ખગ્રાસ સુર્યગ્રહણ

Solar Eclips તમામ કુદરતી જીવો સુર્યના ઉગવા-આથમવાના કુદરતી ઘટનાક્રમથી વાકેફ છે. છતાં કોઈક દીવસે સુર્યોદય થયા પછીના અમુક સમય પછી, તરત જ અંધકાર છવાઈ જાય, રાત પડ્યાના અહેસાસથી પંછીઓ પોતાના માળા તરફ પાછા ફરવા પ્રયાણ કરે, ધોળે દીવસે તારા દેખાવા લાગે, ત્યાં તો થોડા સમય પછી તરત જ સુર્યના કીરણો પ્રકાશ પાથરવાનું શરુ કરે અને દીવસનું વાતાવરણ પુન:સર્જાય, ત્યારે ભલ ભલા બહાદુર માનવીઓ ભયભીત થઈ જાય છે.

નરી આંખે સુર્યગ્રહણ નીહાળવું હીતાવહ નથી. તેમ કરવાથી કાયમને માટે અંધાપો આવી શકે છે. પ્રાચીન યુગમાં આવા હાનીકારક બનાવો બન્યા પણ હોય, તેનાથી ભયભીત થઈને આપણા પુર્વજોએ કોપાયમાન (માની લીધેલા) સુર્યદેવ(!)ને રીઝવવાના ભ્રામક ખ્યાલથી પ્રેરાઈને સુર્યગ્રહણ વખતે ઘર બહાર નહી નીકળવાનું સ્વીકાર્યું હશે! આ અગાઉ થયેલ ખગ્રાસ (સંપુર્ણ ગ્રહણ) નો આહ્ લાદક આનંદ માણવાને બદલે ઘરના બારી-બારણાં બંધ કરીને લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા. એટલું જ નહી શીક્ષકો, પ્રાધ્યાપકો અને સરકારી કર્મચારીઓને ગ્રહણથી પીડાવું ન પડે તે માટે કેટલીક સરકારે રજા જાહેર કરી હતી. તેનું પુન: આંધળુ અનુકરણ ન થાય અને તા.22મી જુલાઈ, 2009ના રોજ બહુજન સમાજ સ્વતંત્રપણે વીચારે અને ખગ્રાસ સુર્યગ્રહણ ગ્રહણનો આહ્ લાદક આનંદ માણી શકે તે આ બ્લોગરનો આ નમ્ર પ્રયાસ છે.

એક વર્ષમાં ઓછામાં ઓછા 02 અને વધારેમાં વધારે 07 ગ્રહણો થાય છે. 18 વર્ષ, 10-11 દીવસ અને 08 કલાકનું એક ગ્રહણચક્ર હોય છે. તે દરમ્યાન આશરે 70 ગ્રહણ થાય છે. તેમાં 42 સુર્યગ્રહણ અને 28 ચન્દ્રગ્રહણ થાય છે. પ્રમાણમાં 03 સુર્યગ્રહણ અને 02 ચન્દ્ર ગ્રહણ થાય છે. 223 ચંદ્રમાસ અથવા 6585 દીવસ અથવા એક ગ્રહણચક્ર વીત્યા બાદ તેના તે જ ગ્રહણો ફરીથી થાય છે. આમ એક સમયની નોંધ રાખી હોય તો આ ગ્રહણચક્રના દીવસો અવારનવાર નક્કી કરી શકાય છે. 28 ચંદ્રગ્રહણમાંથી સરાસરી 18 ગ્રહણ એક ઠેકાણે થાય છે. એટલે કે એક ગ્રહણચક્રમાં 70 ગ્રહણોમાંથી 07 સુર્યગ્રહણ તથા 18 ચંદ્રગ્રહણ ઘણું કરીને એક જ સ્થળે દેખાય છે. બાકીના તે સ્થળે દેખાતા નથી. 365 વર્ષે એકનું એક ગ્રહણ એના એજ સ્થળે થાય છે.

