સુપર કોમ્પ્યુટર

હવામાનના અત્યંત ચોકસાઈપુર્વક વરતારા માટે ભારતીય હવામાન ખાતાને છ વર્ષ પહેલાં સુપર કોમ્પ્યુટરની તાત્કાલીક જરુર હતી. અમેરીકા પાસેથી સુપર કોમ્પ્યુટર મેળવતા ભારત સરકારને નાકે દમ આવી ગયો. અમેરીકાએ ભારે કમને ભારતને સુપર કોમ્પ્યુટર આપ્યું તો ખરું, પહેલી કક્ષાનું નહીં, પણ ઉતરતી ત્રીજી કક્ષાનું આપ્યું. બેંગ્લોરની ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સે એવા સુપર કોમ્પ્યુટરની માગણી અમેરીકાને કરી તો તેણે બીજું સુપર કોમ્પ્યુટર આપવાની ઘસીને ના પાડી દીધી. ઈટ વોઝ એ બ્લેસીંગ ઈન ડીસગાઈઝ. ભારતીય વીજ્ઞાનીઓની આંખ ઉઘડી ગઈ અને તેમણે ભારતમાં જ ભારતની સાધનસામગ્રીથી સુપર  કોમ્પ્યુટર બનાવવાનો નીર્ધાર કર્યો, જેના ફળસ્વરુપે ભારતના વીજ્ઞાનીઓ સુપર કોમ્પ્યુટરનું નીર્માણ અને ઉત્પાદન કરવામાં સફળ થયા છે. ભારતના સુપર કોમ્પ્યુટરની ગુણવત્તા અમેરીકા કે જાપાનનાં સુપર કોમ્પ્યુટરથી જરા પણ ઓછી નથી અને અમેરીકાના સુપર કોમ્પ્યુટરની કીંમતે એવાં દશેક જેટલા સુપર કોમ્પ્યુટરોનું ઉત્પાદન થઈ શકે તેમ છે. ભારતે એક સુપર કોમ્પ્યુટર મેઈડ ઈન ઈન્ડીયાનું પરદેશમાં વેચાણ પણ કર્યું છે. આશ્વર્યની વાત એ છે કે અમેરીકાના સુપર કોમ્પ્યુટરની હરીફાઈમાં ભારતને સુપર કોમ્પ્યુટરનો ઓર્ડર મળ્યો છે.

હવામાનના ચોકસાઈપુર્વક વરતારા માટે દેશભરમાં સેકડો મથકો સ્થપાયાં છે. આ મથકોમાંથી હવામાનનું તાપમાન, દબાણ, ભેજનું પ્રમાણ, પવનની ગતી અને દીશાની માહીતી હવામાન ખાતાના મુખ્ય કેન્દ્રને સતત મોકલવામાં આવે છે. તાપમાન, દબાણ, ભેજનું પ્રમાણ, પવનની ગતી અને દીશા, જમીનની સપાટી પર અને જમીનની સપાટીથી વીવીધ ઉંચાઈએ કેવાં છે તે માહીતી પણ હવામાનના વરતારા માટે અત્યંત આવશ્યક છે. આ બધા ઘટકો બદલાયા કરતાં હોય છે, એટલે આ બધી માહીતીનું સંકલન કરી તેનું અટપટું ગણીત કરવાનું કામ માત્ર સુપર કોમ્પ્યુટર જ કરી શકે છે, કારણ કે સામાન્ય કોમ્પ્યુટર કરતાં સુપર કોમ્પ્યુટરની સંકલનશક્તી અને ગણતરીની ઝડપ સેંકડો-હજારો ગણી વધારે હોય છે. સુપર કોમ્પ્યુટરથી ભારતમાં કયા સ્થળે અને કયા સમયે વાવાઝોડું આવશે, અતીવૃષ્ટી થશે કે નહીં તેની આગોતરી ચોક્કસ જાણ આપણને મળી શકે છે. પરીણામે આપણે જાનમાલની હાનીને નીવારવા માટે યોગ્ય આગોતરાં પગલા ભરી શકીએ છીએ. આમ બે કરોડ રુપીયાનું સુપર કોમ્પ્યુટર કરોડો રુપીયાના માલસામાનનો બચાવ કરી શકે છે. સેંકડો-હજારો માનવીના જાન બચાવ પામે છે, જેનું મુલ્ય રુપીયા પૈસામાં ન જ થઈ શકે.

સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ મીસાઈલો અને  લડાયક વીમાનોના ચોકસાઈપુર્વક નીર્માણમાં થાય છે. આમ આપણી સંરક્ષણશક્તીમાં અનેકગણો વધારો સુપર કોમ્પ્યુટર કરે છે.

આધુનીક યુગમાં જે દેશ કોમ્પ્યુટરશક્તીમાં આગળ છે તે દેશની ગણતરી એક મહાસત્તા તરીકે થાય છે. કોમ્પ્યુટરથી દેશનુ ઔદ્યોગીક ઉત્પાદન અને ઉત્પાદનની ગુણવત્તા અનેકગણી વધી જાય છે.

આ સંદર્ભમાં સુપર કોમ્પ્યુટરની જ્વલંત સીદ્ધી માટે આપણા વીજ્ઞાનીઓને આપણે બીરદાવીએ અને સાથે સાથે જવાહરલાલ નહેરુ અને તેમના પગલે પગલે ઈન્દીરા ગાંધી અને રાજીવ ગાંધીએ વીજ્ઞાન અને ટેકનોલોજીને જે પ્રાથમીકતા અને પ્રોત્સાહન આપ્યાં તે પણ ભુલીએ નહીં. જો તેમણે વીજ્ઞાન અને ટેકનોલોજીને પ્રાધાન્ય ન આપ્યું હોત તો આજે આપણી સ્થીતી પાકીસ્તાનથી બદતર હોત. પાકીસ્તાનને ચોરીછુપીથી અણુટેકનોલોજી બહારથી મેળવવી પડે છે અને મીસાઈલો પણ એ જ પ્રમાણે ચીનથી આયાત કરવા પડે છે. આપણે  સ્વતંત્રપણે આવી ટેકનોલોજી વીકસાવી છે.

આધુનીક યુગમાં વીજ્ઞાન અને ટેકનોલોજીના વ્યાપક પાયે અને વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરી આપણી ઉત્પાદનક્ષમતા અનેકગણી વીકસાવી વીપુલ સમૃદ્ધીનું સર્જન, આપણી વીશાળ બૌદ્ધીક અને શ્રમીક શક્તીનું વ્યાપક પાયે સીંચન અને વીપુલ સમૃદ્ધીનું સમાન અને ન્યાયી વીતરણ એ ભારત માટે અત્યંત આવશ્યક છે. એ આજનો પડકાર છે. આપણા યુવાવર્ગે ધર્મ, જાતી, પ્રાંત અને ભાષાના ક્ષુલ્લક ભેદો ભુલી જઈ વીજ્ઞાન અને ટેકનોલોજી એ જ ધર્મ છે. એમ સમજી આ પડકારને ઝીલવા કટીબદ્ધ થવું જ પડશે.

-આર. કે. મહેતા

સમકાલીન (દૈનીક) મુંબઈ

આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ : ૪૪-૪૬

 

15 Comments

 1. સી-ડેક સુપર કમ્પ્યુટરમાં કંઇક કરે છે – પણ શું કરે છે એ તો માત્ર સી-ડેક વાળા જ જાણે છે!

  Like

 2. સુપર કોમ્પ્યુટર નું મુલ્ય રુપીયા પૈસામાં ન જ થઈ શકે. સરસ વાત કહી.

  Like

 3. જરુરીયાત શોધખોળની માતા છે.

