પ્રગતી માટે અંગ્રેજી માધ્યમ જરુરી ખરું ?

        બાળક બે કે અઢી વર્ષનું થાય ત્યાં તો તેને અંગ્રેજી માધ્યમમાં શીક્ષણ આપવાનો ‘મેનીયા’ પ્રચલીત થયો છે. ખાસ કરીને કહેવાતા ‘નીઓરીચ’ સમાજમાં આ દેખાદેખીનો ‘મેનીયા’ અવૈજ્ઞાનીક તો છે તેટલો જ અવ્યવહારુ અને બાળકોના માનસીક વીકાસને રુંધનારો છે.

       મોટાભાગના કુટુંબોમાં ઘરોમાં અંગ્રેજીનો વપરાશ સાવ જ ઓછો હોય છે. અને કેટલાક ઘરોમાં તો કુટુંબના મોટાભાગના સભ્યો અંગ્રેજી જાણતા હોતા નથી છતાં પોતાનું બાળક પટપટ અંગ્રેજી બોલે એ જાણીને ફુલાતા હોય છે. પણ તેઓ સાથે એટલું ભુલી જાય છે કે પોતાની માતૃભાષામાં બાળક જેટલું ગ્રહણ કરી શકે- સમજી શકે તેટલું બીજી ભાષામાં નહીં.

       વૈજ્ઞાનીક ર્દષ્ટીએ પુખ્ત વયની વ્યક્તીનો જેટલો વીકાસ પહેલા છ વર્ષમાં થતો હોય છે. તે જે જુએ સાંભળે બોલે તે બધું જલ્દી ગ્રહણ કરે છે. તો આ ગ્રહણ શક્તીને અવરોધરુપે આપણે બોજો શા માટે લાદવો જોઈએ ?

       દુનીયાના મોટાભાગના દેશોમાં બાળકોને શીક્ષણ પોતાની માતૃભાષામાં જ આપવામાં આવતું હોય છે તો આપણે ત્યાં ઉલ્ટીગંગા શા માટે ? હા. બીજી ભાષા તરીકે પુખ્ત થતાં તે ભલે શીખે. બદલાતા યુગ સાથે ઘણીબધી ભાષાઓ જાણવી જરુરી ખરી પણ તે પુખ્તતા આવ્યા પછી જ.

-આર. કે. મહેતા

આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૫૮

34 Comments

  1. Yes its true.
    Best expample is russians.

    They dont know english, but they have well developed in engineering and medicine.
    All german companies around the world work in german language on thurday.

    Like

  2. If people of Gujarat wish to improve educational situation in the state, they will have to start asking relevant question, starting with school education.

    As long as our scientists are incapable or unwilling to write books that attract a child to science, books in English will remain source of authentic and clear information on science.

    In India school science teachers teach false and misleading “facts” about science to force students to sign up for high fee out of school hours tuition with them.

    Gujarat replaced English with Hindi over 60 years back. People of Gujarat must get it changed back.

    Compare school education of Gujarat with Maharashtra and poverty of education in Gujarat will become evident.

    Read more at http://www.readgujarati.com/sahitya/?p=1975&cpage=4#comment-730474 starting with 188th coment.

    Like

  3. That’s true, but still as you said it should come into the picture and should learn it when time comes…almost all developed country are having their mother tounge for regular use like German, russian, french, arabs etc… so why we are going away with our mother tounge?? I completely agree with you.

    Like

  4. શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ અને સાથે સાથે અંગ્રેજી પણ યોગ્ય રીતે શીખવવું જોઈએ. અમારી બાજુમાં નાનકડી બંસરી રહે છે. તેને સ્કુલમાં જે poem શીખવવામાં આવે છે તેનો અર્થ એને સમજાતો નથી માત્ર એ બોલી જાય છે. જ્યારે હું એને “મારા પ્રભુજી નાના છે” જેવી પ્રાર્થના કે “હું ને ચંદુ છાનામાના” વગેરે જેવા ગીતો શીખવું છું ત્યારે એને એનો અર્થ પણ સમજાય છે અને તે મુજબ એ જાતે અભિનય કરીને ગાય છે. ખરું કહું તો એને મારે શીખવવું પણ નથી પડતું. હું બે વખત ગાઈને સંભળાવું એટલે ત્રીજી વખત એ જાતે જ ગાય છે.

