લોકશાહીમાં એક ઘટના બહુ જ ખતરનાક હોય છે

લોકશાહી (ડેમોક્રસી)માં સાચું અને સમાજહીતકારી વીચારનારાઓ–બોલનારાઓની સાત્ત્વીકતા લઘુમતીમાં આવી જાય ત્યારે એ ઘટના બહુ જ ખતરનાક હોય છે, લોકશાહીનો પાયાનો આધાર જ બહુમતી અને લઘુમતી જેવું વીભાજન હોય છે. સમાજને તેનાથી ફાયદો જરુર થયો છે. આપણે બધાને જ ખબર છે કે સાચું બોલવાનો આ જમાનો નથી. તેનો મતલબ સાવ ચોખ્ખો છે. સાત્ત્વીકતા લઘુમતીમાં છે. એવાં તો કયાં કારણો છે કે સાત્ત્વીકતા લઘુમતીમાં મુકાય જાય છે ? તેનો વીચાર આપણે કરીએ છીએ ખરા ?

સત્ય ત્યાં જ બોલવાની જરુર પડે છે કે જ્યાં અસત્ય છાતી ફાડીને ઉભું હોય છે. જ્યારે અસત્ય છાતી ફાડીને ઉભું હોય તેનો અર્થ એટલો જ કે અસત્ય બહુમતીમાં છે અને તે શક્તીશાળી રાક્ષસના રુપમાં ઉભું છે. આવી પરીસ્થીતીમાં સત્ય બોલનારે, સત્ય બોલવા માટે નકારત્મક (નેગેટીવ) જ બોલવાની ફરજ પડે ને ? તો આવું નેગેટીવ બોલનારને જ સાથ મળવો જોઈએ; પણ સમાજમાં તેને તો માત્ર બેચાર લોકોનો જ સહકાર મળે છે ! તે કારણે સાત્ત્વીતા હારે છે અને સમાજમાં અસત્ય સ્થાપીત થઈ જાય છે. સાત્ત્વીકતાની આ હારની, બહુમતીની નકરી નફ્ફટાઈ તાળીઓ પાડી મજાક કરે છે. અસત્ય જ બોલનારાઓની આવી જીતને કારણે સમાજરુપી આ આંબાના વૃક્ષને સમજ્યા વીના પાણીનું સીંચન વર્ષો સુધી કર્યા બાદ પણ; મીઠી–મધુરી કેરી જેવું ફળ મળતું નથી.

આપણે તો સત્ય કરતાં આપણી પ્રશંસા–પ્રસીદ્ધી કેમ વધે તેવી રીતે જ બોલતા હોઈએ છીએ. સમાજના લાભ કરતાં વ્યક્તીગત લાભનો વધુ વીચાર કરનારાઓની સંખ્યા બહુ વધારે છે. પોતાના મનોમંથન અને સ્વચીન્તન કરતાં બીજાના બજારુ આધાર–પ્રચારને સત્યને માનીએ છીએ, જેમાં ઘણી વખત અસત્ય સીવાય કશું જ નથી હોતું. આવા અસત્યની જ્યારે આપણને ખબર પડે છે ત્યારે બહુમતી અસત્ય સાથે હોય તેને ધ્યાનમાં લઈ આપણે સત્ય જાણવા છતાં ચુપ બેસી રહીએ છીએ. આવી રીતે ચુપ રહી સમાજ માટે આપણે આડકતરી રીતે મુશ્કેલી  સર્જનારા બનીએ છીએ. મોટા ભાગે સમાજના સભ્યો વીગતો તપાસવાના ઉદ્યમના અભાવને કારણે સાત્ત્વીક સત્યને, લોકશાહીના બહુમતીના નીયમોને આગળ ધરીને, ઉંડી ખીણમાં ધકેલી દે છે કે તે પછી જ્યારે પણ બહાર આવે છે ત્યારે યુગ જ આખો બદલાય ગયો હોય છે ! સત્યને ઉંડી ખીણમાં ધકેલનારાઓ તો જીવીત હોતા નથી; પરંતુ સત્ય તો બહાર આવે જ છે.

