વીજ્ઞાન કુદરતના નીયમોની ખોજ કરે છે

         જગત યાને વીશ્વ યાને કુદરત જે કહો તે અસ્તીત્વ ધરાવે છે એટલે સત્ય છે, મીથ્યા નથી અને આ કુદરત સંપુર્ણપણે તેના નીયમોથી બદ્ધ છે, તેના નીયમો અનુસાર અચુકપણે વર્તે છે. જો કુદરત મનસ્વીપણે ગમે તેમ અવકાશમાં ધુમતી હોત, સુર્ય એક દીવસે પ્રકાશ આપત અને બીજે દીવસે પ્રકાશ આપવાનું બંધ કરતો હોત, પણ તેમ થતુ નથી.      

 

       વીજ્ઞાનનું કાર્ય કુદરતના નીયમોની ખોજ કરવાનું છે, અને ટેકનોલોજી આ નીયમોના આધાર પર કુદરતને નાથવાનો પ્રયાસ કરે છે. જેટલા પ્રમાણમાં વીજ્ઞાને પ્રસ્થાપીત કરેલ સીદ્ધાંતો સત્ય છે ? (સત્ય રહેશે) આપણે આજે અબજો વીજળી યુનીટોનું ઉત્પાદન કરીએ છીએ., તે જ માઈકલ ફેરેડેના ઈલેક્ટ્રો-મેગ્નેટીઝમના સીદ્ધાંતોની ખરાપણાની સાબીતી આપે છે. આપણે ટી. વી. પર હજારો કીલોમીટર દુરના દૅશ્યાઓ સ્વીચ દબાવતાં પ્રત્યક્ષ જોઈ શકીએ તે- જ માર્કોનીના રેડીયો, તરંગો, ઈલેક્ટ્રોનીક્સ, પ્રકાશ ઈત્યાદીના નીયમોની સાબીતી છે. અણુમથકોમાં યુરેનીયમમાંથી વીજળી ઉત્પન્ન થાય છે, તે જ આઈન્સ્ટાઈનના નીયમોનું પ્રમાણ છે.

       

        ટુંકમાં વીજ્ઞાને કુદરતના નીયમોની ખોજ કરેલ છે. આપણે આર્કીમીડીઝનો સીદ્ધાંત ૨૫૦૦ વર્ષ પુર્વે જાણતા થયા અને ગુરુત્વાકર્ષણના સીદ્ધાંતની જાણ આપણને ઈ.સ. ૧૬૬૬માં થઈ, પણ પૃથ્વી પટે મહાસગરો, નદીઓ, તળાવોની ઉત્પત્તી થઈ ત્યારથી જ આર્કીમીડીઝનો સીદ્ધાંત કુદરતમાં કાર્યન્વીત હતો અને ગુરુત્વાકર્ષણનો સીદ્ધાંત વીશ્વની ઉત્પત્તીની ક્ષણથી (૧૫ થી ૨૦ અબજ વર્ષ પુર્વે) જ અમલમાં હતો.

 

        વીજ્ઞાનીઓ છેલ્લા ૩૦૦૦ વર્ષમાં કુદરતના અવલોકનો, તર્કવીતર્ક ગણીત અને પ્રયોગોથી જે વીજ્ઞાનના માળખાનું ઘડતર અને ચણતર કરેલ છે, તેના આધાર પર તેઓ કુદરતના વધુ અને વધુ સત્યો ઉકેલવા મથી રહ્યા છે. અથાત્ વીજ્ઞાન, જ્ઞાતના આધાર પર અજ્ઞાતને પામવા મથે છે. જ્ઞાતનો વ્યાપ અને ફલક જેમ જેમ વધે છે, તેમ તેમ આપણને કુદરતના વધુ અને વધુ સત્યો હાથે લાધે છે. દા.ત. ન્યુટનનો નીયમ સત્ય છે, પણ તેની મર્યાદા છે. તે દુન્યવી ગતીએ સંચરતા પદાર્થોને લાગુ પડે છે, પ્રકાશની ગતીએ સંચરતા ઈલેક્ટ્રોનો ન્યુટનના નીયમો અનુસાર વર્તતા નથી. ઈલેક્ટ્રોનોની ગતીવીધી સમજવા માટે આઈન્સ્ટાઈનના નીયમોનો તે એક ભાગ બની જાય છે. અર્થાત્ ન્યુટનના નીયમો સત્ય છે, આઈન્સ્ટાઈનના નીયમો વધુ સત્ય છે. આજે અવકાશયાનોનું નીર્માણ અને સંચાલન ન્યુટનના નીયમોના આધાર પર થાય છે એટલે કે ન્યુટનના નીયમો ખોટા નથી. વીજ્ઞાનની મંઝીલ સત્ય, વધુ સત્ય, વધુ અને વધુ સત્ય ભણી છે.