    Like

  5. હિનાબેને સાથે હું સહમત છું. અંગ્રેજીના અભાવને કારણે વિકાસ ન રૂંધાવો જોઈએ. વિજ્ઞાનના ઘણા પુસ્તકો અંગ્રેજી માધ્યમમાં છે. હું જ્યારે એગ્રીકલ્ચરમાં ભણતો ત્યારે પ્લાંટ બ્રિડિંગનું આખે આખું પુસ્તક અંગ્રેજીમાં હતું અને આપણો અંગ્રેજીમાં વાંધો. પ્રોફેસર પણ મારા જેવો અને હું બાવો અને મંગળદાસ સરખા. એટલે ઘણી તકલીફ પડેલ.
    ખેર! અંગ્રેજી પ્રત્યે આભડછેડ ન રાખતા એક વિષય તરીકે એકડે-એકથી જ શીખવવી જોઈએ. માધ્યમ ભલે માતૃભાષા હોય.

    આજનો અગત્યનો પ્રશ્ન છે. રેસમાં આગળ્ રહેવાનો.
    પોતાનું સંતાન સહુથી આગળ રહેવું જોઈએ. ૯૦%થી ઓછા ટકા… ના બાબા ના… અને પછી બાળપણ શું યુવાની પણ રૂંધાય જાય !

    બાકી માતૃભાષા એ માતૃભાષા

    Like

  6. Hello Everyone,
    I never agree with this. I have seen standard of education in gujarati as well as english. I prefer to study shuld start at age of 5 or 6. I perefer to give educaiton in english. Becaz if u want to teach child in mother tounge then all resouce which are avalible in english that must be in mother toung also. Which i think never possible for india. becaz where ppl fight on castism,religion,statewise. IF u give example of China, Germany, USA.They all have common code of coduct for all citizens. Which is not possible in india. Honestly, We all are talking thats it. We all are Hypocratic. Only 10% may be gud. Without honesty we will never be super power or we will get any uniform education system. there is one proverb in gujarati
    ” JEVI PRAJA TEVO RAJA”. See if we want our identity in world then we have to start learn honesty.Due to that only terriorist get capability to attack like mumbai.
    I think we shuld go into root solution.

    Like

  7. ઉમાશંકરભાઈ કહેતા ભણવામાટે માતૃભાષા, રાષ્ટ્રીયતા માટે હીન્દી ને જ્ઞાન માટે અંગ્રેજી.

    નિરંજનભાઈ ભગતનું સુત્ર છે “માધ્યમ ગુજરાતી; ઉત્તમ અંગ્રેજી”

    ભાષાવીજ્ઞાની યુગેન્દ્રભાઈ કહે છે, રેડીયો પર બે સ્ટેશનો ભેગાં વાગતાં હોય તેવું બાળકના મનમાં થાય છે, જ્યારે એને માતૃભાષા કાચી રહી હોય ત્યારે જ પરભાષા શીખવવામાં આવે.

    Like

  8. માફ કરજો . મને બધાથી અલગ પડવાની ટેવ છે. બાળક બહુ ઝડપથી બદલાવા તૈયાર હોય છે. અરે મોટાં પણ ધારે તો બદલી શકે છે.