એ યાદ રહે કે સાચા અર્થમાં લોકશાહી આજે ત્યાં જ જીવીત છે કે જ્યાં સાત્ત્વીકતા બહુમતીમાં છે. જ્યાં લોકશાહીમાં સાત્ત્વીકતા લઘુમતીમાં છે ત્યાં પ્રચ્છન્નરુપે પણ સરમુખત્યારશાહી સીવાય કશું જ રહેતું નથી. ગાયની ચામડીમાં તે લોકશાહી તો વાઘણ છે. ભવીષ્યને ઉજળું બનાવવું હોય તો ભુતકાળના બનાવોના હીસાબનો અભ્યાસ કરી બરાબર ચકાસવો પડે.. આજના સમાજનો આગેવાન પ્રમુખ કોણ ? જે ગુણવાન છે તે ? કે જેના મીત્રો અને સગાં વધારે છે તે ? જો ભણતરથી પ્રમાણીકતા કે સાત્ત્વીક્તા જીવનમાં આવતી હોત તો એમ. પી. એક્સ્પેન્સ ફ્રોડ બ્રીટનમાં થયો ના હોત. લોકશાહીના બહુમતીના આધાર દ્વારા આ કૃત્ય વરસો સુધી થતું રહ્યું. આપણા મતથી ચુંટાયેલા પાર્લામેન્ટના તે સદસ્યની ફરજ હતી, આ ભાન્ડો ફોડવાની; પણ અફસોસ એટલો જ કે તે તો લુંટારાના ષડ્યંત્રમાં જોડાઈ ગયો !

એક પત્રકારે જ્યારે બહાદુરી બતાવી ત્યારે લોકશાહીના આ પત્રકારની કલમનો, રાક્ષસી વૃત્ત્તીવાળાઓની આ જંગી બહુમતી સામે, આ એકલવીરનો વીજય થયો. ક્યારે વીજય થયો ? જ્યારે પત્રકારે વીગત તપાસવાની કસરત શરુ કરી. પોતાની બહાદુરીને અમલમાં મુકી. બ્રીટનનો શ્રેષ્ઠ એવોર્ડ આ પત્રકારને આપવો જોઈએ. જે સમાજમાં આવા લોકોને સન્માન મળશે, આવા વીચારોની બહુમતી હશે, ત્યાં જ સાચા સ્વરુપમાં લોકશાહી હોય છે. આજના સ્વાર્થી યુગમાં માત્ર પૈસા અને કીર્તી મેળવવાની હોડમાં, સમાજનો સદસ્ય એટલો નીચે ઉતરી ગયો છે કે પાપ, અસત્ય જાણતો હોવા છતાં ચુપ રહે છે. જેના કારણે મોટાભાગની સંસ્થાઓમાં, રાજકીય પાર્ટીઓમાં અને ધાર્મીક સંસ્થાઓમાં કાવાદાવાઓ કરી, સમાજની ઉઘાડી લુંટ ચલાવાઈ રહી છે. લોકસભા સદસ્યના ખર્ચાઓ (પાર્લામેન્ટ સદસ્યના એક્સ્પેન્સ)ની તપાસ કરવા એક પત્રકારે જ્યારે હીમ્મ્ત કરી ત્યારે બ્રીટનમાં હોબાળો થઈ ગયો ! ત્રણસો વરસના ઈતીહાસમાં હાઉસના સ્પીકરને રાજીનામું આપવાની ફરજ પડી.

આપણી સામાજીક સંસ્થાઓ શું આપણને તેના ખર્ચાઓની ફાઈલ, દરેક બીલ (ઈનવોઈસ) તપાસવાની મંજુરી આપે છે ? કે સંસ્થાને મજબુત કરવાના હેતુથી આપણે એ ચકાસીએ છીએ ? આ ખર્ચાઓમાં કેવી રીતે ભ્રષ્ટાચાર કરાય છે તેની નીષ્ણાતોને પાકી જાણકારી હોય છે. ‘હાવ ટુ કુક ધ બુક’. આવી બુકને જોવા એકલ–દોકલ કોઈ જાગે તો બહુમતીના હથીયારથી તેના વીચારની ઘાતકી હત્યા કરવામાં આવે છે. આ રીતે લોકશાહીના અસાત્ત્વીક હથીયાર દ્વારા જે નુકસાન સમાજને થયું છે તે ભયંકર છે.

