ભગવાન : એક ભ્રમ

ભયથી ઉત્પન્ન થયેલું

ગભરાવી નાંખે તેવું

વા વાસ્તવમાં ક્યાંય જોવા ન મળે તેવું

નકારી ન શકાય તેવો ભ્રમ

વાસ્તવમાં ક્યાંય જોવા ન મળે તેવું ભયથીઉત્પન્ન થયેલું કે

જે આજદીન સુધી માનવસમુદાય દ્વારા નકારી શકાઈ નથી

તેવી ભ્રમણા ભગવાનના નામે ઓળખાય છે.

ગોવીન્દ મારુ

27 Comments

  1. kisine galat kaha ki uska pata nahi,magar sach to yeh hai me use dundne ki hadd tak gaya hi nahi……

    Like

  2. એક વાત તો નિશ્ચિત છે કે ભગવાને પશુ-પક્ષી કે મનુષ્યનું સર્જન કર્યું છે કે નહિ તે કોઈ છાતી ઠોકી કહી શકે તેમ નથી પરંતુ ભગવાન કે ઈશ્વરનું સર્જન તો માનવી એ જ કર્યું છે તેમાં કોઈ બે મત નથી. ખરેખર તો પ્રકૃતિના નિયમો એ જ ઈશ્વર છે તેમ માની શકાય. જેમ જેમ માનવીનો વિકાસ થતો ગયો અને જે જે બાબતોથી કોઈનું મૃત્યુ થતું જોયું કે ઈજા પામતા જોયા તે તમામથી એ ભય્ પામવા લાગ્યો અને તે તમામને ઈશ્વર તરીકે જોવા લાગ્યો. સંસ્કૃતિના વિકાસ સાથે જે કોઈ ના ગમતા પ્રસંગો બનવા લાગ્યા એટલે સમાજના એક વર્ગે ઈશ્વરની પરિ કલ્પના દ્વારા સામજના આવા દૂષ્ટ લોકોને ઈશ્વરનો ભય બતાવી દુષ્કૃત્યો અટકાવવા પ્રયાસો કર્યા અને આ રીતે ઈશ્વરનો ભય ઉભો કરવામાં આવ્યો જણાય છે !

    Liked by 1 person

  3. જૈન શાસ્ત્રોના કર્મગ્રંથોમાં ઇશ્વર અને પરમાત્માના સ્વરૂપનુ સચોટ વર્ણન ઉપલબ્ધ છે. તેમાં ઘણા બધા તથ્યો વિસ્તૃત પ્રકારે અને સમજાવીને આપેલા છે, જે સામાન્ય બુદ્ધિને અનુરુપ છે. આ તથ્યો અને અન્ય જ્ઞાન ભગવાન મહાવીરના ગણધર ભગવંતોએ ૨૫૦૦ વર્ષ પહેલા રચ્યુ. તેમાં આપેલી મોટાભાગની વાતો અજૈન સમાજમાં અપ્રચલિત છે, અને કેટલીક જગ્યાએ અર્ધપ્રચલિત છે. આ ગ્રંથોના ઉદ્ભવસ્થાન વિશે કોઇ પુરાવો તો નથી, પણ સેંકડો વર્ષોથી તે જૈન સમાજમાં સર્વાનુમતે સ્વીકારાયેલા છે.

    એક વાતતો નક્કી છે, ભગવાન નામના તત્વનુ ઉદ્ગમસ્થાન ભયમાંથી તો નથી જ. જ્યારે અનેક ખુશીના મોકા આવે ત્યારે પણ કોઇપણ સંપ્રદાયના લોકો ભગવાનને સાંભરવાનુ ચૂકતા નથી. આ સંદર્ભે ભય વાળી વાત ઠીક લાગતી નથી.

    Liked by 1 person

  4. અનુભવ જન્ય વાત
    બ્રહ્મ કે ભ્રમ તે અનુભવથી સમજાય
    ાને ફરીથી
    જેઓ આક્રમક નથી તેની વાત ભ્રમ વધુ ગણાય!

    Like

  5. નઝુમી કહી નથી શકતો સમયની પારની વાતો,
    નજર કરતી રહે કેવળ જોયા દિદારની વાતો!
    (મુકુન્દ જોશી)

    તમે જે જોઈ શક્યા, તેનુ તમે વર્ણન કર્યુ! યાર, ક્યારેક મીરા નરસિંહની આંખે જોવાનો પ્રયત્ન કરો!
    પછી શું લખો છો એનો ઇંતેઝાર છે.