  આપણા યુવાવર્ગે ધર્મ, જાતી, પ્રાંત અને ભાષાના ક્ષુલ્લક ભેદો ભુલી જઈ વીજ્ઞાન અને ટેકનોલોજી એ જ ધર્મ છે એમ સમજી આ પડકારને ઝીલવા કટીબદ્ધ થવું જ પડશે.

  આપણો યુવાવર્ગ તો આ સમજે જ છે. પણ આ દુષ્ટ રાજકારણીઓની પકડ માંથી કેમ છુટવું તે મુખ્ય સમસ્યા છે.

  Like

 4. સાચી વાત છે, ભારત પાસે સ્વનિર્મિત દેશી ટેકનોલોજીથી બનેલ સુપર કોમ્પ્યુટર છે એ વાત હવે અમેરીકાને પણ ક્યાંક નડે છે, પણ આ હકીકત તેમણે માનવી જ રહી…

  આપણા વૈજ્ઞાનિકો આ સિધ્ધિ માટે શાબાશીના હકદાર છે…

  Like

 5. Hello Everybody,
  Its really very proud thing about our nation. We should develop our nation in one . Its gud information from chirag patel. I appreciate your efforts n time to share with all.

  Like

 6. આપણા દેશની આ પ્રકારની સીદ્ધીની જાણકારી બહુ જરુરી છે. અહીં ભારતીય મંડળની પત્રીકાના છેલ્લા પાના પર દર વખતે ભારતની એકાદ વીશેષતા આપવામાં આવે છે, અને લખવામાં આવે છેઃ So say loudly “I am proud to be an Indian”

  Like

 7. જો તમને ગુજરાતી વાંચવાનો શોખ હોય,તો મેં એક બ્લોગ શરૂ કર્યો છે જેમાં હું મારી વાર્તાઓ પોસ્ટ કરું છું…સમય મળે નજર નાંખશો…આભાર

  Like

 8. હું ખૂબ દિલગીર છું કે વાર્તા વાંચી શકાય એમ નથી…મારાથી પોસ્ટ કરવામાં કોઈ ગંભીર ભૂલ થઈ લાગે છે.”સરપ્રાઈઝનું સત્યાનાશ” અને “ભૂલ ભૂલકણાની” એ બે જ પોસ્ટ વંચાતી નથી…

  sorry,once again.

  Like

  1. નીશીતભાઈ,
   હું પણ આ પરીસ્થીતીમાંથી પસાર થયો છું. હાલ પણ જરુર જણાય ત્યારે રુબરુ/ફોન/મેઈલ દ્વારા વડીલો/મીત્રોનું માર્ગદર્શન મેળવીને આગળ વધુ છું… મારો સંપર્ક કરશો તો મારી સમજ મુજબ મદદરુપ થવાની કોશીશ કરીશ.

   Like

 9. “વાર્તા વાંચી શકાતી નથી. વાર્તા સીવાયનું તમામ ગુજરાતી લખાણ વાંચી શકાય છે. છે ને ! સરપ્રાઈઝનું સત્યાનાશ…”

  ગોવિંદભાઈ…મેં મારી પોસ્ટ્સમાં થોડોક ફેરફાર કરી જોયો છે…અને હવે લગભગ તમામ પોસ્ટ્સ વંચાય છે…તમે પ્લીઝ વિસિટ કરીને કહેશો કે પોસ્ટ્સ વંચાય છે કે નહીં?

  http://maarikalpanaa.blogspot.com/2009/05/blog-post.html

  Like

 10. આપણા યુવાવર્ગે ધર્મ, જાતી, પ્રાંત અને ભાષાના ક્ષુલ્લક ભેદો ભુલી જઈ વીજ્ઞાન અને ટેકનોલોજી એ જ ધર્મ છે. એમ સમજી આ પડકારને ઝીલવા કટીબદ્ધ થવું જ પડશે.

  વાહ ઉત્તમ વાત કહી .

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s