જેનું જેવું લોજીક

         દરેક માનવી તેના લોજીક અનુસાર વીચારે છે, વદે છે, લખે છે અને વર્તન કરે છે. પછી જેવું તેનું લોજીક. તે સ્પષ્ટ હોય કે અસ્પષ્ટ હોય, તરંગી હોય કે વાસ્તવીક હોય,  પણ છે તેનું આગવું લોજીક. ક્યારેક તે કહે છે કંઈક અને કરે છે કંઈક બીજું. તેના વાણી અને વર્તનનો વીરોધાભાસ તેના ‘લોજીક’ ના ભાગરુપે હોય છે. અલગ નથી.

        માનવી તેના જીવનકાળમાં જે જ્ઞાન અને અનુભવનું ભાથું ભેગું કરે છે તેના આધાર પર તેના લોજીકનું ઘડતર થાય છે. જેટલા પ્રમાણમાં તે તેના પુર્વગ્રહો હઠાગ્રહોથી પર રહીને નીરપેક્ષપણે તેના જ્ઞાન અને અનુભવનું અર્થઘટન કરશે, તેટલા પ્રમાણમાં લોજીક વધુ સત્ય અને વધુ વાસ્તવીક હશે. પ્રા. રમણભાઈ પાઠક તેમની કટાર પુરબ અને પશ્વીમ (ગુજરાતમીત્ર ૨૫/૦૭/૧૯૯૨)માં સબ્જેક્ટીવ અને ઓબ્જેક્ટીવ લોજીકનું સુંદર ર્દષ્ટાંત આપેલ છે.

        પ્રતીવર્ષ પશ્વીમી દેશોમાંથી હજારો સહેલાણીઓ યોગ, ધ્યાન અને શાંતીની ખોજમાં પત્નીને લઈને (પોતાની, બીજાની નહીં) ભારત આવે છે એવું વીધાન કરી ડૉ. શશીકાંત શાહ આ ઘટનાનું અર્થઘટન એવું કરે છે કે ‘પશ્વીમ રાષ્ટ્રો ભૌતીકવાદથી કંટાળી ગયા છે. લગ્નેત્તર સંબંધોથી દાઝેલા છે, એટલે તેઓ ભારતના આધ્યાત્મવાદ તરફ વળ્યા છે, તેમને આ ઘટનામાં ભારતની આધ્યાત્મવાદની સર્વોપ્રરીતાના  દર્શન થાય છે. એ જ ઘટનાને  પ્રા. રમણભાઈ પાઠક જુદી રીતે મુલવીને  કહે છે કે ભારત આવતા હજારો પરદેશી સહેલાણીઓની ટકાવારી કેટલી ? નગણ્ય. આવી નગણ્ય ટકાવારીના આધાર પર એમ તારવવું કે પશ્વીમના રાષ્ટ્રો ભારતની ભવ્ય આધ્યાત્મીકતાને અપનાવવા તલસી રહ્યા છે, એ વીશફુલ  થીંકીંગ છે.

        અમેરીકામાં યોગ, નીસર્ગોપચાર, એક્યુપંક્ચર, જાદુટોના, હીપ્નોટીઝમ, આસન, પ્રાણાયમ, મંત્રતંત્ર, જાપ, ધુન જેવા ધતીંગો ધમધોકાર ચાલે છે. અમેરીકનોનું યોગ, ધ્યાન અને શાંતીની ખોજમાં ભારતમાં જે આગમન થાય છે તે પણ અમેરીકામાં ચાલતા ધતીંગોનો એક ભાગ છે. એમ પ્રા. રમણભાઈ પાઠક તારવે છે. ઘટના એક જ છે. પણ ડૉ. શશીકાંત શાહ અને  પ્રા. રમણભાઈ પાઠક તેમના લોજીક પ્રમાણે જુદી રીતે અર્થઘટન કરે છે. ડૉ. શશીકાંત શાહના લોજીકમાં તેમનો આધ્યાત્મવાદ તરફનો પક્ષપાત છતો થાય છે, એટલે એ લોજીક વાસ્તવીક છે એમ કહી શકાય નહીં.