    Like

  6. ભ – ભયને ભગાડનાર સમગ્ર ઐશ્વર્યના સ્વામી
    ગ – ગમન કરવાની શક્તિ પ્રદાન કરનાર
    વા – વાણીને પ્રકાશ કરનાર સર્વત્ર રહેલ
    ન – નૈતિ નૈતિ કરતા સર્વ પદાર્થોનો બાધ કર્યા પછી શેષ બાકી રહેનાર

    Like

  7. શ્રી ગોવિંદભાઈ,

    મને એમ હતુ કે આપ ખરા અર્થમાં રેશનલ હશો. પરંતુ આપે મારી કોમેન્ટ કે જે કોઈને હાનિકારક નહોતી અને તે મારા મનના ભાવો હતાં જેને modrate કરીને દુર કરી છે તેનાથી આપના રેશનાલિસ્ટ હોવા વિશે શંકા ઉપજે છે. સાચો બુદ્ધિશાળી માણસ કોઈ પણ ટીકા ટીપ્પણીનો યોગ્ય દલિલ અને તર્ક દ્વારા બુદ્ધિપૂર્વક ઉત્તર આપે છે. જ્યારે કોઈ વ્યક્તિનો મુક્ત અભિપ્રાય માત્ર આપણા વિચાર સાથે મેળ ન બેસતો હોય તેટલા માટે જ દુર કરવો તે તંદુરસ્ત બ્લોગિંગ નથી.

    અતુલ

    Like

    1. શ્રી અતુલભાઈ,

      તા.8-9/07/2009 હું પાલનપુર હોવાને કારણે નવસારી પરત આવીને આપના સહીત 05 મીત્રોની પેન્ડીંગ કોમેન્ટ આજે જ એપ્રુવ કરી છે.
      વધુમાં ડૉ. શશીકાન્ત શાહ સાહેબના પ્રતીભાવ ‘Sorry, do not agree with you, but still, I agree to your right to say so !” સાથે સહમત છું. જે આપની સહજ જાણ માટે.
      ગોવીન્દ મારુ

      Like

  8. હું ફરી વાર મારી કોમેન્ટ લખુ છું. આપણે વાચકોનો જ અભિપ્રાય લઈએ કે શું આ કોમેન્ટમાં એવું કશું છે કે જેથી તેને મોડરેટ કરવી પડે?

    ભ – ભયને ભગાડનાર સમગ્ર ઐશ્વર્યના સ્વામી
    ગ – ગમન કરવાની શક્તિ પ્રદાન કરનાર
    વા – વાણીને સત્તા આપનાર વાસ્તવમાં સર્વત્ર રહેલ
    ન – નૈતિ નૈતિ કરીને સર્વ પદાર્થો અને ભાવોનો બાધ કર્યા પછી પણ શેષ રહેનાર

    અતુલ

    Like

    1. આ વધુ બંધબેસતુ છે. લેખના મજકૂરમાં આવા વાક્યો હોત તો વધુ સુંદર લાગેત.

      Like

  9. મોટાભાગના સ્યૂડો રેશનાલિસ્ટો આવા વાસી બકવાસી વાક્યો વહેતા મૂકી પોતે મહાન વિચારક છે એવો બ્રમ ઊભો કરતા હોય છે. ગોવિંદભાઈ પણ આ રસ્તે ચડી ગયા બસ. લખવું તો વિચારી અને સમજીને લખવું બસ જૂડાજૂડ ના કરવું. ઓછે પોસ્ટ આપો પણ સારી આપો

    Like

  10. આપની…વાત સત્ય છે. અને આપ જાણો જ છો કે સત્ય હંમેશા કડવું જ હોય છે……. અને તે લોકોને સમજાવવુ પણ ક્ઠીન હોય છે.
    ભારત પ્રાકૃતિક સંસ્કૃતિથી બનેલ એક માત્ર માતૃપ્રધાન દેશ હતો. જેમા પ્રકૃતિની પૂજા કરાતી હતી. એટલે કે :
    ભ = ભુમિ,
    ગ = ગગન,
    વા = વાયુ,
    ન = નીર
    અગાઉ આ બાબતે ચર્ચા કરેલ બ્રર્હ્માંડના આ ચાર તત્વો સિવાય કોઇ પણ જીવ આ પૃથ્વી કે બ્રહ્માંડમાં જીવી બતાવે તેને ભગવાન માનવું, બાકી તો બધા એક બીજાથી અક્ષર જ્ઞાનમાં કે અન્ય રીતે હોશીયાર ચતુર માનવીઓ એ અજ્ઞાન માનવીને ઉલ્લુ બનાવી ભગવાનના નામે ડર પેદા કરી.. પેદા કરાવી…. તન…. ધન…. અને મુખ્યત્વે…… “મન” પર રાજ કરવાની….. વર્ષો પુરાની ચાલ છે…….. સમજવાવાળા સમજી જ્શે…… તે પહેલા સમાજ સેવક યા ધર્મ ગુરુ યા ભગવાન થશે……. બાકી……. બધા…..ભકતોના નામે ગુલામ થશે……….
    તમારે શુ બનવુ છે ? તે તમારે દરેકે વિચારવાનુ છે……. બાકી આપ પ્રકૃતિની પૂજા કરશો તો સાચા અર્થમાં ઇન્સાન બનશો…….. નહીતો ધર્મ, જાતિ, વર્ણમાં ભેદ ભ્રમ પેદા કરી લડાઈ કરાવનારા હેવાન બનશો…….

