શુકન-અપશુકન

માનવ સમાજ માટે હાનીકારક એવા શુકન-અપશુકનના ખ્યાલે જનમાનસમાં અંધશ્રદ્ધાનું વ્યાપક સ્વરુપ પકડ્યું છે. ગાય, કુંવારી કન્યા વગેરે સામે મળે તો શુકન ગણાય; જ્યારે બીલાડી, વીધવા સ્ત્રી કે પછી કુદરતી હાજતેથી પાછી ફરતી કોઈ વ્યક્તી સામે મળે તો અપશુકન ગણાય. એવી આમજનતામાં અંધશ્રદ્ધા છે. આવી અંધશ્રદ્ધાએ ભારત સીવાયના અન્ય દેશોમાં પણ વ્યાપક સ્વરુપ પકડ્યું છે. જેમ કે બ્રીટનવાસીઓ 13ના આંકડાને શુભ માને છે; જ્યારે 87ના સ્કોરને તેઓ અશુભ ગણે છે. જાપાનમાં લોકો યાત્રા પર જતાં પહેલાં નખ નથી કાપતા. ક્યુબા નીવાસીઓ ચાંદનીને ખરાબ માને છે અને તેથી ચાંદની રાતોમાં ખુલ્લાં માથે નથી નીકળતા. એસ્કીમો હવાની દીશા બદલવા માટે ઢોલ વગાડે છે. પેરુમાં વરસાદ લાવવા માટે કાળા ઘેટાને મેદાનમાં ઉભું રાખી દેવાય છે અને જ્યાં સુધી વરસાદ ના આવે ત્યાં સુધી ઘેટાને ખોરાક આપવામાં નથી આવતો… વગેરે વગેરે.

શુકન-અપશુકન માટે મુહુર્ત જોવામાં આવે છે. પુરોહીતો અપશુકન નીવારણ માટે વીધી કરવાના ઓઠા હેઠળ રોકડી કરી લે છે. શુકન-અપશુકનના ખ્યાલને લીધે વીધવા સ્ત્રીઓ, દલીતો વગેરેને સામાજીક તીરસ્કાર મળે છે. અંધશ્રદ્ધાળુઓ સારા શુકન માટે દીવસો સુધી તકના ભોગે રાહ જોઈ બેસી રહે છે. શુકન-મુહુર્ત કે અન્ય ધાર્મીક વીધીઓ માટે બેફામ ખર્ચાઓ કરવામાં આવે છે. જે ખર્ચાઓ દેશની વીકટ સમસ્યાઓ નીવારવાને બદલે તેમાં વધારો જ કરે છે. આમ આર્થીક, સામાજીક, શારીરીક શક્તીઓનો દુર્વ્યય થવાને કારણે છેવટે તો માનવ સમાજનો સર્વાંગી વીકાસ અવરોધાય છે.

જે વસ્તુ પ્રીય લાગે તે શુકન અને જે વસ્તુ અપ્રીય લાગે તેને અપશુકન કહેવું/માનવું એ માનસીક અસ્વસ્થતા છે, તેનો પ્રભાવ હાનીકારક છે. જો શુકન-અપશુકનના ખ્યાલને સત્યની એરણ પર ચડાવવામાં આવે તો સ્પષ્ટ થશે કે આવા ખ્યાલો ઉપજાવી કાઢેલા છે, વાહીયાત છે. માનવ સમાજમાં આ પ્રકારનો અંધવીશ્વાસ આદીકાળથી જ પ્રચલીત છે. જેને જડમુળથી ઉખેડી કાઢવા માટે અવીરત પ્રયત્નો કરવા જરુરી છે.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.19/12/1992ના રોજ પ્રકાશીત થયેલ આ  ચર્ચાપત્ર …

25 Comments

 1. ખુબ જ સરસ અને વિચારવા લાયક લેખ અને ચર્ચા. આપણાં હિન્દુ ધર્મના સૌથી જૂનાંમાં જૂનાં સાહિત્ય અને શ્રૃતિઓ ગણાતાં વેદમાં ત્રણ વેદોમાં મુખ્યત્વે ઋગ્વેદ, યજૂર્વેદ અને સામવેદ છે અને પાછળથી જે એક વધુ વેદ ઉમેરાયો તે અર્થવવેદ. આ છેલ્લાં વેદમાં આર્યુવૈદિક ઉપરાંત કર્મકાંડ, જાદુ, ટોણાં વિગેરે છે અને ત્યારબાદ આપણાં હિન્દુધર્મના સૌથી મોટાં પ્રમાણ ગણાતાં આ વેદોમાં કાળક્રમે લોકો સમ્યાંતરે પોત પોતાની રીતે પોતાના વિચારો અને વાતો તેમાં ઉમેરતાં ગયા તેમ ઘણાં મોટાં ભાગના ઈતિહાસવિદો અને વિવેચકોનું માનવું છે, તેથી આપણને આ વેદોનું અસલ સ્વરૂપ અને તેની મૌલિકતા વાંચવી અશકય છે અને તેમાં જે કર્મકાંડો અને શુકન-અપશુકન ની વાતો પાછળથી ઉમેરાઈ તે (ભલે તે વાત પોતાના ધંધા માટે ઉમેરાઈ હોય) હજુ સુધી આ વૈજ્ઞાનિક આધુનિક યુગમાં ભારત નહીં, પણ આખા વિશ્વમાં માનવામાં આવે તે ન માનવામાં આવે તેવી નઠોરી હકીકત છે.

