આપણી અધોગતીનું મુળ ઈશ્વર પરાયણતા

જીવન અને જગતની સમસ્યા અને રહસ્યને વીવેક બુદ્ધીવાદ, વૈજ્ઞાનીક અભીગમ અને માનવવાદના અધીષ્ઠાન પર સમજવાની જગ્યાએ, કાલ્પનીક ધર્મ-અધ્યાત્મની તરંગી શ્રદ્ધા-અંધશ્રદ્ધા પર સમજવાના આપણા અતાર્કીક અભીગમને કારણે આપણે વીશ્વમાં ઘણા પછાત રહી ગયા છીએ.

આપણી કુટુમ્બ સંસ્થા અને આપણી શીક્ષણ સંસ્થાઓ એ આપણા ધાર્મીક શ્રદ્ધા-અંધશ્રદ્ધાનાં સૌથી મોટાં પ્રચાર કેન્દ્રો છે. નવજાતશીશુ જન્મતાની સાથે વીસ્મય દૃષ્ટી અને નીરપેક્ષ જીજ્ઞાસાવૃત્તી સાથે જન્મ લે  છે. પ્રત્યેક બાળક સર્જનશક્તી, સંવેદનશીલતા અને નીરપેક્ષ દૃષ્ટી લઈને જન્મતું હોય છે. પરંતુ આવા બાળક પર બાળઉછેરના નામે આપણી કુટુમ્બ સંસ્થા અને કેળવણીના નામે આપણી શીક્ષણ સંસ્થાઓ એવા તો અવૈજ્ઞાનીક, અવીવેકી અને સંવેદનબધીર અમાનવીય કુપ્રયોગો અને કુસંસ્કારોનું આક્રમણ કરે છે કે જેને કારણે પેલું નવજાત–નીર્દોષ બાળક સર્જનશીલતા, સંવેદનશીલતા અને નીરપેક્ષ દૃષ્ટીવીહોણા અને સમસ્યાસર્જક યુવાનમાં રુપાંતર પામતું રહે છે.

દરેક ઘટના, દરેક સમસ્યા કે દરેક અકસ્માત એટલે ‘ઈશ્વરની મરજી’ – જેવા ભ્રામક અર્થઘટને આપણી આખેઆખી પ્રજાને પલાયનવાદી–નીર્માલ્ય બનાવી દીધી છે. આવી ઈશ્વર પરાયણતાને કારણે સરેરાશ દરેક ભારતીયને વીવેકબુદ્ધી વગરનો, અવૈજ્ઞાનીક અભીગમવાળો અને દૃષ્ટીવીહોણો બનાવી દીધો છે.

ઈશ્વર પરાયણતા અને ધાર્મીક અંધશ્રદ્ધાના આક્ર્મણે ભારતીય યુવાનની કોઈપણ વીચાર કે ઘટનાને સંશય–દૃષ્ટીથી તપાસવાની વૃત્તી ને જ હરી લીધી છે અને તેની જીજ્ઞાસાવૃત્તીનું પણ સાવેસાવ નીકંદન કાઢી નાખ્યુ છે ! દરેક સારી – નરસી ઘટનામાં ઈશ્વરને જવાબદાર ઠેરવી દેવાની મનોવૃત્તીએ કોઈપણ પરીણામનું વીવેકબુદ્ધીથી, વૈજ્ઞાનીક અભીગમથી સંશોધન કે પરીક્ષણ કરવાના અભીગમને ગળે જ ટુંપો દઈ દીધો છે !

ધર્મશ્રદ્ધા-અંધશ્રદ્ધા અને ઈશ્વર પરાયણતાને કારણે ભારતવર્ષમાં બાવા-બાવીઓ, ધુતારા–કર્મકાંડીઓ અને ધર્મઢોંગીઓનો રાફડો પેદા થયો છે. તો બીજી બાજુએ પ્રારબ્ધવાદી, આળસુ અને અંધશ્રદ્ધાળુ આમ જનતા ગરીબી, ગુલામી અને નીર્માલ્યતામાં સરી પડી છે. જ્યારે પશ્વીમ અને યુરોપની પ્રજા વીવેકબુદ્ધીવાદ, વૈજ્ઞાનીક અભીગમ અને માનવવાદના આધારે પોતાનો, પોતાના સમાજનો તથા રાષ્ટ્રનો આલોક સુધારી ચુક્યા છે.

જો ભારત વર્ષે પ્રગતીના પંથે આગળ વધવું હોય તો ધર્મપ્રેરીત શ્રદ્ધા-અંધશ્રદ્ધા તથા ઈશ્વર પરાયણતામાંથી મુક્ત થઈ વીવેકબુધ્ધીવાદ, વૈજ્ઞાનીક અભીગમ અને માનવવાદને રસ્તે જ કદમ માંડવા પડશે. કુટુમ્બ સંસ્થા અને શીક્ષણ સંસ્થાઓ તે માટે બદલાવું પડશે.

ઉત્તમ પરમાર

તા 18 ઓગસ્ટ, 2009ના સુરતના ‘ગુજરાતમીત્ર’, દૈનીકના ચર્ચાપત્ર વીભાગના અને લેખકશ્રીના સૌજન્યથી  સાભાર…..

સંપર્ક:

શ્રી ઉત્તમ પરમાર,

મૅનેજીંગ ટ્રસ્ટી, કીમ એજ્યુકેશન સોસાયટી,  કીમ – 394 110  જીલ્લો–સુરત   Mobile – +91 99259 959014

31 Comments

  1. “ધર્મશ્રદ્ધા-અંધશ્રદ્ધા અને ઈશ્વર પરાયણતાને કારણે ભારતવર્ષમાં બાવા-બાવીઓ, ધુતારા–કર્મકાંડીઓ અને ધર્મઢોંગીઓનો રાફડો પેદા થયો છે.”

    અને એ અહિં પરદેશમાં ય આવીને કમાણી કરી જાય છે. અને અંધશ્રધ્ધાળુઓને ધરાર છેતરે છે.

    Like

  2. આમાં તો ભાઈ દુઃખે પેટ ને કૂટે માથું તેના જેવો ઘાટ થયો હોય તેમ લાગે છે. આપણાં દુષ્ટ રાજકરાણીઓ સામે તો કોઈ કાઈ બોલી શકે તેમ નથી એટલે આપણી કુંટુંબસંસ્થા અને શિક્ષણસંસ્થાને ભાંડવાનું શરુ કર્યું. વૈજ્ઞાનિક અભીગમવાળી આપણી પ્રજા ન હોત તો આ બ્લોગ ઉપર આ ચર્ચાઓ ન થઈ શકી હોત. આપણું સારામાં સારું બુદ્ધિધન પરદેશીઓ હડપ કરી જાય છે તેની પાછળ શ્રદ્ધા કે અંધશ્રદ્ધા નહીં પણ આપણા લોકોને આપણા સત્તાધારીઓ દ્વારા પુરી ન પાડવામાં આવતી તકો છે. પહેલા તો જ્યાં મુળ સડો છે ત્યાં સુધારો કરવાની જરૂર છે.