    Liked by 1 person

  11. A Lover ask god
    “why life is so tough wen we r in love”
    God replied
    “just think how beautiful & easy life is when u r with the person u love”

    Like

  12. બધા જ અણુઓમાં(જડ કે ચેતન)રહેલી અદીઠ શક્તિના અનેક નામોમાંનું એક નામ તે ભગવાન. અને પ્રેમના શુધ્ધ ભાવ વડે આ શક્તિ સાથેનું જોડાણ શક્ય બને છે. તેનો ભય નહી પ્રેમ હોવો ઘટે !

    Like

  13. . પ્રભુ બતાવ
    તારું હોવાપણું ને,
    બાળ જનમ્યું.

    ૪. ફુંટી કૂંપળ
    ગૂંજ્યું તારું નામ રે,
    હર પાદડે.

    Like

  14. 1૦૦ કે 2૦૦ વર્ષ પહેલાં Bacteria, Virus વિષે પણ લોકો આવું જ માનતા હતાં! કારણ વિજ્ઞાનની હદ ત્યાં સુધી પહોંચી ન હતી. હજુ રાહ જુઓ, આ એક તત્વ છે, અને વિજ્ઞાનના સીમાડા હજુ એની સરહદને અડ્યા નથી! તમે કે હું એ નથી માની શકતા કે તમારામાં કે મારામાં એવું કંઇક છે જે બધામાં છે અને છતાં એ મહાન છે. ટૂંકમાં, મારા મતે તમારામાં, મારામાં, પ્રકૃતિમાં, દરેક અણુ-પરમાણું કે તત્વમાં જીવન છે અને એનું પોતાનું એક અલગ વિશ્વ એટલે મારા માટે ભગવાન. એ ક્યાંય દૂર વસતો નથી. એ સમસ્તમાં છે, છતાંય દેખાતો નથી એટલે ના માનો તો કઈ નહિ. દરેકને વિચારવાની અને એ મુજબ જીવવાની સ્વતંત્રતા છે. હું બીજી રીતે વિચારું છું તો લાગે છે કે હું વિચારું છું તો ભગવાન છે કે નથી, પણ જો હું વિચારી શકતો જ નથી (પશુ, વૃક્ષ કે પથ્થર હોઉં તો) તો એવો કોઈ સવાલ જ નથી રહેતો! માટે વિચાર (જ્ઞાન) ને પણ ભગવાન માન્યા છે. જ્યાં વિચાર છે ત્યાં ભગવાન છે!

    Like

  15. પ્રજ્ઞાજુ કહે છે કે
    “અનુભવ જન્ય વાત
    બ્રહ્મ કે ભ્રમ તે અનુભવથી સમજાય
    ાને ફરીથી
    જેઓ આક્રમક નથી તેની વાત ભ્રમ વધુ ગણાય!”
    અધ્યાત્મિક સિદ્ધો અને સાધકો આવી જ રીતે ભ્રમ ફેલાવે છે. આપણે આપણી સામાન્ય બુદ્ધિ નહીં વાપરવાની પણ ‘અનુભવ’ કરવાનો અને અનાક્રમક જણાતી વ્યક્તિઓની વાત માની લેવાની. તેઓ તો આપણા બધાની સમજશક્તિ પર જ આક્રમણ કરે છે. તેમાંના લગભગ બધા જ મફતનું ખાઈને મોટી મોટી વાતો કરવાવાળા હતા અને છે.

    જો કે હું ઈશ્વરના અસ્તિત્વને નકારતો નથી. મારો વાંધો અન્યાયી અને અસત્યવાદી પરુશોને ઈશ્વર અથવા ઈશ્વરના નિયુકત (authorized) પ્રતિનિધિ તરીકે સ્વીકારી તેમની પૂજા કરવા કરાવવા સામે છે. લોકો ઈશ્વરના મુખમાં શબ્દો મુકે છે તે પણ યોગ્ય લાગે છે ખરું?

    Like

  16. ખુબજ સરસ…..
    ભગવાનના નામે પાંખડવાદ જ ફેલાયો છે, એમના નામે ચાલતા ધંધા બંધ થવા આવ્યા એટલે એ લોકોને ખૂંચવા લાગ્યુ છે ભગવાને ક્યારેય પ્રગટ થઈને કંઈક પણ માગ્યું નથી. અને લોકો બધું જ ભગવાનના નામ પર માંગે છે, આજે કેરળમાં જોઈ લેવું માણસ જ માણસની મદદે આવ્યો, અને કરોડોની સંપત્તિ ધરાવી બેઠેલા મંદિરોએ કેટલું દાન કર્યું?? કોઈ બતાવશે ખરું??

    Liked by 1 person

Leave a reply to Dushyantsinh Chavda Cancel reply