વીશ્વ રંગભુમી દીન

વરસના ૩૬૫ દીવસો પૈકી ૩૬૪ દીવસોએ અલગ-અલગ વીશ્વદીનો ઉજવવામાં આવતા હોવાથી ફક્ત ૨૭મી માર્ચ એક જ દીવસ ફ્રી રહેતો હતો. જેથી તા.૨૭/૦૩/૧૯૬૨થી સમસ્ત વીશ્વમાં ‘વીશ્વ રંગભુમી દીન’ ઉજવવાનું આયોજન કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના મહત્વ વીના યુનોની સાંસ્કૃતીક સમીતીએ ૨૭મી માર્ચના રોજ ઠોકી બેસાડેલ ‘વીશ્વ રંગભુમી દીન’ ની ઉજવણી કરવી કેટલા અંશે વાજબી છે ? આ દીવસે વીશ્વના કોઈ નામાંકીત નાટ્યકાર, નાટ્ય-લેખક, દીગ્દર્શકનો જન્મદીન કે મૃત્યુતીથીના દીવસે તેમની પ્રેરણા મેળવી શકતા હોત તો આ ઉજવણી સાર્થક ગણાત. ખરેખર તો રાષ્ટ્રના નામાંકીત નાટ્યકાર, નાટ્ય-લેખક, દીગ્દર્શકના પ્રદાનને મહત્વ આપવા તેમ જ તેઓનામાંથી પ્રેરણા અને પોષણ મેળવવા માટે ‘રાષ્ટ્રીય રંગભુમી દીન’ ની ઉજવણી કરવી યથાર્થ ઠરશે.

આપણી ગુજરાતી રંગભુમી દીન-પ્રતીદીન પાંગળી બનતી જાય છે. જ્યારે આપણું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને પુર્વમાં બંગાળની રંગભુમી સમૃધ્ધ છે. પરંતુ નાટ્ય રસીકો અને વીવેચકોના મત મુજબ હવે સદર રાજ્યોની રંગભુમી પણ નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહી છે. આપણા ક્રીકેટરો-રમતવીરોને મોટી મોટી રાષ્ટ્રીય કંપનીઓ, જાહેર સાહસો અને બેંકો કોઈ પણ જાતના કામ અને લાયકાત વીના તેઓને ઉંચા હોદ્દા ઉપર નીમણુક આપી મબલખ પગાર આપે છે. જ્યારે  રંગભુમી માનવીનું કેવળ મનોરંજન જ નહીં ચેતોવીસ્તારનું કાર્ય પણ કરે છે. તો પછી રાષ્ટ્રીય કંપનીઓ, જાહેર સાહસો અને બેંકો ઉદાર થઈ આપણી રંગભુમીઓને દત્તક લઈ આર્થીક મદદ કરી મૃત:પાય થતી રંગભુમીમાં નવો પ્રાણ પુરી શકે છે. આવી કંપનીઓ ઉપર જણાવ્યા મુજબ રંગભુમી સાથે સંકળાયેલા તમામને રમતવીરોની જેમ સુખ-સાહ્યબી અને મબલખ પગાર ન આપી શકે તો કાંઈ નહી! પરંતુ તેઓને યોગ્ય કામ આપી આર્થીક સધ્ધરતા બક્ષવામાં આવે તો તેઓને પોષણ મળશે અને રંગભુમી જીવંત બનશે.

દરેક દેશની અસ્મીતા અને સાંસ્કૃતીક વારસાને જાળવી-ટકાવી રાખવાનું કઠીન કાર્ય ફીલ્મો કરતાં રંગભુમી અતી સુંદર રીતે કરી શકે એમ છે. અને મન તંદુરસ્ત કરવામાં રંગભુમી જે કાર્ય કરે છે તેનાથી તંદુરસ્ત સમાજનું નીર્માણ થઈ શકે અને દેશ પણ તંદુરસ્ત થઈ શકે છે. અંતે નાટ્યસંસ્થાઓ, કલાકારો અને કલાકારોની કદર કરનારા કલાપ્રેમીઓને ‘વીશ્વ રંગભુમી દીન’  ના અભીનંદન !!!!!