    દા.ત.
    1) મારી દીકરીનો દીકરો બે વર્ષ સુધી ગુજરાતી જ બોલતો હતો. નર્સરીમાં મુક્યો અને છ મહીના મુંગો મંતર .
    પણ છ જ મહીનામાં પુરો અંગ્રેજ બની ગયો ! હવે એક શબ્દ ગુજરાતીના બોલવા ગમતા નથી. સમજે છે બધું
    2) મારી પોતાની વાત
    મગન માધ્યમમાં ઈન્ટરમીજીયેટ સુધી ભણેલો.
    નોકરીમાં બધું અંગ્રેજીમાં જ ચાલે. એક વરસ લઘુતા ગ્રંથી રહી. પછી ફાવટ આવી ગઈ. 35 વરસ કામ કર્યા પછી , હવે વીચારો બન્ને ભાષામાં આવે છે !

    મુખ્ય વાત છે – શીક્ષણનું સ્તર ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ , અને માબાપે બાળકના શીક્ષણમાં ઉંડો રસ લેવો જોઈએ.

    Like

  9. જય ગુરુદેવ,

    અંગ્રેજી એક ભા ષા તરીકે શીખવી આવકાર્ય છે, કારણ કે, દુનિયાનાં મોટા ભાગના દેશોમાં આ સૌથી વધારે પ્રચલિત ભાષા છે.
    પરંતુ પ્રતિસ્પર્ધાત્મક યુગમાં ખંભે ખંભા મીલાવીને ચાલવા માટે સંપૂર્ણ શિક્ષણ અસરકારક રીતે પ્રાપ્ત કરવા માટે બાળકની માતૃભાષા જ સર્વ શ્રેષ્ટ છે.

    Like

  10. પ્રગતીશીલ, સમજદાર બધા જ દેશોમાં માતૃભાષામાં બાળકને શીક્ષણ આપવામાં આવે છે. યુરોપના દેશોમાં ગયેલ ગુજરાતી બાળકને માટે પણ પ્રાથમીક શીક્ષણ ગુજરાતીમાં આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે, એમ સાંભળ્યું છે. જો કે સુરેશભાઈ કહે છે તેમ બાળકની અનુકુલન સાધી લેવાની શક્તી ગજબની હોય છે, પરંતુ તે બધાં બાળકો માટે કદાચ સમાન ન પણ હોય. તે જ રીતે હાઈસ્કુલ સુધીનું શીક્ષણ ગુજરાતીમાં મેળવ્યા બાદ ઉચ્ચ શીક્ષણ અંગ્રેજીમાં શરુ કરવામાં મોટા ભાગનાવીદ્યાથીઓને મુશ્કેલી ન રહે, પણ એમાં પણ જો માતૃભાષામાં શીક્ષણની સુવીધા હોય તો વધુ પ્રગતીની શક્યતા રહેલી છે જ. હા, જરુર છે માતૃભાષામાં જરુરી સાહીત્ય-પાઠ્યપુસ્તકો અને સંદર્ભ ગ્રંથો તથા અન્ય સાધનસામગ્રીની ઉપલબ્ધતા. પણ જ્યાં મહદ્ અંશે લોકમાનસ જ ધનલક્ષી હોય તો વધુ ધનપ્રાપ્તી થઈ શકે તે જ પ્રવૃત્તી હોવાની.

    ૧૯૫૭માં હું જ્યારે વલ્લભવીદ્યાનગર ભણવા ગયેલો, ત્યારે સરદાર પટેલ યુનીવર્સીટીમાં હીન્દી માધ્યમ દાખલ કરવામાં આવનાર છે એવું સાંભળેલુ. પણ એ માટેનાં જરુરી પાઠ્યપુસ્તકો અને સંદર્ભ ગ્રંથો તૈયાર ન થઈ શકવાને કારણે છેવટે અંગ્રેજી માધ્યમ ચાલુ રહેલું.