    બાકી દરેક દેશની એક રાષ્ટ્રિય અસ્મિતા હોય છે અને તેને જ તે પાયામાં રાખીને આગળ વધતો હોય છે. જે અસ્મિતા અમેરીકાની હોય તે જ અસ્મિતા રશિયાની કે ચીનની ન પણ હોય. લીંબોળીમાંથી લીમડો જ થાય અને ટેટામાંથી વડલો જ થાય માશી ખુબસુરત હોય એટલે માને ગાળો ન દેવાય.

    Like

  3. કેટલાય અંધ શ્રદ્ધાળુ લોકો પોતાને શ્રદ્ધાળુ માનીને જવાબદારી ઈશ્વર પર છોડી ફરજમાંથી છટકી અને પરિણામ પણ ઈશ્વર પર જ છોડે છે. અને પોતાને કારણે જ ઊભી થતી મુશ્કેલીઓની જવાબદારી પણ નથી સ્વીકારતા આથી જ તો જગતમાં દુ:ખો વધતા રહ્યા છે. દેશ શું કે પરદેશ ધર્મ પ્રત્યેની અંધશ્રદ્ધા બધે જ છે પરંતુ પરદેશમાં સતા સ્થાને બેઠેલાઓ અને દેશપ્રેમીઓ જવાબદારીપૂર્વક દેશનું હિત વિચારે છે. અને તેમ ન કરે તો ફેંકાય જાય છે. જ્યારે આપણો દેશ ભગવાનનો દેશ છે અને ભગવાન ભરોસે…….

    Like

  4. એક રેશનાલીસ્ટ સામયીકમા કોઈ એક રેશનાલીસ્ટે વસવસો વ્યક્ત કર્યો હતો, કે “આપણી વાતો આટલી તર્કબધ્ધ હોવા છતા તેનો વ્યાપક રુપે સ્વીકાર કેમ નથી થતો?”.

    એનુ કારણ કદાચ આવા લેખો છે. જે “ધર્મ ઝનુનતા”થી રેશનાલીસ્ટો ધર્મનો વીરોધ કરે છે, એની સામે તો મોટા ભાગના કહેવાતા ધાર્મીક લોકોની ઝનુનતા પણ ઝાંખી લાગે :). અને વાત એ રીતે રજુ કરવામા આવે કે જાણે પશ્ચીમના દેશોમાતો બધા જ વૈજ્ઞાનીક અભીગમ વાળા છે, અને આપણે માત્ર આપણા ધર્મને કારણે જ પાછળ રહી ગયા! માફ કરજો, પણ આ વાત ને હુ રેશનલ કે વૈજ્ઞાનીક ના ગણી શકુ. “રેશનાલીસ્ટ” મીત્રો ઘર્મને ભાંડ્યા કરવાને બદલે વધુ શક્તી અને સમય સર્જનાત્મક પ્રવ્રુત્તીમા ગાળે અને એ બાબતનુ અવલોકન કરે કે પેઢી દર પેઢી અંધશ્રધ્ધાથી કેવી સરસ રીતે દુર જાય છે, તો એમની ચળવળ વધુ સફળ રહેશે. બાકી આવુ rhetoric નવી પેઢીને boring લાગશે :).

    માફ કરજો પણ તમારી પ્રવ્રુત્તીઓનો શુભચીંતક છુ, એટલે વધારે પડતુ “to the point” લખી નાખ્યુ છે.

    Like

  5. Being away from home, I cannot write in Gujarati. I will try to write in Gujarati when I return.

    Faith in God and Godly principles like truth, justice, love, compassion, etc. does not hurt people. Accepting wrong persons as God’s incarnation (Ram, Krishna etc.), Son (Jesus), last prophet (Mohammad) , enlightened one (Buddha) is the root cause of people’s troubles.

    Like

  6. કોઈપણ ખરાબ પરિસ્થિતી કેવી રીતે ઉત્પન્ન થઈ તેનું જ્યારે સંશોધન કરવું હોય કે પ્રતિભાવ વ્યક્ત કરવો હોય ત્યારે કોઈ એક પરિબળ ને દોષિત ઠેરવી ન દેવાય.

    અંધશ્રદ્ધા દરેક દેશ અને સમાજમાં હોય છે. વૈજ્ઞાનિક અભિગમનો અભાવ પણ બધે જ હોય છે. જાત જાતના સામાજીક વાડાઓ પણ એક યા બીજે પ્રકારે બધે હોય છે. ગરીબી અને પાયમાલી પણ ઘણા દેશોમાં હતી. દક્ષિણ આફ્રિકામાંથી ગાંધીજી ભારતમાં આવ્યા અને તેમણે અહીં રાજકીય ચળવળ ચલાવી. ભારત બધા દૂષણોથી લિપ્ત હોવા છતાં તે ગાંધી અહીંના ભારતને સંપૂર્ણ આઝાદીનું સ્વપ્ન જાગૃત કરી લોકોનો વ્યાપક સહકાર લઇ ૩૦ વર્ષના ટૂંક સમયમાં આઝાદી અપાવી શક્યા. જ્યારે જે દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહના બીજ રોપાયેલા તે દક્ષિણ આફ્રિકાને તેજ બ્રીટીશ સરકાર પાસેથી આઝાદી મેળવતાં ત્રણ ગણો સમય લાગ્યો.

    જે કંઇ પ્રગતિ થાય છે તે સક્ષમ નેતાગીરીને કારણે થાય છે. સરદાર પટેલ અને ગાંધીજી ના ગયા પછી સત્તાની લગામ નહેરુના હાથમાં આવી. નહેરુ પ્રત્યે પ્રજાને ઠીક ઠીક ચાહના હતી. અને નહેરુ ધારે તે કરી શકે તેમ હતા. જો બેકારી અને શિક્ષણને પ્રાથમિકતા આપી હોત તો ભારત ચીનની જેમ ઘણું જ આગળ નીકળી ગયું હોત. પણ તેમ ન કરવામાં આવ્યું. અને તેથી ભણેલાની બેકારી, નિરીક્ષરતા અને અભણ લોકોની બેકારી પણ વધી.મોંઘવારી પણ વધી. જેથી કરીને ભ્રષ્ટાચારે માઝા મૂકી. અને તેના કારણે દરેક કામમાં અને ભવિષ્યની બાબતમાં પણ અનિશ્ચિતતા આવી. જ્યારે અનિશ્ચિતતા અને ભ્રષ્ટાચાર કાયમી થઇ જાય એટલે ધર્માંધતા વધે જ.