આ પત્ર લખનાર આવી પરીસ્થીતીમાંથી પસાર થયો છે. તેણે અવાજ બુલન્દ કરેલ છે. જેના અનુભવ ઉપરથી આ પત્ર લખવાનું તેને યોગ્ય લાગ્યું છે. સમાજના જાગૃત લોકોએ કોઈની વાતોમાં આવી વીશ્વાસ ન કરવો જોઈએ; પણ દરેક સભ્યે પોતાની જાતે પુરેપુરી ચકાસણી (વેરીફાઈ) કર્યા બાદ જ વીશ્વાસ મુકવો જોઈએ. આજના સમાજને માત્ર પ્રમાણીક વ્યક્તી જ નહીં ચાલે; પણ પ્રમાણીકતા સાથે બહાદુર અને અસત્ય, દુરાચારને પડકારવાની તેનામાં હીમ્મત હોય તે જરુરી છે. અને જે સમાજ આવી વ્યક્તીને ઓળખીને સન્માન સાથે સહકાર આપશે તે સમાજની પ્રગતીને કોઈ અટકાવી નહી શકે…

લેસ્ટરના ડેપ્યુટી લોર્ડ મેયર મંજુલા સુદે એક ક્રાન્તીકારી અભીયાન ભારતીય પ્રજા માટે આજકાલ શરુ કર્યુ છે. તેણે દોરા–ધાગા અને ધાર્મીક મનાતા અને કહેવાતા ગુરુઓને ઉઘાડા પાડવાનું અભીયાન શરુ કર્યું છે. સમાજનાં આ દુષણને ડામવાના તેમના પગલાને હું આવકારું છું.

જ્યારે તમે દોરા–ધાગા કે કુંડળી–ગ્રહો માટે આવા બદમાશ ગુરુઓ પાસે પહોંચો ત્યારે તે ગુરુને તમે વજુદ આપો છો  કે તમે પોતે આવી વાતોમાં માનો છો. બસ, આ જ વાત તમને લુંટવા માટે આવા ગુરુઓ (ધુતારાઓ)ને કાફી–પુરતી થઈ પડે છે. જો કોઈ પણ વ્યક્તી આવા ગુરુઓમાં ફસાયા હોય અને છુટકારો મેળવવો હોય તો વીના મુલ્યે હું તેઓને સ્વૈચ્છીક(વોલેન્ટરી) મદદ કરીશ.. લંડનનો મારો ફોન નંબર 0044- 78 11 963 109 છે.

સ્વાર્થી, ડરપોક અને ખુશામતખોર વ્યક્તી સમાજ માટે ભારરુપ છે- અયોગ્ય છે. તમારી જાતે જે તે વીગતો તપાસ્યા બાદ જ વીશ્વાસ કરો. સાત્ત્વીકતાને ખુલ્લો સહકાર આપો. જશ અને અપજશનો વીચાર ન કરો. જો સમાજ સાત્ત્વીકતાથી–સચ્ચાઈથી મજબુત હશે તો જ તમે લોકશાહીની મોજ સાથે સમાજ સેવા કરી, સારાં ફળો મેળવી શકશો. આવા સારાં ફળો જોઈ તમને અને તમારા વડીલોને તો ભવ્યાતીભવ્ય આનન્દ મળશે જ; સાથે સાથે આગામી પેઢીને માટે પણ તમે એક સ્વસ્થ સમાજ રચી શકશો.

વીનુ સચાણીયા

લંડન

ID – VINookumar@aol.com ફોન નંબર – 07811963109

લખ્યા તા. ૬/૦૯/૨૦૦૯

બ્રીટનમાં દોરા–ધાગા કરતા બાબાઓ અને મેલીવીદ્યાના જાણકારો વીરુદ્ધ કડક કાર્યવાહી થશે:

લેસ્ટરના મેયર મંજુલા સુદ સહીતના અધીકારીઓ ઝુંબેશમાં જોડાશે

લંડન: બ્રીટનમાં વસતા એશીયન સમુદાયના લોકોને રોગોના ઉપચાર અને સમૃદ્ધી આપવાનાં ખોટાં વચનો આપીને, તેમની ઈચ્છા અને ડરનો ગેરલાભ ઉઠાવીને લોકોને લુંટતા બાબાઓ, તાંત્રીકો અને મેલીવીદ્યાના જાણકારો સામે કડક કાર્યવાહી માટે બ્રીટીશ સત્ત્તાવાળાઓ કમર કસી રહ્યા છે.