  વિજ્ઞાન હરણફાળ ભરી રહ્યું છે, તેના લીધે વિશ્વમાં વિકાસ નો આંક બુલંદી પર છે. સુવિધાઓ વધી છે. છતાં આવી અંધશ્રદ્ધાભરી વાતો અને કપોલકાલ્પનિક પૂંછડાં વગરની શુકન-અપશુકન ની વાતો ધૂતારા ધંધાર્થીઓ એ પોતાના પેટના ખાડાં પૂરવાં અને તે માર્ગેથી ભણેલી છતાં અબોધ પ્રજા પાસેથી નાણાં પડાવવાં માટેની એક રીતસર ની જાળ ઊભી કરી છે. ભારતમાં જે ૧૩નો આંકડો અપશુકન માનવામાં આવે તે વિદેશમાં શુકનવંતો ગણાઈ તે વાતનો વિરુધ્ધાભાસ જ બતાવે છે કે કપોલકાલ્પનિક માન્યતા સિવાઈ બીજુ કંઈ નથી. આ માટે વધુ મારે જે કંઈ કહેવાનું છે તે આ મારા ખુબ જ ચર્ચિત અને સૌથી વધુ કોમેંન્ટ મેળવનારા આ લેખમાં છે, જે વાત અને વિચારો અન્ય કોમેન્ટરોને પણ જરૂરથી ગમશે તે વાંચોઃ“શુભ –
  અશુભ ! સાચું કોણ ? જયોતિષ કે આપણી માનસિકતા ?! “

  Like

 2. ગોવિંદભાઈ,

  એ ખોટુ, વાહિયાત વગેરે વગેરે છે, તોય કેમ ચાલે છે એનો વિચાર કરવો રહ્યો. તમે એને ખોટુ કહી દો એટલે લોકો છોડી દેશે એ શક્ય નથી.

  માનવ મનનો, ખાસ તો અચેતનમનમાં પડેલી ગ્રંથીઓનો અભ્યાસ કરવો પડે.

  મૃત્યુ એ જીવનનું સત્ય છે પણ એના આગમનનો સમય અનિશ્ચિત છે અને એના વિશે જાણકારી તો કંઈ જ નથી. તેથી માણસ મૃત્યુથી સૌથી વધારે ગભરાય છે. હવે કોઈ ચીજ જો અનિશ્ચિત હોય અથવા અજાણી હોય તો એમાં મૃત્યુનો ઓછાયો દેખાય છે. એટલા માટે જ માનવી બધુ સુનિશ્ચિત કરવા, અજ્ઞાતને જ્ઞાત કરવા મથતો હોય છે. તમે જેનો ઉલ્લેખ કર્યો એ જ નહીં, તમામ અંધશ્રદ્ધાઓની ગંગોત્રી મૃત્યુનો ભય છે.

  ધારો કે હું કોઈ કામ કરવા નીકળુ જેના થવા અંગે અનિશ્ચિતતા છે, તો હું કોઈક રીતે એને નિશ્ચિત કરવા મથુ છું. પછી સામે ગાય દેખાય તો મને રાહત મળે છે કે ચાલો ગાય દેખાઈને, એટલે કામ થઈ જશે. અથવા બિલાડી આડી જાય તો, negative તો negative, એક નિશ્ચિતતા મળી જાય છે કે કામ નહીં થાય. આમ અનિશ્ચિત અને અજ્ઞાત ચીજોને નિશ્ચિત અને જ્ઞાત બનાવી શકાય છે, જેથી ભયને (જે ખરે તો મૃત્યુનો ઓછાયો જ છે) દૂર કરી શકાય.