    ઘણા લોકો ધર્મને શ્રદ્ધાનો વિષય માને છે. અને તેથી કરીને તર્કથી અલિપ્ત રહે છે. આ પરિસ્થિતીમાં પણ અંધશ્રદ્ધાને પોષણ મળે છે. અને આ ધાર્મિક લોકોને ભ્રષ્ટાચારનો છોછ નથી હોતો.

    જો વ્યક્તિ બ્રહ્માણ્ડ અને પરમાણુ શાસ્ત્ર વિષે સામાન્ય માહિતી પણ ન રાખે અને શંકરાચાર્યની “અદ્વૈત”ની જાણકારી થી પણ અજ્ઞાત રહે પછી તેની પાસેથી તમે ભારતની અસ્મિતાને જાળવવાની આશા ન રાખી શકો. અને આવા લોકો વધે એટલે “મારો કાનો અને હું રાધા” અને “રાસલીલા” એવું બધું ફુલે ફાલે તેમાં નવાઇ શું?

    હિંદુ ધર્મને મુઠી ઉંચેરો પૂનઃસ્થાપિત કરવો હશે તો અવતારવાદ અને ભક્તિવાદથી અળગા થવું પડશે. કૃષ્ણને જરુર માન આપો અને તેમની ઉપાસના કરો અને તેના મંદિરો પણ રાખો. પણ તે એક મહા પુરુષ હતા. રામ પણ મહાપુરુષ હતા. તેઓ સૌ કોઇ જન્મ-મૃત્યુને આધિન હતા. તેમની પૂજામાં અતિરેક થવો ન જોઇએ જેથી આપણો સમાજ મજાકને પાત્ર બને.

    બીજા બધા દેવો પ્રાકૃતિક છે અને વેદોમાં તેમને વિષે ઠીક ઠીક કહેવાયું છે.

    Like

  7. ભાઇશ્રી ગોવિંદ મારૂ,
    સૌ સૌને પોતાની આગવી વિચાર સરણી અને પોતાનું માપદંડ હોય છે.આ માપદંડ સર્વસ્વિકાર્ય ન હોઇ શકે.માફ કરજો પણ આપના લોજીક્થી હું સહમત નથી વિસ્તારથી કોઇ ચર્ચાનો સવાલ નથી પણ એટલું જરૂર કહીશ કે,હું ભાઇશી અતુલ,મેહુલ તથા દવેભાઇના અભિપ્રાય સાથે સહમત છું એ એક્ત્ર કરી વાંચી જશો.
    અસ્તુ
    પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

    Like

    1. આદરણીય શ્રી પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”
      I agree to your right to say so !
      આપશ્રી તેમજ સર્વશ્રી અતુલભાઈ, મેહુલભાઈ તથા દવેભાઇના અભિપ્રાયનું હાર્દીક સ્વાગત કરું છું.

      Like

  8. જે લોકો પોતાને રેશનાલીસ્ટ અને અથવા નાસ્તિક માનતા હોય તેઓ જો શંકરાચાર્યનું “અદ્વૈત” વાંચે તો તેમનો ઘણો ભ્રમ દૂર થઇ જાય. સૌ કોઇએ સાપેક્ષ-વાદ અને અદ્વૈત વાદ બંને ભેગા કરીને વાંચવા જોઇએ
    બધી જ દીશામાં મૂખવાળો, બધી જ દીશામાં આંખો વાળો, બધી જ દીશામાં હાથ વાળો, બધી જ દીશામાં પગવાળો, એ આત્મા સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે અને જે હજાર (હજાર એટલે અસંખ્ય ના અર્થમાં)મૂખ વાળો, હજાર આંખોવાળો, હજાર હાથવાળો, હજાર પગવાળો, એ અમાપ છે. અને જેને કોઇ સમજી શકતું નથી. આજે વાત છે તે અનુક્રમે ગોડ-પાર્ટીકલ અને વિશ્વમૂર્તિ ઈશ્વરને લાગુ પડે છે. શ્વેતાશ્વતર અને બીજા ઘણા ઉપનીષદોમાં ઠીક ઠીક વર્ણન કરેલું છે.
    જે વાત હજારો વર્ષપૂર્વે વેદમાં કહેલી તેને “લાર્જ હેડ્રોન કોલાઇડર” હીગ્ઝ પાર્ટીકલને શોધીને પરમ્‌ સૂક્ષ્મ કણ નું રહસ્ય ખોલશે. અને તે થકી બ્રહ્માણ્ડના પણ ઘણા રહસ્યો ખુલશે.

    Like

    1. BHAI SHREE AAPNA JANAVIYA PRAMANE HU ADWAIT GRANTH JAROOR THI VANCHIS. PAN APNE PAN 1 VINANTI KARU CHU AAP PAN “SATYARTH PRAKASH” GRANTH AAP NI ANUKULTA E VANCHSHO.

      Like

  9. ભાઇશ્રી ગોવિંદ મારૂ,
    તમારો લેખ એ તમારી અંગત વિચારસરની છે માનવીની અઘોગતી એ ઈશ્વર પરાયણતા નથી ૫રંતુ દેશમાં ફેલાયેલી અંધશ્રદ્ધા ઘમર્મા ૫ડેલા વાળા, ઢોંગી સંતો તથા ભષ્‍ટાચાર છે. ધર્મ મનુષ્‍યને જીવતા શીખવાડે છે. ૫રંતુ આજે લોકો ધર્મનો ખોટુ અર્થઘટન કરી તમારા જેવા લોકો માટે ધર્મને બદનામ કરવાનો રસ્‍તો કરી આપે છે.

    Like

  10. હવે આમાં એવુ છે ને કે સાચું શું અને ખોટું શું એની કોને અને ક્યારે ખબર પડે? હમણાં અહી એક ભાઈને ઘરે કૄષ્ણ જન્માષ્ટમી ની ઉજવણી નીમિત્તે જવાનું આમંત્રણ મળ્યું અને જવાનું થયું. એક મહારાજ અહીંના “ડેલસ” (ટેક્સાસના) ઇસ્કોનમાંથી આવેલા. કૃષ્ણ ને રાધાના ભજનો ગાયા અને ગીતાની ઉપરછલ્લી વાતો કરી અને પછી કૃષ્ણને નામે કહ્યું કે “કોઇએ કૃષ્ણ શિવાય કોઇની પૂજા ન કરવી જોઇએ.” પછી એમને થયું કે થોડા ભગવાનના નામ પણ આપું. એટલે એમણે શંકર અને વિષ્ણુ એમ કહ્યું. પણ વળી પાછા અટક્યા. અને વિષ્ણુનું નામ રદ કર્યું. (કારણ કે તેમને યાદ આવ્યું કે કૃષ્ણ ભગવાન પોતે તો વળી વિષ્ણુના અવતાર છે. આ તો દાળમાં કોળુ જવા જેવું થશે.) એટલે તેમણે વિષ્ણુના નામની બદલે બ્રહ્માનું નામમૂક્યું. એટલે કે બ્રહ્માની પૂજા નકરવી જોઇએ. પછી જો કે તેમને બીજા ભગવાનના નામો પણ ગણાવવા હતા. પણ પછી તેમણે તે કામ પડતુ મૂક્યું. તેમને થયું કે બીજા નામો ગણાવીશ તો કદાચ બબાલ થશે.

