માનવશરીરનું જીવન ટકાવી રાખવા માટેનું અગત્યનું અંગ હૃદય છે. હૃદયની મુખ્ય બીમારીઓ અને તેના કારણે થતાં મૃત્યુંના કેસોમાં ૨૫ થી ૩૦ ટકા કેસોમાં માઈટ્રલ વાલ્વની ખામી કારણભુત છે. બીજી બીમારીઓને માનવીની ઉંમર સાથે વ્યાપક સંબંધ છે. જ્યારે માઈટ્રલ વાલ્વની ખામી જન્મજાત કે જીવનના કોઈપણ તબક્કે આવી શકે છે. વાલ્વની ખરાબીને લીધે લોહી વાલ્વની દીશામાં વહેવાને બદલે વીરુદ્ધ દીશામાં વહે છે. આવા કેસોને માઈટ્રલ વાલ્વની ખામી કહેવાય છે.
આ વીષય પર ભારતના ડૉ. બી. કે. ગુપ્તા, નવી દીલ્હીની જી. બી. પંત હોસ્પીટલના કાર્ડીયાક વીભાગમાં નવીનતમ સસ્તી સારવાર પદ્ધતી અખત્યાર કરી રહ્યા છે. તેઓ માઈટ્રલ વાલ્વને સીવવા પર ભાર આપે છે. મોટી ઉંમરની વ્યક્તીઓ કે જેનું હૃદય યોગ્ય રીતે કામ કરતું ન હોય તેવા કીસ્સામાં વાલ્વ સુધાર્યા પછી આયાતી રીંગ જેવી કે કાર્પેન્ટીયર રીંગ, ડ્યુરન રીંગ અથવા પ્યુગમાસનશીલ રીંગનો ઉપયોગ થાય છે. જેની કીમંત રુપીયા ૧૮,૦૦૦/- થી ૨૦,૦૦૦/- જેટલી છે. પરંતુ આ આયતી રીંગોની સામે ડૉ. ગુપ્તાએ અન્ય વૈકલ્પીક રીંગની શોધ કરી છે. જેની કીંમત રુપીયા ૪૦૦/- જેટલી જ છે. આ વીકસાવેલ રીંગનો ફાયદો એ છે કે, તે સ્થીતીસ્થાપક છે અને એક્ષ-રે દ્વારા જોઈ શકાય છે. આ પદ્ધતી બાળકોમાં પણ ઉપયોગી છે. શરીરના વીકાસ સાથે હૃદયનો વીકાસ થવા છતા વાલ્વનું કાર્ય સારી રીતે થતું રહે છે. વળી મહાધમનીના સંકોચ કે વીસ્તાર વખતે પણ વાલ્વને કોઈ અન્ય અસર થતી નથી. ડૉ. ગુપ્તાએ એક વર્ષ દરમ્યાન ૨૦ જેટલા દર્દીઓને તેઓએ વીકસાવેલી પદ્ધતીથી સારવાર આપી છે અને તે તમામ કેસોમાં તેઓને સફળતા મળી છે.
વધુમાં ઓપરેશન દરમ્યાન દર્દીને લોહી આપવાની જરુર જણાય તેવા કીસ્સાઓમાં લોહી મેળવવાની તકલીફ નીવારવા માટે દર્દીના ઓપરેશન પહેલાં જ દર્દીનું લોહી લઈ લેવામાં આવે છે. અને જરુર જણાય તો દર્દીને પોતાનું જ લોહી ચઢાવવાની પદ્ધતી પણ તેઓ અપનાવે છે. જેને લઈને દર્દીના સગા સંબંધીઓને લોહી વેચાતું લેવાની જરુર પડતી જ નથી. તેમજ લોહી મેળવવાના વીલંબને કારણે થતું નુકસાન પણ નીવારી શકાય છે.
આમ, ભારતનો ગરીબજન પરદેશની મોંઘી સારવારનો ખર્ચ ઉપાડી શકવાના અભાવે મૃત્યુને વરે છે. આવી પરીસ્થીતી નીવારવા માટે ડૉ. ગુપ્તાની આ નવીનતમ સસ્તી અને સ્વદેશી સારવાર પદ્ધતી બહુજન સમાજને ખુબ જ ઉપયોગી થશે. જે બદલ ડૉ. ગુપ્તાને હાર્દીક અભીનંદન.
સરસ અને જાણવા જેવી માહીતી.
LikeLike
Very informative article, Thanks
LikeLike
ઘણી જ મહત્ત્વની અને ઉપયોગી માહીતી. હાર્દીક આભાર.
LikeLike
જય શ્રીકૃષ્ણ ગોવિંદભાઈ,
ડૉ.ગુપ્તાને આ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આપને પણ આ માહિતી આપવા બદલ.