    હજુ પણ જે તે વીદ્યાના પારંગતોએ ગુજરાતીમાં બધી જ વીદ્યાશાખાનાં ઉત્તમ કક્ષાનાં પુસ્તકો આપવાં જોઈએ, જેથી ગુજરાતીને શીક્ષણનું માધ્યમ બનાવી શકાય. ગુજરાતના વીદ્યાર્થીઓ પાછળ રહેતા હોય તો એનું કારણ ગુજરાતી માધ્યમ નહીં પણ ગુજરાતીમાં જરુરી પુસ્તકોનો અભાવ હોઈ શકે. આજે કેટલા સમયથી અંગ્રેજી માધ્યમની શાળાઓ ગુજરાતમાં શરુ થઈ છે? કેટલીક કોન્વેન્ટ સ્કુલ તો લગભગ ચાળીસેક વર્ષથી ચાલે છે. (મને અહીં ૩૪ વર્ષ થયાં તે પહેલાં નવસારીમાં અંગ્રેજી માધ્યમની સ્કુલ હતી.) કોઈએ સર્વે કરી છે કે એમાં ભણેલાં બાળકોએ ગુજરાતી માધ્યમમાં ભણેલાં બાળકો કરતાં વધુ પ્રગતી કરી છે? વીજ્ઞાન કે અન્ય વીષયમાં આ અંગ્રેજીમાં શીક્ષણ મેળવેલ લોકોએ કંઈક ઉચ્ચ કક્ષાનું સંશોધન કર્યું છે? જે ગુજરાતીમાં શીક્ષણ મેળનાર નહીં કરી શક્યા હોય?

    Like

  11. મારો કીસ્સો.

    મારો દીકરો વૃન્દ પહેલેથી જ ગુજરાતી બોલે છે અને હવે લખતા-વાંચતા શીખે છે. પ્રી-કેજીમાં એ ઈંગ્લીશમાં બોલી નહતો શકતો પણ પહેલા ધોરણથી તો પુરો અમેરીકન થઈ ગયો છે. હવે, જ્યારે તે અમારી સાથે કે બીજા સંબંધીઓ સાથે વાત કરે છે ત્યારે ગુજરાતી વાપરે છે; અને જ્યારે તેની ઉમ્મરના મીત્રોને મળે છે ત્યારે ઈંગ્લીશ વાપરે છે. વળી, જ્યારે જ્યારે તે અલગ મુડમાં હોય છે ત્યારે હીન્દી ડાયલોગ પણ ફટકારી દે છે. તે કઈ ભાષા વાપરવી એ પોતાની મેળે નક્કી કરે છે. મને ગુજરાતી પુસ્તકો વાંચતો અને લખતો જોઈ તેને પણ મારી જેમ ગુજરાતી લખતા-વાંચતા થવું છે.

    એકવાર તેને શાળાએ જવા માટે બસ પકડવાના સ્થળે હું છોડવા ગયો. અમે બે ગુજરાતીમાં વાતો કરતાં હતાં. ત્યાં ઉભેલા એક અમેરીકન દાદી અમને વાતો કરતાં જોઈ મને કહે કે, તારો દીકરો તારી ભાષા જાણે છે એ બહુ ગર્વની વાત છે. હું પોતે ત્રીજી પેઢીએ ઈટાલીયન છું. મને ઘણી વાર અફસોસ થાય છે કે મારા માતા-પીતાએ મને ઈટાલીયન ના શીખવાડ્યું! જો કે, તેમને પોતાને પણ ઈટાલીયન આવડતું નહોતું. પણ, તું જે કરે છે એ બરાબર જ છે.

    વૃન્દને જ્યારે પ્રી-કેજીમાં મુક્યો હતો ત્યારે તે ઈંગ્લીશ બોલતો નહતો. અડધા ટર્મ પર મારી તેની શીક્ષીકા સાથે મુલાકાત થઈ. મેં તેને પુછ્યું કે, વૃન્દ ઈંગ્લીશ બોલી નથી શકતો તો વર્ગમાં તેને વાન્ધો પડે છે. શીક્ષીકાનું કહેવું હતુ કે, તમે તમારા બાળકને તેની માતૃભાષા સારી રીતે શીખવાડો એ જરુરી છે. તમે તેને તેના મુળથી દુર ના કરો.