    વેદવાણી પ્રમાણે પ્રાતઃકાળનો સૂર્ય એ બ્રહ્મા છે અને આથમતો સૂર્ય એ વિષ્ણુ છે અને મધ્યાન્હનો સૂર્ય એ રુદ્ર છે. પ્રાચીન પૂરાણો ના કહેવા પ્રમાણે સૂર્ય એ જગતનો આત્મા છે અને શિવ સૂર્યની અંદર રુદ્રના નામે રહેલા છે. હવે બોલો … એમને ક્યાં સમજાવવું આ બધું … ?

    Like

  11. દરેક ક્ષેત્રમાં ઠગ હોય છે. વિજ્ઞાન, વ્યવહાર અને અધ્યાત્મ. જો નીર અને ક્ષીર નો વિવેક ન આવડે તો છેતરાઈ જવાય. મૂળ વાત વિવેક બુદ્ધિની છે કે જેનો રેશનાલિસ્ટો પ્રચાર કરવા માગે છે અને તેમાં કશું ખોટું પણ નથી. પણ આ બુદ્ધિની આગળ કશું છે જ નહીં અને બુદ્ધિથી સમજાય તેટલું જ સાચુ તેમ માનવું તથા અધ્યાત્મ વિદ્યા અને ઈશ્વરનો સમજ્યા વગરનો વિરોધ કરવો તે તેમની પાયાની ની ભૂલ છે. પણ રોગી દવા કરે નહીં અને પોતાને સાજો જ માને તો અંતે રોગથી જ મૃત્યું પામે. કોઈ પણ બાબતનો વિરોધ કરવો હોય તો પહેલા તેને વિશે જાણકારી મેળવવી જોઈએ. આપણી અધ્યાત્મવિદ્યા અને ૬ દર્શનશાસ્ત્રોમાંથી એકેના નામ પણ આમાના મોટા ભાગના વિરોધ કરનારાઓને ખબર હશે કે કેમ તે શંકા છે. મારે જો રેશનાલિઝમનો વિરોધ કરવો હોય તો પહેલા રેશનાલિઝમ શું છે તે મારે જાણવું જોઈએ બાકી સમજ્યાં વગર કોઈ પણ બાબતે લેખ લખી કાઢવા તે કાઈ બુદ્ધિશાળીના લક્ષણો નથી.

    Like

  12. કોઈ એક વ્યક્તિએ ગમે તેટલું વાંચ્યું હોય પણ જો તે સહમત ના થાય તો તે સમજ્યા વગર બોલે કે લખે છે તેમ કહેવાની આધ્યાત્મવાદીઓની પ્રયુક્તિ હોય છે.

    શ્રી ગોવિંદ મારુનું અવલોકન કેવળ ભારત જ નહીં પણ અમેરિકાને પણ લાગુ પડે છે. અહીં તો કેટલાક રાજ્યોમાં ડાર્વિનનો ઉત્ક્રાન્તીવાદ શીખવવાની પણ મનાઈ છે. અને તે ખોટો છે તેમ સાબિત કરવા માટે ખાસ સંસ્થાઓ તેમજ મ્યુઝીયમ પણ ચાલે છે. એટલે ભારતના પછાતપણા માટે ધર્મ એકલો જવાબદાર નથી.

    Like

  13. યાદ કરો. જેઓ ઈતિહાસને ભૂલે છે તેઓ ઇતિહાસને પુનરાવર્તિત કરે છે. ઘણા પોતાની જાતને મૂર્ધન્ય કહેડાવતા લોકોએ ઈન્દીરાગાંધીની નઇ રોશનીમાં પોતાના મોંઢાં કાળા કર્યાં હતા.

    જો સમાચાર માધ્યમો ઈતિહાસને ભૂલીને પ્રજાને ગેરમાર્ગે દોરશે અને ફેશન ખાતર નરેન્દ્ર મોદીને કે વિપક્ષે એવા બીજેપીને ગોદારવાની પ્રવૃત્તિ કર્યા કરશે તો તે દેશના હિતમાં નહીં ગણાય.

    ચીન બીજા વિશ્વયુદ્ધને અંતે વધુ પાયમાલ અને વિષમ સ્થિતીમાં હતું. પણ માઓએ શિક્ષણ અને વિકેન્દ્રિત રોજગાર ઉપર પ્રાથમિક લક્ષ આપ્યું. અને અત્યારે એ ભારત કરતાં દરેક બાબતમાં ૧૦૦ ડગલાં આગળ છે. એક વંશીય રાજનીતિએ ભારતનું ધનોત પનોત કાઢી નાખ્યું છે. ઘણા લોકો પોતે બહુ પવિત્ર છે એવી ઘેલછામાં રાજકારણથી આભડ છેટ રાખે છે અને પ્રમાણભાનના અભાવે મત આપવા પણ જતા નથી. જો ભણેલા ભાન ભૂલે તો દેશને કોણ બચાવી શકે?

    Like

  14. There is some truth in his article. We always make use of science and religion. Above all , we all should think berfore you do anthing or follow anybody. Grass always look green on other side. We are all Indians and we should feel pride about our motherland and culutre.

    Like

  15. ‘જેઓ ઈતિહાસને ભૂલે છે તેઓ ઇતિહાસને પુનરાવર્તિત કરે છે.’ એમ ઘણા કહે છે. બાપના કુવામાં ડૂબી મરવાનો કશો અર્થ ખરો? જેઓ કેવળ ઇતિહાસનું જ રટણ કર્યા કરે અને ભૂતકાળની મહાનતા જ વાગોળ્યા કરે છે તેઓ પણ કશું નવું કરી શકતા નથી. ઈશ્વર અને ધર્મ પ્રત્યેની પરાયણતા નહીં પણ આપણું ‘વયમ્’ એટલે કે આપણું સામુહિક મિથ્યાભિમાન આપણી અધોગતીનું
    કારણ છે.

