Join 1,240 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
ભાઈ હાથવગા સુખમાં રાચનારા ભવિષ્યમાં દૂર સુધી જોઈ શકતા અને પોતાના હાથે જ પોતાનું અહિત કરતા હોય છે. આવા લોકોને વધુ સુખની કલ્પનાઓથી જ સમજાવી શકાય અને તો જ એમની અતિસ્વાર્થની વૃતિ અને હું કેન્દ્રીપણુ ઓછુ કરવામાં સહાયભૂત થઈ શકાય. અંધને સાચી દ્રષ્ટી આપવાની કુશળતા કેટલા પાસે હોય?
LikeLike
શરીર પર અત્યાચાર કરો, બધું ત્યાગો…બસ, ભાગો..મોક્ષ, સ્વર્ગ, જન્નત બધું જ મળી જશે…! કંઈક મેળવવા કંઈક છોડવું તો પડે ને ?!
LikeLike
સ્વર્ગ પણ છે નર્ક પણ છે કર્મ પણ છે ફળ પણ છે આ લોક છે તો પરલોક પણ છે..અહી પણ છે અને ત્યાં પણ છે આ બધું સમગ્ર સંદર્ભમાં સમજનારા પણ છે અને ન સમજનારા પણ છે ભારતીય પરંપરાના આર્ષ્દદ્રષ્ટા તત્વજ્ઞાનીઓનું દર્શન ખુબ અભ્યાસ માંગી લે તેવુ છે અને માનવસમસ્તના કલ્યાણ કે વિકાસ માટે છે..સમજનેવાલે સમજ ગયે હે….
LikeLike
સ્વર્ગનું સુખ મેળવવા માટેના નીયમો દરેક ધર્મમાં ભીન્ન હોવા છતાં; તેનો મુદ્રાલેખ તો એક સમાન જ છે કે, ‘પૃથ્વી પર ત્યાગ કરો અને તેનાથી અનેકગણું સ્વર્ગમાં પ્રાપ્ત કરો’.
તો આ નિયમ ઘણા પંથના સાધુઓને કેમ નથી લાગુ પડતો.. જેમણે સંસાર છોડ્યા પછી મહેલ જેવા મંદીર.. આશ્રમ.., એરકન્ડીશન્ડ ગાડીઓ, ઉત્તમ ફ્રુટ અને સુકો મેવા સાથે દૂધ.. મલાઈને યુવાન મા-બહેનોની માયા છૂટતી નથી…….શું ??? તેમને આ બધુ સ્વર્ગમાં સૂખ નથી જોયતુ….??? કે પછી ધરમ કરમમે સબ ચલતા હે….”દુ” બનને વાલે હે તો….. બનાને વાલે કો ક્યા ફિકર…..હિન્દુ બનો!! શીખ બનો!!! ઈસાઈ બનો!!! યા મુસલમાન બનો !!!
LikeLike
good article heart touching
LikeLike
ભાઈ ખીમજી કચ્છી તરફથી આ કૉમેન્ટ મળી છે અહીં મુકવા માટે..એમને ન ફાવે તેથી તેમના વતી હું અહીં મુકું છું..ઉ.મ..
ધર્મ અને વીજ્ઞાન
–ખીમજી કચ્છી–
અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.
યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.
પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.
અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..
વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.
સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.
..ખીમજી કચ્છી..
સંપર્કઃ
A–38 –જલારામ સોસાયટી, વેડ રોડ, સુરત–395 004.. Mobile – 98251 34692
LikeLike
ખીમજીભાઈ ની રચના ખુબ સરસ … વાસ્તવિકતા અને આપણાં દેશ ના લોકો ની નબળાઈનું ખુબ સરસ વર્ણન કર્યું .
ઉત્તમભાઈ આભાર અહીં મુકવા માટે
LikeLiked by 1 person
જગત માં સાચું સ્વર્ગ નું સુખ પ્રાપ્ત કરવું હોય તો એવા કાર્ય કરો કે જગત જ સ્વર્ગ બની જાય.
પણ જગત ને જ નર્ક બનાવી દેનારાઓ માટે એટલું જરૂર કહી શકાય કે કાળા ધોળા કરીને, દાન પુણ્ય કરીને સ્વર્ગ ની આશા રાખવી, એમના માટે આ જગત જ “મુર્ખાઓ ના સ્વર્ગ” સમાન છે.
