–ગોવીન્દ મારુ
દરેક દેશને પોતાનું અલાયદું સંગીત હોય, ગીતો પણ અલગ હોય છે. તેવી જ રીતે દરેક રાજ્ય/પ્રદેશનું પણ પોતાનું સંગીત હોય–ગીતો હોય છે. ક્લાસીકલ સંગીત તો પુરા દેશનો ખજાનો અને તેની વાત જ નીરાળી છે. એ લોકભોગ્ય ઓછું હોય; પરંતુ જે તે પ્રદેશનાં લોકગીતોમાં જે પોતીકાપણું હોય છે, એ ભાગ્યે જ બીજે સાંભળવા મળે છે. એટલું જ નહીં; તે આખા ભાષક સમાજની તાસીર પ્રગટાવી આપે છે. આજના આધુનીક યુગમાં ડીસ્કો/બ્રેકડાન્સ અને હીન્દી ફીલ્મોના ધંગ-ધડા વગરનાં ગીતો સાંભળીએ ત્યારે મારા જેવા રસીક માણસને આઘાત થાય છે.
ગુજરાતી લોકગીતોનું સંગીત અદ્ ભુત છે. ગુજરાતી ફીલ્મોનાં ગીતો મોટેભાગે લોકગીતોની લોકપ્રીય ધુન આધારીત જ હોય છે. સારાં અને કર્ણપ્રીય ગુજરાતી ગીતોના દુષ્કાળમાં આદરણીય માવજીભાઈની વેબસાઈટ http://www.mavjibhai.com પર ‘ગીત ગુંજન’ વિભાગમાં સુંદર, મધુર- મઝાના ૩૬ ગુજરાતી લોકગીતોનો રસથાળ દીલ ખોલીને માણ્યો. આ અતીપ્રીય ગીતોનો રસથાળ મારા, તમારા- સૌ કોઈના માટે રણમાં મીઠી વીરડી સમાન છે.
મા. માવજીભાઈની જહેમત રંગ લાવી રહી છે. સંગીતના શોખીનો માટે ‘ગીત ગુંજન’ વિભાગ અન્યોને પ્રેરણા–પીયુષ પીવડાવીને સફળતા પ્રાપ્ત કરે એવી હાર્દીક અભ્યર્થના સાથે મા. માવજીભાઈના સૌજન્યથી તમામ ગીતો તેમજ તેની લીંક નીચે મુજબ સાદર રજુ કરી છે. જેના ઉપર ક્લીક કરો અને દીલ ખોલીને સાંભળો:
[પાછળ] [ટોચ] |
ગુજરાતી લોકગીતોનું સંગીત અદ્ ભુત છે. આદરણીય માવજીભાઈની વેબસાઈટ http://www.mavjibhai.com પર ‘ગીત ગુંજન’ ૩૬ ગુજરાતી લોકગીતોનો રસથાળ દીલ ખોલીને માણ્યો. ગીતોનો રસથાળ સંગીતના શોખીનો માટે હાલમાં મુકેલ ચર્ચાપત્ર ‘ગીત ગુંજન’ દીલ ખોલીને માણ્યો હાર્દીક હાર્દીક આભાર ગોવીંદ મારુ
LikeLike
ખૂબ સુંદર સંગ્રહ છે.
LikeLike
This is infomative collection for us
GO ahead
LikeLike
NICE Collection ! Abhinandan !
LikeLike
અદભૂત આનંદની અનુભૂતિ !
http://www.aagaman.wordpress.com
Mayur Prajapati
LikeLike
આભાર અને tahuko.com પર પણ ખુબ સુંદર ગીતોનો રસથાળ છે. આપને માણવો ગમશે.
LikeLike
વર્ષો પહેલાના સમયમાં પહોંચી જવાનું થયું. સરસ સંગ્રહ છે.
LikeLike
સુંદર મઝાનો ખજાનો છે. ઘણો બધો જોનો પણ કિંમતી સામાન આમાં છે. મઝા આવી.
LikeLike
સરસ સંગ્રહ…સુંદર ખજાનો
LikeLike
Govindbhai
I know you since long time.We both had searved in
Health Centre…..In & with lot work how you get this time
& spare time to searve other way….
You are rationalit & interested science subject…but
today I come to know about music interesting….
It is really good information for music lover…….
You please find out clasical music and put on blog……
prakashbhai
LikeLike
mavjibhai……..maza avi geet sambhadvani…
LikeLike