જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો

એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે- ‘આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું.’ મારા આશ્વર્યનો પાર ન રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ એ માતાજી જ હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યાં. મેં મીત્રના બરડે ધબ્બો લગાવતા પુછ્યું- ‘ભલા માણસ, આ શી મજાક માંડી છે…! માજી તો આ રહ્યાં તારી બાજુમાં…!’ મીત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું: ‘દીનેશભાઈ, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માગું છું. હું માનું છું કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ જ સાચું શ્રાદ્ધ ગણાય!’

એમણે આગળ કહ્યું: ‘માને ડાયાબીટીઝ છે; પણ એમને સોશીયો બહુ ભાવે છે. હું એમને માટે સોશીયો હંમેશાં ફ્રીઝમાં રાખું છું. ખાજલી, સફેદ જાંબુ, કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે. તે બધું જ હું એમને ખવડાવું છું. શ્રદ્ધાળુઓ મંદીરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદીરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માનાં ચશ્માં જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતા ઘરડી માનાં ચશ્માં સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે !’

મીત્રની વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે. આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ–દુધપાકનું જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું; પણ યાદ રહે ગાય – કાગડાને ખવડાવેલું કદી ઉપર પહોંચતું નથી. અમેરીકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ ‘ટીફીનસેવા’ હજી શરુ થઈ નથી. માવતરને જીવતાજીવત જ બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.

એક સત્ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી, પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહના ટેન્શનો અને જવાબદારીનું ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓને કંઈકે માફ કરી શકાય. પરંતુ કેટલાક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડાં માબાપોની નથી લેતા. સમાજના મોટાભાગના વૃદ્ધો અનેક પ્રકારની અવહેલના ઝીલી (હોઠ ભીડીને) જીવે છે. એવા દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતાં નથી અને મર્યા બાદ હજારો રુપીયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. ભાતમાં વહુ અડધી પળી ઘી મુકી નથી આપતી; પણ સ્મશાને ચીતા પર તેના શરીરે કીલો ઘી ચોળવામાં આવે છે. મર્યા બાદ બ્રાહ્મણોને દાન આપવામાં આવે… તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરવામાં આવે. આ બધી અનપ્રોડક્ટીવ એક્ટીવીટી છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરીવર્તન આવવાનું નથી. પરંતુ આજના યુવાનો એવા ખોખલા રીવાજને તીલાંજલી આપે તે જરુરી છે.

હમણાં જાણીતા શાયર દેવદાસ – ‘અમીર’ની એક પુસ્તીકા હાથે ચડી ગઈ. એમાં રમેશ જોશીનું એક વાક્ય વાંચવા મળ્યું- જયારે હું નાનો હતો અને આંખમાં આંસુ આવતા ત્યારે મા યાદ આવતી. આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે…!” સંતો કહે છે, ‘નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે માબાપ આપણી આંગળી ઝાલતા. હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે તેમનો હાથ ઝાલવો જોઈએ !’

વારંવાર એક વાત સમજાય છે. ઘરડાં માબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે; પણ તેમનો હાથ ઝાલીને આદરપુર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનું પુણ્ય મળશે. કહે છે માબાપ બે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે… અને બીજું દીકરા તરછોડે ત્યારે. પણ માએ તો જીન્દગીભર રડવાનું જ હોય છે. છોકરાં નાનાં હોય અને જમે નહીં એટલે મા રડે અને એ છોકરાં મોટા થઈને જમાડે નહીં ત્યારે મા રડે છે ! સંજોગોની એ વીચીત્ર વીટંબણા છે કે જે બાળકને માએ બોલતાં શીખવ્યું હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવાનું કહે છે. (જો કે વ્યવહારુતા એમાં છે કે સંતાનો પુછે નહીં ત્યાં સુધી તેમને કોઈ સલાહ જ ના આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરુરીયાત પણ)

માતૃપ્રેમ વીશે લોકકવીઓએ ઘણું લખ્યું છે. કવી ધરમશીએ લખ્યું છે- ‘પહેલાં રે માતા… પછી રે પીતા… પછી લેવું પ્રભુનું નામ… મારે નથી જાવું તીરથધામ…!’ પણ હવે સમય અને સમાજ બન્ને બદલાયાં છે. લોકોનાં વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્વીમની અસર થઈ છે. જે મા દીકરાને ગર્ભમાં રાખે છે તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. કવી ગુલાબદાન કહે છે: ‘ગરીબ માની ઝુંપડીમાં કોઈ દી’ સાંકડ નહોતી થાતી… આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી… તો શરમ, મરજાદ અને સંસ્કૃતી ક્યાં ગઈ જે ગૌરવ આપણું ગણાતી…? આલીશાન બંગલામાં પોસાય આલ્સેશીયન… એક માવડી નથી પોસાતી…!