વળી એક વાત વધુમાં એ પણ જણાવવા માંગું છું કે બાળકોમાં મોટાભાગે હૃદયની બિમારીઓને કારણે ઘણા મૃત્યુ થાય છે આ રોગનું જલદી નિદાન થાય તે માટે આપણી સરકાર દ્વારા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ પણ યોજાય છે અને આ પ્રોગ્રામમાં મેં ભાગ પણ લીધો છે અને આવા કેટલાય બાળકો ને આ કાર્યક્રમ અંતર્ગત શાળા સંદર્ભ કાર્ડ દ્વારા તેમની તમામ સારવાર મફત કરી આપવામાં આવે છે .
આ ઉપરાંત કર્ણાટકામાં આવેલ શ્રી સત્યા સાંઈ ઈન્સ્ટિટ્યુટ ઓફ હાયર મેડિકલ સાયન્સ દ્વારા પણ બાળકો માટે હૃદયની બધી સર્જરી મફત કરી આપવામાં આવે છે. આ માટેનું સરનામું આ મુજબ છે અથવા મારા બ્લોગ મનના વિશ્વાસના
drmanwish.wordpress.com સાઈડબારમાં આપ તેના સરનામા સાથેનો ફોટો જોઈ શકશો. or visit their site
ssihms.org.in
Sri Sathya Sai Institute for Higher Medical Sciences
EPIP area, Whitefield,
Bangalore 560066
Karnataka, India.
Tel no. +91-080-28411500
Fax – +91-080-28411502
e-mail – adminblr@sssihms.org.in
LikeLike
Very very informative, effective and impressive, This should be known to everybody, especially to interior village.
LikeLike
ડૉ.ગુપ્તાને અભિનંદન
અને
આપને પણ આ માહિતી આપવા બદલ
LikeLike
સરસ–ઉપયોગી માહીતી.
LikeLike
good info.keep it up.
LikeLike
પીડીયાટ્રીક કાર્ડીયોલોજીમાં અમેરેકાની વેંડરબીલ્ટ નામની પ્રખ્યાત મેડિકલ રીસર્ચ લેબોરેટરીમાં આ ક્ષેત્રમાં જગવિખ્યાત શ્રેષ્ઠ વૈજ્ઞાનીક ડો.સ્ટ્રાઉસના હાથ નીચે મેં રીસર્ચ આસીસ્ટંટ તરીકે કામ કર્યુ છે. આથી અવારનવાર આ અંગેના સેમીનારમાં જવાનું થાય તેમાં એક બાબત મને એવી જાણવા મળી કે તાજા જન્મેલાં બાળકને યોગ્ય માત્રામાં જો ગ્લુકોઝ આપવામાં આવે તો એના હૃદયની કેટલીક નબળઈ સહેલાઈથી દૂર કરી શકાય છે.જે પાછળથી ઊભી થતી ઘણી મુશ્કેલીઓ અટકાવવામાં સહાયરૂપ થાય છે. મને તૂર્ત જ આપણી મધ ચટાડવાની પ્રથા યાદ આવી. વિજ્ઞાન જે શોધો હવે કરે છે તે આપણે અગાઉ કરી ચૂક્યા છીએ અને જીવનમાં વણી પણ ચૂક્યા હતા પરંતુ જળવાયું નથી. મધના ફાયદાઓ વિષે જણાવીને ગાંડાભાઈ વલ્લભ આમાં વધારે પ્રકાશ પાડી શકે.
LikeLike
મધ વીષે ઘણી સારી માહીતી મારી પાસે છે. જેમ કે “બાળકોના વીકાસમાં મધ ઉપયોગી છે. જો બાળકને શરુઆતના નવ માસ સુધી મધ આપવામાં આવે તો તેને છાતીના રોગ ક્યારેય નહીં થાય.” આ ઉપરાંત ઘણી વીસ્તૃત માહીતી હું મધ વીષે આપવા ધારું છું.
આપે (અક્ષયપાત્રએ) જે માહીતી આપી તે બદલ પણ હાર્દીક આભાર.
LikeLike
અત્યંત ઉપયોગી માહિતી…તમારી મંજૂરી લીધા વિનાં અમારા ગુગલ ગ્રૃપ – ગુજરાતી હ્યુમેનીસ્ટ – પર લિઁક મૂકી દઉઁ છું.આભાર અને અભિનંદન.
LikeLike
khub saras rajuvat che
LikeLike
good info.keep it up. please new latest info.
LikeLike
Sir, Amara international magazine AGNICHAKRA ma aa mahiti Muki shaku ???
LikeLike