LikeLike
Dear Govindbhai,
I fully agree with you.We should live happily and enjoy
every moment here only. Who knows, where the so called SWARGA is ! Poem of Khimjibhai is excellen.Congrats.
Shashikant Shah
LikeLike
good one..
LikeLike
સાચો ધર્મ પાળે તો સ્વર્ગ આ ઘડીએ અને અહીં જ છે.
પણ એ સમજનાર કેટલા?
LikeLike
આ બ્લોગ ઉપરના ઘણા બધા લેખો એવા છે કે ન તો જેનું સમર્થન થઈ શકે અને ન તો તેનો વિરોધ થઈ શકે. કારણ કે તેમાં અર્ધ સત્ય છે. આ જગતની જે કાળી / નરસી બાજુ છે તેને તે જાણે છે અને તેને તે પ્રકાશમાં લાવવા પ્રયત્ન કરે છે, પરંતુ પુર્વના મુળ મર્મને તો તેઓ ખરેખર સમજ્યાં જ નથી. અહી લેખો લખનારા જે જે બાબતનો વિરોધ કરે છે તે બાબત શેના આધારે કહેવાણી છે તેનો વિચાર કદી કરતાં નથી. અધકચરા, અને ચોક્કસ સંદેશ વગરના આ પ્રકારના લેખોથી વાસ્તવમાં શું સિદ્ધ થાય છે તે ભાગ્યે જ ખબર પડે તેમ છે. શું આવા લેખો લખવાથી બાવાઓ અને ઢોંગીઓ પોતાનું કાર્ય કરતા બંધ થાય? અંધશ્રદ્ધાળુઓ પોતાની અંધશ્રદ્ધાનો ત્યાગ કરે? કોઈ કોઈ તો વળી પોતાને કવિતાઓ ફાવે પણ ટેકનોલોજી ન ફાવે તેમ કહીને (શીખવાનો પ્રયત્ન પણ કરે છે કે માત્ર કવિતાઓ જ લખ્યા કરે છે?) બીજા દ્વારા કવિતાઓ પણ લખાવે. આ પણ એક પ્રકારની શ્રદ્ધા / અંધશ્રદ્ધા દ્વારા થતી પગચંપી જ છે.
બાકી જરૂર છે સાચા મર્દોની અને ખરા બુદ્ધીશાળીઓની કે જે મુર્ખાઓની / ગરીબોની / રોગીઓની સાચા દિલથી સેવા કરવા તત્પર હોય અને તે માટે પ્રાણની આહુતિ દેવા સુદ્ધાં તૈયાર હોય.
LikeLike
“સાચો ધર્મ પાળે તો સ્વર્ગ આ ઘડીએ અને અહીં જ છે.
પણ એ સમજનાર કેટલા?”
I agree with Suresh Jani
Well this is very a cool and heart touching article.
keep it up
http://WWW.WEB4DESIGNING.COM
LikeLike
Living the present moment in totality is the real heaven, Sward.
બાકી આ પળનુ મહત્વ ન જાણનાર માટે કદાચ સ્વર્ગ (જો એવુ કાઇ હોયતો) પણ નકામુ કહેવાય.
LikeLike
Govindbhai,
Very good. Both the paradise and the hell are here only and we create them. You have a creative streak; nuruture it. All the best.
LikeLike
ધર્મ પાળે તો સ્વર્ગ.
અંધને સાચી દ્રષ્ટી આપવાની કુશળતા કેટલા પાસે હોય?
We are seeing this in the home of people with cognitive disabilities in AMADAVAD at BPA since 1954.
સાચું સ્વર્ગ નું સુખ પ્રાપ્ત કરવું હોય તો એવા કાર્ય કરો કે જગત જ સ્વર્ગ બની જાય.
Rajendra
http://www.bpaindia.org
LikeLike
Priy Govindbhai,
Good Article!
From Nachiketa And Dharmadev sanvad :
what is desirable,Shraya or Praya!
If Responder is not Nachiketa,reply varies.
Swami Vivekanand once told that God may exist ,God may not exist;but safe way is to follow dharma.
Then why to worry about paralok.Live the life.Be not be extravagant,be not be miser.