અમારા બચુભાઈ કહે છે: ‘આણંદના ગોટા અમદાવાદ સ્ટેશને ખાવા મળતા નથી. તેમ જુવાનીના સ્ટેશન પર ઘડપણનાં દુ:ખોનો અંદાજ આવી શકતો નથી. નર્કની પીડા આપણે અનુભવી નથી; પરંતુ નર્કની ભયાનકતાથી બચવા આપણે નીયમીત ભગવાનની ભક્તી કરીએ છીએ, તેમ ઘડપણની યાતનાનો ખ્યાલ ભલે આજે ન આવે પણ તે દુ:ખોની કલ્પના કરીને આપણે વૃદ્ધોની પ્રેમથી સાર સંભાળ રાખવી જોઈએ. માર્ગ પરથી કોઈનું મૈયત જઈ રહ્યું હોય ત્યારે ઘણા રાહદારીઓ હાથ જોડીને પગે લાગે છે. તેઓ મરનારને ઓળખતા હોતા નથી. પણ મૃત્યુની અદબ જાળવવા નમન કરે છે. સંસારનો દરેક વૃદ્ધ આદરને પાત્ર હોય કે ન હોય પણ વૃદ્ધાવસ્થા એ જીવનયાત્રાનું અંતીમ સ્ટેશન છે. જીવનભરનાં તમામ કર્મોનો હીસાબ કરીને માણસ અનંતની યાત્રાએ ઉપડી જાય છે. એથી પ્રત્યેક દીકરાએ માબાપની પુરી કાળજી લેવી જોઈએ. લોકકવી ભીખુદાન ગઢવી લખે છે- ‘અંતવેળા જેના માબાપ ના ઠર્યાં… સાત જનમ તેના બુરા ઠર્યા…!

ધુંપછાંવ

દીકરાઓ દુનીયાની દોડમાં હાંફી રહ્યા છે. તેમની પાસે સમય નથી. ઘરડાં માબાપ એ વાત સમજે છે. છતાં ઘડપણમાં તેમને દીકરા જોડે બેસીને વાત કરવાની ઈચ્છા થતી હોય છે. ઘડપણની આ પણ એક જરુરીયાત છે, ઘરડા થયા વીના એ સમજી શકાતી નથી. વીદેશમાં એક મા દીકરાને પુછે છે: ‘બેટા, તું એક કલાક નોકરી પર મોડો જાય તો તારો કેટલો પગાર કપાય ?’ દીકરો કહે છે: ‘એક કલાક મોડો જાઉં તો મારા પચાસ ડૉલર કપાઈ જાય !’ મા કહે છે: ‘બેટા, મેં થોડા દીવસ મહેનત કરીને પચાસ ડૉલર ભેગા કર્યા છે. તું પચાસ ડૉલર લઈ લે અને મને તારો એક કલાક આપ…!

દીનેશ પાંચાલ

‘ગુજરાતમીત્ર’,દૈનીક, સુરતની તા.6 સપ્ટેમ્બર, 2009ની રવીવારીય પુર્તીમાં વર્ષોથી પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘જીવન સરીતાને તીરે’ના સૌજન્યથી સાભાર…

સંપર્ક:

શ્રી દીનેશ પાંચાલ,

સી-12, મજુર મહાજન સોસાયટી,

ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396445

ફોન: (026370 242 098) સેલફોન: 94281 60508

33 Comments

 1. I fully agree with the author. We should help our parents as they are our creator. The Almighty comes to us in the form of parents. It is our duty. It is a question of individual ‘s understanding of life. Above all , we should try to help all human beings.

  Like

 2. દીકરા માટે સાવ સાચી વાત.
  પણ મારી ઉમ્મરના લોકો માટે …

  દીકરા દીકરી આમ કરે , તેવી અપેક્ષા રાખવાનું છોડી, સ્વતંત્ર બનવાનું શીખો – તે માટે આવકનાં સાધનોનું આયોજન કરો.
  દીકરા, દીકરી પર પુરો વીશ્વાસ મુકી, આપકમાઈની બધી સમ્પત્તી તેમને સોંપી, વૃદ્ધાશ્રમમાં નીસાસા નાંખતા વડીલોના કીસ્સા અગણીત છે.

  Like

 3. I fully agree with Sureshbhai’s comment. We should not expect from others including our children. Never transfer your wealth on children’s name during your life. Too much trust on people is not good.

