“બાળક એટલે ક્ષણે ક્ષણે વીકસતો જીવ,
એની દૅષ્ટી પ્રશ્નાત્મક છે,
એનું હૃદય ઉદગારાત્મક છે,
પરંતુ એમાં પુર્ણવીરામ ક્યાંયે નથી.”
બાળકને પ્રાથમીક શીક્ષણમાં પુસ્તકના જ્ઞાનની સાથે અનેક સંસ્કારો શીખવવામાં આવે છે. બાળકને શાળામાં ભણાવો એનું નામ ભણતર. બાળકને શાળામાં જીવન જીવવાના અનુભવો આપો એનું નામ ગણતર, બાળકને ભણતરની સથે ‘સુંદર વીચારો’ આપો, એનું નામ ચણતર. અને આજે આપણે બાળકના આ જ ચણતર વીશેની માત્ર એક જ મુદ્દા પર વાતો કરીશું. અને તે છે બાળકોનો પક્ષીપ્રેમ.
આ પક્ષીપ્રેમને કેળવવા માટે પ્રાથમીક શાળાઓમાં ‘અક્ષયપાત્ર’ નામની પ્રવૃત્તી કરાવામાં આવે છે. તેમાં બાળકો પોતાના ઘરેથી એક-એક મુઠ્ઠી અનાજ લાવી પાત્રની અંદર ભેગું કરે છે. પછી વારા ફરતી ટેરેસ ઉપર જઈ પક્ષીઓને ચણ નાંખે છે. પક્ષીઓ સરળતાથી ‘પી’ શકે એવા પાત્રમાં પાણી પણ રેડવામાં આવે છે. પ્રકૃતીના અનુપમ સૌન્દર્ય વચ્ચે હીલોળા લેતી એક શાળા છે. જેનું નામ છે- ‘કૃષી કેમ્પસ પ્રાથમીક શાળા, નવસારી કૃષી યુનીવર્સીટી, વીજલપોર (જી. નવસારી)’ આ શાળાની અંદર આ પ્રકારની પ્રવૃત્તી ચાલી રહી છે. દરરોજ કેટલાંયે પક્ષીઓ એમના જઠરાગ્નીને શાંત કરી એમની તૃષાને છીપાવે છે. શાળાના મુખ્ય શીક્ષક, સાથી શીક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા અમલી આ પ્રવૃત્તીથી હું ખુબ જ આનંદીત અને ભાવવીભોર થયો. આનંદની ચરમ સીમા તો ત્યારે સર્જાય છે જ્યારે, બાળકો શાળામાંથી પ્રેરણા લઈને પોતાના ઘરે પણ આ પ્રવૃત્તી કરવા માંડ્યા છે. શહેરમાં ઘણી ખાનગી સંસ્થાઓ સંચાલીત હાઈ-ફાઈ શાળાઓ ઉંચી-તગડી ફી લઈને ખોટા શો-સાટ વચ્ચે હાઈ-ફાઈ શીક્ષણની ગુલબાંગો પોકારે છે. જેની સામે રાજ્ય સરકારના જીલ્લા પંચાયત સંચાલીત કૃષી કેમ્પસની પ્રાથમીક શાળાની આ પ્રવૃત્તી કાબીલે-દાદ છે.
આ જ શાળાની ધોરણ-૬ની વીધાર્થીની અને મારી પાડોશી ચી. પાયલ તડવીની આ પ્રવૃત્તીને હું પણ અનુસર્યો. એટલું જ નહીં આગ ઝરતી ગરમીમાં ઘણા બધા પક્ષીઓ પાણી વીના મરી જાય છે. જેથી તરસ્યા પક્ષીઓને બચાવવા માટે બાલ્કની, બારી કે ટેરેસમાં પાણી પીવાની વ્યવસ્થા કરવા આ લખનારે એકસો મેસેજ મોકલ્યા હતા. જે પૈકી બે મીત્રો તો અગાઉથી જ આ પ્રવૃત્તી કરતાં હોવાનું તેમજ અન્ય મીત્રોએ આ પ્રવૃત્તી શરુ કર્યાના પ્રત્યુત્તરો મને મળ્યા. આમ આ પ્રવૃત્તી વેગવંતી બની છે.
મુંગા જીવોની અંદર પણ લાગણી છે, સંવેદના છે. એમને પણ મુક્ત મને વીહરવાની સ્વતંત્રતા છે. આવો આ તબક્કે બાળકો સહીત આપણે સૌ કોઈ પ્રાણીમાત્ર પ્રત્યે દયા રાખીએ, પક્ષીઓ આપણા મીત્રો છે ત સમજીએ અને તેની સાથે સદભાવપુર્ણ વ્યવહાર કરીએ.
–ગોવીન્દ મારુ
જય શ્રીકૃષ્ણ ગોવિંદભાઈ,
આપને ખુબ ખુબ અભિનંદન. જ્ગત ચર્ચાપત્રમાં નવા નવા વિષયો પર સર્વનું ધ્યાન કેન્દ્રિત કરવા બદલ આભાર.
મુંગા જીવોની અંદર પણ લાગણી છે, સંવેદના છે. એમને પણ મુક્ત મને વીહરવાની સ્વતંત્રતા છે. આવો આ તબક્કે બાળકો સહીત આપણે સૌ કોઈ પ્રાણીમાત્ર પ્રત્યે દયા રાખીએ, પક્ષીઓ આપણા મીત્રો છે ત સમજીએ અને તેની સાથે સદભાવપુર્ણ વ્યવહાર કરીએ.
