સૌભાગ્યના પ્રતીક તરીક ચંદનની લાકડી વાપરો

આજે તા.૨૮મી એપ્રીલ, ૨૦૦૯ના “ગુજરાત સમાચાર” ની ‘સહીયર’ પુર્તીમાં ચહેરાને અનુરુપ ચાંદલા-બીન્દી લગાડવા અંગે બહેનોને ખુબ જ અસરકારક માર્ગદર્શન આપવામાં આવેલ છે. પરંતું મારી જાણકારી મુજબ કેટલાંક સગવડભર્યા બનાવટી ! ચાંલ્લામાં વપરાતા પેરાટરશરી બ્યુટાઈલ ફીનોલ નામના પદાર્થથી નુકશાન થવાનો  સંભવ છે !! બહેનોના સૌભાગ્યના પ્રતીકો નુકસાનકારક છે. બહેનો સેંથામાં સીન્દુર પુરે છે- તેમાં સીસું હોય છે. આંખમાં આંજવાના સુરમામાં પણ સીસું હોય છે. સીસું વીશુદ્ધ ઝેર છે. કંકુ અને ગુલાલ ધીમા ઝેર છે.


ટુંકમાં બહેનોના મોટાભાગના સૌભાગ્યના પ્રતીકો શારીરીક રીતે ઝેરી હોય સૌંદર્યમાં વધારો કરવાને બદલે સૌંદર્ય હણી લે છે !!! ત્યારે સુગંધી અને શીતલ એવા આરોગ્યવર્ધક ચંદનનો ચાંદલો કરવા માટે મળતી ચંદનની લાકડીનો લાંબા સમય સુધી શૃંગારના સાધન તરીકે ઉપયોગ કરી શકાય છે. વળી, આ લાકડી સફેદ અને લાલ [કુદરતી] રંગમાં અને શુદ્ધ સ્વરુપમાં મળતી હોય બહેનો તેઓના સૌભાગ્યના પ્રતીક તરીકે ચંદનનો ઉપયોગ કરે તે હીતાવહ રહેશે.

ગોવીન્દ મારુ



4 Comments

  1. જય શ્રીકૃષ્ણ ગોવિંદભાઈ,
    સુંદર માહિતી અને આરોગ્યપ્રદ પણ.અને આ ચાંલ્લો જે કરવામાં આવે છે તે માત્ર સૌભાગ્યના પ્રતિકની સાથે કહે છે કે અહીં કુંડલિની આત્મશક્તિ માટેનું એક જ્ઞાનચક્ર આવેલ હોય છે અને અહિં તિલક કરવાથી તે જાગ્રત થાય છે.

    આપનો ડો.હિતેશ ચૌહાણ

    Like

Leave a comment