 

        છેલ્લા ૧૫૦ થી ૨૦૦ વર્ષમાં શરીરશાસ્ત્રીઓ, આહારશાસ્ત્રીઓ, રસાયણ વીજ્ઞાનીઓ, જીવ રસાયણ વીજ્ઞાનીઓના સહીયારા સાથમાં વૈજ્ઞાનીક પદ્ધતી અને ઢબે વીટામીનો, ક્ષારો, રેષાઓ, જુજ તત્વોની શોધ થઈ છે અને તે માનવીમા સ્વાસ્થ્ય માટે આવશ્યક છે, એમ વીજ્ઞાને પ્રયોગોથી સીદ્ધ કરેલ છે.

 

            ભવીષ્યમાં એ જ વીજ્ઞાન એમ કહેશે કે વીટામીનો, ક્ષારો, ઈત્યાદી શરીરને નુકશાનકારક છે એમ માનવું તદ્દન અવૈજ્ઞાનીક છે. હા, આ વીષય પર વીશેષ સંશોધનો થઈ શકે, થાય છે, અને વધુ સત્ય લાધે છે. દા.ત. વીટામીન ‘એ’ આવશ્યક માત્રા ૫૦૦૦ I.U. ને બદલે વધુ ફાયદો થશે એમ વીચારી રોજ ૧,૦૦,૦૦૦ I.U. ની માત્રામાં લેવામાં આવે તો વીટામીન ‘એ’ ફાયદાને બદલે નુકસાન કરે છે, એમ આધુનીક વીજ્ઞાન કહે છે. વીટામીનો, ક્ષારો ઈત્યાદીનું વૈજ્ઞાનીક જ્ઞાન આપણને છેલ્લા ૨૦૦ વર્ષમાં જ પ્રાપ્ત થયેલ છે, પણ કુદરત પાસે એ જ્ઞાન માનવીની ઉત્પત્તીના સમયથી હતું. માનવી પોતાની સુઝબુઝથી ફળો, ભાજીપાલાના આહારથી સ્વસ્થ રહેતો આવ્યો છે એટલે ભવીષ્યમાં આ જ્ઞાન ખોટું ઠરશે, એવી ભ્રમણા સેવવાની કશી પણ આવશ્યકતા નથી. કારણ કે આ જ્ઞાન કુદરતનું છે અને માનવીએ પ્રયોગ દ્વારા કુદરત પાસેથે જ મેળવેલ છે.

         આર. કે. મહેતા

ગુજરાત મીત્ર તા.૨-૧૨-૧૯૯૩

આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ : ૩૬

7 Comments

  1. વીજ્ઞાન ખોળી ન શક્યું હોય તેવી ઘણી બાબતો પણ છે જ.

    માત્ર તે અંધ શ્રધ્ધા ન બની રહે , તે માટે વીચારશીલ માણસે સતર્ક રહેવું જોઈએ.

    Like

  2. સુંદર લેખ.

    એક બાબત ઉપર પ્રકાશ ફેંકવાની જરૂર જણાય છે અને તે એ કે મિથ્યા એટલે ખોટુ નહીં પરંતુ જેવું દેખાય છે તેવું જે ન હોય તેને મિથ્યા કહેવાય. જેમ કે રણમાં મૃગજળ દેખાય છે તે મિથ્યા એટલે કે જેવું દેખાય છે તેવું નથી તેમ કહેવાય. એવી જ રીતે સત્ય અથવા તો સત નો અર્થ પણ સમજવા જેવો છે – અને સતનો દાર્શનિક અર્થ તેમ થાય છે કે જે ત્રણે કાળમાં અસ્તિત્વમાં હોય તેને સત કહેવાય. પરંતુ દેખાય, પ્રતિત થાય અને છતાં શોધવા જાવ તો જેવું છે દેખાય છે તેવું ન રહેતાં કશુંક બીજું જ હાથ આવે તેને મિથ્યા કહેવાય. જે ત્રણે કાળમાં અસ્તિત્વમાં ન હોય તેને અસત કહેવાય. આ જગત દેખાય છે, વ્યવહાર થાય છે અને તેમ છતાં તેના મુળમાં શોધવા જશો તો જગત નહીં પણ એક માત્ર ચિન્મય સત્તા જ મળશે જેને દાર્શનિકો બ્રહ્મ કહે છે. અને તેથી જ દાર્શનિકો કહે છે કે ‘બ્રહ્મ સત્ય જગત મિથ્યાં’. જ્યારે જગત દેખાય છે ત્યારે પણ ત્યાં સત્તા તો બ્રહ્મની જ છે અને જ્યારે તે બાધ કે નાશ પામે છે ત્યારે પણ સત્તા બ્રહ્મની જ રહે છે.

    Like

  3. How true!

    Good work in your blog as a collection.

    છેલ્લા ૧૫૦ થી ૨૦૦ વર્ષમાં શરીરશાસ્ત્રીઓ, આહારશાસ્ત્રીઓ, રસાયણ વીજ્ઞાનીઓ, જીવ – રસાયણ વીજ્ઞાનીઓના સહીયારા સાથમાં વૈજ્ઞાનીક પદ્ધતી અને ઢબે વીટામીનો, ક્ષારો, રેષાઓ, જુજ તત્વોની શોધ થઈ છે અને તે માનવીમા સ્વાસ્થ્ય માટે આવશ્યક છે, એમ વીજ્ઞાને પ્રયોગોથી સીદ્ધ કરેલ છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s