સંબંધનું વૃક્ષ

        

        માનવી સામાજીક પ્રાણી છે અને તેની સમગ્ર અસ્મીતા એ સામાજીક દેન છે. તે જે ભાષા બોલે છે, જે વીચારો ધરાવે છે – તેની જે રહેણીકહેણી છે – તે સામાજીક નીપજ છે. સમાજથી વીખુટો પડેલ અને વરુના ટોળામાં ઉછરેલ બાળ વરુ જેવું જ વર્તન કરે છે, એવો એક કીસ્સો ઈતીહાસના ચોપડે  નોંધાયેલ છે.

       માનવી તેની આસપાસ સંબંધોના અનેક વર્તુળો સર્જે છે, પહેલું વર્તુળ સ્વજનોનું, બીજું મીત્રોનું, ત્રીજું તે જે ભાષા બોલે છે તે સમાનભાષીઓનું એમ તેનું વર્તુળ ‘વસુધૈવ કુટુંબકમ્’ નું વૃક્ષ એ સઘળા વૃક્ષોને યોગ્ય રીતે સીંચશે અને યોગ્ય રીતે ઉછેરશે. એટલે દરેક મહાન કવી, લેખક, તત્વચીંતકનું સ્વપ્નું આવા વૃક્ષનું આરોપણ થાય તે છે. પણ માત્ર સ્વપ્નાઓ સેવવાથી અર્થ સરતો નથી.

       વાસ્તવમાં આજે સઘળા નાના મોટા વૃક્ષો એક બીજાની સાથે અથડાય છે, ટકરાય છે, ઝઘડે છે. પરીણામે ‘વસુધૈવ કુટુંબકમ્’ નું વૃક્ષ આજે અલોપ થઈ ગયું છે. શા માટે આમ થાય છે ? એની ખોજ કરવી દરેક લેખકની ફરજ બની રહે છે.

       સઘળા નાના મોટા વૃક્ષોના ઝઘડાનું મુળ કારણ આર્થીક અસમાનતા છે, અને આ કારણમાંથી સર્જાય છે અનેક ઉપરછલ્લા કારણો કે જે નાના મોટા વૃક્ષોના ઝઘડાનું તાત્કાલીક કારણ બને છે. તો દરેક લેખક, કવી, તત્વચીંતક, સમાજસેવક, રાજકીય નેતા – વગેરે ‘આર્થીક અસમાનતા’ કેવી રીતે દુર થાય તે દીશામાં સક્રીયપણે તેની શક્તી અનુસાર કાર્ય કરશે. તો જ ‘વસુધૈવ કુટુંબકમ્’ નું વૃક્ષનું આરોપણ થઈ શકશે.

 

મુંબઈ સમાચાર ૧૫-૦૫-૧૯૮૯

આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૧૯


 

7 Comments

  1. By grace of God – we in Swadhyay Parivar are very lucky with this. Due to Dadaji’s vision – I am able to relate to at all levels.

    Whenever I find people discuss problems like this – I want to thank God for not only introducing me to Swadhyay but giving me Wisdom and Faith to understand Swadhyay.

    Whether you go to Swadhyay or not – Devotion (which by the way is not same as ritual – devotion i.e. Bhakti is understanding) can only be the most lasting foundation for any Relationship. All other non-family relationships can get brittle but once we understand Bhagvad Gita Ch. 12 (Bhaktiyog) it is very simple to solve the dilemma of man-to-man, man-to-nature and man-to-God relationship.

    It is fundamentally wrong to assume that economic inequality is the only cause of problems in relationship. In fact people who are economically well-off are the most dry people (not all but often) and unless one makes conscious attempts to maintain Bhaav (emotions), the relationship gets brittle over time.

    Have’s and Have-not’s have always been there in the society but our Vedic culture has some most elegant solution to solve the relationship issue between Have’s and Have-not’s. Look no further than the story behind Ramayana – why Valmiki wrote Ramayana – the story of the bird (Kaunch) being hit by the shooter etc.

    But as Adult do we even have slightest idea of what our culture is? As Adult what attempts we have made to make sure that our children are passed on the “Sanskar” that is cornerstone of our culture? As adults – have we looked at beyond material recognition? As adult – have we tried to understand lives of our sages such as Valmiki, Vishwamitra, Vashistha, Yagnavalkya etc. and tries to learn from it.

    Regards.

    Like

  2. dear Maruji,
    saru chhe.parantu kudarat ma asamanta chhe.apna kutumb ma badha sarkha nathi hota..budhi, mind knowledge badhu badha ma judu judu hoy chhe.Trust in GOD..You will be able to understand…
    Prakash..

    Like

  3. સરસ
    જોડણીની ભૂલ સમ ખોટા ઠર્યા સંબંધ સૌ
    જે ઘરે પગ આ ગયા, પાછા વળ્યા સંબંધ સૌ

    Like

  4. Though “Sambandh nu Vruksh” was posted on 18-03-09 it was taken from “Mumbai Samachar” of
    15-05-1989. In last 20 years everything is changed and defination of “SAMBANDH” is no exception.
    LALACH-LOBH, INFLUANCE, SATTA(POWER), SELFISH MOTIVES are some of the ingrendients of the SAMBANDH-GAME whether it is with relatives, friends, sa-bhashis, Ganv-walas, psdoshis and so on. Even aarthik-samanata cannot make any difference.

    Like

  5. ઝગડાનું મુળ કારણ આર્થિક અસમાનતા હોય તેવું લાગતું નથી. બળવાન હંમેશા વિજયી નીવડે છે. તેથી બળ એ જ જીવન છે અને નિર્બળતા એટલે મૃત્યું. જેણે પુરુષાર્થ કર્યો તેને લક્ષ્મી વરી – પણ તે જ બાબત બીજાને પુરુષાર્થ કરવા માટેનું પ્રેરક બળ હોવું જોઈએ નહીં કે ઈર્ષાનું કારણ. સમૃદ્ધ દેશો પુરુષાર્થથી સમૃદ્ધ બન્યા છે અને સમૃદ્ધ વ્યક્તિ અને સમાજ પણ પુરુષાર્થથી જ સમૃદ્ધ બને છે. આર્થિક અસમાનતા ત્યારે જ દુર થાય જ્યારે બધા સમાન પુરુષાર્થ કરે. બાકી હું ગરીબ છું , હું ભીખારી છું તેવી બુમ પાડનારાઓને બહુ તો રોટલો કે એક બે રુપિયા કોઈ આપે, પણ આર્થિક સદ્ધરતા માટે તો સહુએ પોતે જ પુરુષાર્થ કરવો જોઈએ. હા – વિચારકો, લેખકો, ચિંતકો લોકોને પુરુષાર્થ કરવા માટે પ્રેરી શકે અને પરીણામે સહુ કોઈને સમૃદ્ધિ અપાવી શકે. બાકી અમુક નકામા, ચીંથરેહાલ, વ્યસની અને કશું કરવા જ ન ઈચ્છતા લોકોને કોઈ સ્વર્ગનું રાજ્ય આપી દે તો તે ત્યાં ય નરકાગારનું સર્જન કરે.

    Like

  6. વિશાળ પર્વતનાં શિખરે નીચે જોયું તો દુનિયા સાવ ટચુકડી થઈ ગઈ હતી. તે મનમાં મલકાયું. ત્યાંજ તેની નજર ઊપર ગઈ. બાપરે ! ઊપર તો અનંત બ્રમ્હાંડ વિસ્તરેલું હતું !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s