    Like

  16. The meaning deduced by Shri Desai is highly surprising. viz. ‘જેઓ ઈતિહાસને ભૂલે છે તેઓ ઇતિહાસને પુનરાવર્તિત કરે છે.’ એમ ઘણા કહે છે. બાપના કુવામાં ડૂબી મરવાનો કશો અર્થ ખરો?

    My context although was very clear. If we forget the history where the mistakes had been committed by us or our forefathers, there is a chance to repeat the mistakes.
    It is not known how many persons are hurt when I quoted “ઘણા પોતાની જાતને મૂર્ધન્ય કહેડાવતા લોકોએ ઈન્દીરાગાંધીની નઇ રોશનીમાં પોતાના મોંઢાં કાળા કર્યાં હતા.”

    Though I have not mentioned about “History as a Father’s well.”

    If some body thinks History is a well to fell into and die, then it would be ridiculous to teach History as a subject.
    Every body should know that good period and good aspect of History is for inspirations. Bad period and bad aspects of History are for learning and to take corrective measures.

    Sardar Patel had written a personal letter to Nehru and had warned him to be careful from China as China was not trustworthy. Nehru had paid no heed.

    And we know that our Nehruvian Government had accepted the sovereignty of China over Tibet though Tibet had participated as an independent country in the summit of Non-Alliance held in 1950. This was not enough but Nehru has made a treaty “Pancha-Sheel” which proved useless.

    From 1954, China had started military infiltration to Indian territory (Mac Mohan Line); Nehru had kept the parliament uninformed.

    Some how the matter was leaked out. Not only the opposition party members but also nationalist leaders of Congress like Mahavir Tyagi had blasted on Nehru.

    Then Nehru had replied, “The land occupied by China is barren land … nothing can grow on it….” Mahavir Tyagi hit him back and pointing his baldhead said, “Nothing is growing on my head, does it mean it is useless?” Incidentally Nehru was also bald headed. The spirit of the statement of Mahavir Tyagi was very much clear. But Nehru had not paid any heed.

    Thereafter we faced the aggression of China on our country in 1961, where the China had conquered much more land than its fraudulent claim.

    We know that Himalayan blunders are repeated several times by Nehruvian Congress as our learned people failed to take note of them by virtue of their lacking in sense of significance. They went on voting them to power.

    That is why it has been said; ‘જેઓ ઈતિહાસને ભૂલે છે તેઓ ઇતિહાસને પુનરાવર્તિત કરે છે.’

    Like

  17. Trying to learn from past mistakes is a very noble goal. I fully agree with it. However, as often as not, people draw wrong conclusions from history. They treat it as a reminder to do their duty to avenge some real or perceived wrongdoing of decades or even centuries ago. This perpetuates the series of revenge, counter-revenge, and so on.

    One lesson of history that we are not learning is that the caste system has done enormous harm to our society. Most saints and leaders tried to correct it but we are so incorrigible!

    (There is a very interesting article by Shri Bhaven Kachchhi under ‘Vividha’ in Gujarat Samachar of 20th September, 2009. Some of his statements about history are very pertinent.)

    The original posting by Shri Govind Maru was not about history but about effect of faith in God and Religion. Recently, I got the following in an e-mail. Its author is not known but has expressed the facts very aptly.

    ધર્મ અને વીજ્ઞાન

    અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
    અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.
    યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
    આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.
    પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
    આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.
    જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
    આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.
    અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
    આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
    પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
    આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
    ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
    આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
    પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
    આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..
    વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
    ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.
    સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
    સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
    લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
    આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

    By the way, બાપના કુવામાં ડૂબી મરવા is just an idiomatic expression of the tendency to adhere to one’s old practices. I heartily apologize if my use of it has hurt any one’s feelings.

    Like

  18. My sentence was quoted and specifically produced “who forgets the history gets the history repeated”, and then as an answer to it responded to it “what is the use of dying in father’s well”.
    I think my reaction was natural, appropriate and genuine. There was no option left for me.
    Any way the “Gujarati free verse” reproduced by Mr. Desai is misleading if we go through what Mahatma Gandhi said on Hinduism and Hindu traditions and culture. The verse is not getting any passing marks.

    Off course the poets have the full liberty to go out of proportion. But the critics and social scientists cannot enjoy such liberty.

    Most Hindus have realized that caste system even earlier was a division of labour. It was interchangeable. The rigidity in the system has neither been supported in Vedas nor in Upanishads nor in Geeta.
    Lord Krishna specifically has avoided the use of the word “by birth” while indicating that “… he (the Nature) has classified the people by work and thereby their nature (generated through it as a by-product.)” And such castes prevail in every society.

    That is why if one desires to feel great in cursing Hindus on that base, it should qualify itself by cursing all type of castes.

    Like

  19. Krishna and Parshuram both ill-treated Karna because he was supposed to have been born in a low caste although he was a son of Suryanarayana . Having been incarnations of omniscient Vishnu, they must have known this but ignored it. As a result, we lost a Vidya that could have been very useful in fighting the aggressors.

    Trying to understand and learn from our own mistakes is not a ‘desire to feel great in cursing Hindus’. Trying to justify them only weakens us.

    Even if others are making mistakes similar to ours, we need not perpetuate ours. We cannot be the greatest if we keep being as bad as others.

    Like

  20. There is nothing like incarnation of God. God is beyond all social businesses. He has been termed as “NA-ITI” i.e. “He is not like this”

    Incarnation has not been supported by Vedas or Upnishadas. In Geeta it appears to be an interpolation. Geeta it self is an interpolation.

    There is nothing like Heaven or hell. All of us are the part and parcel of Cosmic God Vishva Murthi just like red blud cell, white blood cells, all other types of cells are living organism form us as an unique sustainable body and life.

    All these cells take birth, live their life and go to their death and get dicomposed. Similarly all living organism comes, live and die and get decomposed.

    In fact God is smallest and God is largest. Smallest means “Fundamental particle ‘God particle'” Largest means “Universe having matter and energy”. As per Einstein the both are the same. But scientists have to discover the truths.

    Hence people are supposed to be oriented towards knwledge and that too, for pleasure.

    Like

  21. “God is beyond all social businesses.” Good. God is also above and beyond all religions including our own. But that does not exempt us from doing self-introspection and learning from our collective mistakes hurting our own society. Our caste system harmed us by deprived us of the creativity and participation of a very large section of the populace. So does our practice of worshipping pseudo-gods (and gurus) and following outdated unproductive rituals like, say, grahashanti puja.

    “Geeta it self is an interpolation.” તો
    પછી ‘બહૂની મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુન’ તથા ‘ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટં’ જેવા વચનો ને પણ interpolation જ ગણવાના ને? Many people justify caste system because ‘Krishna created it’. Are they wrong?

