બાળ દીક્ષા

 

કુમળી વયના નીર્દોષ બાળકો દીક્ષા ગ્રહણ કરે તેવી બીના કાને પડે કે તરત જ અંતરમન દ્રવી ઉઠે છે. સામાન્ય રીતે આ બનાવ  કોઈ વ્યક્તીગત નથી. પરંતુ સમાજ જીવન અને સામાજીક મુલ્યોને સ્પર્શતો પ્રશ્ન છે. માનવજાતના કાયદાનો ઈતીહાસ એમ તારણ કાઢે છે કે, સગીર વયના માણસે (!) કરેલો નીર્ણય તો તેના મા-બાપ જ કરતાં હોય છે. દીક્ષા લેવા માટે કુમળા બાળકના મનને એક વ્યવસાયી રીતે વ્યવસ્થીત તૈયાર કરવામાં આવે છે. આવા કુમળા મનના બાળકોને દીક્ષા અને તેના આધારીત ચમત્કારો તરફ સંમોહન ફેલાવવું તે એક વ્યવસ્થીત મનોવૈજ્ઞાનીક શીક્ષણ બની ગયું છે. દીક્ષા પ્રાપ્ત કરવા મનને તૈયાર કરવું તે એક વ્યવસ્થીત ષડયંત્રનો ભાગ બની ગયો છે. એક વખત દીક્ષા લીધા પછી તેને ટકાવી રાખવી, તે જ માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે; એ માટેના પણ વ્યવસ્થીત પગથીયા ગોઠવવામાં આવ્યા છે. આ બધી પ્રક્રીયાઓને તટસ્થ અને માનવીય ગૌરવનું મુલ્યની દૅષ્ટીએ મુલ્યાંકન કરીએ તો આપણે ચોક્કસ અનુભવાય કે બાળ દીક્ષા એ બાળકની જીન્દગી ઉપરનો અમાનુષી ત્રાસ છે. જો બાળક પોતાની જાતે યોગ્ય નીર્ણય ક્યારે ય કરી શકે તેમ ન હોય, તો પછી તેની દીક્ષાનો નીર્ણય કેટલો વાજબી કહેવાય ?

કાયદાએ સ્પષ્ટ અમલી બનાવી દીધું છે, કે સગીર વયની વ્યક્તીને મતાધીકારથી માંડીને પોતાની જાતને રજુ કરવા કોઈ કાયદાકીય અધીકાર નથી. ત્યારે મા-બાપ સમાજમાં પોતાનો મોભ્ભો જાળવવા અને બાળ દીક્ષાના ઓઠા હેઠળ પુણ્ય પ્રાપ્ત કરવા બાળદીક્ષા જેવી પ્રવૃત્તી સગીર દ્વારા કરાવવામાં આવતી હોય તો તેને કાયદાએ ગુનો ગણી વહેલામાં વહેલી તકે અટકાવવી જોઈએ. ભારતમાં સામાજીક સુધારણાના ક્ષેત્રે કાયદો પ્રગતીશીલ બની આગેકદમ બઢાવે તે અનીવાર્ય છે.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૨૪/૧૨/૧૯૯૩ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …8 Comments

 1. ૧૮ વર્ષની ઉંમર સુધી અથવા તો બાળક પુખ્ત ન બને ત્યાં સુધી સામાન્ય રીતે તેનું માનસ વ્યવસ્થિત વિચારણા કરી શકે તેટલું પુખ્ત હોતું નથી. બાળકોને પોતાના જીવનનો માર્ગ પસંદ કરવાનો અધિકાર જરૂર હોવો જોઈએ પણ તે બાળ ઉંમરે નહીં. તેને જે બાબતમાં રસ રૂચી હોય તેવું વાતાવરણ જરુર પુરુ પાડી શકાય. જો ખરેખર બાળકને અધ્યાત્મમાં રસ હશે તો તે નાની ઉંમરથી જ દિક્ષા વગર પણ સાધના કરવા લાગશે અને જો ખરેખર તેને ત્યાગનો માર્ગ પસંદ પડે તો તે પુખ્ત થાય ત્યાર પછી વ્યવસ્થિત વિચાર કરીને દિક્ષા પોતાની ઈચ્છાથી જરૂર લઈ શકે પરંતુ બાળકને દિક્ષા શું છે તેની સમજ પણ ન હોય અને તે દિક્ષા લે તો તે બાળક માટે તો હાનીકારક છે જ પણ દિક્ષા આપનારા ધર્મગુરુઓ માટે પણ ક્યારેક નાલેશીનું કારણ બને છે. મોટી ઉમરે આમાના ઘણા બાળકો પોતાની જાત ઉપરથી સંયમ ગુમાવે છે અને પછી તે પોતાને માટે તથા જે તે પથ માટે પણ કલંક રુપ બને છે. અતિ સર્વત્ર વર્જ્યતે.