  હું પોતાની વાત કહીશ. આપણા સમાજે મારી અંદર શુકન-અપશુકન, નજર લાગવી વગેરેના બીજ એટલા ઊંડા વાવી દીધા છે કે સતત જાગરૂક રહીને એમની સાથે લડવું પડે છે. તર્કસંગત ન હોય એ તમામ વાતો થી દૂર રહેવા માટે મન પર સતત નજર રહે એ જરૂરી બની જાય છે. (by the way, આ રીતે મન પર સતત નજર રાખવી એને અધ્યાત્મમાં સાક્ષીભાવ કહેવાય છે)

  ગમે તેટલી બૂમો પાડો, આ ચીજોની પાછળની માનસિકતા જ્યાં સુધી વ્યક્તિમાત્રને નહીં સમજાય અને એને બદલવા વ્યક્તિગત સ્તરે પ્રયાસ ન થાય, ત્યાં સુધી એમાં મોટા પાયા પર બદલાવ આવે એ શક્ય નથી.

  Like

 3. શુકન-અપશુકનની માન્યતા અને શ્રધ્ધા-અંધ્-શ્રધ્ધા બંને એક જ સિક્કાની બે બાજુ છે દરેક દેશમાં નબળા મનોબળ વાળા માનવીઓ હોય જે છે અને આવા નબળા મનોબળ વાળાઓ ભોળવી પોતાનો રોટલો પકાવવા વાળા કથિત સાધુ-બાવા-જ્યોતિષો-મુલ્લા- મહંતો-પાદરીઓ પણ હોય જ અને તે આવા શુકન-અપશુકન વગેરેનો ડર અને ભય ફેલાવતા રહેતા હોય છે જો સૌ કોઈ મજબુત મનોબળ વાળા બની રહે અને માત્ર નિયતિમાં જ વિશ્વાસ રાખતા થાય તો આવા તત્વોને ભૂખે મરવા વારો આવે. અને નવાઈની વાત તો એ છે કે આવા તત્વો આવા તૂત ઈશ્વરને નામે જ ચલાવતા રહી પોતાના શીકાર શોધી લેતા હોય છે. જ્યાં સુધી સામાન્ય જન સમુદાયની માનસિકતા મજબૂત મનોબળ વાળી ના બને ત્યાં સુધી આવા તૂત ચાલ્યા જ કરવાના ! ઈશ્વર પણ બચાવી નહિ શકે ! અસ્તુ !
  સ-સ્નેહ
  અરવિંદ

  Like

 4. raaજા અક્બરે એક્વાર ઉન્ઘ

  માથી ઉઠી બારી બહાર જોયું. ભંગડી આંગણુ વાળતી હતી. રાજા તો ગુસ્સે થઈ ગયો.

  સેનાપતી ને બોલાવ્યો કહે ” ભંગડીને ફાંસિ ની સજા કરૉ . મારો દીવસ બગાડ્યો” વાત બીરબલ પાસે પહોંચી..

  બીરબલ રાજા ને કહે ” મહારાજશ્રિ , વાંધો નહોય તો એક વાત કહુ “. raaજા કે “બોલો” તમએ ભંગડીનુ મોઢું જયું ને તમારઓ દીવસ બગડ્યૉ પણ

  એણે તમારૂં મોઢું જોયું ને એની તો જિન્દગિ બગડી – તમને અપશુકન થયું કે તેને ?””

  Like

 5. Govindbhai,

  I fully agree with Hemant Punekar’s intertretations about your article. You have to ask yourself about these things. Courage and self determination are required. If you do not understand then do not follow. It will take time to get over fear but it is not impossible. Human nature is same everywhere.

  Finally, I am very thankful to Govindbhai.

  Best Regards,

  Pradeep H. Desai

  Like

 6. Shree Govindbhai
  I absolutly agree with you there is nothing like Shukan upshukan. It is nothing else but weakness of mind, self confidence. I suppose it has been popularised by maharaj who wants to earn their bread and butter.
  Best Regards
  Suren Chheda

  Like

 7. દુનિયાના મોટા ભાગના લોકો કોઇને કોઇ રિતે શુકન-અપશુકનમા માનતા જ હોય છે. એકને માટે શુકન બિજાને માટે અપશુકન પણ હોઇ શકે છે.

  જે શુકન-અપશુકનમા માને છે તેમને સાચે જ એનાથિ ફેર પડે છે. માનવા દો તેમને. મારા-તમારાથિ કોઇ ફેર નહિ પડે. જે નથિ માનતા તેમને પણ કોઇ ફેર નહિ પડે. એક બહુ પાતળિ સંખ્યા ધરાવતો વર્ગ છે જે અવઢવમા હોય છે, કદાચ તેમને ફેર પડે આ વાતોથિ. પણ એ સંખ્યા એટલિ નગણ્ય છે કે આવિ ચર્ચાઓ પાછળ સમય ગાળવા કરતા સમાજના ઉત્કર્ષ માટે નક્કર કામ કરવુ જ જરુરિ ગણાય.