    Like

  22. શંકરાચાર્યે કહ્યું છે કે જે બુદ્ધિગમ્ય લાગે તે માનવું. જે બુદ્ધિગમ્ય ન લાગે તે ન માનવું. જો વેદ કહે કે અગ્નિ શિતલ છે. પણ બુદ્ધિને લાગે છે કે અગ્નિ ઉષ્ણ છે તો અગ્નિ ને ઉષ્ણ માનવો.

    ગાંધીજી કહેતા હતા કે પહેલા દરેક વાતને બુદ્ધિથી ચકાશો અને પછી જે સત્ય લાગે તેમાં શ્રદ્ધા રાખો.

    સમાજ ખાસ કરીને ભારતીય સમાજમાં હમેશા સારી દીશામાં સુધારા થતા આવ્યા છે. સામાજીક પ્રણાલીઓ સમય પ્રમાણે અને સમયને અનુરૂપ બદલાતી રહે છે. મનુષ્ય હમેશા આનંદ ઈચ્છે છે અને તેનો તે માટે પ્રયત્ન કરે છે. સમાજને સહયોગ અને કુશળતા જોઈએ છે. સમાજના દરેક અંગો એકબીજાને પૂરક રાખવાના પ્રયત્નો કરેછે. જ્યારે તેમાં વિસંવાદ પેદા થાય અને માનસિક અસંતુલન થાય ત્યારે તેમાં સુધારા થાય છે. અમૂક જમાનામાં જ્ઞાતિ પ્રથા વારસાગત હતી. પણ ક્યારેક તેમાં કેટલાકે વિસંવાદ જોયો અને તેમણે તેને માન્ય ન રાખી. અત્યારના યુગમાં જ્ઞાતિપ્રથા બિનજરૂરી છે અને વિસંવાદી પણ છે.
    કૃષ્ણ ભગવાન એક પ્રતિક અથવા એક નિમિત્ત છે. અર્જુન પણ એક પ્રતિક અને નિમિત્ત છે. ભગવાન એટલે (“ભગ” એટલે તેજ, જ્ઞાનરૂપી તેજ), તેજસ્વી, તેજોમય, પ્રકાશમાન્. સંસ્કૃતમાં ૧૬ કળાઓ જેમાં બધી વિદ્યા અને શાસ્ત્ર આવી જાય છે. કૃષ્ણભગવાન બધી સોળે કળાએ સંપૂર્ણ હતા એટલે તેમને ભગવાન કહેવાયા.”ભગવાન” એ “ઈશ્વર” નથી. પણ “ઈશ્વર” એ ભગવાન પણ છે. કૃષ્ણ ભગવાનને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. કારણકે વિષ્ણુ એ સૂર્ય છે. અને સૂર્ય એ વેદોમાં “ભગ” અને “ભર્ગ” તરીકે ઓળખાયો છે. અને જે મહાપરાક્રમી થયા અથવા જેઓ રાજા હતા તેમને સૂર્યનો અવતાર માનવાની પરંપરા ઈજીપ્તથી જાપાનસુધી તો પ્રચલિત હતી જ. ગીતામાં ભગવાને ઈશ્વરના નામે વાતો કરી છે. પણ આ “ઈશ્વર” એ “પ્રકૃતિ” અથવા વિશ્વદેવ છે. વિશ્વદેવ એટલે બ્રહ્માન્ડ. “ચાતુર્વર્ણમ્ મયા સૃષ્ટં” એમ જ્યારે કહેવામાં આવે છે ત્યારે “મયા” શબ્દને “પ્રકૃતિવડે ” સમજવાની છે. એટલે કે સજીવ સૃષ્ટિમાં કામોના વર્ગીકરણ થવા એ પ્રાકૃતિક અને સહયોગી જીવન માટે જરૂરી છે. પણ તેમાં ભેદભાવ અને વિસંવાદ ઉભા કરવા એ સહયોગી જીવનમાટે જરૂરી નથી. તેથી સમયે સમયે તેનો વિરોધ પણ થવા લાગ્યો. કૃષ્ણ ભગવાને ઈરાદાપૂર્વક જ “જન્મબંધનાત્” (જન્મના બંધન થકી એટલે કે જન્મ થકી) કે “જન્મેન તુ” (જન્મ પ્રમાણે) એ શબ્દોનો “ચાતુર્ વર્ણં મયા સૃષ્ટં” (“ચાર વર્ણો મેં બનાવ્યા”એમ કહ્યું) તેની સાથે પ્રયોગ કર્યો નથી. પણ તેમણે એમ કહ્યું કે “ગુણ કર્મ વિભાગસહ” કર્મ (થકી) આવતા ગુણો પ્રમાણે વિભાજિત કર્યા છે.
    હવે જો કૃષ્ણભગવાને પોતે જ જન્મની જ્ઞાતિને જ “જ્ઞાતિના સાતત્ય”સાથે ન જોડી હોય તો આપણે કૃષ્ણ ભગવાન ઉપર જ્ઞાતિપ્રથા બનાવ્યાનું આળ કેવી રીતે મૂકી શકીએ?એટલે કે વેદને બાજુ પર રાખીએ તો પણ જ્ઞાતિ પ્રથા જન્મ આધારિત ન હોઇ શકે.
    “પૂનર્ જન્મ” વિષે વેદમાં સ્પષ્ટ પ્રમાણ નથી. વેદમાં કહ્યું છે કે આત્મા તેના સંતાનોથી અમર છે. શંકરાચાર્યનું અર્થઘટન આને પૂનર્જન્મ એમ તારવણી કરે છે. આને વિશફુલ થીંકીંગ કહી શકાય. એવી તારવણી પણ થઈ શકે કે આવેગો અને સ્વભાવો શારીરિક બંધારણ ઉપર આધારિત છે જે વારસાગત હોય છે. અથવા તો આના ઉપર વધુ સંશોધન થશે ત્યારે ખબર પડશે. “ગૉડ પાર્ટીકલ” વિષે જાણવા મળશે ત્યારે આત્માની ઓળખ થશે.
    હાલતૂર્ત તો એમ જ કહી શકાય કે સ્મૃતિ અને બુદ્ધિ, શરીર સાથે સંકળાયેલા હોવાથી, શરીર ના નાશ સાથે તે નાશ પામે છે. અને તેથી પૂનર્જન્મ હોય તો પણ તેની સ્મૃતિ રહી શકે નહી.
    ઈશ્વરને કે જગતના રહસ્યોને “જેને સનાતન ધર્મ” શિવાયની બીજી બધી સંસ્કૃતિઓએ ધર્મ સાથે સાંકળ્યા છે. ફક્ત ભારતીય સાંસ્કૃતિક તત્વ જ્ઞાન જ ધર્મનો અર્થ “કર્તવ્ય” એમ કરે છે. અને ભારતીય સાંસ્કૃતિક તત્વ જ્ઞાન જ સત્ય ને પામવા માટે સંવાદમાં માને છે. ભારતીય સાંસ્કૃતિમાં ઈશ્વર અને જગત ઉપર ચર્ચા કરવાની પરંપરા છે. જ્યારે બીજા ધર્મોમાં “ફક્ત તેમનો પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે અને તે શિવાય કોઇનો ઉદ્ધાર નથી.” એવી માન્યતા છે.
    ભારતીય ધર્મમાં જે ગમે તે “દેવ”ને પોતાની રૂચિ પ્રમાણે પૂજવાની છૂટ છે. (“રુચિનાં વૈચિત્ર્યાત્દ્રજુકુટિલ નાના પથજુષાં નૃણાં એકો ગમ્ય ત્વયં પયસામર્ણવ ઈવ”) કારણ કે “યેનેદં વિશ્વં રચિતં તસ્મૈ દેવાય નમઃ” અને “દ્યાવાભૂમિ જનયન દેવ એકો”(જેણે આવિશ્વને રચ્યું તેને નમસ્કાર. “આકાશ-પૃથ્વિ” (વિશ્વ) ને ઉત્પન્ન કરનારો દેવ એક જ છે.