પશુ પક્ષીઓ તો હંમેશા મનોહર હોય છે અને જો આજે આપણે તેમને નહી બચાવીએ મદદ કરીએ તો કેટલીયે જાતિ અત્યારે લુપ્ત થવાના આરે છે તો આપણી આગળની પેઢીના બાળકો કદાચ ચકી ચકાને પણ નહી ઓળખતાં હોય.સાચી વાત છે તેમને ચણ અને પાણી રાખવાની ટેવ તો દરેકે રાખવી જ જોઈએ.
આપનો ડો.હિતેશ ચૌહાણ
LikeLiked by 1 person
અભિનંદન. .
આપણી આખી સૃષ્ટી એક ચક્રમાં સંકળાયેલી છે. એક જીવનું અસ્તીત્વ જીવો જીવસ્ય ભોજનમ. આ સંતુલન ખુબ જ નાજુક દોરે જોડાયેલું છે. આ કાચા તાંતણાને મનુષ્ય કાયમ છેડતો આવ્યો છે. દુરનાં ભુતકાળમાં સૃષ્ટી પર કોઈને કોઈ પ્રાણી આધીપત્ય સ્થાપતું જ રહ્યું છે, અને કુદરતને છ્ંછેડવાની સજારુપે પોતાનાં અસ્તીત્વનું બલીદાન આપતું આવ્યું છે.
LikeLike
Very nice .
LikeLike
Maruji
Juni apni sanskruti chhe paxi ne chan nakhvu..Juna darek ghar ni bari pase paxi
mate dana & pani rehta..
Tame saune fari apni sanskruti yad aapavi
saras kam karyu chhe…..
Love is GOD…if we love withut expectation
it gives us happiness..If we loves birds & animals
and take care their life,,,,,we will feel pleasure in
heart..
thanks
prakash
LikeLike
ગોવિંદભાઈ
,
પ્રથમ તો આપને અર્ધસદી માટે અભિનંદન!!
આજ રીતે નવી નવી અભિવ્યક્તિ કરતાં રહો એવી પ્રાર્થના.
હમણાં જ ક્યાંક વાંચ્યુ કે આપણા દેશમાં ચકલીઓ અદૃશ્ય થઈ રહી છે!! અને આપની આ અભિવ્યક્તિ આવી.
જ્યારે હું ડિસેમ્બર- જાન્યુઆરીમાં નવસારી આવેલ ત્યારે મારી આશાબાગની અગાશીમાં ત્રણ ઢેલ અને એક મયુરરાજાની સવારી આવી પડેલ અને મારી બન્ને પુત્રીઓને તો એમના ફોટા લેવાને મઝા પડી ગયેલ.
ઢેલ તો એમણે પહેલી વાર જ નિહાળી.
પક્ષીઓ કુદરતની અણમોલ કરામત છે.
મારા જલાલપોરના જુના ઘરે ચકલીઓને માળો બાંધવા મારી મંજુરી કદીય લેવી ન પડતી.
પક્ષીઓને પ્રેમ કરવાની બાળકોની પ્રવૃત્તિ શરૂ કરનાર શિક્ષકોને પણ ધન્યવાદ..
LikeLike
Congratulations!!!
LikeLike
congrates for your 50th post.
LikeLike
congratulations for 50th post…….!!
and it’s really wonderful post !!
LikeLike
Dear All,
Summer is runing in very hot time, so all the Birds are waiting for Water & this is the time we can do something for thirsty Birds, if all the people (One person from one home) put a one pot of Water on the top of the terrace than it is possible to save Birds from Hot atmosphere. It is my immense request to all of you to put a single pot of Water from each home.
Thanking You,
Nice to meet the Site.
LikeLike
Appriciable efforts of school teacher
Our teaching should increase sensitivity for all creatutures of nature We are worried to see today’ education system giving exam point view teaching & craming & class room learning
.
It is good & plesant day as i saw your very mail giving very pleasant news & youe successful efforts of half century
LikeLike
બાળકને શાળામાં ભણાવો એનું નામ ભણતર. બાળકને શાળામાં જીવન જીવવાના અનુભવો આપો એનું નામ ગણતર, બાળકને ભણતરની સથે ‘સુંદર વીચારો’ આપો, એનું નામ ચણતર.
a jakkas vat che…keep it avu lakhan apta raho….
મુંગા જીવોની અંદર પણ લાગણી છે, સંવેદના છે. એમને પણ મુક્ત મને વીહરવાની સ્વતંત્રતા છે. આવો આ તબક્કે બાળકો સહીત આપણે સૌ કોઈ પ્રાણીમાત્ર પ્રત્યે દયા રાખીએ, પક્ષીઓ આપણા મીત્રો છે ત સમજીએ અને તેની સાથે સદભાવપુર્ણ વ્યવહાર કરીએ.
nice bhu saras lakhan
shilpa.
……………………………………………
http://zankar09.wordpress.com/
(2) poems:- rankar….
http://shil1410.blogspot.com/
………………………………………………
LikeLike
Thats true…One should love .Birds & Nature..
WORLD CAN NOT SUSTAIN WITHOUT IT..
Very useful and directive article to follow..
..ashwin .. Surat…
LikeLike