બ્રીટનમાં ભારતના પ્રાદેશીક ભાષાઓના પ્રકાશીત થતાં ઘણાં અખબારોમાં આવા ‘બાબા’ અને તાન્ત્રીકોની જાહેરખબરોની ભરમાર હોય છે. તેઓ પ્રેમી– પંખીડાંઓને કે ધનીક બનવા ઈચ્છતા લોકોને ‘કામ થવાની 100 ટકા ગેરેન્ટી’ આપતા હોય છે અને કેન્સર જેવા રોગોથી મુક્તીનાં તેમ જ અનીષ્ટ નીવારવા વચનો પણ આપતાં હોય છે.

બ્રીટનમાં જ્યોતીષીઓ માટે વરસ દહાડે 317 કરોડ રુપીયા (ચાર કરોડ પાઉન્ડ)નું બજાર છે. ‘લીટલ ઈન્ડીયા’ તરીકે ઓળખાતા ઈસ્ટ મીડલેન્ડ્સના લેસ્ટર ટાઉનના સત્ત્તાવાળાઓએ હવે આવા ‘બાબા’ અને ‘તાન્ત્રીકો’ સામે ઝુંબેશ હાથ ધરી છે જેમાંથી મોટા ભાગના ‘બાબા’ અને ‘તાન્ત્રીકો’ મુળે ભારતીય ઉપખન્ડના છે.

લેસ્ટરના નાયબ મેયર મંજુલા સુદે જણાવ્યું હતું કે “મેં સાંભળ્યું છે કે આવા તાન્ત્રીકો તેમની જે તે વીધી કરવાના બદલામાં લોકો પાસેથી 500 પાઉન્ડ કે તેનાથી પણ વધુ રકમ પડાવતા હોય છે. લોકો એમ માનતા હોય છે કે તેઓ વીધી કરવાનો જો ઈનકાર કરશે તો તેમણે વળી બીજાં કોઈ મોટાં અનીષ્ટનો સામનો કરવો પડશે. તાજેતરમાં એક મહીલા ‘તાન્ત્રીક’ લેસ્ટર આવી હતી અને એક હૉટલમાં રોકાઈ હતી, જ્યાં ‘કલાયન્ટ’ સાથે 10 મીનીટની વાતચીતની સેશનના, 500 પાઉન્ડ વસુલ્યા હતા.”

શીખ વેલ્ફેર એન્ડ કલ્ચરલ સોસાયટીના રેશમસીંહ સન્ધુએ કહ્યું હતું કે અખબારોમાં આવા ‘તાન્ત્રીકો’ની જાહેરખબરો છપાતી અટકાવવા શીખ સમુદાય પણ લોબીઈન્ગ કરી રહ્યું છે.

(લંડનથી પ્રકાશીત થતા ‘ગુજરાત સમાચાર’ના તા. ૧૫ ઓગસ્ટ ૨૦૦૯ ને શનીવારના અંકમાંથી સાભાર.. પ્રેષક વીનુભાઈ સચાણીયા..)

વીનુ સચાણીયા

લંડન

ID –  VINookumar@aol.com ફોન નંબર – 07811963109

23 Comments

 1. જન કેળવણીથી આવા પ્રશ્નો ઉકેલાય છે
  આદિકાળથી વિરોધ કરનારા ઉકલી ગયા છે
  અને આવા ધંધા વધતા જ જાય છે!

  Like

 2. વિનુભાઈ અને મંજુલાબેન ને આ કાર્ય માટે અને ઝુંબેશ માટે જેટલાં અભિનંદન આપીએ તેટલા ઓછાં પડે. ભારતમાં તો વર્ષોથી આ રૂઢિચૂસ્ત અંધશ્રદ્ધાએ પોતાના મૂળીયા છેક ઊંડે સુધી પહોંચાડી દીધા છે જ અને તેનો તાજો દાખલો હમણાં ટીવી૯ ગુજરાતના સમાચારમાં એક ચોંકાવનારા સમાચારે ઘટ્સ્ટોફ કર્યો કે પ.પૂ.ગણાતાં આશારામ બાપુના પુત્ર સ્વામી આનંદ આવી મેલી તાંત્રિક વિધા જાણે છે અને તેની સિદ્ધિ માટે જ એક માસૂમ બાળક નો બલિ ચઢાવી દેવામાં આવ્યો, આ માટેના સ્વામી આનંદના ખુદના લેટરપેડ પર પોતાના હસ્તાક્ષરમાં લખેલ કેટલાંક કામણ-ટૂમણના મંત્રો અને તંત્ર વિધા ની વિધી લખેલા મળી આવ્યા અને આ લેટર ખુદ તેમના આશ્રમમાં ૨૫વર્ષથી સેવા આપતા તેમના પીએ ખુદ કોર્ટ અને આ ચેનલને પુરાવા તરીકે આ લેટર આપ્યા અને તેમના વિરૂદ્ધ જુબાની પણ આપી. આશ્રમના આવા બે વ્યકિતઓ કે જે વર્ષોથી આશ્રમ સાથે સંકળાયેલા તેમને નાતો તોડીને તેમના વિરુદ્ધ જુબાની બીતાબીતા આપી છે.

