‘ઈશ્વર’ માણસનું સર્જન છે

        વીજ્ઞાન અને ધર્મનો વીવાદ ગેલેલીયો (૧૫૬૫-૧૬૪૨)થી ચાલતો આવ્યો છે. વીજ્ઞાન ધર્મનો વીરોધ કરે છે, પણ માનવીય મુલ્યો, માનવતા, નૈતીકતાનો વીરોધ વીજ્ઞાન જરા પણ કરતું નથી. બલકે નૈતીક મુલ્યોને સ્વીકારે છે, અને તેનું સમર્થન કરે છે. હું તો કહીશ કે વીજ્ઞાન માનવતા = અણુબોમ્બ અને સંહારના શસ્ત્રો. વીજ્ઞાન + માનવતા = આલ્બર્ટ આઈન્સ્ટાઈન, મેડમ ક્યુરી. ધર્મ પછી તે હીન્દુ હોય કે ખ્રીસ્તી હોય, તેની મુળભુત આધારશીલા ઈશ્વર છે. પછી તેને અલ્લાહ God-Supreme being કે બ્રહ્મ કહો. દરેક ધર્મના પ્રમાણે આ ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તીશાળી છે, અને સમય-સ્થળથી પર છે. આ ગુણધર્મો વીના તેને ઈશ્વર કહેવો વ્યર્થ છે. વીજ્ઞાન માને છે કે આવા ગુણધર્મો ધરાવતી કોઈ પણ ‘Entity’ ખાસ કરીને કાર્યકારણથી પર અને સમયસ્થળથી પર અસ્તીત્વમાં હતી નહીં, છે નહીં, અને હોઈ શકે નહીં. અર્થાત ઈશ્વર એક માનવસર્જીત કલ્પના જ છે.

            God is great-  He created Universe. Man is grater, he created God.

       વીજ્ઞાન અને ધર્મનો અભીગમ પણ ૧૮૦ અંશે જુદો છે. કુદરતની સર્વ ઘટના ઈશ્વરની ઈચ્છા અનુસાર થાય છે. એમ દરેક ધર્મ માને છે. હીન્દુ ધર્મ કહે છે ઈશ્વરેચ્છા બલીયસી“, ખ્રીસ્તી ધર્મ કહે છે “Thy will be done” અને “વહી હોતા હૈ જો મંજુરે ખુદા હોતા હૈ,” એમ ઈસ્લામ ધર્મ કહે છે.

       જ્ઞાતના આધાર પર અજ્ઞાતને પામવા વીજ્ઞાન મથે છે. ઓગણીસમી સદીના વીજ્ઞાનના પાયાના આધાર પર વીસમી સદીનું વીજ્ઞાન વીકસ્યું. જ્ઞાતનો વ્યાપ અને ફલક વધ્યાં અને આ વીસ્તૃત જ્ઞાતના આધાર પર એકવીસમી સદીનું વીજ્ઞાન વીકસશે. વીજ્ઞાનની મંજીલ સત્ય, વધુ સત્ય, વધુ અને વધુ સત્ય ભણી-છે, તેનો કોઈ અંત નથી, મર્યાદા નથી.

       વીજ્ઞાન કુદરત યાને અખીલ બ્રહ્માંડમાં માને છે. તે વીજ્ઞાન માટે Supreme Authority છે. તેને ‘God‘ કહેવો હોય તો કહી શકાય, પણ તે કાર્યકારણથી પર નથી, સમય – સ્થળથી પર નથી. તે તેના નીયમોથી બદ્ધ છે, એટલે જ વીજ્ઞાન તેના નીયમો અને રહસ્યોની ખોજ કરે છે, કરી શકે છે.

       ઓગણીસમી સદીના મોટાભાગના વીજ્ઞાનીઓ ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા હતા. તેઓ વીજ્ઞાનના મંદીરમા પ્રવેશતા ત્યારે ઈશ્વરને વીજ્ઞાન-મંદીર (Laboratory) ના પ્રવેશદ્વારની બહાર ઉભો રાખતા, અને વીજ્ઞાનના પ્રયોગો કરતા, અને પછી બહાર નીકળીને એ જ ઈશ્વરની આંગળી પકડીને ચર્ચમાં જતા. આમ તેઓ વીજ્ઞાન અને ધર્મને અલગ રાખતા.

