બીડી, સીગારેટ, પાન, માવો, તમાકુ, ગુટખા ઈત્યાદીનું વેચાણ કરતાં અને સામાજીક કાર્ય કરતાં એક મીત્રે વ્યસનમુક્તી મંડળ, નવસારીની સ્થાપના મીટીંગમાં જવા અંગેનો મારી સમક્ષ પ્રસ્તાવ મુક્યો ત્યારે તે સામાજીક કાર્યકરને મારે કહેવું પડયું કે જે દેશ/રાજ્યના પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા વ્યસનકારક ચીજવસ્તુઓનો આમજનતા ઉપર હુમલો કરવામાં આવતો હોય, જે રાજ્ય-દેશનું રાજકારણ તમાકુ-દારુના ઉત્પાદન ઉપર અને આવી વ્યસન-નશાકારક ચીજવસ્તુઓના વીક્રેતાઓ ઉપર નભતું હોય તેમ જ જ્યારે મા-બાપ જ પોતાના સંતાનોને વ્યસન-નશો કરવા માટે નીમીત્ત બનતા હોય તેવા સમાજમાં ફક્ત દેખાડો કરવા ખાતર જ વ્યસનમુક્તી મંડળ બનાવવું કે પછી તેમાં સામેલ થવું મને રુચીકર નથી લાગતું. વળી તમે વ્યસનમુક્તી મંડળના સભ્ય કે હોદ્દેદાર બનો એટલે તમારે આમજનતામાં વ્યસનમુક્તીનો પ્રચાર કરવો જોઈએ. અને વ્યસનમુક્તી અંગેનો પ્રચાર-પ્રસાર કરતાં પહેલાં તમારી પોતાની દુકાનમાંથી ઉપરોક્ત વ્યસનકારક ચીજવસ્તુઓના જથ્થાનો નાશ કરીને તેનું વેચાણ બંધ કરશો તો જ તમારી નીયતી અને અભીયાન સાર્થક ઠરે. અન્યથા વીશાળ ઉદ્દેશ ધરાવતા આ અભીયાનને લાંછન લગાવશો નહીં- આ વાત તેમણે સ્વીકારી.
એક સંસ્થાની મીટીંગમાં ભોજન બાદ આદતસે મજબુર એક યુવાને ગુટખાનું પાઉચ ખોલ્યું. ત્યારે આ અજાણ્યા યુવાનને તેમ કરતા અટકાવવાને બદલે વ્યસનમુક્તી મંડળ, નવસારીના એક હોદ્દેદારે તે યુવાન પાસેથી ગુટખાની માંગણી કરીને ગુટખાનું સેવન કર્યુ. તેથી ઉપરોક્ત દુકાનદાર મીત્ર તેમજ આ લખનારે વ્યસનમુક્તી મંડળના હોદ્દેદારનું તેમની પ્રતીબદ્ધતા તરફ ધ્યાન દોર્યું. ત્યારે વ્યસનમુક્તી મંડળના હોદ્દેદારે નફ્ફટ થઈને જણાવ્યું કે, ‘આ તો ઠીક છે, હું તો બજરનું પણ સેવન કરું છું. આ ટાણે સંત જ્ઞાનેશ્વરના પ્રસંગનો ઉલ્લેખ કરવો જરુરી છે. વધુ માત્રામાં ગોળ ખાતા બાળકને થતું નુકશાન નીવારવા માટે બાળકની માતાએ બાળકની ગોળ ખાવાની ટેવ છોડાવવા માટેનો ઉપદેશ આપવા માટે વીનંતી કરી. ત્યારે સંત જ્ઞાનેશ્વરજીએ બે દીન બાદ તેણીને બાળકને સાથે લઈને આવવા જણાવ્યું. આ બે દીવસ બાદ સંત જ્ઞાનેશ્વરજી એ બાળકને ગોળ ન ખાવા માટે ઉપદેશ આપ્યો હતો. અર્થાત્ કોઈ પણ આચાર માટે પોતાનું આચરણ જરુરી છે.
ત્યારે પ્રશ્ન એ થાય છે કે, આપણા યુવાધનના સતત સંપર્કમાં રહી વ્યસનમુક્તીનો ધનીષ્ઠ પ્રચાર-પ્રસાર કરીને યુવાનો નપુંસકતા, મોઢાં તેમજ ફેફસાના કેન્સરના શીકાર બની રહ્યા છે. બીડી, સીગારેટ, ચુંગી, હુક્કો, માવો, તમાકુ, ગુટખા, બજર વીગેરેનું સેવન કરે છે તેમને તમાકુ છોડાવી વ્યસનમુક્ત કરવાને બદલે વ્યસનમુક્તી મંડળના હોદ્દેદાર જાહેરમાં માંગીને વ્યસન કરશે તો આવા હોદ્દેદારો આમજનતામાં શી જાગૃતી લાવી શકશે ?
