જોડણીનું આંદોલન આવકાર્ય નથી ?

છેલ્લા પંદરેક વર્ષથી ગુજરાતી ભાષાની જોડણી વીશે એક એવું આંદોલન શરુ થયું છે કે જે ગુજરાતી ભાષાની લીપીમાં લખનારા લોકોને નવા જ પ્રકારની અનુભુતી કરાવે છે. હ્સ્વ ઇ/ઉ અને દીર્ઘ ઈ/ઊ એમ જે ચાર સ્વર છે તેમાના માત્ર બે જ રાખીએ તો ચાલે એવું આ આંદોલનકારો માને છે. તેમના મતે દીર્ઘ ઈ અને હ્સ્વ ઉ- આ બે સ્વર ચાલુ રાખીએ અને હ્સ્વ ઇ તથા દીર્ઘ ઊ ને લખાણમાંથી દુર કરીએ તો ચાલે. આ આંદોલન હવે તો એવો વેગ પકડ્યો છે કે એક અખબાર (આણંદથી) એક જ ઈ અને ઉ માં પ્રગટ થાય છે અને સવાસો કરતાંય વધારે પુસ્તકો આ નવી કહેવાતી ઉંઝા જોડણીમાં છપાઈ ચુક્યા છે.

આમ પણ ગુજરાત વીદ્યાપીઠના ‘સાર્થ જોડણીકોશ’ મુજબની જોડણીને કેટલા ટકા લોકો અનુસરતા હશે ?

એક વાર નવમાં ધોરણમાં ભણતી મારી દીકરીની નીબંધ-લેખનની નોટમાં શીક્ષકે એક જ પાન ઉપરના પાંચ શબ્દો ઉપર ચેકા મારીને હાંસીયામાં (તેના મતે) સાચી જોડણીવાળા શબ્દો લખી આપ્યા હતા. એ પાંચેય શબ્દો મારી દીકરીએ સાચા લખ્યા હતા. મેં આચાર્ય સમક્ષ આ રજુઆત કરી ત્યારે તેઓએ કહેલું, ‘એ શીક્ષક તો પહેલેથી જ કાચા છે.’

મેં કહેલું, ‘એને તમે ગુજરાતી વીષય શા સારું સોંપ્યો ?’

તેમનો જવાબ હતો, ‘શું કરું એ ગુજરાતી વીષય સાથે એમ. એ. બી. એડ. છે.’

આપણા શીક્ષકો, અધ્યાપકો જો જોડણી શુદ્ધ લખાણ કરવામાં ઉણા ઉતરતા હોય ત્યારે આ એક જ ઈ અને ઉ ના આગ્રહવાળું આંદોલન શું આવકાર્ય નથી કે ?

– ડૉ. મોહનભાઈ પટેલ

તા. ૬–૫–૨૦૦૯ના ‘ગુજરાતમીત્ર’ (સુરત)માંથી સાભાર..

ડૉ.મોહનભાઈ બીલીમોરાની બી.એડ્. કૉલેજના નીવૃત્ત પ્રાધ્યાપક છે.. ઉંઝાજોડણીના ચુસ્ત સમર્થક છે.. ઘણાં પુસ્તકના સર્જક શ્રી. મોહનભાઈએ, (સહસંપાદકો શ્રી. ઉત્તમભાઈ ગજ્જર અને શ્રીમતી સરોજબહેન પટેલ સાથે) જાન્યુઆરી ૧૯૯૯માં એક પુસ્તીકા કરેલી જેનું શીર્ષક હતું ગુજરાતી લખાણ માટે એક જબસ છે’. ગુજરાતે તેને બહુ સારો આવકાર આપ્યો હતો..

હાલ બીલીમોરામાં લોકસેવાની વીવીધ પ્રવૃત્તી સહીત સીનીયર સીટીઝનો માટેય તેઓ ઘણું કામ કરે છે..

સરનામું

ડૉ. મોહનભાઈ પટેલ,

૧૩શ્રી હરી લક્ષ્મી નારાયણ સોસાયટી, આનંદ સીનેમા રોડ, બીલીમોરા ૩૯૬ ૩૨૧

ફોન ૦૨૬૩૪ ૨૮૨ ૫૫૧

7 Comments

 1. તેઓએ કહેલું, ‘એ શીક્ષક તો પહેલેથી જ કાચા છે.’

  મેં કહેલું, ‘એને તમે ગુજરાતી વીષય શા સારું સોંપ્યો ?’

  તેમનો જવાબ હતો, ‘શું કરું એ ગુજરાતી વીષય સાથે એમ. એ. બી. એડ. છે.’

  અદભુત !!!

  Like

 2. મેટરને બ્લોગ ઉપર કોપી/પેસ્ટ કરતી વખતે …

  Don;t do that. WP editor does not support formatting in MS -WORD. C+P in HTML section , not visual …. and then reformat in WP editor.

  Like

 3. આદરણીય સુરેશભાઈ,
  નમસ્કાર.
  • આપશ્રીના પ્રતીભાવનું સાદર સ્વાગત છે.
  • આપશ્રીના માર્ગદર્શન મુજબ વર્ડપ્રેસ બ્લોગ ઉપર MS -WORDના અદૅશ્ય ફન્ક્શનોમાંથી HTML section ઉપર ક્લીક કરીને Justificationની સમસ્યા ઉકેલી છે.
  • ડૉ. મોહનભાઈને ઉપરોક્ત બન્ને લેખની પ્રીન્ટ કોપી પોષ્ટથી બીલીમોરા રવાના કરી છે.
  આભાર.
  આપનો ગોવીન્દ

  Like

 4. આમ તો કોઈ જાતના આંદોલન વગર પણ લોકો હવે પોતાને મનમાં આવે તેમ જ લખે છે.

  Like

 5. આપણી ગુજરાતી ભાષાનું સૌંદર્ય તો તેની અસલ જોડણી છે ! એનો નાશ કેવી રીતે થાય ?
  જાણે અજાણે ય તેમાં ભાગીદાર ન જ થવાય.

  Like

 6. શાહ સાહેબ, ઊંઝા ભાષા વાળા એમની હરીફ ભાષા ગુજરાતીનો ખાત્મો કરવા નેટ પર જામી પડ્યા છે. એમની વાતનો વિરોધ કરો તો એ રીસાઈ જશે, બાળકની જેમ રોડણા રડશે અને જાત જાતના નખરા કરી કૃત્રિમ સહાનુભૂતિ ઊભી કરી લોકોને આ કામમાં જાણે અજાણે જોતર્યા કરશે. બિચારી માતૃભાષાએ એવું તે શુ પાપ કર્યું કે એના (કુ)પુત્રો જ એનું નામોનિશાન મિટાવી દેવા માગે છે.

  આપણે આપણાથી થાય એવી રીતે માની સેવા કરીશું. આમ હડસેલો મારીને ઘરની બહાર નઇ કઢી મુકીએ.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s