        જો સત્ય પામવું હોય તો આપણી સઘળા પ્રકારની પુર્વ-ગ્રથીત માન્યતાઓને એક કોરે રાખી સોએ સો ટકા ઓબ્જેક્ટીવ થીંકીંગ આપણે કરવું જોઈએ. વીજ્ઞાનીઓ જ્યારે વીજ્ઞાનના મંદીરમાં પ્રવેશે છે ત્યારે તેઓ તેમની પુર્વગ્રથીત માન્યતાઓ, ગમા, અણગમા ટુંકમાં તેમના પર્સનલ ફેક્ટર્સ ને વીજ્ઞાનના મંદીરની બહાર મુકીને આવે છે. અર્થાત્  તેઓ તેમના અહમ્ ને ઓગાળીને જ વીજ્ઞાનના મંદીરમાં પ્રવેશે તો જ તેમને સત્ય લાધે છે.

         આર. કે. મહેતા
ગુજરાત મીત્ર – ૧૧-૦૯-૧૯૯૨
આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ : ૪૮

13 Comments

  1. Its true …there for Logical man rule on without Logical man or Diffrent Logical man and also mostly Logical man win on Ligal site…
    without Logical man.if he right..on his way but he lost so many things in this world….its found mostly in indian court…am i right or wrong..???

    Like

  2. Logic is one way to prove right from wrong only!
    જો સત્ય પામવું હોય તો આપણી સઘળા પ્રકારની પુર્વ-ગ્રથીત માન્યતાઓને એક કોરે રાખી સો એ સો ટકા ઓબ્જેક્ટીવ થીંકીંગ કરવું જોઈએ.
    વીજ્ઞાનીઓ જ્યારે વીજ્ઞાનના મંદીરમાં પ્રવેશે છે ત્યારે તેઓ તેમની પુર્વગ્રથીત માન્યતાઓ, ગમા, અણગમાલ ફેક્ટર્સ ને વીજ્ઞાનના મંદીરની બહાર મુકીને આવે છે.

    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

    Like

  3. સૌની શ્રદ્ધા સહજ તે, જે પ્રકારની હોય
    શ્રદ્ધામય છે માનવી, શ્રદ્ધા જેવો હોય.

    Like

  4. Yes. LOGIC is the way of Life….it guides us from day to day…but the LOGIC ends when one tries to define GOD….Yes, there are different paths to reach HIM…He who is within US & HE who is EVERYWHERE….Even Shankracharya after ALL LOGICAL THINKINGS submitted to HIM !

    Like

  5. હાર્દીક આભાર ગોવીંદભાઈ.
    મારા ખ્યાલ મુજબ લોજીક માટે ગુજરાતીમાં શબ્દ છે દર્શનશાસ્ત્ર. પણ એક જ હકીકતનું દર્શન પણ દરેકનું અલગ અલગ હોય છે, કેમ કે એમાં માણસના મનના રંગો ભળી જતા હોય છે. આથી જેની પાસે કોઈ મન જ નથી, જેની કોઈ વાસના નથી રહી (આથી જ તેમના કોઈ પુર્વગ્રહ નથી હોતા) તેનું જ દર્શન સાચું હોઈ શકે. એવી બધી જ વ્યક્તીઓનું દર્શન એક સરખું હશે.

    -ગાંડાભાઈ

    Like

  6. જેવું જેનું લોજીક!
    તુંડે તુંડે મતિભિન્ના…

    કહેવાય છે કે કોમ્પુટર પ્રોગામરનું લોજીક ઊંચ્ચ પ્રકારનું હોય છે.

    મને તો હજુ સુધી મારા લોજીકની સમજ જ પડી નથી.
    કોઇ સમજાવશો મને ?????
    નટવર મહેતા
    http://natvermehta.wordpress.com/

    Like

  7. “માનવી તેના જીવનકાળમાં જે જ્ઞાન અને અનુભવનું ભાથું ભેગું કરે છે તેના આધાર પર તેના લોજીકનું ઘડતર થાય છે. જેટલા પ્રમાણમાં તે તેના પુર્વગ્રહો હઠાગ્રહોથી પર રહીને નીરપેક્ષપણે તેના જ્ઞાન અને અનુભવનું અર્થઘટન કરશે, તેટલા પ્રમાણમાં લોજીક વધુ સત્ય અને વધુ વાસ્તવીક હશે” I feel This part of the writing sums up the point. After all we are sum total of our experiences( at all levels) and teachings so far. Logic pertains more to experience gained through our five senses and plus the intellect.It is something which relates a person with the outside world(learning from the process of cause and effect) to the inner self of the person. How can I get the Gujrati Fonts to write here? Smita Shah (Editor- Sadbhavana Sadhana)

    Like

  8. dear Govindbhai , I read your logic.good idea to contact the old friends with old logic.but this your logic of 1992.what is your logic today?How one can know? -kardam modi-dediapada

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s