  Like

 4. Very nice,ispirational & effective article.Child should realize that after so many years they will also become old.

  Like

 5. Dear Maru,
  I agree with your article.MATRU DEVO BHAVA PITRUDEVOBHAVA To help our parents it is not
  sufficiant but one should help every SR.citizen….

  Like

 6. માતાપિતા વિષે શ્રાધ્ધના સંદર્ભમાં સાચું લખ્યું શીખ મળે તેવું લખ્યું માટે દિનેશભાઈ પંચાલનો ખુબ ખુબ આભાર ને ગોવિંદભાઈ એ પોષ્ટ મૂકી અમારા સુધી પહોચાડ્યું તેનો આભાર..જીવતાજી બધી સેવા કે બધા ધ્યેય માબાપના કયા દિકરાથી પુરા થાય છે ? કંને કંઈ તો કમી રહી જાય છે તેથી લખતી વેળા..આ લોકનું મહત્વ સમજાવતા પરલોકની વિધી કે તેનું વિજ્ઞાન છે તેને મૂળમાંથી તોડી નાખવાની જરુર નથી..તે હાસ્યાસ્પદ કે મૂર્ખ માણસોએ નથી નક્કી કર્યુ કે માત્ર ભાહ્મણોની આજીવિકા માટે પરલોક્નું વિધાન નથી કરવામાં આવ્યું…શ્ર્દ્ધાથી કરેલું તર્પણ પરલોકમાં પહોંચી જાય છે તેમાં શંકા નથી..જેમ પોષ્ટમાં પત્ર નાંખ્યા પછી કે ઈમેઈલ કર્યા પછી ..તમે અને હું શંકા નથી કરતા..પરલોકનું પણ વિજ્ઞાન છે…કાગડાનું પણ કારણ છે..તે પણ સમજવું રહ્યું અને જીવતાંજી પણ માવનવર્તન ઉન્નત થવું અપેક્ષિત છે…ગોવિંદભાઈઅએ માતાપિતા વિષે આજના સંદર્ભમાં સુંદર લખ્યું છે શ્રાદ્ધ છે માટે પણ ઉચિત..
  થોડી મારી પંક્તિ…
  જીવનભર સેવા કરનારાં શ્રવણ સમ દીકરાં જોયા
  અને જીવતાજી ઘા કરતાં કપાતર પથ્થરા જોયા
  અપંગ માલિકનું રાખે ધ્યાન જીવતા ને મરણ પશ્ચાત
  કબર ઉપર વફાના ફૂલ ધરતાં કૂતરાં જોયાં
  અસ્તુ

  Like

 7. Ati uttaam.
  Modern Pundlik and Shravan.
  Ek gujarati kavya : Mabaap ne Bhulso nahi.( I like it, but at present I do not have with me)

  Like

 8. It was an excellent article. Generally people know about this but in this kind life style which is very fast and full of pressure & depression, people forget to take care about their parents. And they realise the same after the death of their parents.

  Really this kind of articles are required to be published in general so that it can reach to those people who have forgot to discharge their basic & prime duty towards their parents. These kind of article can really open the eyes of people.

  In fact there should be a law in the country, whereby if a person sends his either of the parents or both of them to the house of old aged people, they should be sent behind bar. How can one be so cruel towards his parents? How can he forget that whatever he his at present, that is only because the efforts of his parents.

  This is really an eye opening article and should reach to each corner of the country.

  Like

 9. ખુબ જ સરસ અને ઘણું કહી જતો લેખ, ઘણાં એવા લોકો છે જે જીવતે જીવ માતા-પિતાને સંભાળી નથી શકતા અને મરણ પછી લૌકિક ક્રિયામાં સમાજ ને દેખાડો કરવા માટે મોટા-મોટા ખર્ચા કરે, દાન આપે અથવા તેમના નામની તકતીઓ મૂકાવે, અરે અખબાર માં આખા ઘરના લોકો શ્રદ્ધાજંલિ અર્પણ કરતાં સરસ વાકયો અને પંકિતઓ છપાવે, તેમાં પછી નીચે તેમના નામ હોદા સાથે અથવા કંપની ના નામ આપ્યાં હોય! અરે, ભાઈ આ તમે લાગણી કે તમારું દુઃખ પ્રસિધ્ધ કરો છો કે તમારી પબ્લિસીટી !!
  અને લાગણીઓ તો દિલથી અભિવ્યક્ત થાય છે અને તેનો અહેસાસ આમને-સામને થાય! અ તો નર્યો દેખાડો….

  Like

 10. Good Article thanks to Dineshbhai & also thanks to maru saheb its a so good for put in real life…practical life…..but……..