  Like

 2. જય શ્રીકૃષ્ણ ગોવિંદભાઈ,

  હું પણ માનું છું કે બાળ દિક્ષા તો ન હોવી જોઈએ.
  માફ કરશો કોઈની ધર્મભાવના દુભાવવા નથી માંગતો પણ હું તો એમ કહીશ કે સંસાર ત્યાગવા કરતા સંસારમાં રહીને પોતાની તમામ જવાબદારી નિભાવતા નિભાવતાં જે પ્રભુને ભજી શકે ને એજ સાચી ભક્તિ,
  માનવસેવા એજ પ્રભુસેવા.

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  Like

 3. આદિકાળથી ધાર્મિક બાબતમાં ,ઘણી વાર જેમણે તે અંગે અભ્યાસ કર્યો નથી ,તેવા નવા નવા વિચારો દર્શાવે અને પોતાનો પંથ સારો છે તે સાબિત કરવા મથે.જેઓ આક્રમક નથી તે અંગે વધુ ટીકાઓ થાય છે. કૉઈકવાર સાંપ્રત સમયને ધ્યાનમા લઈ ફેરફાર કરવાની જરુર લાગે તો પહેલા તે અંગે અભ્યાસ કરી,જેને અંગે ટીકા હોય તેઓને વિશ્વાસમા લઈ વિચાર રજુ થાય તે વધુ યોગ્ય છે
  બાળદિક્ષાના સારા પરિણામો તરફ પણ ધ્યાન આપી વિચારણા થાય તે જરુરી છે

  Like

 4. Thanks for bringing up this important topic.

  I have ZILCH (i.e. big ZERO) respect for those who take Diksha / Sanyas without going through married life.

  The parents as well as religious leaders who encourage this kind of practice are FOOLS / IDIOTS or enemies of society or both – I could not be more clearer than this.

  This practice (of Bal Diksha or Sanyas without getting married) is absolutely against our Vedic system. All our Rishis (e.g. Vashistha, Vishwamitra, Valmiki and others) had a married life. Only Sankaracharya did not marry but I understand he was criticized for taking Sanyas before going through Gruhasthrashram.

  It is really ironic that many of our people have forgotten the importance of the four Ahrams (Student, Gruhasthrashram, Vanprasthashram and Sanyasashram) and people try to short circuit the process.

  I am OK with some individuals not getting married for whatever reson (by choice or because of circumstances) but this can not be glorified in society under any circumstances and certainly not as Diksha / Sanyas etc. This is absolutely crazy and just reflects how the founding principles of our culture are distorted beyond recognition.

  ——-

  On sidenote and somewhat different note – in US it would be virtuallly impossible for someone to become President without having a stable married life. With everything that is wrong in the US society – I absolutely admire the fact that Americans hold their leaders against high standard and intense scrutiny.

  Like

 5. સમગ્ર સમાજની પ્રગતીને અવરોધે એવી પરંપરા કે રીવાજો પ્રત્યે ધ્યાન દોરવું અને વીચારતા થવું જરુરી છે. શી ખબર જે બાળકે દીક્ષા લઈ લીધી હોય, પણ તેમ ન કર્યું હોત તો ભવીષ્યમાં સમાજને કદાચ કોઈ ઉત્તમ પ્રદાન કરી શકત. બાળકને પોતાની રુચી મુજબ બધા જ વીકલ્પો ખુલ્લા રાખી પસંદગી કરવા દેવી જોઈએ એમ મને લાગે છે.
  આપના વીચારો “બાળકોને પોતાના જીવનનો માર્ગ પસંદ કરવાનો અધિકાર જરૂર હોવો જોઈએ પણ તે બાળ ઉંમરે નહીં. તેને જે બાબતમાં રસ રૂચી હોય તેવું વાતાવરણ જરુર પુરુ પાડી શકાય.” સાથે હું સંમત છું.

  Like

 6. વ્હાલા વડીલો/ મીત્રો,
  ‘દીક્ષા’ અંગે આપના પ્રતીભાવો અન્વયે વધુ જાણકારી માટે ‘વીવેકપન્થી’ ઈલેક્ટ્રોનીક માસીકની લીન્ક નીચે મુજબ છે. જે તમામ અન્કની બાજુમાં લખેલ પાના નમ્બર ઉપર ‘દીક્ષા’ સમ્બન્ધી લેખો વાન્ચી જવા નમ્ર વીનન્તી છે.
  http://vivekpanthi.googlepages.com/
  oIssue number -78 Sept 2008, Page No. 02
  oIssue number -80 of Nov 2008, Page No. 03
  oIssue number -81 of Dec 2008, Page No. 02
  oIssue number -82 of Jan 2009, Page No. 16
  oIssue number -83 of Feb 2009, Page No. 20
  આભાર સહ.
  ગોવીન્દ મારુ

  Like

 7. ગોવિંદભાઇ આપની સાથે સંપૂર્ણપણે સહમત છું . પણ આ બાબતે હું મારો મત રજૂ કરું તો , દીક્ષા લેતાં સમયે અને લીધાં બાદ જે રીતે ને માનવ શરીર ને પીડા આપવામાં આવે છે એ મારા તો સમજની બહાર છે. તેના કરતાં તો ઉત્તમ છે કે એ શરીર ને પીડિતો માટે અર્પિત કરી તેમનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી તેમનાં જીવનની સુખાકારી માટે મથવું જોઈએ .

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s