Live and let others live.
Best wishes for the site.
best regards,
B.G.Jhaveri
LikeLike
ભાઈશ્રી,
ભલે બધા સ્વર્ગની અને એનાં સુખની અપેક્ષાથી દાનપૂણય કરતા બોય પણ એને લીધે મંદિરો, સ્કૂલો, કોલેજો, સદાવ્રતો અને પાંજળાપોળો ચાલે છે અને લાખો કરોડો માણસો અને પશુપક્ષીઓને ત્રુપ્તિ મળે છે, જેમ તમને આ સમજણ વગરનો લેખ લખવા અને ઈમેલ કરીને બધાને જાણ કરવાથી મળી તેનાથી અધિક.
LikeLike
Very Good article about TEMPLE BUSINESS
http://aarpar.com/Web_409/PDF/Prapanch.pdf/
NEW AARPAR 31 August 2009
Best regards
LikeLike
પ્રિય મિત્ર ગોવિંદભાઈ,
આપે આપેલ લિંક ખુલતી નથી.મારા બ્રાઉઝર સેટીંગમાં કોઈ તકલીફ છે કે લિંકમાં તકલીફ છે? હું Google Chrome નો ઉપયોગ કરુ છું.
અતુલ
LikeLike
મને શ્રી.અતુલભાઇ જાની “આગંતુક”ની વાત ઘણી વેધક અને અર્થપૂર્ણ લાગી. તેમની સાથે હું બહુતાંશે સંમત છું.
મારા મતે સ્વર્ગ અને નર્કનો concept કાર્ય-કારણ-પરિણામ ઉપર યોજાયો છે. Cause and Effect, action and reaction are equal and opposite આ વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે. પોતાના દૈનીક જીવનમાં માનવ હંમેશા કંઇક ને કંઇક કરતો રહે છે. તેમાંના મોટા ભાગના કાર્યો તે વિચારીને સ્વેચ્છાથી લેતો હોય છે – જેને આપણે અંગ્રેજીમાં freewill કહીએ. દરેક કાર્યનું પરિણામ તો આવવાનું જ છે. કેટલાક કાર્યોનાં પરિણામ તાત્કાલિક તો કેટલાકના અમુક સમયના અંતરે, પણ પરિણામ આવ્યા વગર રહેવાનું નથી. કોઇએ જાણીબુજીને કોઇને નુકસાન પહોંચાડ્યું હોય તો તેનું પરિણામ guilt feelingમાં ક્યારેક તો આવવાનું જ છે. જે કામ તેણે સચ્ચાઇ અને નૈતિકતાથી કર્યા હોય તો તેના મનમાં આનંદની અનુભુતિ થતી હોય છે. આમ સ્વર્ગ અને નર્ક માણસની માનસિક સ્થિતિમાં રહે છે. વિચારવંત અને બુદ્ધીમતા ધરાવતા લોકો આને સમજી શકે અને તેથી તેઓ જાણતા હોય છે કે સ્વર્ગ અને નર્ક આ જન્મમાં જ માણસને મળતા હોય છે, અને બન્ને તેમના માનસમાં વસતા હોય છે. તેના માટે તેમને મૃત્યુની કે આવતા જન્મની રાહ જોવી પડતી નથી.