સામન્ય રીતે બાળકો પણ જાણે છે કે કોઈ પણ અપારદર્શક વસ્તુ પ્રકાશના માર્ગમાં મુકવામાં આવે તો તેનો પડછાયો બીજી બાજું પડે છે. આ જ રીતે ચંદ્ર, સુર્ય અને પૃથ્વી વચ્ચે સીધી રેખામાં તેમજ એકબીજાથી બરાબર અંતરે હોય તો ચંદ્રનો પડછાયો પૃથ્વીના નાના ભાગ પર પડે છે. અને આ ભાગમાંથી જ્યારે સુર્યને જોવામાં આવે છે, ત્યારે સુર્ય, ચંદ્ર પાછળ સંતાયેલો દેખાય છે. જેને આપણે ખગ્રાસ સુર્યગ્રહણ કહીએ છીએ. આ એક અપુર્વ કુદરતી ઘટના છે. ધરતીકંપ, વાવાઝોડું જેવી ઘટનાઓમાં અતીભારે નુકસાન થાય છે. આવું કશું ગ્રહણની ઘટનામાં બનતું નથી. તેથી પારંપરીક ખોટા ખ્યાલો, રુઢીઓ વગેરે ત્યજી, વૈજ્ઞાનીક સમજદારીથી ગ્રહણની ઘટનાને નીહાળવી જ જોઈએ. સુર્યને નરી આંખે, દુરબીન કે ટેલીસ્કોપ વડે નીહાળવાથી કાયમને માટે અંધાપો આવી શકે છે. સુર્ય પુર્ણ ગ્રસીત થવામાં હોય ત્યારે પીનહોલ કેમેરા મારફત છાંયડાવાળી દીવાલ પર સુર્યબીંબ પ્રોજેક્ટ  કરી પરાવર્ધીત યા પરીવર્તીત બીંબ નીહાળી શકાય છે. બદલાતા સમયમાં ટેલીસ્કોપ કે દુરબીન આગળ ફીલ્ટર રાખીને પણ સુર્યગ્રહણ નીહાળી શકાય છે. નીકલ-ક્રોમીયમ (INCOMEL) વડે આવરણ ચઢાવેલ અને સહેલાઈથી ઘસરકા ન પડે તેવા ફીલ્ટર(ચશ્મા) સુર્ય પ્રકાશમાંથી પાર-જાંબલી (અલ્ટ્રાવાયોલેટ) ને અધોરક્ત (ઈન્ફ્રારેડ) નુકશાન કરતા ભાગોને હટાવી શકે છે- તેવા ફીલ્ટર(ચશ્મા) વડે  સુર્યગ્રહણ નીહાળી શકાય છે. પરંતુ તેના દ્વારા સતત ગ્રહણ નીહાળવું નહી. બલ્કે, અલપ-ઝલપ યા ક્ષણાર્ધ માટે જ ઉપયોગ કરવો/ ચશ્મા વાપરતા પહેલાં તેની ચકાસણી કરી લેવી કે તેમાં ઘસરકા યા ટાંકણીભર કાણાવાળું ફીલ્ટર હોય તો તે વાપરવું નહી- તેની ખાસ કાળજી રાખવી.

તા.22મી જુલાઈ, 2009ના રોજ થનારા ખગ્રાસ સૂર્યગ્રહણનો પટ્ટો  સુરતની બંને બાજુએ એક તરફ વડોદરા અને બીજી તરફ સેલવાસ સુધી વિસ્તરેલો હશે, તેથી આ વિસ્તારમાં આ ગ્રહણ ખગ્રાસરુપે જોવા મળશે. સુરતમાં ખગ્રાસ ગ્રહણ 03 મીનીટ અને 17 સેકન્ડ સુધી જોવા મળશે, જ્યારે વડોદરા અને સેલવાસમાં તે માત્ર એક મીનીટ અને 19 સેકન્ડ સુર્યગ્રહણ જોવા મળશે. આ સદીનું સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ થશે ! તે 6.6 મીનીટ દેખાશે. ભારતીય સમય મુજબ સવારે 05 કલાક 28 મીનીટે ખગ્રાસ સુર્યગ્રહણ શરુ થશે અને 10 કલાક 42 મીનીટે ખગ્રાસ ગ્રહણ પુરું થશે. આ અગાઉ 24 ઓક્ટોબર 1995માં ખગ્રાસ સુર્યગ્રહણ ગ્રહણ જોવાનો મોકો ગુજરાતને મળ્યો હતો, ત્યાર બાદ આ આ પ્રકારનું સુર્યગ્રહણ ગ્રહણ 123 વર્ષ પછી થશે. જેથી આ તક ચુકી ગયા બાદ આવું લાંબુ ખગ્રાસ ગ્રહણ જોવા મળશે નહી. જેથી આ ખગોળીય ઘટનાનો આહ્ લાદક આનંદ માણવા સૌ કાઈને અપીલ છે.

ગોવીન્દ મારુ

નોંધ:-

(1) ગુજરત/સુરત આમ્ચ્યોર એસ્ટ્રોનોમર્સ એસોસીએસન દ્વારા આત્મીય વીદ્યા મંદીર, કોળી ભરથાણા, સુરત ખાતે તા.21 ને 22/07/2009 ના રોજ વૈગ્યાનીકો, શીક્ષકો તેમજ મારા-તમારા જેવા જીગ્યાસુઓ માટે કાર્યશીબીરનું આયોજન કરેલ છે. જેમાં ભાગ લઈને ભારતભરમાં સૌથી લાંબુ સુર્યગ્રહણનો આહલાદક આનંદ માણવા માટે નીમંત્રણ છે. રજીસ્ટ્રેશન તેમજ વધુ જાણકારી માટે http://aaasteam.blogspot.com/ ની મુલાકાત લેવા વીનંતી છે.