    આ પ્રસંગો અને જાત-અનુભવથી માનું છું કે, બાળકને માતૃભાષા લખતા-વાંચતા-બોલતા આવડવી જોઈએ, અને એ પણ સારી રીતે. બાલમન્દીરીયું ગુજરાતી નહીં, પરંતુ ગુજરાતી સાહીત્ય સમજી શકે એટલું તો ખરું જ. પછી, તે કયા માધ્યમમાં ભણે છે તેની કોઈ અગત્યતા નથી. એ જ રીતે, ગુજરાતી માધ્યમમાં ભણતાં બાળકને ઈંગ્લીશ સાહીત્ય સમજી શકે એટલું અને સામાન્ય વાતચીત કરી શકે એટલું ઈંગ્લીશ આવડવું ખુબ જ જરુરી છે.

    આ વાત આજના માતા-પીતા સમજે એ ખુબ જરુરી છે. બાળકને જે તે માધ્યમની શાળામાં મુકી દીધું એટલે કામ પુરું – એ માનસીક્તા દુર કરવા માટે વીદ્વાનો-નીષ્ણાતો પ્રયત્ન કરે એ વધુ જરુરી છે.

    Like

  12. Pradip of message 9 above is correct when he writes “We all are Hypocratic.” Of course we are hypocrites. If you want a proof read “How Indians are loath to change the ways that reduce or even stop corruption.” at http://groups.google.co.uk/group/soc.culture.indian/browse_thread/thread/457606201447c101#
    Invited to give a follow-up there. As you will see it is on usenet newsgroup soc.culture.indian.gujarati. You can write in unicode Gujarati there.

    Like

  13. ૯માં ક્રમની કોમેન્ટ કરનારા પ્રદિપભાઇએ પહેલાં સાચું અંગ્રેજી લખતાં શીખવું જોઇએ 😉

    Like

  14. કાર્તિકભાઈ

    સવારે ચાર વાગ્યા સુધી (અને બે મીનીટ લટકામાં)તમે આવું શોધવા જાગો છો?! વેરી બેડ… પ્લીઝ ગો ટુ બેડ..

    ઓશો કહેતા કે જીસસ… બુધ્ધ વગેરે લોકોએ ઊંઘતા લોકોને ડિસ્ટર્બ કર્યાનો ગુન્હો કર્યો છે , આવો જ ગુન્હો તમે વિનયભાઈ (અને આમાં પણ વગેરે વગેરે ) લોકો કરો છો! ફરી કહેવાનું મન થાય છે – વેરી બેડ વેરી બેડ! 😉

    Like

  15. જે બોલી ઘરમાં બોલાતી હોય તેમાં સમજવાનું જ બાળકને સહેલુ પડે.ઈંગ્લીશ જરૂરી છે તેની ના નહી.પણ ગુજરાતી મિડિયમમાં ભણતા બાળકોને લઘુતાગ્રંથિથી મુકત કરવા ઘટતુ કરવુ પડે જેમાં શિક્ષણની કક્ષા એ મુખ્ય મુદ્દો રહે છે.અંગેજી માધ્યમ માટે માબાપનું ગૌરવ વધ્યુ તેનું કારણ એ જ કે આ શાળાઓનું સ્તર ગુજરાતી શાળાઓ કરતાં ઊંચુ જણાય છે.બાકી માતૃભાષામાં ગ્રહણશક્તિ વધારે હોય છે તે સમજવું અઘરૂં નથી. એક રમૂજી વાત મારી twin દીકરીઓની :
    ગાંધીજીના કેળવણી અંગેના વિચારોની અસર નીચે મેં મારી દીકરીઓને માતૃભાષામાં શિક્ષણ આપવાનું શરૂ કર્યું. તેઓ બંન્ને સાતમા ધોરણમાં હતી અને નસીબજોગે અમારે અમેરિકા આવવાનું થયું. બંન્નેને અઘરૂ તો બહુ પડ્યુ અને તત્કાળ તો મને પણ થયુ કે અંગેજી મિડીયમમાં મોકલી હોત તો સારૂં હતું. પરંતુ પછી અમે પાંચ વર્ષ પછી દેશમાં આવ્યા તો બધાને પ્રભાવિત કરવા તેઓ ગુજરાતીમાં જ વાતો કરે એમ બતાવવા કે જુઓ અમે હજી ગુજરાતી ભૂલ્યા નથી. કેટલાક લોકો નવાઈથી પૂછવા લાગ્યા કે આટલા વર્ષો પછી ય તેમને હજી ઈંગ્લીશ આવડ્યુ નથી કે શું? અને પછી એમને નવાઈ સાથે ખ્યાલ આવ્યો કે લોકોને પ્રભાવિત કરવા હોય તો ઈંગ્લીશમાં બોલવુ જરૂરી છે. જો કે આથી તેમને એક બીજો પદાર્થપાઠ હું શીખવી શકી કે પ્રથમ તો લોકોને પ્રભાવિત કરવાનો વિચાર જ ખોટો છે.