  Like

 11. સરસ લેખ.
  શ્રાદ્ધનું મારી દૃષ્ટીએ મહત્ત્વ એક ક્રાંતીકારી રીવાજ તરીકે છે. જો કે સ્વાર્થી સમાજને કારણે લોકો એને અનુસરતા નથી. ખરેખર તો શ્રાદ્ધના દીવસે દાનનો મહીમા છે. પુર્વજો તરફથી વારસામાં મળેલી હોય તે સીવાયની ગતાત્માએ પોતે જે સંપત્તી પ્રાપ્ત કરી હોય તે સમગ્ર સંપત્તીનું દાન કરી દેવાનું હોય છે, જેથી સમાજમાં અસમાનતા નહીંવત થઈ જાય. પણ પાછળથી “પરીયાં પરીયાં ખાય” એ વાત ઘુસી ગઈ અને શ્રાદ્ધનો મહીમા ખોવાઈ ગયો.

  આભાર ગોવિંદભાઈ.

  Like

 12. મા બાપના અંતર આત્માને જીવતાં જીવ જે કર્તવ્ય પાલન અને ઋણ ચૂકવવાની ભાવનાથી
  સંતોષ આપે તેજ ખરી સેવા છે.
  પાછળના કર્મકાંડ ખોટી આત્મ વંચના માટે છે.
  ખૂબ જ અવલોકન અને અભ્યાસપૂર્ણ દિશા ચિંધતો લેખ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 13. sundar lekh amaara sudhi phochaadava bdal Govindbhai aapno khub abhaara.

  Dineshbhai ne me kadi vanchyaa n hataa have jarur vanchavaa padshe .

  7-8 varsh pahelaa ekaad pankti lakhi hati ke.

  Jivte jiv to paNi ni paN puchchha nahI.
  ne Chandan thi baLe maa nI ThaaThaDI
  GhaNI khammaa beta GhaNI khamma

  Jay gurjari,
  Chetan framewala

  Like

 14. Amazing article. It was very nice, interesting and heart touching, and specially its life saving article for new generation. I am sorry for my suggestion that might hurts you, but as it could be helpfull to many people – suggestion – Can this article be presented in PDF format, so that it becomes easy for all computers and also its easy to save the article.
  Thanks.

  Like

 15. RE: મા નું શ્રાદ્ધ…..

  Thursday, 24 September, 2009 5:12 PM

  From: [……]

  To: govindmaru@yahoo.co.in

  Message contains attachments

  2 Files (231KB) | Download All

  • Swadesh – Parents1.jpg

  File: Swadesh – Parents2.jpgDownload File

  શ્રીમાન ગોવીંદ ભાઈ,

  લાગણીથી ભરપુર “મા” વિષે આપના વીચારો વાંચીને આંખોમાં આંસુ આવી ગયા. બળપાણમાં વાંચેલ એક કાવ્ય ની બે પંક્તિઓ પણ યાદ આવી ગઈ: “મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી રે મોરી માત રે, જનની ની જોડ સખી નહીં જડે રે લોલ”.

  આ સાથે મારો લખેલ લેખ પણ જરુર વાંચી જજો, ખાસ કરીને છેલ્લા ચાર પેરેગ્રાફ અને છેલ્લે આપેલ એક કાવ્ય.

  શુભેચ્છાઓ સહિત

  કાસીમ અબ્બાસ

  Like

 16. માનું હ્રદય મા બન્યા વગર પુરૂ સમજવુ અઘરૂ છે. સમય માંગીને પણ તે એથી યે અધિક કંઈક આપવા ઈચ્છે છે આખરી પળ સુધી પ્રેમ આપતા રહેવા છતાં એણે જે આપ્યો તે એને ઓછો જ જણાશે. જે માને નથી સમજી શક્તા તે કદી પોતાને પણ નહી સમજી શકે. સુંદર લેખ માટે આભાર !

  Like

 17. આજે આપની પોસ્ટ વાંચી ને મને પણ કંઇક યાદો રડાવી ગઈ. હું આજે તમને સહુ ને મારા હિન્દી બ્લોગ પર પધારવા આમંત્રણ આપુંછું. કદાચ તમને મારો જવાબ મળી જશે.

  http://raziamirza.blogspot.com

  Like

  1. रझीयादीदी,
   वाकईमे आपके जवाबने हमे रुला दीया.
   अम्मीजानको हमारी हार्दीक श्रध्धांजली..
   आपको और आपके परीवारजनोको ईद मुबारक…
   गोवीन्दभाई

   Like

 18. Respected Sir,

  This is real story that u had describe in your artical. in our world some people only konws his/ her responsbility.

  Thanks,

  Kaushik Brahmbhatt

  Like

 19. Govindbhai,

  I born and grown up in Navsari.

  Received your artical from my relative in London. Realley this artical made me cry.

  Thanks for your good thinking.

  kantibhai

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s