  Like

 8. શુકન-અપશુકન એ માનવમનની એક ઊપજ છે કે જેનો કોઈ જ આધાર નથી. કોઈ વૈજ્ઞાનિક ટેકો નથી. લોકો એમાં માને છે કારણ કે એમાં એક એસ્કેપિઝમ છે! જ્યારે પામર માનવનું ધારેલ કાર્ય ન થાય તો એ થાય એ માટે એક આધાર એ શોધે અને આવા એસ્કેપિઝમ ફૂટી નીકળે. પછી એ પહેલાં હોય કે પછી. બિલાડીને માણસના અપશુકન થતાં મેં તો જોયા છે. અને બિચારી બિલાડીને માર મારતા માણસો પશુઓ કરતાં પણ અબુધ હોય એવી માન્યતાઓને પોષ્યા કરે છે.

  Like

 9. Bhaishree Govindbhai,
  Tamaara lekh ne hun so e so taka teko aapu chu,,,,,bahuj
  saras topic chhedelo che….
  Maro tamone puro teko che,,,,,parantu duniya bharna
  maanvi jo sukan/upsukan mantaa bandh thaay to
  Pujaari o ni rojee ma jarur kaap pade etalaa maate koi
  pujari aama samant nahi thaay

  Like

 10. આદરણીય નટવરભાઈની વાત સાથે સંમત છું. નીષ્ફળતાના સાચા કરણો શોધવાની મથામણ કરવાને બદલે મોટેભાગે આપણે પરંપરાગત માન્યતાઓ, ખ્યાલોની સાથે તેને જોડીને છુટી જવાની મનોવૃત્તી ધરાવીએ છીએ.

  Like

 11. Shukan & Apshukan,

  This is absolutely a man made created and today man is facing the problem against the same which has been created in the past by their ancestors and in the process , man is creating another method, which is suitable to his needs.
  In the present world of science and technology, such type of belief is actually an hindrance to the carrer of a person.
  Man should understand this and try to avoid believing such things at large, atleast.

  Like

 12. govindbhai maro mitra old car lavyo ae vakhate varasad ni
  jarur hati ane varsad aavyo tene mane potani car sukanvanti kahi me aemane vicharvanu kahyu ke aap jeni
  pasethi car lavya hoy te vistar mo varsad hase ke kem?
  temne chokkkas varsad padato hase tem kahyu ,car no
  juno malik kevu vichato hase? teni kalpana karo apsukaniyal car kadhi nakhato varsad avyo tevuj.
  mitra vina javab chalyo gayo

  Like

 13. This is very true that we people are superspicies it should be stoped and we have to find out the reason behind any incidence. This superspicies is somewhere injustice to the widow and lower class people and they will cut of from the main streme

  Like

 14. અપશુકન કહેવું/માનવું એ માનસીક અસ્વસ્થતા છે, તેનો પ્રભાવ હાનીકારક છે.

  सर्वदा सर्व कार्येशु नास्ति तेषां अमंगलम
  येषां ह्दयस्थितो मंगलातनयो हरि………આ શ્લોક અપશુકનના છેદ ઉડાડી દે છે તેનું અમંગળ કોઈપણ કાર્યમાં કદાપિ નથી થતું જેના હ્દયમાં મંગલ કરનાર હરિ બેઠેલ છે…ગીતામાં પણ કૄષ્ણ કહે છે, સર્વસ્ય ચાહં હદિસંન્નિવિષ્ટો…પણ આપણી શ્રદ્ધા સત્ય અને ઈશ્વર પ્રત્યે દ્રુઢ નથી તેથી જ અપશુકનમાં શ્રદ્ધા કેટલી છે તે બધૂ.. અહી ઉપર કરેલી વાતોથી પ્રત્યક્ષ થઈ જાય છે..

  Like

 15. શુકન અપશુકન તો વાર્તામાં હોય એવી વાતો કંઈ માની લેવાય નહીં.
  કાગડાનાં બોલ અને પ્રીતમનાં કૉલ એનાં ઠાલા ભરોસા શું રાખવા?

  શુકન અપશુકન પણ
  ખરેખર નડે શું ?

  Like

 16. hu em manu chhu ke sukan ane apsukan negativeness ni nisani chhe karan ke je manash potana par vishvas na rakhi sak to ho te manas manas kehvane layak nathi maf karjo sir marathi rehvaYU NAHI

  Like

 17. There is no such thing like bad day or good day. If it happens the way you want then, it is a good day otherwise it is a bad day. Everything depends on you . All priests are bogus in this regard. I never follow this thing in my life.

  Thanks for such a good article.

  Pradeep H. Desai
  Indianapolis,In USA

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s