       રાજકારણની સાથે ધર્મ ભળે છે, અને સંસ્થાકીય રુપ ધારણ કરે છે, ત્યારે તે આક્રમક બની જાય છે. છેલ્લાં હજારો વર્ષોમાં ધર્મના નામે કરોડો નીર્દોષ માનવીઓની હત્યાઓ થઈ છે, એ ઐતીહાસીક હકીકત છે. રામજન્મભુમી – બાબરી મસ્જીદનો વીવાદ – અને આ વીવાદે સર્જેલો હત્યાકાંડ આ સંસ્થાકીય ધર્મનો નમુનો છે. આ સંદર્ભમાં આપણા દેશની આજની પરીસ્થીતીનો ઉકેલ ‘વીજ્ઞાન + માનવતા’ નો અભીગમ અપનાવવામાં જ રહેલ છે.

          આર. કે. મહેતા

ગુજરાતમીત્ર ૧૩-૦૯-૧૯૯૩

(આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૧૭૯)

15 Comments

  1. વિજ્ઞાન એટલે પ્રકૃતિની શક્તિની જાણકારી. ધર્મ એટલે આ પ્રકૃતિની પાછળ જે સત્તા રહેલી છે તેને જાણવાની જીજ્ઞાસા અને પદ્ધતિઓ. આ પ્રાકૃતિક શક્તિઓ જડ છે. એટલે કે તે નિયમોથી બદ્ધ છે અને તેનો સંહાર કે વિકાસ જેમ પણ ઉપયોગ કરવો હોય તેમ કરી શકાય. ઈશ્વર ચેતન છે અને આ સર્વ શક્તિઓને તેના નિયંત્રણમાં રાખે છે. મનુષ્યો થોડા જડ અને થોડા ચેતન છે અને તેથી જ અલ્પજ્ઞ અને અલ્પ શક્તિમાન છે. કોઈ પણ સાચો ધર્મ કે સારો વૈજ્ઞાનિક માનવતાનો વિરોધી હોઈ શકે નહીં. પરંતુ વૈજ્ઞાનિક જ્યારે સંકુચિત, સ્વાર્થી અને મદાંધ બને છે ત્યારે તે આ શક્તિઓને પોતાના અંકુશમાં રાખીને બીજાને સંતાપ આપવામાં અને બીજાનું શોષણ કરવામાં તેનો ઉપયોગ કરે છે. એવી જ રીતે ધર્મ જ્યારે ઈશ્વરના દલાલોનો અખાડો બને છે ત્યારે તેમાં બધી જ સંકુચિતતા , સ્વાર્થ અને લોલુપતા પ્રવેશે છે. અને આવા માનવતા વિહોણા ધાર્મિકો કે વૈજ્ઞાનિકો માનવજાતના મોટા દુશ્મન બને છે. બાકી તો માનવ ને માનવ સાથે કેમ વર્તવું તેટલુ જ આવડી જાય એટલે કે માનવ સાચા અર્થમાં માનવ બને તો ઘણી બધી સમસ્યાઓનો અંત આવી જાય.

    ઈશ્વર માણસનું સર્જન નથી પણ માણસ ઈશ્વરનું સર્જન છે. જેવી રીતે ગુરુત્વાકર્ષણ બળ વિશે જાણકરી મેળવવાથી ગુરુત્વાકર્ષણ બળ માનવનું સર્જન નથી બનતું તેવી રીતે ઈશ્વર વિશે જાણકારી મેળવવાથી ઈશ્વર માણસનું સર્જન નથી બનતો. આપણને જેણે બનાવ્યા છે તેને દાર્શનિકો ઈશ્વર કહે છે. અને આપણામાંથી કોઈ કોઈ તેને ઑળખે છે. પણ ન ઓળખનારા માટે તેની સત્તાનો અંત નથી આવતો. કોઈ એમ કહે કે હું ગુરુત્વાકર્ષણ બળમાં માનતો નથી અને પછી દસમે માળેથી ધુબકો મારે તો તેની સ્મશાનયાત્રા જ કાઢવાની હોય. ગુરુત્વાકર્ષણ બળ કામ તો કરે જ – કોઈ માને કે ન માને. તેવી રીતે કૉઈ ઈશ્વરમાં માને કે ન માને ઈશ્વરની સત્તા કામ તો કરે જ.

