ગુજરાતમીત્ર, સુરતના વરીષ્ઠ પત્રકારશ્રી ભગવતીકુમાર શર્માએ ‘આપણે બધા’માં તા.17/06/1992ના રોજ આજના બ્રાહ્મણના બ્રાહ્મણત્વ ઉપર શંકા કરી અને સાચા બ્રાહ્મણ બનવા માટે જે બાબતો ઉપર ભાર મુક્યો છે- તે ખુબ જ આવકાર્ય છે. પરંતુ આ બાબત મારી નજરે ભ્રમણા જ માત્ર હોય એવું લાગે છે. વ્યવહારમાં આવું બનતું નથી અને બનશે પણ નહીં. વર્ણાશ્રમ ધર્મના સર્વેસર્વા બની રહેવાનો ઉદ્દેશ ધરાવતા બ્રાહ્મણો પૈકી શ્રી શર્માએ વર્ણવેલા ગુણો પ્રમાણેના સાચા બ્રાહ્મણો તૈયાર થાય તો પણ આવા મુઠ્ઠીભર સાચા બ્રાહ્મણોથી ભારતવર્ષમાં બ્રાહ્મણોની તાસીર ભુંસાવાની નથી. હા, જો જન્મથી જ સૌને દીગ્ગજ માનીને સૌને ઉપનયન તથા વેદાધ્યયનો અધીકાર આપ્યો હોત તો ભારતવર્ષની બધી જ પ્રજા યોગ્યતા પ્રમાણે આગળ વધી શકી હોત. તો જ શ્રી શર્માની અંતીમ પંક્તી ‘બ્રાહ્મણજન એટલે ઉંચી કોટીએ પહોંચેલું માનવ્ય- બીજું કશું નહીં; ન ન્યાત, ન જાત’, વ્યવહારમાં ઉણી ઉતરી શકે !
બ્રાહ્મણોએ વર્ણાશ્રમ ધર્મના સર્વેસર્વા થવા સીવાય આ અગાઉ કશું કર્યું ન હતું અને હાલ પરીસ્થીતી બદલતા તેઓ થોડા ઢીલા પડ્યા છે. વર્તમાન પરીસ્થીતી પહેલા ભણવાનું કાર્યક્ષેત્ર બ્રાહ્મણોએ તેઓની પાસે રાખ્યું હતું. શુદ્ર (દલીત, આદીવાસી, બક્ષી-મંડલ પંચની તમામ જાતીઓ)ને જનોઈ નહીં, જનોઈ વીના વેદાધ્યયન નહીં અને વેદાધ્યયન વીના બ્રહ્મજ્ઞાન નહીં. આ રીતે જે જ્યાં જન્મ્યો ત્યાં જ પડ્યો રહ્યો. પરંતુ પાદરીઓની માફક બ્રાહ્મણોએ પણ પોતાની પાઠશાળાઓના દ્વાર સૌના માટે ખુલ્લા મુકી દીધા હોત અને સૌની સાથે માનવતાનો નાતો બાંધીને ભણાવ્યા હોત તો ભારતવર્ષની પ્રજા સાક્ષરતાથી પરીપુર્ણ થઈ હોત. બ્રાહ્મણો જેને શુદ્ર સમજીને આજે પણ તેની સાથે એક યા બીજી રીતે ઓરમાયું વર્તન દાખવે છે. આધુનીક આભડછેટ અપનાવે છે તે જ પ્રજાને મીશનરીઓએ સેવા કરી શીક્ષીત અને સંસ્કારી બનાવે છે. શું ખ્રીસ્તી પાદરીઓ અને તેની મીશનરી સંસ્થા જેવા બ્રાહ્મણો- ગુરુઓ અને સંસ્થાઓ શું આપણી પાસે નથી ? તો શ્રી શર્માની ઉંચી કોટીએ પહોંચેલા માનવરુપી બ્રાહ્મણની અપેક્ષા સંતોષશે ખરી ?
–ગોવીન્દ મારુ
‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.૧૫/૦૭/૧૯૯૨ના રોજ પ્રકાશીત થયેલ આ ચર્ચાપત્ર …
જેણે બ્રહ્મને જાણ્યું, બ્રહ્મનો જેને સાક્ષાત્કાર થયો હોય તે બ્રાહ્મણ. કહેવાતી બ્રાહ્મણ જ્ઞાતીમાં જન્મ થયો હોય તેથી બ્રાહ્મણ બની જવાતું નથી.