    Like

  23. “ભારતીય સમાજમાં હમેશા સારી દીશામાં સુધારા થતા આવ્યા છે.” ખરેખર?
    “કૃષ્ણ ભગવાન એક પ્રતિક અથવા એક નિમિત્ત છે. ” શાનું?

    ” હવે જો કૃષ્ણભગવાને પોતે જ જન્મની જ્ઞાતિને જ “જ્ઞાતિના સાતત્ય”સાથે ન જોડી હોય તો આપણે કૃષ્ણ ભગવાન ઉપર જ્ઞાતિપ્રથા બનાવ્યાનું આળ કેવી રીતે મૂકી શકીએ?” કારણ કે તેમણે પોતે કર્ણને તેના ગુણ કે કર્મ પ્રમાણે ક્ષત્રિય નહિ પણ તેના જન્મ પ્રમાણે સુતપુત્ર ગણ્યો હતો. કૃષ્ણ પોતે સારથી બનવાના હતા તો પણ.

    “અત્યારના યુગમાં જ્ઞાતિપ્રથા બિનજરૂરી છે અને વિસંવાદી પણ છે.” આભાર.

    Like

  24. As for symbol:
    When some body gets highly impressed by a great man/woman, then he/she looks at that person as if he/she is a God or Goddess. In fact God or Goddess is far above to “Human kind” and the “Earth”. Even Sun is a tiny particle before Cosmos.
    It is just like a Shiva-Lingam. Though Shiva Lingam is not the God, people take it as a symbol of God and perform rituals. Similar is the case when some living entity is taken as God, then virtually it becomes enpar a symbol of God/Goddess. According to Upanishads God is everywhere, hence if an extra ordinary person who changed the world, is taken as a God/Goddess is normal. To have such an understanding about him/her is not banned.

    As for choosing witness or audience “Pratik”
    When a writer wants to tell some thing special there is a tradition to put the “say” through a great person or even a God.
    Teaching of Geeta is put through Krishna for Arjun.
    Shiva-Geeta was told be Shiva to Rama.
    Yogavashishtha was told by Vishvamitra to Rama,
    The Vishva Rup – Darshan of Shiva was narrated by Shiva to Vishnu, Brahma and all the Rishi-s long before Geeta was told by Krishna to Arjun.
    There are lots of teachings either narrated by God, Goddess or a great Rishi to some person or an audience made of learned people.

    Ultimately the purpose to it is to make the message important to see the audience give due respect.

    As for contradictions:
    Mahabharata epic is not written by a single author like many other books. There are many writers. The historical events are supposed to be written by many. That is why it is natural to find contradictions.
    Here the two events are “Changing the mind set of Arjun” and “Changing the mind set of Karna”. The writer guessed as to what arguments Krishna might have put up before Karna to convince him! The argument available in the mind of the writer, he puts them all in the mouth of Krishna. Even if the writer is same, to highlight the style of diplomacy of Krishna the writer can prefer such liberty, because of the prevailing traditional belief. Besides this Karna had not witnessed the teaching of Geeta given to Arjun.

    We cannot find out historical truth through dialogues or narrations of an episode of literatures. The overall sequence of the events provides us the conclusive truth of the then History.
    For more details click or copy paste;
    http://shirish-dave.sulekha.com/blog/post/2007/03/rama-the-real-in-flesh-and-blood.htm