(2) ખગોળશાસ્ત્રના અભ્યાસ સાથે સંકળાયેલા શ્રી ધનંજય રાવલના જણાવ્યા મુજબ વર્તમાન વાતાવરણની માફક 30 થી 40 % વાદળઓ નુંપ્રમાણ રહેશે તો પણ સુર્યગ્રહણ નીહાળી શકાશે. સુર્યગ્રહણ પડછાયાના પથ પર આવતા સુરત સહીત ભારત ને ચીનના કુલ ૧૨ સ્થળોએ વૈગ્યાનીકઓની ટીમ અત્યાધુનીક સાધનોથી સજ્જ રહેશે. આ તમામ સેન્ટર્સ ઈન્ટરનેટથી જોડાયેલા રર્હેશે. જેને કારણે જો કોઈ સંજોગોમા કોઈ સેન્ટર્સ પર ખરાબ હવામાનના કારણે સુર્યગ્રહણ નીહાળવામાં તકલીફ પડશે તો પણ તેઓ અન્ય સેન્ટર્સ નેટવર્ક પરથી સુર્યગ્રહણ નીહાળી શકશે.

27 Comments

  1. મેં 1999 માં ઑગસ્ટ મહીનામાં સમ્પુર્ણ સુર્યગ્રહણ માણ્યું હતું. ત્યારે વડોદરામાં હતો. ઘણો જ આહ્લાદક અનુભવ હતો. પક્ષીઓ અન્ધારુ થયું સમજી પોતાને માળે પાછાં ફરતાં હતાં.

    Like

    1. Hope you enjoyed 11 Aug 1999 TSE IN KUTCH and not in BARODA as BARODA was not the place for TSE – only partial eclipse was seen @ BARODA. BUT WE filmed the whole TSE occasion and the TSE was not seen in KUTCH as clouding all over so NO ONE could actually see TSE in total form of SUNECLIPSE during those 2 minutes time. I wonder how you could do? where you could see TSE? or you seen partial eclipse only during TSE 11 Aug 1999?

      Like

  2. – સામર્થ્યવાન એવો સૂરજ પણ કરમાયો મધ્યાહ્ને;
    આપણે કોણ? એવું શું અભિમાન આ મર્ત્યને.
    ( સૂર્યગ્રહણ સંદર્ભે )

    ત્યારે લખાયેલું મુક્તક.

    Like

    1. ડો. મૌલિકભાઈ,
      ગુજરત/સુરત આમ્ચ્યોર એસ્ટ્રોનોમર્સ એસોસીએસન દ્વારા આત્મીય વીદ્યા મંદીર, કોળી ભરથાણા, સુરત ખાતે તા.21 ને 22/07/2009 ના રોજ વૈગ્યાનીકો, શીક્ષકો તેમજ મારા-તમારા જેવા જીગ્યાસુઓ માટે કાર્યશીબીરનું આયોજન કરેલ છે. જેમાં ભાગ લઈને ભારતભરમાં સૌથી લાંબુ સુર્યગ્રહણનો આહલાદક આનંદ માણવા માટે નીમંત્રણ છે. રજીસ્ટ્રેશન તેમજ વધુ જાણકારી માટે http://aaasteam.blogspot.com/ ની મુલાકાત લેવા વીનંતી છે

      Like

  3. સુંદર માહિતી સભર લેખ!
    મેં પણ એક ખગ્રાસ ગ્રહણ નિહાળ્યું હતું પણ મને તો ત્યારે તારા દેખાયા ન્હોતા.

    Like

  4. લગભગ ત્રણેક મહિના પહેલા મારા ભાણિયાએ વર્ડપ્રેસ અને ગુજરાતી બ્લોગની ઓળખાણ કરાવેલી. ત્યારથી અવાર-નવાર તમારા બ્લોગની મુલાકાત લીધી છે પણ ક્યારેય કોઈ ટીપણ્ણી કરી નથી. કારણ એટલું જ કે બ્લોગીંગની અનોખી અને આગવી મઝા માણવા માટે મારે મારો બ્લોગ હોવો જોઈએ એવું મારું માનવું છે. પણ હવે બ્લોગનું માળખું તૈયાર થઈ ગયું છે અને આજે પહેલી પોસ્ટ પણ મૂકી દીધી. આવો અને માણો અને ટીપણ્ણી લેવા-આપવાનો વ્યવહાર શરુ કરીએ:

    દિશા-દર્શન, દશા-વર્ણન July 9, 2009

    Like

  5. ઘણી ઉપયોગી સુર્ય ગ્રહણ વિશે માહ્રિતી આપ પાસેથી મળી…..આભાર…..

