બકરી : પ્રદુષણરહીત દવાનું કારખાનું

વીજ્ઞાને પ્રાણીઓના દુધમાં પર્યાય મળે એવું સંશોધન કર્યું છે. જેમાં દવા ઉત્પન્ન કરવા માટે બકરીનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરીકા, બ્રીટન અને નેધરલેન્ડ દવાના પર્યાય તરીકે ટી.પી.એ. નામનું પ્રોટીન તત્વ બકરીના દુધ દ્વારા પેદા કરે છે. આ પ્રોટીન તત્વ હ્રદયરોગના દર્દીઓની હ્ર્દુધમનીમાં જમાં થયેલી ગાંઠને દુર કરે છે. બાયોટેકનોલોજી/ જીનેટીક એન્જીનીયરીંગના વીશેષજ્ઞોએ બકરીના ગર્ભમાં એવાં જનીન દાખલ કર્યા છે કે જેના વીયાણ બાદ દુધમાંથી ટી.પી.એ. પ્રાપ્ત થાય છે. ઈચ્છનીય જનીનને નવજાત શીશુ દ્વારા પેઢી – દર પેઢી તેઓના દુધ દ્વારા આ ટી.પી.એ. તત્વ પ્રાપ્ત કરી હ્રદયરોગીઓને જીવતદાન આપવા માટેના અભીયાનમાં બકરી કારખાનાનું કાર્ય જાતે જ કરે છે.

અન્ય પ્રાણીઓની જેમ માનવી પણ એક પ્રાણી છે. માનવસમાજ કાંઈ પૃથ્વી ઉપર જીવવાનો ઈજારો ધરાવતો નથી. તેમ છતાં પોતાનો આહાર મેળવવા માટે માનવસમાજ જંગલીની જેમ ક્રુર બનતો જાય છે. અહીંસા અને પ્રાણીપ્રેમની આપણી લાગણી આપણી ત્વચા જેટલી જ જાડી અને બુઠ્ઠી છે કે જેથી બુધ્ધ, મહાવીર અને ગાંધીનું જીવન એળે ગયું હોય એવું લાગે છે.

આપણી સારવાર માટે દવા અનીવાર્ય છે. આ દવાઓનું નીર્માણ નાના – મોટા કારખાનાઓમાં થાય છે. આ કારખાનાઓ દ્વારા ફેલાતા પ્રદુષણમાં પ્રાકૃતીક સમતોલન જાળવવા માટે બકરી પ્રદુષણ રહીત દવાના કારખાના તરીકેનું કાર્ય કરીને હ્રદયરોગના દર્દીઓને પણ જીવતદાન આપે છે. ત્યારે બુધ્ધ, મહાવીર અને ગાંધીના આ ભારતમાં નાજુક, નમણાં અને શાંત સ્વભાવના નીરુપદ્રવી પ્રાણી – બકરીજાતનો માનવસમાજે ઋણ સ્વીકારવો જ જોઈએ.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૨૯/૦૩/૧૯૯૨ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …


21 Comments

 1. સરસ – સરસ આ પ્રસીધ્ધ થયેલ ~ બકરી કારખાનાનું કાર્ય જાતે જ કરે અને બકરીજાતનો માનવસમાજે ઋણ સ્વીકારવો તે હ્રદયરોગના દર્દીઓને પણ જીવતદાન આપે છે
  NAVSARI

  Like

 2. ગોવિંદભાઈ
  માનવજાતે આજ સુધી વાપરેલી દવાઓ માટે પ્રાણીઓ અને મનુષ્યો દરેકનો ઉપયોગ થાય જ છે. રીસર્ચમાં અનેક પ્રાણીઓ મારા-તમારા માટે ભોગ આપે છે જ્યારે દરેક દવા તમારા સુધી પહોંચે તે પહેલા અનેક મનુષ્યો પર પણ ટેસ્ટ થાય છે. માનવજાતે આ નાતે કેટલાનું ઋણ સ્વીકારવું રહ્યુ જરા કલ્પના કરી જૂઓ દવા લેવી નહી ગમે!!
  પણ આનો કોઈ વાસ્તવિક – પ્રેક્ટીકલ ઉકેલ નથી જણાતો. કવિહૃદય ભગ્ન થાય પણ માનવજાતને પૃથ્વી પર ટકી રહેવા દવાઓ જરુરી છે અને દવા માટે અનેક શોધ સંશોધનો પણ જરુરી છે.
  થેંક યુ બકરી – થેંક યુ ગોવિંદભાઈ

  Like

 3. સરસ ગોવીંદભાઈ.

  બકરીના સામાન્ય દુધના પણ આયુર્વેદમાં ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે. જો કોઈ બાળકને માનું દુધ મળી શકે તેમ ન હોય તો કેટલાંક વર્ષો પહેલાં તો ગાય કે બકરીના દુધનો જ ઉપયોગ કરવામાં આવતો.

  Like

 4. સાચી વાત છે..પણ, માત્ર બકરી જ નહીં પર્યાવરણની સમતુલા જાળવવા દરેક નાના–મોટાં સજીવોની અનિવાર્યતા માણસે સમજવી, સ્વીકારવી જોઈએ.

  Like

 5. Hello All,
  This is really very good technology. I really appreciate Mr. Govind Maru to share this valuable informaiton to us.