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૧૧/૦૪/૧૯૯૩ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …


9 Comments

  1. માત્ર એક દિવસ ઉજવણીમાં બાકી રહેતો હોવાથી તેને પણ વિશ્વદિન જાહેર કરવો એ ઘણૂં જ બેહુદુ લાગે છે. ગમે તેમ પણ તે બહાને પણ રંગભૂમીના કલાકારો અને રંગભુમીને યાદ કરવામાં આવે છે તેટલું આશ્વાસન લઈ શકાય.

    રંગભુમીને જોઈએ તેટલું પ્રોત્સાહન નથી મળ્યું તેના અનેક કારણો છે. કલાકારોએ સાથે કામ કરવું પડે છે. વળી, એક સમયે એક જ સ્થળે કાર્યક્રમ આપી શકાય છે. નિશ્ચિત સમયે જ કાર્યક્રમ જોવો પડે છે. તેમ છતાં આ નાટકોનું પણ માધ્યમો દ્વારા પ્રસારણ કરી અને તેમાંથી કલાકારોને રોયલ્ટી ચૂકવવામાં આવે તો કલાકારો કાંઈક સ્વમાનભેર જીવી શકે.

    Like

  2. જય શ્રીકૃષ્ણ ગોવિંદભાઈ,
    વિશ્વ રંગભૂમિ દિન.એ રંગભૂમિના કલાકારને શત શત વંદન.કારણકે એ લોકો પોતાની અભિનય કલા દ્વારા આ જગતમાં આપણી સંસ્કૃતિના વારસાને જાળવી રાખે છે અને સાથે સમાજને મદદરૂપ સંદેશો આપે છે.અને કહેવાય છે કે કલાકારના અભિનયની સાચી કસોટી તો રંગમંચ પર જ થાય છે કારણ અહીં ફિલ્મોની જેમ રી-ટેક નથી હોતા.
    પણ દુખની વાત એ છે કે આજે ગુજરાતમાં તો રંગમંચ મૃતપ્રાય જેમ જ છે ગુજરાતના રંગમંચના કલાકારો ને મુંબઈ જ જવું પડે છે, અને તેમને મહત્વ આપવાની વાત છે ત્યારે એક વાત એ પણ છે કે હિન્દી અને અંગ્રેજી ફિલ્મો જોવામાં મશગુલ આજે કેટલાં લોકો નાટક જુએ છે.કેટલા લોકો એ કલાકારોને ઓળખે છે, કદાચ ભાગ્યે જ એકાદ બે ને ઓળખતાં હશે..જ્યામ સુધી આપણે જ ઉદાસીનતા સેવશું રંગમંચ ક્યાંથી આગળ આવશે.???

    આપનો ડો.હિતેશ ચૌહાણ

    Like

  3. ગોવિન્દભાઈ મને લાગે છે,..જે તે કલાકારોએ જ આ દિને શેરી નાટક કે મંચ પર કલા દર્શાવી આ દિન સાર્થક કરવો ઘટે..વિશ્વની વાત બહુ આગળની છે..તેવા નામી અનામી કલાકારોને મારા વંદન…

    Like

  4. ડૉ. હીતેશભાઈ,
    આપના બ્લોગ્સ ‘સુલભ ગુર્જરી’ અને ‘મન નો વીશ્વાસ’ ઉપર મારા બ્લોગ ‘અભીવ્યક્તી’ તેમજ ‘વીશ્વ રંગભુમી દીન’ ને પ્રાધાન્ય આપ્યું તે માટે આપશ્રીનો ખુબ ખુબ આભાર. રંગભુમીના કલાકારોની સાથો સાથ આપને પણ નત મસ્તક સલામ.
    લીમડો શીતળ છાયા આપે છે, ગરીબ અને શ્રમજીવીઓના માટે એરકંડીશનરની ગરજ સારે છે. એન્ટીબાયોટીક્સ પણ છે. ખુબ જ સરસ અને ઉપયોગી માહીતી માટે ખુબ ખુબ આભાર.
    ગોવીન્દ મારુ

    Like

  5. સરસ. નાટ્યસંસ્થાઓ, કલાકારો અને કલાકારોની કદર કરનારા કલાપ્રેમીઓને ‘વીશ્વ રંગભુમી દીન’ ના અભીનંદન !

    Like

Leave a comment