    Like

  16. A quote from sureshdada, in gujarati bachavo rally…….

    સુરેશભાઇ : ‘મારા માટે સંસ્કૃત ભાષા બેઝમેન્ટ, ગુજરાતી ડ્રોઇંગ રૂમ-બેડરૂમ, મરાઠી ભાષા બાલ્કની અને અંગ્રેજી અગાશી છે, જ્યાં ઊભો રહીને વિશ્વ સાથે વાત કરૂં છું.’ (Urvish kothari)

    Sureshdada : મારા ગુજરાતી મકાનનો મારો પાયો સંસ્કૃત છે, મરાઠી મારી બાલ્કની છે ને અંગ્રેજી મારી અગાશી છે કે જ્યાંથી હું વીશ્વવદર્શન કરી શકું છું.(Jugalkishor Vyas)

    ચિરાગભાઈની વાત જાણી આનંદ….
    કારણ મારો દીકરો અંગ્રેજી માધ્યમમાં છે પણ
    ગુજરાતી પણ સાથે શીખી જ રહ્યો છે.

    will like to read this discussion …..

    http://www.readgujarati.com/sahitya/?p=1975

    Like

  17. વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે શિક્ષણનું માધ્યમ ગુજરાતી કે અંગ્રેજી એ અપ્રસ્તુત છે.

    ભારતમાં રહેતા લોકો માટે પણ ગુજરાતી માધ્યમમાં શિક્ષણ એ પર્યાય રહ્યો નથી. હું જે ગુજરાતી માધ્યમની મુંબઈની શાળામાં ભણ્યો હતો ત્યાં ફક્ત આર્થિક રીતે નબળાં પરિવારનાં બાળકો જ હવે ભણવા આવે છે.

    અને ખરૂં જોતા હવે જે પ્રમાણે ગ્લોબલાઈઝેશન થઈ રહું છે તે જોતાં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ અનિવાર્ય છે.

    પણ માતૃભાષાનું શિક્ષણ પણ અનિવાર્ય અને જરૂરી છે – આ વાત ઘણાંને સમજાતી નથી અને જ્યારે સમજાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.

    Like

  18. ગુજરાત સમાચારમાં થોડા સમય પહેલાં એક સરસ લેખ આવ્યો હતો:

    અંગ્રેજીને વિશ્વભાષા તરીકે ઠઠાડી દેવાનું અંગ્રેજો અને અંગ્રેજી ભક્તોનું કાવતરું જ છે.

    અંગ્રેજીના પ્રેમીઓ જેટલા આપણા દેશમાં છે એટલા ઇંગ્લાંડમાં પણ નથી! આપણા દેશના વડાપ્રધાન ખુદને અંગ્રેજીમાં બોલવાનું વઘુ ફાવે છે! નાણા પ્રધાન પ્રણવ મુકરજી, ગૃહપ્રધાન ચિદમ્બરમ્, વિદેશ પ્રધાન કૃષ્ણન, સંરક્ષણ પ્રધાન એન્થની વગેરે ઉપરાંત કેન્દ્રના મોટાભાગના પ્રધાનોને આપણી રાષ્ટ્રભાષા હિન્દી કરતાં અંગ્રેજી જ વઘુ ફાવે છે. એ ઉપરાંત આપણા હજારો ન્યાયાધિશો, આપણા લાખો બેન્ક કર્મચારીઓ વગેરેને પણ અંગ્રેજી જ વઘુ ફાવે છે.