  ભારતમાં પણ “સત્ય શોધક” તથા “જાથા” આ પ્રમાણેની અંધશ્રદ્ધા દૂર કરવા માટે આવા તાંત્રિકો તથા ભૂવાઓને પકડે છે અને પડકારે છે. પણ તે બધા પાશેરામાં પૂણી જેવા છે, જે મોટાં માથાઓ છે, તેના સામે આવાજ ઊઠાવવા કે પકડવા હજુ સુધી કોઈ આગળ આવ્યું નથી.

  Like

 3. સાવ સાચી વાત. શા માટે નબળા દેશોમાં લોકશાહી કામ કરતી નથી, તે બહુ સરસ રીતે જણાવ્યું છે.
  હું અમેરીકાના ઈતીહાસને લગતો અભ્યાસ થોડાંક વર્ષોથી કરું છું. અહીં ભ્રષ્ટાચાર, કાયદાવીહીન પરીસ્થીતી, બધાં જ તત્વો અને જાતીઓનું ઘોર શોષણ …. અત્યંત મોટા પાયા પર ત્રણસો વર્ષ થયું છે. પણ પછી જે વૈચારીક ક્રાન્તી આવી તેણે સજ્જનતા વાળી લઘુમતીને પીઠબળ આપ્યું. છેક 1969 સુધી અહીં તીવ્ર રંગ ભેદ હતો. આજે એક કાળો માણસ તેનો પ્રમુખ છે અને તેને નોબલ ઈનામ મળ્યું છે.

  આપણે અમેરીકાનું પોપ કલ્ચર, ઝાકઝમાળ, અને નગ્નતા ખુશીથી આયાત કરીએ છીએ પણ ક્વેકરોની શુભ નીષ્ઠા , થોરોનું જીવન દર્શન, એડીસન અને ગ્રેહામ બેલની સંશોધન વૃત્તી … અરે ! સામાન્ય માણસમાં જોવા મળતા પાયાના ગુણો ક્યારે આયાત કરીશું?

  આપણી અદ્ગોગતીનું મુળ સુત્ર …

  સબસે બડી ચુપ !!!!!

  પ્રવાહ સાથે વહેતા રહેવાની મજા માણો. ભલે એ પ્રવાહ ગેરસપ્પાના ધોધની જેમ આપણને ખીણમાં ન ફેંકી દે? !

  એ બડી ચુપમાં દાનવો સબસે બડા બની જાય એમાં શી નવાઈ?