પરંતુ આપણા સમાજમાં રહેતા કરોડો અશિક્ષીત લોકો, જેમના મગજમાં સદીઓથી સ્વર્ગ-નર્કને મૃત્યુ પછીની સૃષ્ટિ છે, એવું લેભાગુ ધર્મગુરૂઓએ ઠસાવ્યું હોય, અને સ્વર્ગનું સુખ મેળવવા માટે દાન અને અન્ય સત્કાર્ય કરતા રહેવું જોઇએ એવી માન્યતા રૂઢ કરવામાં આવી હોય, તો તેમાં આપણા કર્મ વિષેના તત્વજ્ઞાનનો દોષ નથી. મધ્યકાલિન યુરોપમાં રાજાઓ બેસુમાર અત્યાચાર, લૂંટ, વ્યભિચાર, કતલ કરતા અને તેના પાપમાંથી છૂટી પડવા અને સ્વર્ગનો પરવાનો મેળવવા પોપ પાસે જઇ તેમને અઢળક ધન, હિરા-ઝવેરાત આપતા અને પાપમુક્તિ અને સ્વર્ગનો પરવાનો મેળવતા. જે વાત જુના જમાનામાં યુરોપમાં થઇ હતી તે અત્યારે આપણા દેશમાં થઇ રહી છે. આપણા સમાજમાં રહેતા બાબા/બાબુ/બાપુ/બાવા/દાદા/દાદી/દિદિ/બેટાજી/બેટીજી/ભૂતપૂર્વ શંકરાચાર્ય/ચાલુ મહારાજ/ગાદીપતિઓ પોપ બની ગયા છે અને હજારો એકર જમીન, હજારો કરોડ રૂપિયાનું “અંગત” ટ્રસ્ટ ફન્ડ બનાવીને તેનો ઉપભોગ કરી રહ્યા છે. તેમની સામે આપણા દેશમાં હજી કોઇ માર્ટીન લ્યુથર ઉભો થવાની હિંમત કરી શક્યો નથી. એક વીર પુરુષ ઉભો થયો હતો તેની બેઝબૉલના બૅટથી મારી મારીને હત્યા કરવામાં આવી. અને આપણે, armchair philosophers ટીકા કરીએ છીએ આપણા તત્વજ્ઞાનની – જેનો ગહન અર્થ આપણે સમજ્યા નથી અને તેમાં દર્શાવાયેલા metaphor – કે ઉદાહરણને તત્વજ્ઞાન કહી તેને વખોડીએ છીએ. જેમ કેટલાક Abrahamic ધર્મના અનુયાયીઓ ભારતીય mythologyને ધર્મ કહી ભારતના સનાતન ધર્મની ઠેકડી ઉડાવી રહ્યા છે.
કર્મના સિદ્ધાંતનો વૈજ્ઞાનિક પાયો શું છે, સ્વર્ગ અને નર્ક એક metaphor શા માટે છે તે સમજવા માટે હું કેવળ by Paul Bruntonના પુસ્તક What Is Karma? (Paperback)નો (કિંમત $9.31 Amazon)નો ઉલ્લેખ કરીશ. સમય મળે તો વાંચી જશો. અહીં તો મારે નાનકડી ‘comment’ આપવાની હતી જે કમનસીબે થોડી લાંબી જ થઇ ગઇ છે.
LikeLike
Your point of view is very rational. Such dialoges are good. At least they bring closer like minded people. But fact remains that rational thinkers have always remained a very thin minority.
Impact will only occur when money stops flowing to so called religious institutions.
I have decided for myself. I do not give a single cent to temples/ such institutions.
LikeLike
There is no doubt that there are bogus Sadhus / Maulavis / Padres etc. whose main job is cheating people for their selfish end. It is easy for them to hook up stupid people in the name of heavenly place available in after-life.
( Lobhiya Hoy Tyan Dhutara Bhukhey Naa Marey )
Atleast in Hinduism now-a -days there is no social / religious pressure to cave in to such culprits.
After studying / knowing human nature, it was necessary for our wise ancestors to use SAAM / DAAM / DAND / BHED in developement of Religions.
Without religions we would not have progressed the way we like.
Is it not advisable to have wide angle view as far as possible?
LikeLike
પણ આ સમજનાર કેટલા?”
LikeLike
સમજવા માટે પહેલાં વૈચારીક રીતે માણસે–સમાજે સજ્જ થવું પડે..
કોઈ પણ પરીવર્તન માટે સૌ પ્રથમ વીચાર પરીવર્તન જરુરી..
અને તે જ કામ તો આ બ્લોગ કરવા તાકે છે…
LikeLike
saru kam karavathi swarg male ………aa vaat aapana budhhi jivi vadilo e samaj ma moral [naitikta] sthapava mate kari hashe ,karan ke manas kaik malavani aasha e j kaik kare chhe.
