વીશ્વશાંતી માટે ખતરો

‘ગુજરાતમીત્ર’ ના તા.૧૬/૦૯/૧૯૯૧ના અંકમાં ‘સ્પોટલાઈટ’ મુજબ, ૧૮ વર્ષીય ઈઝરાયલી કીશોર ઘેરબેઠાં અમેરીકાના પેન્ટાગોનની કોમ્પ્યુટર સંચાલીત અણુમીસાઈલો પર નીયંત્રણ કરી શકે તેવી કોમ્પ્યુટર પદ્ધતી વીકસાવી છે. જો ૧૮ વર્ષીય કીશોર આવી પદ્ધતીનું નીર્માણ કરી શકે તો આવતી કાલે ઈલેક્ટ્રોનીક ક્ષેત્રે વીકસેલા દેશો પણ તેમજ કરી શકશે. કદાચ ઈઝરાયલે આ રહસ્ય હસ્તગત કરી લીધું હશે.

આનો અર્થ એવો થયો કે અણુશસ્ત્રો બનાવવાની કડાકુટમાં પડવાની પણ કોઈ જરુર નહીં રહે. અમેરીકા અને સોવીયત સંઘના અણુશસ્ત્રોને જ આ ઈઝરાયલી યુવાનની કરામતથી સંચાલીત કરી દુશ્મનના દેશોનો નાશ કરી શકાશે. ખર્ચ તદ્દન નજીવો હશે. વીશ્વશાંતી માટે એક મોટામાં મોટો ખતરો ઉપસ્થીત થયો છે અને તે નીવારવા માટે દુનીયાભરમાં જેટલા અણુશસ્ત્રો છે તેનો વીનાશ કરવાની તાતી આવશ્યતા ઉભી થઈ છે. સીલકમાં એક પણ અણુશસ્ત્ર કોઈના હાથમાં રહેવું જોઈએ નહીં.

૧૮ વર્ષીય ઈઝરાયલી કીશોર ડેરી સાઈડમને દેશપ્રેમ અને જીજ્ઞાસાથી પ્રેરાઈને જે અદભુત શોધ કરી છે, તે બદલ તેને ધન્યવાદ. તેણે જગતને સીદ્ધ કરી બતાવ્યું કે અમેરીકા અને રશીયાની કહેવાતી ‘ફુલપ્રુફ સીસ્ટમ ‘ફુલ-પ્રુફ’ નથી અને તેમના જ અણુશાસ્ત્રો તેમના પર ઝીંકી શકાય છે.

દુનીયાભરના દેશોની શાંતીપ્રીય જનતાએ વીશ્વશાંતી અર્થે દુનીયાભરમાં ખડકેલા તમામ અણુશસ્ત્રોનો નાશ કરવા માટે પ્રચંડ આંદોલન કરવાની ઘડી આવી પહોંચી છે. આ ખતરાની સામે મુડીવાદ, સામ્યવાદ, માર્કેટ ઈકોનોમી ઈત્યાદી વીવાદો ગૌણ બની જાય છે.

આ દીશામાં ભારત પહેલ કરશે ?

ગુજરાત મીત્ર ૨૪-૦૯-૧૯૯૧

આર. કે. મહેતા સ્મૃતી ગ્રન્થ પ્રુષ્ઠ: ૯૯

7 Comments

  1. કોઈ પણ યુદ્ધ રણભૂમીમાં લડાતાં પહેલા માણસના મનમાં લડાય છે. જ્યાં સુધી માણસના મનમાંથી યુદ્ધ નહીં જાય ત્યાં સુધી માણસ શસ્ત્ર નહીં હોય તો પત્થરથી લડશે, પત્થર નહીં હોય તો હાથથી લડશે અને છેવટે કાંઈ નહીં હોય તો બોલીને લડશે અને તે પણ નહી કરી શકે તો મનથી લડશે. માટે ખરેખર આંદોલન છેડવું જ હોય તો માણસના મનમાંથી યુદ્ધને હટાવવાનું છેડવું જોઈએ.

    કોણ મહાવીરની જેમ અહિંસાની પ્રતિજ્ઞા લેવા તૈયાર છે?

    Like

    1. “વીશ્વશાંતી માટે ખતરો ” સદગત આર. કે. મહેતા સાહેબનું ચર્ચાપત્ર છે. તેઓનો માનસપુત્ર હોવાના નાતે તેમજ સ્મૃતીગ્રંથ પ્રકાશન સમીતીનો હું સંયોજક હોવાથી મારા બ્લોગ ઉપર “આર. કે. મહેતાના ચર્ચાપત્રો” નો અલગ વીભાગ છે. આ વીભાગમાં તેઓના ચર્ચાપત્રો પણ હું રજુ કરુ છું. જેથી મુળ અંગ્રેજી લેખની લીન્ક આપી શકું તેમ નથી. જે સહજ જાણ થવા વીનંતી છે.

      Like

  2. આ દીશામાં ભારત પહેલ કરશે ? હા ભારત આ રહસ્ય હસ્તગત કરી લીધું
    હશે.

    NAVSARI

    Like

  3. આ માટે અહિંસક બળની આવશ્યક્તા છે, જે આ દેશે વર્ષો પહેલા
    ગુમાવી દીધું છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s