    ટૂંકમાં આપણા ભારત દેશે જ અંગ્રેજી ભાષાને જીવાડી છે. ભારતે એને જીવાડી ન હોત તો એ મરી ગયેલી જ હતી. આપણી રાષ્ટ્રભાષાનું આ ભયંકર અપમાન જ કહેવાય અને એટલે એક પ્રકારનો દેશદ્રોહ કહેવાય. (આને મુદ્દો બનાવીને કોઈ દેશપ્રેમીએ કોર્ટમાં કેસ કરવો જોઈએ. કેસમાં મહત્ત્વ દેશપ્રેમને આપવું જોઈએ.) જે દેશમાં વહીવટી અને ન્યાયની ભાષા રાષ્ટ્રભાષામાં ન હોય એ દેશમાં દેશપ્રેમ ક્યાથી જાગે? દુનિયાના કોઈ પણ દેશમાં આવું નથી. અંગ્રેજો ભલે આપણા દેશમાંથી ગયા પરંતુ આપણે એમને છોડી શકતા નથી અને એમની અંગ્રેજી ભાષાના વઘુને વઘુ ગુલામ થતા રહ્યા છીએ! આપણામાં દેશાભિમાનનો આટલો બધો અભાવ છે જે ઘણું શરમજનક અને લાંછનરૂપ છે.

    આજે દુનિયાના ૯૫ ટકા દેશોમાં અંગ્રેજી બોલાતી તો નથી જ પણ એને કોઈ સમજતું પણ નથી

    આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો.

    Like

    1. ભાઇ વીનય ખત્રી,

      “ભારત દેશે જ અંગ્રેજી ભાષાને જીવાડી છે. ભારતે એને જીવાડી ન હોત તો એ મરી ગયેલી જ હતી.” એવું કોક કુપમંડુક જ લખી શકે.

      અલબત્ત કોઇપણ ભાષાની વચ્ચે જનમતાં અને ઉછરતાં છોકરાં સારુ તે ભાષામાં મળી શકે તેટલું શીક્ષણ મેળવવું અત્યંત લાભકારી છે અને ગુજરાતમાં ભીલી, રાઠવી, ગામીત ભાષાઓની વચ્ચે જનમતાં અને ઉછરતાં છોકરાંઓને જ નહીં કચ્છી ભાષાની વચ્ચે જનમતાં અને ઉછરતાં છોકરાંઓને એકડે એક થી તે ભાષાઓમાં શીક્ષણ આપવા દેવામાં નથી આવતું તે ગુજરાત સારુ શરમની વાત છે.

      ભારતમાં અંગરેજી માધ્યમમાં ફકત પૈસાદારોનાં છોકરાંઓ ભણી શકે છે.

      પણ સાચી રીતે કે ખોટી રીતે અંગરેજી આખા વીશ્વમાં વીજ્ઞાન ટેકનોલોજીની પરથમ ભાષા બની ચુકી છે એટલે ઇંડીયાનાં દરેક રાજ્યે અને કેન્દ્ર સરકારે દેશનું દરેકે દરેક છોકરું અંગરેજી સારી રીતે વાંચી સમજતું બારમા ધોરણમાંથી બહાર આવે તેવી સગવડ ઉભી કરવી અનીવાર્ય છે.

      Like

    2. ગુજરાત સમાચારના એ લેખકને બે પ્રશ્નો –

      1) દુનીયાની છોડો, પણ ભારતની કોઈ પણ લાયબ્રેરીમાંનાં અંગ્રેજી પુસ્તકોના લેખકોમાં ભારતીય લેખકો કેટલા?
      2) વીશ્વભરમાં પ્રસીધ્ધ થતાં અંગ્રેજી દૈનીકો, સામાયીકો, રીસર્ચ પેપરો વી.માં ભારતીય લેખકો કેટલા?