LikeLike
રિયલ તમારો અને મારો વિચાર એકદમ મળતો આવે છે, તમે આવા જ વિચારો ધરાવતો મારો “યુવારોજગાર” નો લેખ વાંચ્યો જ છે. હવે મુખ્ય વાત એ છે કે જે લોકો સ્વર્ગે સિંધાવ્યા છે તે લોકો અહીં ફરીથી પાછા આવ્યા નથી કે કદી આવવાના નથી, છતાં મને તો એજ નથી સમજાતું કે સ્વર્ગમાં આવી ફેસેલિટી-સુખ સગવડ મળે અને નર્કમાં આવી યાતનાઓ અને ઘણી પીડાઓ ભોગવવી પડે તે વાતો કોઈપણ જાતના સાબિતી (પ્રૂફ) સાથે આજદિન સુધી કરી કોણે ?! અને જો આ વાતની સાબિતી મળતી ન હોય તો પછી માનવાની કેમ? અને આપ મૂઆ, ફિર પીછે ડૂબ ગઈ દુનિયા!!…મર્યા પછી ની દુનિયા કેવી હશે અને તમને કેવી સગવડ મળશે એતો તમને કે મને ખબર નથી, પરંતુ હાલ વર્તમાન માં કઈ રીતે તે સગવડ અને સુખ ભોગવવું તે મને અને તમને જરૂર ખબર છે જે તમારા હાથની વાત છે, તે માટે તમને ટૂંક માં કહું તો જે તમે આંબો વાવશો તો કેરી ખાવા મળશે અને બાવળ વાવશો તો ?!…(સમજી લો..)
LikeLike
ધાર કે વેંચાય છે સામી દુકાને સ્વર્ગ.
પણ કોણ ઓળંગે એ સડક ધારણાના નામ પર?
LikeLike
ગમે એટલા મંત્રો પઢો, તપસ્યા અને પૂજન કરો, પરંતુ કોઈને સ્વર્ગ કે નર્ક મળવાનું નથી. સ્વર્ગ કે નર્ક તો મનુષ્યનાં કર્મોના આધારે મળે છે અને દરેકને તેના કર્મોમુજબ જ ફળ મળે છે.
એક વખત એક વ્યકિતના પિતાનું મત્યુ થયું. તેણે વિચાર્યું કે મારા પિતાની પૂજા બુદ્ધ પાસે કરાવું. બુદ્ધની પૂજા વધારે અસરકારક હશે અને તેનાથી પિતાને જરૂર સ્વર્ગ મળી જશે. આટલું વિચારીને તે ભગવાન બુદ્ધ પાસે ગયો અને તેણે કહ્યું, મારી ઇરછા છે કે તમે મારા પિતાની અંતિમ પૂજા કરાવો જેથી તેમને સ્વર્ગ પ્રાપ્ત થાય.
આમ તો ગામના પંડિત જ પૂજા કરતા હોય છે, પરંતુ મેં વિચાર્યું કે આપશ્રી જ અનુષ્ઠાન કરો. બુદ્ધે એ શોકાકુળ વ્યકિતને કહ્યું કે કયાંકથી જઈને એક મોટો પથ્થર અને એક લોટો માખણ લઈને આવો.
એ વ્યકિત દોડીને બન્ને વસ્તુઓ લઈ આવ્યો. પછી બુદ્ધે તેને એ બન્ને વસ્તુ નદીમાં પધરાવીને સાથે સાથે એક મંત્ર પઢવા માટે આપ્યો. પેલી વ્યકિત બન્ને વસ્તુ પધરાવીને પાછી આવી ત્યારે બુદ્ધે કહ્યું, શું થયું? પેલાએ કહ્યું માખણ નદીમાં તરવા લાગ્યું અને પથ્થરો ડૂબી ગયા. બુદ્ધે કહ્યું, હવે તું જઈને તારા પંડિતને બોલાવી લાવ કે તે પોતાના મંત્રોથી માખણને ડૂબાડે અને પથ્થરને તરાવે. પેલી વ્યકિત બોલી, પંડિત ગમે તેટલા મંત્રો બોલે તો પણ એવું ન થઈ શકે.
બુદ્ધે તરત કહ્યું, બસ એ જ રીતે ગમે એટલા મંત્રો પઢો, તપસ્યા અને પૂજન કરો, પરંતુ કોઈને સ્વર્ગ કે નર્ક મળવાનું નથી. સ્વર્ગ કે નર્ક તો મનુષ્યનાં કર્મોના આધારે મળે છે અને દરેકને તેનાં કર્મોમુજબ જ ફળ મળે છે. જેણે જેટલાં પુણ્ય અને ભલાઈના કામ કર્યાં હોય, તેને સ્વર્ગ જરૂર મળે અને જેણે ખરાબ કાર્યોકર્યાં હોય તેને નર્કમાંથી કોઈ ન બચાવી શકે. કોઈને પૂજા કે મંત્રથી કદી સ્વર્ગ પ્રાપ્ત થતું નથી. વ્યકિતએ જિંદગીભર સારાં કર્મોકરતા રહેવું જોઈએ.
