  ડૉક્ટરોના ભરોસે બેસી ન રહેતા માતાજીમાં શ્રદ્ધા રાખવા મને જણાવ્યું. તેઓએ કેટલાયે ડૉક્ટરો, નર્સો તેમજ પ્રોફેસરોને ત્યાં પારણાં બંધાવ્યા હોવાના નામ-સરનામા વીનાનો ઉલ્લેખ કરી મારા પત્નીને એક વખત સાથે લાવી તેણી પાસે બાધા લેવડાવવાનો આગ્રહ રાખીને તેઓના પાખંડને પરોક્ષ રીતે સ્વયં સીદ્ધ કર્યો !

આ અભીયાન અંતર્ગત ધનોરી ગામના લોકસંપર્ક દ્વારા મળેલ માહીતી મુજબ માતાજી તથા ઠાકોરજી (લાલો)ના આ કહેવાતા ભગત બાધામાં સ્ત્રીઓ પાસે સાડી, સોનાના ઘરેણા, સુકોમેવો  જેવી કીંમતી ચીજવસ્તુઓ મુકાવે છે. જેથી આ કહેવાતા ભગતનું ગુજરાન ખુબ જ ઠાઠ-માઠથી ચાલે છે. અહી વીચારણીય મુદ્દો એ છે કે, જો સ્ત્રીઓ રેશનલ હોય તો આવા ભગત-ભુવાઓ કે ધર્મના ઠેકેદારો ફાવી શકે ખરા ? લગભગ દરેક ધર્મોએ સ્ત્રીઓને હલકી ચીતરી છે. આમ છતાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ જ વધુ ધાર્મીક છે, ધર્માંધ છે. આખું વર્ષ બહેનો તરેહ તરેહના વ્રત-ઉપવાસો કરતી રહે છે, એ વળી પોતાના માટે નહીં- પરંતુ પતી કે પુત્રના કલ્યાણાર્થે. જો આ સંદર્ભે વીચારીએ તો પુરુષો દ્વારા સ્ત્રીઓની ધાર્મીકતાનું સમર્થન એટલે પોતાના સ્વાર્થનું સમર્થન ! ધર્મ સીવાય જીવનનું એવું કોઈ ક્ષેત્ર નહી હોય જ્યાં સ્ત્રીઓની આટલી પ્રધાનતા હોય ! હવે સવાલ એ પેદા થાય છે કે, ધર્મમાં જ આ વીશેષતા શામાટે ઉપલબ્ધ છે ?

સમાજને પાયમાલ કરી રહેલા દારુના દુષણ સામે અવાજ ઉઠાવવાની હીંમત દાખવનારી ‘સખી મંડળ’ની બહેનોની જેમ એકવીસમી સદીના વૈજ્ઞાનીક યુગમાં સ્ત્રીઓએ જ નક્કી કરવાનું રહે છે કે તેઓ ક્યાં સુધી કહેવાતા ધર્મ કે અંધશ્રધ્ધાની જ્વાળામાં પોતાની જાતની સ્વૈચ્છીક અગ્નીદાહ કરતી રહેશે ?

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૭/૦૮/૧૯૯૫ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …

11 Comments

 1. અંધશ્રધ્ધા નિવારણ માટેના વિચારો ઘણા સારા ાઅને પ્રેરણાદાયક છે.

  Like

 2. વિચારો સારા છે.

  પણ જુટ્ટાણાનો આશ્રય લઈ ઊઘાડા પાડવાની પધ્ધતિ ઠીક નથી લાગતી

  જ્ઞાન દિપ પ્રગટાવી આ અંગે તમસ દૂર કરવાની પ્રક્રીયા વધુ સારી છે

  સૌ પ્રથમ તો કહેવાતા રેશનલોએ પોતાના જ્ઞાન અંગે પણ આ્તર ખોજ કરવાની જરુર છે..

  Like

  1. ‘કહેવાતા રેશનાલીસ્ટોએ પોતાના જ્ઞાન અંગે પણ આંતર ખોજ કરવાની જારુર છે’ આપની આ વાત ખરેખર સાચી છે.

   Like

 3. વાત સાચી છે..સ્ત્રીઓ જ નક્કી કરી શકે કે તેમણે ક્યાં સુધી છેતરાયા કરવું છે, શોષણનો ભોગ બનતા રહેવું છે. ગોવિંદભાઈ..સરસ રજૂઆત.

  Like

 4. સ્તુત્ય પ્રયાસ ગોવિંદભાઈ. હાર્દીક અભીનંદન. આપના જણાવ્યા મુજબ “સખી મંડળ”ની બહેનોની જેમ બહેનો જો આ અંગે પહેલ કરીને કંઈક કરશે તો જ કદાચ કંઈક પરીણામ આવી શકે.

  Like

 5. અંધશ્રધ્ધા નિવારણ માટેના વિચારો ઘણા સારા અને પ્રેરણાદાયક છે.સુન્દર લેખ.

  Like

 6. dear Govindbhai,the ladies who r highly educated should take leadership and we the man should not encourage this matter this to our children=kardam modi

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s