      ગુજરાતી લેખકો આટલા વામણા હશે તે આજે જ ખબર પડી. આવી માહીતી આપવા માટે આભાર.

      Like

      1. કોણ હતું http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20091027/guj/supplement/network.html નું લખનાર?

        ગુજરાત સમાચારમાં તે લખાણને લઇ કોઇ ચર્ચા ચાલી હશે ખરી?

        કે પછી લખનાર પોતાનું લખાણ છાપામાં છપાયું તેથી કૃતકૃત્ય થઇ પોતાનો વાંસો થાબડનાર હશે.

        લખાણની તારીખ પણ દેખાતી નથી.

        લખાણ ઉપરના “ગુજરાત સમાચાર” ઉપર ક્લીક કરો તો તમને આજના ગુજરાત સમાચાર ઉપર પહોંચાડે, પણ લખાણની ડાબી બાજુની લીંકો ઉપર જાઓ તો ઉઘડતા પાના ઉપર કોઇ તારીખ નથી મળતી.

        ગુજરાત સમાચારે યુનીકોડ વાપરાવાનું શરુ કર્યું તે માટે છાપાના માલીકોને અભીનંદન.

        Like

  19. @ દયાશંકર મોહનલાલ જોશી

    વડિલ, લેખક છે સુપાશ્વ મહેતા. તેઓ રેગ્યુલરલી ગુજરાત સમાચારમાં લખે છે.

    લખાણની તારિખ તાજેતરની જ છે (એકાદ મહિનાની અંદર)

    ગુજરાત સમાચારની સાઈટ યુનિકોડ ફોન્ટનો ઉપયોગ કરતી નથી તેથી જ વિશાલભાઈ મોણપરાની યુનિકોડ કન્વર્ટર સર્વિસ (http://service.gurjardesh.com) વાપરવામાં આવી છે.

    Like

    1. વીશાલ મોણપરાને અભીનંદન.

      http://service.gurjardesh.com/ ઉઘડતી નથી. બ્રાઉઝરમાં મુકવા છતાં.

      ગુજરાત સમાચાર ઉપરાંત બીજાં કયાં કયાં દૈનીકો મોણપરાની સરવીસનો લાભ લે છે?

      કે કોઇપણ જે તે ગુજરાતી દૈનીકને મોણપરાના ટુલમાં ગોઠવી બીજા ફોન્ટને યુનીકોડમાં ફેરવી શકે?

      “અંગ્રેજીને વિશ્વભાષા તરીકે ઠઠાડી દેવાનું અંગ્રેજો અને અંગ્રેજી ભક્તોનું કાવતરું જ છે” જેવું લખાણ ઇંડીયામાં જ ભણેલા માણસો સાંખી લે.

      કે પછી ક્યાં છે ટાઇમ કોઇની પાસે બગાડવાનો?

      Like

    1. ઘણી ઉપયોગી લીંક છે.

      મોણપરા હજુ ટુલને પાકું બનાવતા લાગે છે.

      html xmlns=”http://www.w3.org/1999/xhtml”>
      જેવી લીંકો રહી જાય છે.

      જુઓ
      c{ñuµh bk’ehlu ÕËkxlthtlu 72 fjtfbtk vfztu

      http://service.gurjardesh.com/unicode.aspx/www.gujaratsamachar.com/gsa/20091121/guj/gujarat/

      ઉપર.

      Like

    2. * ગુજરાત સમાચાર
      * આજકાલ ડેઇલી
      * સમભાવ
      * મુંબઇ સમાચાર
      * કેસુડા
      * ઝાઝી
      * સરદાર ગુર્જરી
      * રતિલાલ અનિલ
      * ગુજરાત ટુડે
      આ બધાં નથી ઉઘડતાં. અમુક જ ઉઘડે છે.

      Like

Leave a comment