    Like

  2. હીન્દુ, ઈસ્લામ, ખ્રીસ્તી વગેરે ખરેખર ધર્મો નથી. દુનીયામાં પદાર્થ (સ્થુળ) અને ચૈતન્ય (સુક્ષ્મ) એમ બે છે. સુક્ષ્મનો અર્થ સામાન્ય રીતે આપણે કરીએ છીએ તે નથી. પણ જેનું કોઈ ભૌતીક પરીમાણ નથી તે સુક્ષ્મ એટલે કે ચૈતન્ય. પદાર્થને સમજવા માટેના વીજ્ઞાનને આપણે વીજ્ઞાન કહીએ છીએ. ચૈતન્યને સમજવા માટેનું વીજ્ઞાન તે ધર્મ. જેમ વીજ્ઞાન સમગ્ર વીશ્વમાં એક જ છે, ભારતનું વીજ્ઞાન કે અમેરીકાનું વીજ્ઞાન જુદું નથી હોતું. તેજ રીતે ધર્મનું વીજ્ઞાન ઈસ્લામ કે હીન્દુ માટે અલગ હોઈ ન શકે. એમાં ઈશ્વરને વચ્ચે લાવવાની જરુર નથી. પણ આ મુળભુત વાત ભુલાઈ ગઈ છે, આથી કહેવાતા ધર્મોએ ઝઘડા ઉભા કર્યા.

    Like

  3. ઈશ્વર એ કલ્પના નહી પણ ભાવ છે. એક અદીઠ શક્તિ પ્રત્યેનો પ્રેમભાવ એ જ ચૈતન્ય. એ અમાપ શક્તિનું માપ વિજ્ઞાન કાઢવા મથે છે અને અંતે પછી zero અથવા infinity આગળ આવીને અટકી જાય છે. આ શક્તિનો ઉપયોગ વિનાશ કે વિકાસ અર્થે માણસના મનની વૃતિ મુજબ થાય છે. આ વૃતિઓ ધર્મ કે વિજ્ઞાન સાથે જોડાઈને એના ઉપયોગ વડે સંહાર કે સર્જન તરફ વળે છે. અને આ રીતે મનુષ્યને સર્જન તરફ જાય તો દેવ અને સંહાર તરફ જાય તો દૈત્ય બનાવે છે. આ ચિતશક્તિ અદ્રશ્ય હોવાથી એને જે નામ અપાયા તે કલ્પનાની નીપજ છે. આથી નામ એ કલ્પના છે ભાવ એ કલ્પના નથી. આમ પ્રેમના ભાવને ઈશ્વરનું નામ આપી એના ઓઠા નીચે નફરતનો ભાવ જગતમાં હંમેશથી પોષાતો આવ્યો છે. આવી કંઈક મારી માન્યતાઓ છે.

    Like

  4. Congratulation for promoting the idea that “man has created god, not the vice a versa”. This is a Humanist concept, which follows science and considers Human and human needs as supreme being. Those who are interested to know more about Humanism shall read the Humanist menifesto on this link http://www.americanhumanist.org/who_we_are/about_humanism/Humanist_Manifesto_I

    Baki Ishwar ne bachavava mate jem Atul Janibhai kudi padya tem dharm, shradhha ane adhyatma na name loko tamara mara jeva ‘Manav-vadi’ ne anti-social j saabit karvana! – Kiran Trivedi

    Like

  5. Dear G.Maru,
    There is a lot of difference between the word & concept Humanism (Centers on Human beings,their values,capacities & individual worth)& Humanistic activities to show kindness etc. Gandhi was Humanitarian,God believer while B-Russell was the Huamanist. B-Shroff.