–ગોવીન્દ મારુ
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૧૦/૦૩/૧૯૯૩ના રોજ પ્રકાશીત થયેલ આ ચર્ચાપત્ર …
khubaj sundar
LikeLike
Good topic & also good think for our youth….If you want have follower then you do first follow of real fact….but in india or i think in world …..so many person say so nice talk but not folllwed….like …”moha…maya chhodi do” …..aavu kahenar sadhu sant….A.C. car maa Fare chhe…Badam Kaju aroge chhe….” tevuj aahi pan chhe……
LikeLike
આવા તો ઘણા મંડળો અને સંસ્થાઓ કાર્યરત હોય છે કે જેનાં ચાવવાના અલગ અને બતાવવાના અલગ હોય. આવા મંડળના કાર્યકરો વળી સમાજનું ભલું કરવા કરતા પોતે આવી સંસ્થા/મંડળના (અ)સભ્ય છે એવી બડાશ મારતા હોય છે.
તમાકુ, સિગારેટ,ગુટખા એ એવાં ઝેર છે કે જે જિંદગીને ધીરે ધીરે કોતરે છે. હમણાં વળી હુક્કાબારનું જોર પકડ્યું છે. દેખાદેખીથી યુવાન-યુવતીઓ એક વાર આવા ચસ્કા લે અને જિંદગીભરના ગુલામ થઈ જાય છે.
શાળા કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓએ આગળ પડી આવા દુષણોને ઊગતા જ ડામવાના પ્રયત્ન કરવા જરૂરી છે. પણ આવી સંસ્થાના અધિકારીઓ, શિક્ષકો,પ્રાધ્યાપકો જ વ્યસનના ગુલામ હોય છે એટલે એઓ શું વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિ અંગે સમજાવી શકે!?
ગુટખાએ તો દાટ વાળ્યો છે અને અહિં અમેરિકામાં પણ આવા ગુટખાસેવીઓ ડોલરના પાઉચ ચગળી એનો કચરો રોડ પર આડેધડ નાંખે અને જ્યાં ત્યાં પિચકારીઓ મારી પોસરાય છે અને દેશનું નામ રોશન કરે છે.
સહુને પ્રભુ(જો હોય તો) સદબુધ્ધી આપે
LikeLike
પ્રિય નટવરભાઈ,
આપની સાથે હું સહમત છું.
શાળા કોલેજ જેવા શૈક્ષણીક સંસ્થાના અધીકારીઓ, શીક્ષકો,પ્રાધ્યાપકો તેમજ ઘરના વડીલો જ વ્યસનના ગુલામ હોય છે એટલે એઓ વિદ્યાર્થીઓ/પોતાના બાળકોને વ્યસનમુક્તિ અંગે શુ સમજાવી શકે ! ?
હે ! પ્રભુ(જો હોય તો) !! સહુને સદબુધ્ધી આપજે !!!
LikeLike
આચરણ વગરનું વ્યાકરણ માત્ર વાણી વિલાસ જ છે. જે પોતે મુક્ત નથી તે અન્યને શું મુક્ત કરવાનો? સહુથી વધુ અભીયાનો તો માણસે પોતાની જાતને સુધારવા અને કેળવવા મટે કરવાની જરૂર છે. મે સ્વ-સુધારણા અભીયાન શરુ કર્યું છે – જેમાં મને મારા જે જે દોષો દેખાય તે મક્કમતાથી દુર કરવા પ્રયત્ન કરું છું. આ આજીવન ચાલી શકે તેવું એક સભ્યનું મંડળ ઘણી પ્રગતી કરી રહ્યું છે. સહું કોઈ પોતાની જાત ઉપર કૃપા કરવા આવું એક સભ્યનું સ્વ-સુધારણા મંડળ સ્થાપશે, તો જગતની ખબર નથી પણ જાતનું કલ્યાણ તો થાશે જ.
LikeLike
આપશ્રીએ સ્વ-સુધારણા અભીયાન શરુ કર્યું છે. એથી જ તો આવું એક સભ્યનું સ્વ-સુધારણા મંડળ સ્થાપવા અને પોતાની જાતનું કલ્યાણ કરવા કહેવાની ક્ષમતા ધરાવો છો. હું પણ મારા દોષોને સુધારવા આ ક્ષણે સંકલ્પ કરું છું.
ગોવીન્દ મારુ
LikeLike
its g ood job to help Maruji
Tobaco come from western side.
Exeed intake is very harmful in our body…
Health education is very essencial
by love aman can change his style..
prakash
LikeLike
આપની સાથે હું સહમત છું.
વ્યસન-નશાકારક ચીજવસ્તુઓના વીક્રેતાઓ ઉપર નભતું હોય તેમ જ જ્યારે મા-બાપ જ પોતાના સંતાનોને વ્યસન-નશો કરવા માટે નીમીત્ત બનતા હોય તેવા સમાજમાં ફક્ત દેખાડો કરવા ખાતર જ વ્યસનમુક્તી મંડળ બનાવવું કે પછી તેમાં સામેલ થવું મને રુચીકર નથી લાગતું. આપણા યુવાધનના સતત સંપર્કમાં રહી વ્યસનમુક્તીનો ધનીષ્ઠ પ્રચાર-પ્રસાર કરીને યુવાનો નપુંસકતા, મોઢાં તેમજ ફેફસાના કેન્સરના શીકાર બનતા અટકાવીએ
Navsari
LikeLike
Respected Sir,
Read your article about tobacco chewing and smoking.
I really very interesting and effective also.
Just want to share with all visitor that,
“Today’s our fast lifestyle,more acceptation from elders are also responsible for smoking in younger. ”
Health Tips | Health Tips | Fitness Facts | Junagadh City Information
– Paavan Japan
LikeLike