  Like

 4. Thank you very much for your support.

  CORRECTION : MY E-MAIL ID IS

  V i n o o k u m a r @ a o l . c o m

  TUM CHLO…… TO, .. HINDUSTAN CHALE…

  NICE VIDEO CLIP: LOG ON

  Like

 5. આજે જગતના ચારે ખુણે આંતરજ્ઞાનીઓ અને આધ્યાત્મીકોનો રાફડો ફાટ્યો છે. યુરોપ અને અમેરીકા ના ટેલીવીઝન પર આવા ઢોંગીઓ પોતાના જ ઢોંગી સાથીઓને વ્હીલચેર પરથી ઉભા કરીને શ્રોતાઓની આંખોમાં ધુળ નાખે છે. આ ધતીંગ દરેક ધર્મમાં ચાલી રહ્યું છે. અખબારોમાંની તથા ટેલીવીઝન પરની તેમની જાહેરાતોમાં તેઓ એવા દાવા કરે છે કે, તેમના આ જ્ઞાન થકી જગત જીવન ના દરેક પ્રશ્નોનો તેઓ ઉકેલ લાવી શકે છે – અલબત્તા એક મસ મોટી સંખ્યામાં ડોલર અથવા રુપીયા લઈને. આ બધું નાટક સુધરેલા અને પ્રગતીશીલ દેશોમાં થઈ રહ્યું છે.
  આ બગલા ભકતો એટલે કે પ્રભુના કહેવાતા પ્રતીનીધીઓ આધ્યાત્મીકતા, ધાર્મીકતા, દીવ્યતા, ઈશ્વરપ્રેરીતતાના નામે ભોળા ભક્તો પાસેથી કરોડો ડોલર ઉઘરાવે છે; જેમનું પોતાનું જીવન પારકા પૈસે એશ આરામનું હોય છે. અમેરીકામાં અને યુરોપમાં તો આવું થઈ રહ્યું છે, પરંતુ ભારત અને પાકીસ્તાનથી પણ અવારનવાર આવા આંતરજ્ઞાનીઓ અને આધ્યાત્મીકો ઉત્તર અમેરીકા અને યુરોપમાં ઢગલાઓના હીસાબે આવ્યા કરે છે; અને ભોળા શ્રધાળુઓને (કે અંધશ્રધાળુઓને) બેવકુફ બનાવીને, વી.આઈ.પી. મહેમાની માણીને કરોડો ડોલર ભેગા કરીને સાથે લઈ જાય છે.
  ધર્મ ના નામે ધતીંગ છાપના આ લુટારુઓના ટોળામાં મહંતો, મુલ્લાઓ, પાસ્ટરો વગેરે સૌનો સમાવેશ થાય છે; જેઓ અંધશ્રધાળુઓના પરસેવા ની કમાણી પર તાગડધીન્ના કરે છે.
  અત્યારે પુરા જગતને જે ભયાનક પ્રશ્નનો સામનો કરવાનો છે; તે છે આતંકવાદ. આ વીષે આ સર્વે આધ્યાત્મીકો તથા આંતરજ્ઞાનીઓએ પોતાના આ જ્ઞાન થકી આતંકવાદને જગતમાંથી જડમુળથી ઉખેડી ફેંકવો જોઈએ.
  આ બધા ધરતી પરના પ્રભુના કહેવાતા પ્રતીનીધીઓ દાવો કરે છે કે, ધર્મશાસ્ત્રો થકી જગત જીવન ના કોઈ પણ પશ્નનો ઉકેલ લાવી શકાય છે. આ બધા ધરતી પરના પ્રભુના કહેવાતા પ્રતીનીધીઓ ને મારી વીનંતી છે કે, જો તમોને પુરો વીશ્વાસ છે કે, તમારા ધર્મશાસ્ત્રો થકી તમે જગત જીવનના દરેક પ્રશ્નનો ઉકેલ લાવી શકો છો; તો આવો, આગળ વધો અને આ જગતને આતંકવાદના પંજામાંથી છોડાવો. તો જગત આખું જાણી શકે કે, તમે લોકો સાચે જ આંતરજ્ઞાનીઓ અને આધ્યાત્મીકો છો; અને તમારા આ જ્ઞાન થકી તમે જગતના આ બળતા અને ગંભીર પ્રશ્નનો ઉકેલ લાવી શકો છો. જગતનું દરેક ધર્મશાસ્ત્ર માનવતાનો પાઠ શીખાડે છે. આ અનુસાર તમોને વીનંતી છે કે, માનવતાના કાજે ઉઠો અને આ આતંકવાદના ભુતને ભગાડવા માટે કમર કસો. જો તમને આ કાર્યમાં સફળતા મળી તો પુરું જગત તમારું આભારી રહેશે.

  Like

 6. I remember that on ZeeTV in the US, 3-4 years back, majority of ads, I would say 80% if not more, were by Ajmeri Baba, Shakuntaladevi, etc. It was so annoying..but looks like these babas are making lot of money so they were able to afford so many TV ads!

  Like

 7. અહીં અમેરીકામાં દરેક ભારતીય ટીવી ચેનલ પર આ બધાં જ બાવાઓની જાહેરત હમ્મેશા આવ્યા કરતી હોય છે! વળી, દર વર્ષે એક નવા બાબાનું નામ સામ્ભળવા મળે છે. ખરેખર, દુઃખદ છે કે ત્રીજી આંખ તરીકે ઓળખાતુ મીડીયા માત્ર થોડા પૈસા માટે આવી જાહેરાતો આપે છે. ગુજરાતી છાપાંઓ પણ આખા પાનાની આવી જાહેરાતો છાપે છે!!!