    Like

  6. Dear G.Maru.
    Faith is something for which there is no evidence. When there is evidence no one speaks of faith.We speak of faith when we want to substitute emotion for evidence.Substitution of emotion to evidence or fact leads to struggle between two types of group of believers.
    Bipin Shroff.

    Like

  7. જય શ્રીકૃષ્ણ ગોવિંદભાઈ,

    આપને તથા આપના સમગ્ર પરિવારને રામનવમીની શુભકામનાઓ.
    વિજ્ઞાન અને ધર્મ બંને એકબીજા સાથે હંમેશા સંઘર્ષમાં છે પણ જો વિજ્ઞાન ઈશ્વર ન હોવાના પુરાવા આપે છે તો ધર્મ પણ એની આધ્યાત્મિક દૃષ્ટીથી ઈશ્વરના હોવાની સાક્ષી પુરે છે અને સાચું જો મારા મનનું કહું તો બંને એકમેક સાથે જોડાયેલા છે એકબીજાના પૂરક છે એક સિક્કાની બે બાજું છે પણ જેમ એક બાજું બીજી બાજું ને ન જોઈ શકે અથવા કહું તો માનવી સ્વયં પોતે પોતાની પૂંઠ ન જોઈ શકે તે માટે અરીસો જોઈએ તેમ જ આધ્યાત્મિક દ્રષ્ટી જોઈએ.
    અને સાચી વાત છે આજના રાજકારણમાં આ ધર્મના મુદ્દાને ઉપાડી માત્ર સ્વાર્થ જ સંધાય છે વિજ્ઞાન અને માનવતાનો સમન્વય જ એક નવી દિશા તરફ દોરી શકે છે.

    આપનો ડો.હિતેશ ચૌહાણ

    Like

  8. ઈશ્વર ંમાણસનું સર્જન છે
    માણસ ઈશ્વરનું કિર્તન છે
    સંવાદિત્તતા અદ્ભુત લાગે
    જાણે કાવ્યોનું નર્તન છે- દિલીપ

    સુંદર મનનીય લેખ છે..અભિનંદનન

    Like

  9. ઘણા સારા ટોપીક પર વિચારણા કરી છે. ઈસ + આર્થીક સત્તા અને વર એટલે જેને વરેલા છે તે. આજથી હજારો વર્ષ પહેલા નાણાકીય સધ્ધરતા વાળો માનવી જ્યારે ગરીબ વર્ગો વચ્ચે આધુનીક સાધનો સાથે જતો કે રેશમના કપડા કે રથ પર સવાર થઈને જતો ત્યારે અજ્ઞાન ગરીબ કે જેઓએ કદી આવી વસ્તુઓ જોઈ જ ન હોય ! કલ્પના પણ કરી ન હોય !! તેવા વ્યક્તિ કે તે વ્યક્તિની જાહોજલાલી ઉપર વારી જતો અને તે વ્યક્તિ પ્રત્યે માનથી જોતો તેને તેનો દેવ કે ઈશ્વર માની લેતો. આ માટે તમે ‘એક્વા વોટર’ ની એડ. ને જોઈ હશે, તો ખ્યાલ આવશે કે આ એડ.માં એક આદિવાસી એરીયામાં આધુનિક કપડા કેપ અને જેકેટ પહેરેલ માનવી જાય છે. જેને જોઈ પહેલા તો આદિવાસીઓ દુશ્મન સમજી કે અજ્ઞાત પ્રદેશનો માનવી સમજી તીર કામઠાથી હુમલો કરે છે. આ હુમલા દરમ્યાન આધુનિક યુરોપીયન માનવીનાં જેકેટમાં તીર વાગે છે. અને તેમાંથી પાણી નીકળવા માંડે છે. આ પાણી નિકળતું જોઈ આદિવાસી પ્રજા તેને દેવ માની બેસે છે કે આ માનવીની છાતીમાંથી લોહી નિકળવાની જગ્યાએ પાણી નિકળ્યું છે. ખરેખર તો તીર જેકેટના અંદરના ભાગમાં રાખેલ એક્વા વોટરની બોટલમાં લાગ્યું હોય છે. અને તેથી તેની છાતી બચી જતી હોય છે. તેથી લોહી નિકળવાની જ્ગ્યાએ પાણી નિકળતું હોય છે. આવું જ કંઈક વર્ષો પહેલા વિજ્ઞાનનો આધાર લઈ, છળ-કપટનો આધાર લઈ કે વિશ્વાસ અને આજના યુગમાં મિડીયાનો આધાર લઈ ઘણાં ઈશ્વર બની જતાં હોય છે. અને અજ્ઞાન લોકો ઈશ્વર બનાવી દેતા હોય છે! આમ ઈશ્વર માનવસર્જીત છે.
    આદિકાળથી હોશિયાર અને ચતુર માણસો અજ્ઞાન માણસોને ઈશ્વર- ભગવાનનો ડર આપી છેતરતાં જ રહ્યા છે. ખરેખર ભગવાનથી દૂર લઈ જતાં રહ્યા છે. અગાઉ એક વાર જણાવ્યા મુજબ સર્વ શક્તિમાન તાકાત ભ = ભુમિ, ગ = ગગન, વ = વાયુ અને ન = નીર છે. આ ખરા ભગવાનની આરાધના યા જતન કરવામાં આવે તો પૃથ્વી પર વિકાસ અને વિનાશ વચ્ચે સમતોલન જળવાઈ રહે. અને માનવ-માનવ બની વીવાદોથી પર રહે.