    Like

  6. ખૂબ સરસ માહિતી.
    નોંધી રાખો.22મી જુલાઈ, 2009ના રોજ થનારા ખગ્રાસ સૂર્યગ્રહણનો પટ્ટો સુરતની બંને બાજુએ એક તરફ વડોદરા અને બીજી તરફ સેલવાસ સુધી વિસ્તરેલો હશે,અને આવૉ સૂરત
    સાયન્સ સિટીમાં વિદ્યાર્થીઓ કલામ સાથે સીધી વાતચીત કરી શકશે
    વિજ્ઞાનને ઉત્તેજન મળે તે હેતુથી ભારત સરકારના ઉપક્રમે સમગ્ર દેશમાં વર્ચ્યુઅલ કલાસરુમ શરુ થશે જેના ભાગરુપે વિદ્યાર્થીઓનેવર્ચ્યુઅલ કલાસરુમ દ્વારા વિજ્ઞાનના અભ્યાસ કરાવવામાં આવશે.

    Like

    1. – નોંધ લીધી. આપનો ખુબ ખુબ આભાર…..

      Like

  7. Very interesting and really informative matters are given.Keep giving such interesting scientific and geographical topics to know.I dont know gujarati typing so I am writing in English but I request you to please take utmost care in writing correct spellings.There are lots and lots of spelling mistakes in this article.PLEASE, yours is one of the best GUJARATI blog or whatever you may call,it’s your moral duty to cater right and correct gujarati language.You are doing a great humane service to GUJARATI PEOPLE living in different parts of the world.”DAHI SASRE NA JAY NE GANDI NE SHIKHAMAN AAPE”em nahi samajta.

    Like

    1. શ્રી સુરેશભાઈ,
      ગુજરાતીનો શીક્ષક કે પ્રોફેસરને જોડણી આવડતી ન હોય અને તેની ભુલને કારણે વીદ્યાર્થીને માર ખાવી પડે કે તેને નાપાસ કરવામાં આવે તે કેટલા અંશે વાજબી છે? મારા બ્લોગ ઉપર એક જ ” ઈ ” અને ” ઉ ” વાળી ઉંઝા જોડણીનો ઉપયોગ કરેલ છે. જે આપશ્રીને સહજ જાણ થવા વીનંતી છે.
      બ્લોગની મુલાકાત બદલ આભાર.

      Like

  8. Very good information of of solar eclips. Remarkable and knowledgable for young generation..

    So Many Many Thanks….

    Like

  9. Very good information of solar eclips. Remarkable and knowledgable for young generation.

    This solar eclips will be in this 21st century.

    next generation will not get the chance to this type..

    everybody must attend the function of solar eclips when it stars in the globle sky.

    Like

    1. આદરણીય શાસ્ત્રીજી,
      હા, તા.22મી જુલાઈ, 2009ના રોજ થનારા ખગ્રાસ સૂર્યગ્રહણનો પટ્ટો સુરતની બંને બાજુએ એક તરફ વડોદરા અને બીજી તરફ સેલવાસ સુધી વિસ્તરેલો હશે. આ પ્રકારનું ગ્રહણ 123 વર્ષ પછી થશે. જેથી આ ખગોળીય ઘટનાનો આહ્ લાદક આનંદ માણવો જ જોઈએ. આ તક ચુકી ગયા બાદ આવું લાંબુ ખગ્રાસ ગ્રહણ જોવા મળશે નહી. ભારતીય સમય મુજબ સવારે 05 કલાક 28 મીનીટે સૂર્યગ્રહણ શરુ થશે અને 10 કલાક 42 મીનીટે ખગ્રાસ ગ્રહણપુરું થશે. તેનો દરેકેદરેક વ્યક્તીએ લાભ લેવો જ જોઈએ.
      આભાર.
      -ગોવીન્દ મારુ

      Like

  10. Really it’s a very good information. In past we made arrangment for common public to view the soalr eclips with safety and made them understand about the fact of natural happenings.

    Like

  11. Visited your blog today by me.Veery happy.You have written each and everything regarding solar eclips. knowledgable for humen being..

    Congratulation with Thanks to you and your team Members.

    Like

  12. Visited your blog today by me.Very happy.You have written each and everything regarding solar eclips. knowledgable for humen being..

    Congratulation with Thanks to you and your team Members.

    Like

Leave a comment