  Like

 8. જ્યાં સુધી અંધશ્રધ્ધાનો અંધારપટ હશે ત્યા સુધી આવા ઢોંગી,ધુતારાઓ,બાબાઓ,આસારામજીઓ, પીર સૈયદ સાહેબ, પ્રેમ જ્યોતિષ, (કેટલાં ગણાવું???) ને બખ્ખા જ છે. નહિંતર એક સેકન્ડના હિસાબે પૈસા/ડોલર/પાઉન્ડ લેતી દેશી ચેનલો પર દર બીજી મિનિટે આવા લુટારાઓની જાહેરાત આવે અને ભણેલ-ગણેલ આપણા કલાકારો એમની જાહેરાત માટે પૈસા લઈને કામ કરે એ શક્ય જ ન બને.
  ક્યારેક થાય છે કે શિક્ષણે માણસના માનસને વધારે બગાડ્યું છે. પછાડ્યું છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ?
  વિનુભાઈ અને મંજુલાબેન ને આ કાર્ય માટે અને ઝુંબેશ માટે જેટલાં અભિનંદન આપીએ તેટલા ઓછાં પડે.

  Like

 9. વિલંબ એટલે આવા વિપરીત પરિણામો.

  લેખ અને આવાં તત્ત્વો સામૅની ચળવળને બહુજન સમાજનો ટેકો મળે તેવા પ્રયત્નો કરતા સૌ

  અભિનંદનના અધિકારી છે.

  દરેક વાતો ખૉટી અને બાવા સમજી વાતો કરવી સહેલી છે પણ સમાજ ને સારા સંસ્કારોની

  જરુર છે અને આજે પશ્ચિમના દેશો સંપત્તી છતાં વ્યસનોમાં ડૂબતા જાય છે તેને કેવીરીતે

  પાછા વાળવા તે સ્મસ્યા છે,સારી પ્રવૃતિ કરતા તમામ સાધુ છે અને આ સામે અવાજ

  ઉઠાવતા ચીરાગભાઇ જેવા સાચા જેહાદી છે.

  આ લેખને પ્રસ્તુત કરી ગોવીન્દભાઈએ વિચારધારાને ધોધનું સ્વરુપ આપ્યું છે,અને સૌના કોમેન્ટના

  વિચારો પોઝીટેવ છે અને ગાડરીયા પ્રવાહને આંધળા અનુકરણ પર આક્રોશ જગાવવો વ્યાજબી છે.
  Shri કાસીમ અબ્બાસ and Shri Natavarabhai
  you have told very rightly

  શિક્ષણે માણસના માનસને વધારે બગાડ્યું છે. પછાડ્યું છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ?
  વિનુભાઈ અને મંજુલાબેન ને આ કાર્ય માટે અને ઝુંબેશ માટે જેટલાં અભિનંદન આપીએ તેટલા ઓછાં પડે.

  આભાર અને ધન્યવાદ

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 10. This is true..Tte BABAS are giving adv..in TV & news paper…
  A man should understand that nothing is 100%guarenty..
  Good education is very nesessary..Thans
  prakashbhai

  Like

 11. વિનુભાઈ તથા મંજુલાબેન તમે જે ઝુંબેશ ઉપાડેલ છે તેમા તમને ખૂબ ખૂબ સફળતા મળે તે માટે હ્રદય થી Wish you all the best. મારુ માનવુ એવુ પણ છે કે સાધુ બાવા અને ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્રનો રાફળો એવો ફાટ્યો છે કે તેની હદ નથી. દુઃખની વાત એ છે કે આવા સાધુબાવા ને પ્રોત્સાહન આપવાનુ મુળ તો Media (ખાસ કરીને TV chanels) છે. મંજુલાબેન જ્યાં રહેછે તે શહેર લેસ્ટર માંથી TV પર જ્યોતિષ શાસ્ત્રનો રાફળો ફાટ્યો છે અને જે માણસની દુર્દશા કેવી કરેછે તે હું Indirectly ભોગવી રહ્યો છુ અને હું ખુલ્લો થઈને લખુ છુ પરંતુ મારા જેવા અનેક લોકો પણ હ્શે જે લખતા અચકાતા હશે અથવા તેમને કોઈ માર્ગ દર્શન મળતુ નહી હોય અથવા કોઈનો (કુટુંબ કે સમાજનો) ડર હશે. મારી નમ્ર વિનંતી છે કે આવી ચેનલો અને બીજા Media પર પણ તેની જાહેરાતો બંધ થવી જોઈએ. અને આનુ મૂળ ભારત દેશમાં છે તો આ મૂળ્યાને જડ મૂળથી ઉખેડી નાખવા તે મોટામા મોટુ ધાર્મીક કાર્ય હશે. ભગવાને ગીતામા કહ્યું છે કે ધર્મના નામે જે અધર્મ ફેલાવે છે તે તામસી બુદ્ધિના લોકો છે. સાત્વીક સમાજ ઉભો કરવા મટે મારી લોકોને નમ્ર વિનંતી છે કે આવા સાધુબાવા અને જ્યોતિષ શાસ્ત્રની ચેનલો અને Media મા જાહેરાતો બંધ કરાવા માટે નિમીત બની શકાય તેટલો પ્રય્ત્ન કરવો અને આવા અધર્મનો નાશ થાય તો જ સાચી દિવાળી ઘર ઘરમાં આવે.