    Like

  10. ધોમધખતા તાપમાં જ્યારે પગ મારાં દાઝતાં હતાં , બનીંને વ્રુક્ષનીં શિતળ છાંયાં ઓ પ્રિયતમ ! તું જ તો ઊભો હતો ! કડકડતી ઠંડીમાં જ્યારે અંગેઅંગ મારું ધ્રુજતું હતું , બનીંને તાપણું મને ગરમી આપવા તું જ તો ત્યારે પ્રગટ્યો હતો ! ધોધમાર વરસાદમાં હું અંગેઅંગ નિતરતો હતો , બનીંને ઓથ કો અજ્ઞાત દિવાલનીં તું જ તો આશરો બન્યો હતો ! ઓ પ્રિયતમ ! તું મૂર્તિ બનીંને જ પ્રગટ થા એવો મારો જરાય આગ્રહ નથી હોં !

    Like

  11. આ કેવી વિડંબણાં છે ઓ પ્રિયતમ ! અમે ભોળાં તને નિહાળવા મથિયે છિયે ને તું અનુંભવવાનીં ચિજ છે !

    Like

  12. “ઓ પ્રિયતમ ! તું ક્યાં વસે છે ?”
    “અણું રેણું માં.”
    “એટલે ?”
    “તારામાં જ બસ !” તું હસિંને બોલ્યો !
    પરંતુ હું ગંભિર હતો. મને ગંભિર જોઈ તેં ગંભિરતાથી જવાબઆપ્યો ;
    “સકારાત્મકસામુહિકતામાં.”
    “એટલે ?” મેં બાઘા બનીં ને પુછ્યું.
    તેણે ગિરિશિખર તરફ ઈશારો કરી કહ્યું “ત્યાં જા.”
    હું ઊપર ગયો.
    ત્યાં લાખ્ખો પત્થરનાં કણ સામુહિકતામાં હતાં.
    અપાર શાંતિ હતી.
    દિવ્ય આહલાદકતા હતી.
    પ્રિયતમ પ્રગટ થયેલો હતો !

    Like

  13. ઈશ્વર માણસનું સર્જન નથી પણ માણસ ઈશ્વરનું સર્જન છે. માણસ શું સમગ્ર સૃષ્ટિ જીવ નિર્જીવ બધુ ઈશ્વરનું સર્જન છે. હું પણ ઘણો બ્રમમાં હતો. બધો બ્રમ નીકળી ગયો છે. મેં બહુ સુપર નેચરલ પાવર અનુભવ્યા છે. મારુ પોતાનું ભવિષ્ય જોયું છે અને સાચું પડ્યું છે. આપડે આપડા ધર્મના 33 કરોડ દેવીદેવતાઓ માં ન માણીએ પણ ઓછામાં ઓછું કુદરતમાં તો ઈશ્વરને માનવું પડે જ…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s