LikeLike
ગીતામાં સ્પષ્ટ કહ્યું છે કે જન્મને આભારે વર્ણો સર્જાયા નથી. આનાથી મોટો આધાર કોઈનોય લેવાની જરુર ખરી ?!! હીન્દુઓને સમજવા માટે આટલું પુરતું છે.
ગીતાજીમાં તો અથર્વવેદનીય ટીકા કરાઈ છે. મનુસ્મૃતી જેવા ગ્રંથોમાં હીન્દુઓની કેવી વીડંબના થઈ છે !! આ કોઈએ સાચા હીન્દુત્ત્વને સમજાવ્યું જ નથી.
LikeLike
જન્મે બ્રાહ્મણ હોવા છતાં હું આ વાત સાથે પુર્ણ રીત સહમત છું.
પણ નાતજાતના વાડાઓના મુળ એટલા ઉંડા છે કે, તે ક્યારે દુર થશે , એ કહેવું મુશ્કેલ છે.
અહીં અમેરીકામાં પણ કોઈ મળે યો તરત આપને તેની અટક જાણવા અતુર બની જઈએ છીએ. અહીં પણ નાત જાત પ્રમાણે ચાલતાં મંડળોઇ છે ; અને અહીંના મંદીરોમાં પુજારી તરીકે કોઈ અબ્રાહ્મણ સ્વીકારાયો હોય તેવું મારા જાણવામાં નથી.
આંતરજ્ઞાતીય / આંતરધર્મીય લગ્નો કદાચ આનો ઉકેલ બને.
LikeLike
An interesting subject for the discussion now, but as the time passes there may be a REALITY to a greater sense than the present. I see the REVOLUTIONARY thoughts must be laid by the BRAHMIN society of Hindu ….& the publication of the atricle by Bhagvati Sharma may be just a starter….& the observation of the intercaste-marriges etc are the practical steps towards that goal…..Yes. as the goal is not fully realised, we can not appreciate this….but let us observe an American or an European who had joined the Hare Krishna Movement becomes a SWAMI…& a Teacher with the knowlege…SO one day a Brahmin or a non-Brahmin will have SIMILAR LAST NAME (Atak ) & this obstacle gradually removed too…I know it is a long way but I am a POSITIVE thinker….may be not in my lifetime but definitely ONE DAY….AND, the ANSWER is in the EDUCATION…SHUDRA & others of the Hindu Society often do not stress the IMPORTANCE of the Education to the Children & this is also a SAD story ….But, the EDUCATED mass ( Brahmin or NonBrahmin ) must lead this fight !
Dr. Chandravadan ( Chandrapukar )
LikeLike
જેણે બ્રહ્મને જાણ્યું, જે બ્રહ્મની નજીક હોય તે બ્રાહ્મણ !
LikeLike
શ્રીમદ ભગવદ ગીતામાં સ્પષ્ટ જણાવાયું છે કે
ચાર વર્ણ મેં સર્જીયા, ગુણ ને કર્મે માન
તેનો કર્તા હું છું છતા, અકર્તા મને જાણ.
ઉપરોક્ત શ્લોકમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે વર્ણાશ્રમ વ્યવસ્થા જન્મને આધારે નહી પણ ગુણ અને કર્મને આધારે નક્કી થાય છે.
ત્યાર બાદ બ્રાહ્મણના નીચે મુજબના કાર્યો વર્ણવાયા છે.
૧. શાંતિ ૨.તપ ૩.ક્ષમા ૪.શૌચ ૫. શ્રદ્ધા ૬. નિગ્રહ ૭. આર્જવ ૮. જ્ઞાન ૯. વિજ્ઞાન
આ નવ કર્મો જેના સ્વાભાવિક હોય તેને બ્રાહ્મણ જાણવો. આ ઉપરાંત ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર ના કર્મો પણ વર્ણવ્યા છે. સહુ કોઈએ તે જોઈ જવા જેવા છે. અને પોતાના જેવા કર્મો હોય તે પ્રમાણે પોતાની જાતી નક્કી કરી લેવી જોઈએ. અને આ જ બાબત પુરવાર કરે છે કે ઉપરોક્ત કર્મો કરીને કોઈ પણ બ્રાહ્મણ બની શકે છે અને આવી લાયકાત જેનામાં ન હોય તે જન્મે બ્રાહ્મણ હોય તો પણ બ્રાહ્મણ ગણાય નહી.
LikeLike
to be a human is batter than being a brahman.
LikeLike
you all never knew that who is brahman because you shy to say that you are………..
LikeLike
i am brahman i have all status from my birth from my father
LikeLike