  ફરીથી વિનુભાઈ તથા મંજુલા બેનને WISH YOU ALL THE BEST. વાચક વર્ગને નમ્ર વિનંતી કે બને તેટલો જલ્દી આવા Message નો પ્રચાર થાય અને લોકોને જાગત કરી શકાય તેટલા કરી એ જ સાચુ ભગવાનનુ કામ છે. આ લખવા પાછળ મારો કોઈ સ્વાર્થ નથી.

  Like

 12. Congratulations for this initiation. As it is said, ” We can move the mountain, be a part of the solution.” Let mass join hands and get rid of those cheats. Educate those who are being cheated and are prone to be cheated. This is not only a problem in UK. People with problems and depressed in USA, are also victimised. The cheats are infact encouraged by the people those go to them for the solution to their problems.

  There has to be two end attack to solve this problem. Educate the people and bring the cheats to the justice.

  Maharaj Shri, Ajmeribaba…….and many more who advertise their profession in news papers and on TV, should be watched and investigated.

  India, is very well known as a promising land for these type of cheats.

  Like

 13. Well done to Vinoobhai in exposing these tantriks. My wife called Shankutala Devi’s number as advertised. The call collector refused to talk unless my wife provided credit card details! My wife had enough sense not to proceed with the “consultation”. How many people have presence of mind not to fall prey to such “dhongis”?
  Manji UK.

  Like

 14. Dear Manjulaben & Sri Vinubhai

  Your mouvment is carrect & Very good.

  All Democratic country normaly has such LAW, on money matter.

  “Whithout LICENCE anyone cannot collect FUND from public”.

  If they are not under cheritable orgeniztion, on collection they must pay tax.

  Manjulaben you can start from your toun as Dp. Mayer, if this thought is Rite & Good. We can use media to inform public.

  Popatbhai Patel

  Like

 15. Dear Vinoobhai,

  I am aware of your bright motives – exposing so called BRASTACHAR in the name of DHARMA and Jyotish Sastra.

  I can understand your frustration that there is lack of support from community.

  What you have done till today and what you are doing is huge tasks. Exposing these people is valuable contribution in the society.

  May God bless you and continue to have energy for keeping up good work.

  Narendra.

  Like

 16. Vinubhai

  i salute u…….. after long time u r doing such a good work
  if i’m president of world for one day i will shoot all baba,guru, all dharmgurus infront of media and public.
  because of them in indian public doin nothing …and they have a hope one day god give them tons of money..as a free…………………….when no rain in gujaat all gurus are
  doing prayer for rain…….when too much rain in gujarat
  all gurus are prayer for stop rain……
  what a shame.and nonsense,

  Like

 17. We must appriciate efforts & courage of Vinubhai & Manjulaben.It is required in all leaders .Our education failed to encourage to promote scientific temparament.
  Wiyh good wishes to them for community support

  Dr Ashwin Shah

  Like

 18. કહ્યું છે કે
  ‘સત્યમ બૃયાત પ્રિયમ બૃયાત
  સત્યમપિ અપ્રીયમ ન બૃયાત’

  સાચું બોલવું જોઈએ, પ્રિય બોલવું જોઈએ, સાચું છતાં અપ્રિય ન બોલવું જોઈએ.

  બચપણથી જ આપણને આવું શીખવવામાં આવતું હોય તો પછી સાચું કોણ બોલવાનું હતું? સત્ય તો ઘણુંખરું કડવું જ હોય છે ને?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s