LikeLike
એક ઝેન કથા લખું છું. એક સમુરાઈ યોદ્ધા ઝેન સાધુને આદરપૂર્વક નમસ્કાર કરીને પૂછે છે કે મને સ્વર્ગ અને નર્ક શું છે એ સમજાવો. ઝેન સાધુ તિરસ્કારના ભાવે કહે છે જા રે તુચ્છ યોદ્ધા, તારા જેવા સાથે વાત કરવાનો સમય મારી પાસે નથી. યોદ્ધા ગુસ્સે થઈ જાય છે અને એનો હાથ તલવાર પર જાય છે. એ જોઈને ઝેન સાધુ કહે છે કે “આ નર્ક છે”. યોદ્ધાને પોતાની ભૂલ સમજાય છે અને એ તરત માફી માગે છે, ત્યારે ઝેન સાધુ કહે છે કે “આ સ્વર્ગ છે”.
Know Thy self! અધ્યાત્મ = અધિ (અધિક) + આત્મ (જાત). પોતાની જાતને વધુ સમજાવાનો પ્રયાસ એટલે અધ્યાત્મ. એને religion સાથે કોઈ સંબંધ નથી. માણસ જો પોતાની જાતને સમજી શકે તો યોગ્ય નિર્ણયો લઈ શકે અને સારુ જીવન જીવી શકે.
બાકી બાવાઓ ને પ.પૂ.ધ.ધૂ.ઓએ માંડેલા વેપલામાં સ્વર્ગ-નર્કના સિદ્ધાંતનો ભયાનક દુરૂપયોગ થયો છે એ નકારી ના શકાય.
LikeLike
‘મા કે કદમોમે જન્નત હૈ’ અમથા નથી કહેતા? સેવા જ કરવી હોયતો માબા૫ની કરો ત્યાં જ બઘુ છે. સ્વર્ગ કે જન્નત મેળવવા માટે બધુ ત્યાંગવા તમે તૈયાર છો ૫ણ માબા૫ની સેવાની વાત આવે ત્યારે પાછા પડો છો
LikeLike
nice
LikeLike
DAILY ONLINE BADHA GUJARATI NEWSPAPER VANCHU CHU…ANE DAREK NEWSPAPAER MA JOU CHU KE HAMNA CHELLA 1-MAHINA THI KETLA SADHU SANTO – MAHANTO=AACHARYO==VIDESH MA DHARMA NA PRACHAR ARTHE TANTOD MAHENAT KARI RAHIYA CHE…KHAREKHAR AA LOKO NA CHARAN MAJ SWARG CHE…..BHAGVAN MATE JE 1 RS. NU DAN KARSHO TO BHAGVAN TAMNE TENU DASH GANU PACHU API DESHE…SAMAJIYA … AAJ NA ABUDHO…ANE JO BHAGVAN MATE AAP NI PASE DAN KARVA NO 1 RUPIYO NATHI TO TAME PASHU SAMAN CHO ANE NARK MAJ JIVO CHO….POTANA KUTUMB MATE TO BADHA BHOG APE CHE PAN BHAGVAN MATE JE AAPE TEJ SACHO MANUSHYA ANE TEJ SWARG NO ADHIKARI BANE CHE…BHAGVAN BADHA MANUSYO NE PAHELA SADBUDDHI AAPE….KOI NI LAGANI DUBHAVVANI VAT NATHI LAKHTO PAN JE MANE ATYAR NA SANJOG JOTA LAGI RAHIYU CHE TE LAKHIYU CHE.AA MARA POTANA MANTAVYA CHE …
પરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું,
તણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું.
are ha aa sher me kyak vanchelo pan bahuj game lo tethi niche lakhu chu.
શી રીતે મન ડામશે?
રંગ અદભૂત જામશે.
