આસ્તીકના ઉકાળા

પાપ–પુણ્ય, સ્વર્ગ–નર્ક, મોક્ષના કરે દાવા,

સ્વર્ગ–નરકનાં ક્યાં જંક્શન, કહેશે કોઈ બાવા?

 

કંઠી બાંધી, કાન ફુંકી, સુગુરા કર્યાના દાવા,

બ્રહ્મ–સંબંધમાં બખેડા, ઘણા હકના કરે દાવા.

 

થાંભલે–થાંભલે દાઢી, દાઢીએ દાઢીએ બાવા !

બ્રહ્મચર્યના નીયમ ખોટા, ખોટા શક્તીપાતના દાવા.

 

ટીલાં તાણી, માળા ફેરવી, ગૌમુખીમાં ગોટાળા,

ધોતી, લંગોટ, જનોઈ પહેરી, ગજબ વાસનાવાળા!

 

મુખ જોવાથી પાપ લાગે, અડે કરે ઉપવાસ,

મોકો મળે મુકે નહીં, કાળાં કરમ કરનારા 1

 

દાન નહીં કરે, નરકે જાશે, વાતોના કરનારા,

પારકા રોટલા, પારકા પૈસા, કયા નરકે જાશે બાવા ?

 

‘પુણ્ય અહીં કરે, પ્રભુ ઉપર આપે’, વાયદાના કરનારા

કહો: ‘અહીં આપ્યું, અહીં આપો’, તો ભાંગી પડશે બાવા !

 

બાળપણમાં દીક્ષા આપે, ને મુંડી નાખે માથાં,

વર્તમાનની વાસ્તવીકતા સામે, ટકે ન આવા બાવા !

– ખીમજી કચ્છી –

 

એ–38, સંત જલારામ સોસાયટી,

પંડોળ એસ્ટેટ સામે,

વેડ રોડ, સુરત–395 004–ભારત

Mobile-98251 34692

17 Comments

  1. ગુરુ ધારણ કરેલ હોય તેવા… સુગુરા.

   Like

 1. Dear Govindbhai & Khimjibhai,
  Well done sir. Give my congratulation to Khimjibhai & best wishes. Tell him Bipinbhai is planning to come to India very soon.
  Bipinbhai.

  Like

 2. ઘણી ખમ્મા, બાપ ! ચાબખા બરાબરના ઝીંક્યા છે ને કાંઈ !!

  બાવા ને બાપુ ને ગુરુ ને પ.પુ.ધ.ધુ. ને આવા બધાએ આપણને ક્યાંયના રેવા દીધા નથ્ય ! આપણી સંસ્કૃતીના આ હંધા ગંધારાં તત્ત્વો છે.

  થાંભલે થાંભલે દાઢી ને સ્વર્ગનરકનાં જંક્શન ને ગૌમુખીના ગોટાળા આ બધું સરસ રીતે મુકાયું છે.

  Like

  1. શ્રી ખીમજીબાઈ ફક્ત ત્રીજી ચોપડી પાસ છે. પરંતુ તેઓના ખુબ જ ઉચ્ચ કોટીના અને રેશનલ વીચારો માટે મળવા જેવા માણસ છે.
   ગોવિન્દ મારુ

   Like

 3. વાહ રે વાહ આપણા કહેવાતા સંતો ને ઘણા ઉઘાડા પાડયા છે. ખૂબ સુંદર્…

  Like

 4. Real fact …. God maid world with…Positive…Negative and Earthings…..& I think man is Positive….Woman is….Negative & …..Pave “Hijda” is Earthing……in real Pave work…like..yet Bava, swamiji,Guruji…& Bapu do …But in world……and in also India Bava, swamiji, Guruji & Bapu work…..going to erthing & that why in world so many explosion….

  Like

 5. ખૂબ સુંદર્… ખૂબ સુંદર્ આપણા કહેવાતા સંતો ને ઘણા ઉઘાડા પાડયા છે.
  M.K. Malek
  NAVSARI

  Like

 6. ટીલાં તાણી, માળા ફેરવી, ગૌમુખીમાં ગોટાળા,
  ધોતી, લંગોટ, જનોઈ પહેરી, ગજબ વાસનાવાળા!

  ખિમજીભાઇ ની આ અદભૂત રચના ખુબ જ સરસ

  મજા આવી ગઇ.

  http://www.aagaman.wordpress.com

  Mayur Prajapati

  Like

  1. પ્રીય મહાવીરભાઈ,
   વીવેકબુદ્ધી અને વીગ્નાન નો જય હો…
   આભાર.

   Like

 7. આસ્તિક નાસ્તિક કે બાવા વણબાવાની કુથલી બાજુ પર બાજુ પર રાખીને
  કાવ્યમાં શબ્દ પ્રયોજન અને રણણાદાર રજૂઆત નોંધપાત્ર છે.

  Like

 8. વાહ … વાહ … વાહ …

  બની બેઠેલાં બાવાઓ , બાપુઓ , સ્વામીઓની કેડમાં ખીમજીભાઈ ના જોરદાર સોટા …
  સટ્ટાક… સટ્ટાક… સટ્ટાક…

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s