    Like

  25. વ્યક્તિના ધર્મ,શ્રધ્ધા,વિશ્વાસએ કુટુંબના ઉછેર ને વાતાવરણની
    અસર તળે હંમેશ રહ્યા છે,કોઈ બાળકને કંઈ જન્મથીજ ધર્મની
    સમજ નથી હોતી,એતો જ્યાં ઉછરતું,મોટું થતું હોય તેના ‘માહોલ’ને
    અપનાવતું રહેતું હોય છે.જેમ જેમ તેને સમજ ને શિક્ષણ મળે છે
    તેમ તેમ તેની બુદ્ધિનો વિકાસ થતો રહેતો હોય છે,
    હવે રહી ધર્મ અને શ્રદ્ધા,નાસ્તિકો કંઈ જન્મથી નથી પેદા થતા પણ
    વ્યક્તિ શિક્ષણ સાથે વિચાર કરતો થાય છે ત્યારે તેના મનમાં અનેક
    તુકકા ને વિચારોના તરંગો ઉઠતા હોય છે,તેના તેને જવાબ પણ જોતા
    હોય છે, જેમાં ઘણીવાર ‘બંડખોરી’ય હોય છે,જો આ ‘બંડખોરી’ ચાલુ રહે
    અને તેને તને મનના કોઈ સંતોષકારક ઉત્તરો ના મળે તો પછી
    તેને ‘ઈશ્વર’વિષે શંકા જાગવા માંડે છે!
    આપના મહર્ષિ દયાનંદને પણ આજ શિરસ્તો લાગો પડ્યો હતો
    અને આપણને આ મહાન ‘વિચારક,સુધારક’ મળ્યા.
    એવાત વાત પણ સાવ સોનાજેવી છે કે હિંદુ સમાજમાં અંધશ્રધ્ધા
    કંઈ આજની નથી તેતો જ્યારથી ‘બ્રાહ્મણો’એ હિંદુ સમાજનો દૌર
    હાથમાં ત્યારથી તે ખોખલો અને નિર્માલ્ય બનતો રહ્યો છે,બ્રાહ્મણોએ
    પારાવાર નુકશાન પણ એટલું કર્યું છે.સાથે સાથે પોતાના સ્વાર્થી
    ગેરવર્તનના ‘પશ્ચાતાપ’ બદલ હિંદુ સમાજને સારી રીતરસમો આપી છે.
    આપણી ‘વર્ણ વ્યવસ્થા’ની ટીકા તો દરેક હિંદુસમાજ સુધારકે કરી છે.
    હવે ધર્મ અને શ્રધ્ધાની વાત કરીએ તો લોકોના માનસમાં જે ભાગ્ય/નશીબની
    વાત છે તેમાં ધર્મ/શ્રધ્ધાના રંગની મિલાવટ થઇ ને ‘અંધ શ્રદ્ધા’ ઉત્પન થઇ
    જેનું ચક્કર આજે ચાલે છે,જો આ ‘રંગ’માં પુરુષાર્થ/મેહનત ની મિલાવટ થઇ
    હોત તો જરૂર આજે જે ધુતારા સાધુસંતો,ઠગારા બાવા/બાવીઓ,જ્યોતિષીઓ,
    મા’રાજો અને સમાજના દરેક વર્ગને લુંટતા લોકોની જે વણઝાર ઉભી થઇ
    છે તે ઓછી હોત ને જનસમૂહમાં આજે જે અસંતોષ છે તે નહીવત હોત.
    એક વાત સનાતન સત્યછે કે ‘નાસ્તિકો વિરુદ્ધ આસ્તીકો’નું યુદ્ધ ક્યારેય
    પૂરું થવાનું અને જીતાવાનું પણ નથી કેમકે મહદઅંશે લોકો ‘ઈશ્વર’ને માનતા
    હોય છે તેથી જેને આપણે ‘રેશનાલીસ્ટઓ’ કહી ગાળો ભાંડીએ છીએ તેમનું
    કંઈ ચાલવાનું નથી!! હા તે લોકો પાસેથી ઘણી સારી વિચારધારાનો
    ધડો લેવા જેવો છે,અત્રે કોઈ મોટી ‘ફિલસુફી’ની વાત નથી એક સામાન્ય
    વ્યક્તિના મનની વાત છે.અંગત રીતે આ લખનાર નાસ્તીકજ છે.

    Like

  26. વ્યક્તિના ધર્મ,શ્રધ્ધા,વિશ્વાસએ કુટુંબના ઉછેર ને વાતાવરણની
    અસર તળે હંમેશ રહ્યા છે,કોઈ બાળકને કંઈ જન્મથીજ ધર્મની
    સમજ નથી હોતી,એતો જ્યાં ઉછરતું,મોટું થતું હોય તેના ‘માહોલ’ને
    અપનાવતું રહેતું હોય છે.જેમ જેમ તેને સમજ ને શિક્ષણ મળે છે
    તેમ તેમ તેની બુદ્ધિનો વિકાસ થતો રહેતો હોય છે,
    હવે રહી ધર્મ અને શ્રદ્ધા,નાસ્તિકો કંઈ જન્મથી નથી પેદા થતા પણ
    વ્યક્તિ શિક્ષણ સાથે વિચાર કરતો થાય છે ત્યારે તેના મનમાં અનેક
    તુકકા ને વિચારોના તરંગો ઉઠતા હોય છે,તેના તેને જવાબ પણ જોતા
    હોય છે, જેમાં ઘણીવાર ‘બંડખોરી’ય હોય છે,જો આ ‘બંડખોરી’ ચાલુ રહે
    અને તેને તેમાં મનના કોઈ સંતોષકારક ઉત્તરો ના મળે તો પછી
    તેને ‘ઈશ્વર’વિષે શંકા જાગવા માંડે છે!
    આપણા મહર્ષિ દયાનંદને પણ આજ શિરસ્તો લાગુ પડ્યો હતો
    અને આપણને આ મહાન ‘વિચારક,સુધારક’ મળ્યા.
    એ વાત પણ સાવ સોનાજેવી છે કે હિંદુ સમાજમાં અંધશ્રધ્ધા
    કંઈ આજની નથી તેતો જ્યારથી ‘બ્રાહ્મણો’એ હિંદુ સમાજનો દૌર
    હાથમાં લીધો ત્યારથી તે ખોખલો અને નિર્માલ્ય બનતો રહ્યો છે,બ્રાહ્મણોએ
    પારાવાર નુકશાન પણ એટલું કર્યું છે.સાથે સાથે પોતાના સ્વાર્થી
    ગેરવર્તનના ‘પશ્ચાતાપ’ બદલ હિંદુ સમાજને સારી રીતરસમો આપી છે.
    આપણી ‘વર્ણ વ્યવસ્થા’ની ટીકા તો દરેક હિંદુસમાજ સુધારકે કરી છે.
    હવે ધર્મ અને શ્રધ્ધાની વાત કરીએ તો લોકોના માનસમાં જે ભાગ્ય/નશીબની
    વાત છે તેમાં ધર્મ/શ્રધ્ધાના રંગની મિલાવટ થઇ ને ‘અંધ શ્રદ્ધા’ ઉત્પન થઇ
    જેનું ચક્કર આજે ચાલે છે,જો આ ‘રંગ’માં પુરુષાર્થ/મેહનત ની મિલાવટ થઇ
    હોત તો જરૂર આજે જે ધુતારા સાધુસંતો,ઠગારા બાવા/બાવીઓ,જ્યોતિષીઓ,
    મા’રાજો અને સમાજના દરેક વર્ગને લુંટતા લોકોની જે વણઝાર ઉભી થઇ
    છે તે ઓછી હોત ને જનસમૂહમાં આજે જે અસંતોષ છે તે નહીવત હોત.
    એક વાત સનાતન સત્યછે કે ‘નાસ્તિકો વિરુદ્ધ આસ્તીકો’નું યુદ્ધ ક્યારેય
    પૂરું થવાનું અને જીતાવાનું પણ નથી કેમકે મહદઅંશે લોકો ‘ઈશ્વર’ને માનતા
    હોય છે તેથી જેને આપણે ‘રેશનાલીસ્ટઓ’ કહી ગાળો ભાંડીએ છીએ તેમનું
    કંઈ ચાલવાનું નથી!! હા તે લોકો પાસેથી ઘણી સારી વિચારધારાનો
    ધડો લેવા જેવો છે,અત્રે કોઈ મોટી ‘ફિલસુફી’ની વાત નથી એક સામાન્ય
    વ્યક્તિના મનની વાત છે.અંગત રીતે આ લખનાર નાસ્તીકજ છે.
    (નોંધ; એક બે ફકરામાં ભૂલ સુધારી ફરી મુકેલ છે)

    Like

Leave a comment