બ્રાહ્મચારી સ્વર્ગમાં
અપ્સરાઓ પામશે
LikeLike
મિ. ગોવિંદ આવો બકવાસ બંધ કરો અને પશુમાંથી માણસ બનો. અતુલ જાનીૢ જયંતિ પટેલૢ અને કેપ્ટન સાહેબને ધ્યાંથી વાંચો. સુરેશ જાનીૢ ગજ્જર અને શશીકાંત જેવા ચુ**ઓને મગજની જગ્યાએ મૂત્રપિંડ છે જેમાંથી તેઓ ચારેબાજુ દુર્ગંધ મારતું મૂત્ર છાંટ્યા કરે છે અને લોકોને ગૌમૂત્રથી દૂર રહેવાનો ઉપદેશ આપે છે.
LikeLike
‘મગજની જગ્યાએ મૂત્રપિંડ છે જેમાંથી તેઓ ચારેબાજુ દુર્ગંધ મારતું મૂત્ર છાંટ્યા કરે છે’…
મઝાની વાત યાદ આવી
HT5-મગજ કરતા પેટમા વધારે છે. અને મુત્ર દુર્ગંધી ફેલાવે?
સુગ અને સૌંદર્ય વસ્તુગત નથી પણ ભાવનાગત છે .સવારનો ચાર વાગ્યા પછીનો પહેલો પેશાબ શરુઆતનો થોડો જવા દેવાનો ત્યારબાદ એક ગ્લાસમાં લેવાનો અને છેલ્લો થોડો જવા દેવાનો.અને તે ગ્લાસ પી જવાનો અને ત્યારબાદ દાતણ કરવાનુ. આ પ્રયોગથી પેટ સાફ થશે,મોંમાં દાંતનો કોઇ જ રોગ થશે નહીં.શરીરની અંદર રહેલ પ્રવાહી તકલીફોનુ નિરાકરણ પણ થઇ જશે.
ખયાલ અપના અપના
LikeLike
AAPNE VAT SWARG NA SUKH NI KARIYE CHIEA…..BARABAR…….SAHU THI PAHELA AHIYA AA GOVINDBHAI MARU NE DHANYAVAD APU CHU KE TENE ATLO SARAS TOPIC APNI SAMAKSH RAKHIYO.
HAVE VAT RAHI SHREE VISVAKARMA BHAI NI TO BAHUJ SAMAJDAR VYAKTI LAGE CHE …PAN BHAI SHREE JYA SUDHI MARO ANUBHAV CHE TYAN SUDHI SATYA HAMESHA KADVU HOI CHE…..
AAJE NAHI TO KALE PAN AA DHARMA RUPI KOYDO CHE TENO UKEL GOTVA NO CHE…..ATYAR SUDHI KOI NE NATHI MALIYO. BADHU BANAVE CHE MANAV. SWARG-NARK-PAP-PUNYA-DEV-DEVI-BHAGVAN-BADHUJ MANAV JATE BANAVELU CHE.
KARAN MANAV PAHELA THI J GABHRU PRANI CHE..DAREK VATE GABHRAI JAI CHE….JYA SATYA NI VATO AVE CHE TENO SWIKAR NATHI KARI SAKTO. KHAIR VADHARE AMA CHARCHA NATHI THAI SAKTI PAN ETLU JANAVU CHU KE JYARE DHARM RUPI VADA MATHI MANAV BAHAR AVSHE PACHI J POTANI SACHI OLAKH MELVI SAKSHE.
AA MARA POTANA MANTAVYA CHE KOI NA DIL NE THES POHACHADVANI MARI MANO VRUTI NATHI.
DAREK NE POTANO DHARM(SWARG) MUBARAK…
LikeLike
Jeo Jatey Swargnu Sukh Ke Dukh Manni Aavya che
Temno Interview Levo Joiye….
LikeLike
Thos DHONGI… Sadhu / Sants / Fakir / Bava are saying that donate here and you will be get double / ten times in Heaven….
Please ask them to Donate their all belonging to some good charitable instituion… You will get much more in Heaven for your enjoyment
LikeLike
Those DHONGI… Sadhu / Sants / Fakir / Bava who ever are saying that donate here and you will get double / ten times in Heaven….
Please ask them to Donate their all belonging to some good charitable instituion… You will get back much more in Heaven for your enjoyment
LikeLike
namskar
LikeLike