ક્રીલીયન ફોટોગ્રાફી અને આભા-મંડળ

kirlian1           ‘સારેગમપધનીસા’ (ગુજરાતમીત્ર ૮/૦૯/૧૯૯૦) ના કટાર લેખકે ક્રીલીયન ફોટોગ્રાફીના આધાર પર દરેક વ્યક્તીને તેની આસપાસ આભામંડળ હોય છે તેમ સીદ્ધ કરવાનો જે પ્રયાસ કર્યો છે, તે તેમની ક્રીલીયન ફોર્ટોગ્રાફીની પદ્ધતી વીશેની ગેરસમજ નીર્દેશે છે.

        આ પદ્ધતીમાં જે વસ્તુ(દા.ત. પાંદડું)નો ફોટો પાડવાનો હોય તેની આસપાસ ૧૫૦૦૦-૧૬૦૦૦ વોલ્ટ અને અતીશય માત્રાના આંદોલનો (Very High Frequency) ધરાવતો વીદ્યુત-પ્રવાહ વહેતો કરવામાં આવે છે. આ વસ્તુ(એટલે કે પાંદડું)નો જમીન સાથે સંપર્ક હોય છે. એટલે આ વસ્તુની આસપાસની હવામાં આ વીદ્યુત-પ્રવાહ વીજળીની જેમ ચમકે છે, અને તે વસ્તુના ફોટામાં તે ‘આભા’ તરીકે દેખાય છે. આ પરથી એવો નીષ્કર્ષ કાઢવો કે આપણા દૈવી પુરુષોની આસપાસ આભામંડળ હતું, એવી આપણા ધર્મગ્રંથોના કથનને આધુનીક વીજ્ઞાન પણ પુષ્ટી આપે છે, તે વધુ પડતું છે, બલ્કે Wishful thinking છે. નીર્જીવ વસ્તુની આસપાસ પણ ક્રીલીયન ફોટોગ્રફી આભા સર્જી શકે છે. વીશેષ અભ્યાસ માટે જુઓ Science, Nonscience and Paranormal પુસ્તકનું પાનું ૬૪. આ પુસ્તક ‘Banglore Science Forum‘ નામક સંસ્થાએ પ્રકાશીત કરેલ છે.

         ટેલીપથી, વીચારશક્તીથી વસ્તુનું હલનચલન, ઈત્યાદીની ભીતરમાં ખરી વસ્તુ શી છે, તેની વૈજ્ઞાનીક સમજણ આ પુસ્તક આપે છે.

         આર. કે. મહેતા

ગુજરાત મીત્ર ૧૨-૦૯-૧૯૯૦

આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૫૭

 

          

14 Comments

  1. કીલીયન ફોટોગ્રાફી નામની ટ્રીક પરથી પડદો ઉંચકતું મહેતા સાહેબનું ચર્ચાપત્ર ગમ્યું. જાણકારો આ બાબતે વધુ માહિતી આપી શકે છે.

    Like

  2. વીશેષ અભ્યાસ માટે જુઓ ‘Science, Nonscience and Paranormal‘ પુસ્તકનું પાનું ૬૪.
    How to get this?

    Like

  3. આપણાં ધર્મગ્રંથો એવું કહે છે કે જડ પદાર્થમાં પણ ચૈતન્ય છે. હું ભૌતીકવીજ્ઞાનની દ્રષ્ટીએ જોઉં તો કહી શકાય કે જડ પદાર્થમાં પણ ઈલેક્ટ્રોન એની કક્ષામાં નાભી ફરતે ભ્રમણ કરતો હોય છે. એની વીજચુમ્બકીય પ્રતીક્રીયા એ જ કીર્લીયન ફોટોગ્રાફી છે.

    કણ-કણ મહીં વાસ તારો… એ દરેક વત્તે-ઓછે અંશે આભામંડળ ઉત્પન્ન કરે છે. જેનામાં એ ચૈતન્ય વધુ પ્રગટ હશે તેનું આભામંડળ મોટું હોય છે એ પણ કીર્લીયન સાબીત કરે છે.

    Like

  4. આપણે આ બધી તકનીકોમાં ન પડીએ તો પણ ..
    એમ કેમ કે અમુક લોકોનાં મુખારવીંદ/ અવાજ હીપ્નોટીક હોય છે?
    ક્ષા.ત. રજનીશજી, સચ્ચીદાનંદ સ્વામી …
    અરે જી ઈ બી ના એક ચીફ એંજીનીયર હતા. એમને તમે સાંભળો અને એમની વાણીમાં, એમના પ્રભાવમાં ખેંચાઈ જાઓ .
    આથી કેવળ મેટર સીવાય પણ ઘણું અજાણ્યું હોઈ શકે છે.
    માત્ર આવા જ્ઞાનનો ઉપયોગ લોકોને ભરમાવવા/ છેતરવા થાય એની સામે આપણેદ આક્રોશ કરવો રહ્યો.
    મારા પોતાના વીપશ્યનાના અનુભવો વાંચો –
    http://gadyasoor.wordpress.com/?s=વીપશ્યના

    Like

  5. મારી માન્યતા પ્રમાણે શક્તિનો સંચાર એટલે ચેતન અને સુષુપ્ત શક્તિ એટલે જડ એટલો જ માત્ર ફર્ક છે.અને આ આભા શક્તિની હોય તે જડ અને ચેતન બંન્નેમાં હોય જ.પણ પ્રકાશિત ન હોય એવું બને.

    Like

  6. તમે સારી માહિતિ આપી પણ આભા તો છે જ કિર્લીયાનની ફોટો ટેકનીક જો સમ્પૂર્ણ સમર્થક ના હોય તો કશો ફરક પડતો નથી.બુદ્ધ પાસે બેસો અને બુદ્ધુ પાસે તો શું અનુભવાશે ? આભા માત્ર ફોટાથી જ પુરવાર થાય તેમ નથી-દિલીપ

    Like

  7. આદરણીય સુરેશભાઈ,
    આપશ્રીએ વીશેષ અભ્યાસ માટે Science, Nonscience and Paranormal‘ પુસ્તકનું પાનું ૬૪ ક્યાંથી મેળવવા જણાવેલ છે. જે અન્વયે સદર પુસ્તકના પ્રક્રરણ-૯ ‘A Study of the Kirlian Effect’ લેખક: Arleen J. Watkins and William S. Bickel પાના નં. ૬૪ થી ૭૯ સુધીના અલગ મેઈલની સાથે અટેચફાઈલમાં આપશ્રીને તેમજ પ્રતીભાવ આપનાર તમામ મીત્રોને સાદર કરું છું. જે સહજ જાણ થવા વીનંતી છે.

    Like

  8. એ જાણીતી વાત છે કે કીર્લીયન દંપતી ફોટોગ્રાફરો હતાં. એક વાર ફોટોમશીન બગડ્યું અને રીપેર કરતાં કરતાં કશુંક નવું જોવા મળ્યું. એની તપાસ કરતાં આગળ જતાં આ ફોટોગ્રાફી શોધાઈ.

    ઑરા એ જ આ આભા. દરેક જીવંત વસ્તુને પોતાનું જૈવીક વાતાવરણ હોય તેની જીવંતતા અથવા તેજસ્વીતા પર ઑરાનો આધાર હોવાનું પાંદડાની વીવીધ સ્થીતીને કારણે ફોટામાં જણાયું. આ વાતે આપણામાં રહેલી અનેક બાબતોનો પ્રકાશ પડ્યો…જોકે આ તો બહુ જાણીતી વાત થઈ ગઈ છે, હવે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s