  Like

 6. again good topic……..there for i said so many time ……..If you really litred then dont go to find god in temple….just…think about god….god is everywere…where you see…and find….. most in nature…..Like yet you find GOD IS IN GOT

  Like

 7. બકરીના દૂધનો આયુર્વેદમાં પણ ઘણો મહિમા વર્ણવ્યો છે, તે પચવામાં હળવું હોય છે પણ સ્વાદમાં સહેજ ખારુ અને સહેજ ગંધ વાળું હોય છે. આમ તો આ સૃષ્ટિ ઉપર વસતા સર્વ પ્રાણીઓને મનુષ્યોની જેટલો જ જીવવાનો અધિકાર છે અને એમાંય ખાસ કરીને જે નિરુપદ્રવી છે તમનું સંરક્ષણ અને સંવર્ધન કરવું તે મનુષ્યોની નૈતિક જવાબદારી પણ છે. પણ સમજણ વગરના માનવીઓ જ્યારે આવા નિર્દોષ અને ઉપયોગી પશુઓની હત્યા પોતાના સ્વાર્થ માટે કરે છે, ત્યારે થાય છે કે આ માનવી માનવ થાય તો યે ઘણું.

  Like

 8. સાચી વાત છે..પણ, માત્ર બકરી જ નહીં પર્યાવરણની સમતુલા જાળવવા દરેક નાના–મોટાં સજીવોની અનિવાર્યતા માણસે સમજવી, સ્વીકારવી જોઈએ.

  Like

 9. Dear Govindbhai

  Thanks
  We gettings many drugs and liffe saving vaccines from animals like
  Anti snake venom,for dogbite even vaccines for jaundice,measles et.
  Humanbeings must remain under obligation to all other livings on the
  earth for his survival
  Dr Ashwin Shah,Kharel

  Like

 10. બકરી : પ્રદુષણરહીત દવાનું કારખાનું

  બહુ સરસ માહિતી. પર્યાવરણની સમતુલા જાળવવા દરેક નાના–મોટાં સજીવોની અનિવાર્યતા માણસે સમજવી, સ્વીકારવી જોઈએ.

  Like

 11. ગાયના દૂધનો ઉપયોગ કરીને માણસજાતે ગાયનું રૂણ ચૂકવવા માટે તેને પાળી, રક્ષણ આપ્યું અને તેને માતાની પદવી આપી. તે ઉપરાંત ગાયની અંદર બધાજ દેવતાઓનો વાસ માન્યો અને એટલું જ નહીં પણ ઈતિહાસમાં એવા ઉદાહરણો મળી આવે છે કે ગાયના રક્ષણમાટે શૂરવીરોએ પોતાના બલીદાન આપ્યા. ગાય અને બળદની પ્રત્યેનું રૂણ તો માનવજાતે ચૂકવવાની કોશિષ કરી પણ બકરીની બાબતમાં તેની પ્રત્યે ખાસ કંઈ રૂણ અદા કર્યું હોય તેવું લાગતું નથી.

  જોકે ગોવંશમાં દૂધાળાં ઢોરની આખી સૃષ્ટિનો સમાવેશ થાય છે. તેથી તેનું રક્ષણ કરવું તે માનવજાતની ફરજ છે.

  મનુષ્યનું શરીર માંસાહાર માટે નથી સર્જાયું તેનો પ્રચાર થવો જોઇએ. આમતો અનાજ પણ માણસે ન ખાવું જોઈએ. દરેક અન્નનો દાણો એક સુસૂપ્ત જીવ છે અને તેને ફલિત થઇને આસૃષ્ટિમાં જીવવાનો હક્ક છે. અને તેથી જ આપણા ઋષિ મૂનિઓ “રનર ટાઇપ કંદમૂળો”, પર્ણ અને રસાદાર ફળો ખાતા હતા. અને આવા આહારમાં વનસ્પતિનો નાશ થતો નથી. જો માનવજાત આ પ્રમાણેની આહારની આદતો કેળવે તો તેનું આયુષ્ય વધે અને રોગોસામે પૂરતું રક્ષણ મળે.

  પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ વાત યોગ્ય છે. રસાદાર ફળોમાં જે બીજ હોય છે તેના થકી બીજાં વૃક્ષો વાવવાં જોઈએ. જો ખેતીની જમીન ફાજલ પાડવામાં આવે તો વુક્ષોની ભરમાર પેદા કરી શકાય. વૃક્ષો એ મલ્ટી-ટાયર પ્રોડક્ષન છે. અને જમીનના એક ગુંઠામાં તે અનાજ કરતાં અનેક ગણું વધુ ઉત્પાદન આપે છે. વૃક્ષ હવામાનના ઉષ્ણતામાનને અંકુશમાં રાખે છે. વૃક્ષ પશુને ઘાસચારો આપે છે, જમીનને વધુ ફળદ્રુપ બનાવે છે. પાણીને જમીનમાં ઉંડે ઉતારે છે. વધુ વરસાદ લાવે છે. પૃથ્વીને વધુ સુંદર બનાવે છે.

  ઓમાનમાં પહેલાં, બે ત્રણ વર્ષે એક જ વાર વરસાદ પડતો હતો. પણ ત્યાંના લોકપ્રિય સુલ્તાન કાબુસે ત્યાં વધુ વૃક્ષો વાવી ને વરસાદી ઋતુને નિયમિત રીતે સ્થાઇ કરી દીધી છે. અને હવે ત્યાં દરવર્ષે વરસાદ પડે છે.

  માનવ જાત પસંદગીના વૃક્ષો વાવીને પૃથ્વીને સ્વર્ગ બનાવી શકે છે.

  Like

 12. Thanks for the information.I am a heart patient. I would like to know how so called T.P.A is available ? Are any tablets available or one has to drink goat’s milk only?It is difficult to get goat’s milk in Mumbai.
  Pl let me know.

  Like

 13. (3)ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.
  ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s