રૅશનાલીઝમ

શ્રી બી. જી. નાયક અને શ્રી આર. કે. મહેતા જેવા વીદ્વાનો રૅશનાલીઝમ વીશે પુર્ણતઃ સ્પષ્ટ ન થઈ શકે, ત્યાં આમજનતાને રૅશનાલીઝમ વીશે કૌતુક થાય, તેમાં શી નવાઈ ! જ્યારે કોઈ શબ્દ વીશે સ્પષ્ટ વ્યાખ્યા ન આપી શકાય ત્યારે તે શબ્દ ‘ઉછળતા દડા’ જેવો બની જાય છે. આવા શબ્દનો જેને જેમ ફાવે તેમ ઉપયોગ કરે છે. ધર્મ, અધ્યાત્મ, ભગવાન વગેરે આવા ઉછળતા રહેતા ‘દડા’ શબ્દો છે. પરન્તુ રૅશનાલીઝમ એ ‘દડા’ શબ્દ નથી. તેની ચોક્કસ વ્યાખ્યા ન જાણનારા અને ન સમજનારાઓ તેના વીશે ધુંધળુ વાતાવરણ ખડું કરવાની કોશીશ કરે છે.

રૅશનાલીઝમની વ્યાખ્યા સુસ્પષ્ટ છે. રૅશનાલીઝમ એક એવો અભીગમ છે, જેમાં ‘રીઝન’ની સર્વોપરીતાનો બીનશરતી સ્વીકાર કરવામાં આવે છે અને જેનો હેતુ ફીલસુફી તથા નીતીશાસ્ત્રની એક એવી તરાહ સ્થાપવાનો છે કે જે કોઈ અધીકારી ગણાતી તમામ એક પક્ષીય ધારણાઓથી મુક્ત હોય અને વાસ્તવીક અનુભવ દ્વારા એ ચકાસી શકાતી હોય.

મનુષ્યના મગજમાં આવેલીરીઝન’ની શાખા (Faculty)ને લીધે જ તે અન્ય પ્રાણીઓથી જુદો પડે છે. ઉત્ક્રાન્તીની લાખો વર્ષોની કોશીશ અને ભુલ સુધારતા જવાની પદ્ધતી દરમ્યાન આ શાખાનો ઉદય થયો છે. પરન્તુ  આવી મહામુલી શાખાના (રીઝન)નો ઉપયોગ કરવો કે નહીં તે દરેક વ્યક્તીની મુનસફીની વાત છે. બીજા અર્થમાં માનવપ્રાણીએ મનુષ્ય તરીકે જીવવું કે પ્રાણી તરીકે જીવવું તે તેણે જ પસંદ કરવાનું હોય છે. આજના બહુમતી મનુષ્યપ્રાણીએ કોની પસન્દગી કરી છે તે આપણે જોઈ શકીએ છીએ.

માટીનો ઢગલો વર્ષોથી ગામના ખુણે પડેલો છે. પરન્તુ એક કુમ્ભકાર (કુંભાર) તેના પ્રયત્નો થકી તેમાંથી ઘડાઓ તથા જુદી જુદી વસ્તુઓ બનાવે છે. તેવી જ રીતે આપણી રીઝનની શાખા તો વર્ષોથી આપણા ભેજામાં પડેલી છે. તેને વીકસાવવાનું ભગીરથ કાર્ય આપણે કરવાનું છે. તેના વડે જ આપણો ઉત્કર્ષ સાધી શકીશું. આ રીઝનની શાખા વીકસાવવાનું કાર્ય આપોઆપ નથી થઈ જતું. પોતાના દરેકે દરેક અનુભવોને વાસ્તવીકતાની ચાળણીમાં ચાળવાના છે–કસોટીના પથ્થરે ચકાસવાના છે. એને માટે સક્રીય વીચાર–પ્રકીયાની જરુર પડે. એ પ્રક્રીયા નીર્દયતાથી, બીનપક્ષપાતી બની અને કડકાઈથી તર્કના ઉપયોગ વડે ચાલતી હોય. મતલબ કે સૌ પ્રથમ તો વ્યક્તીએ તર્કનો નીયમ શીખવો પડે. (અભણ વ્યક્તી પણ પોતાના તથા બીજાના અનુભવોને, વાસ્તવીકતાની ફુટપટ્ટી વડે માપવાનું શરુ કરે એટલે તે તર્કના નીયમો શીખતા જાય. આના માટે સ્કુલ-કૉલેજમાં જવાની જરુર નથી) અને ત્યાર બાદ દરેકે દરેક મુદ્દામાં તથા પસન્દગીઓમાં પોતાના જાગૃત કલાકો દરમ્યાન સમ્પુર્ણ માનસીક એકાગ્રતા રાખે.

ઘણી ખરી વ્યક્તીઓ અમુક ક્ષણો માટે કે અમુક મુદ્દાઓ પુરતો કે ચોક્કસ કટોકટીના સંજોગોમાં, સભાનતાથી રીઝનનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ ક્ષણો, મુદ્દાઓ કે કટોકટી પસાર થઈ ગયા પછી તેઓ પોતાની સભાનતા (રીઝનની શાખા)ને કેઝ્યુઅલ લીવ પર ઉતારી મુકે છે ! આ કોઈ આંધળાપણું નથી. પરન્તુ ન જોવાનો અધીકાર છે. અજ્ઞાનતાથી પણ જાણવાનો ઈનકાર છે. મનુષ્યનો મુળભુત દુર્ગુણ જ આ છે. પોતાના મગજને ધુંધળું-અસ્પષ્ટ થવા દેવું અને ચાલુ પ્રવાહ જ્યાં પછાડે ત્યાં પછડાતા રહેવું એને બીનરૅશનાલીટી જ કહી શકાય. જ્યારે આનાથી વીરુદ્ધ, રૅશનાલીટી એ વ્યક્તીનો મુળભુત સદ્ ગુણ છે. જેમાંથી બીજા સદ્ ગુણો ઉદ્ ભવે છે. સદ્ ગુણો જન્મજાત કે વંશપરમ્પરાગત રીતે મળતા નથી તેને કેળવવા પડે, શીખવા પડે છે. રૅશનાલીટીનો સદ્ ગુણ પણ મનુષ્યે કેળવવો પડે છે.

ગોવીન્દ મારુ

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.14/04/1993ના રોજ પ્રકાશીત થયેલ  આ  ચર્ચાપત્ર …

13 Comments

  1. A positive way of describing Rationalism. But aam aadmi is not confused about rationalism, it’s the rationalists themselves who have confused the meaning of it. Till now, rationalists believed that ‘opposing the element of god and superstitions only’ is rationalism. And oppose they did wehemently.

    While, rationalism has been ‘a reasoned way of life’ (as you rightly comment), which will in turn result in to rejection of idea of god, superstition and also religion itself. Rational and critical thinking is important and to promote that should be the priority of rationalists, to make rationalism (and themselves) acceptable in society.
    – Kiran Trivedi

    Like

  2. We are now living in a world of science where people want things to be proved rationally. Superstition still cannot be ruled out when we have millions of uneducated people. Even quite a few educated people also believe in superstition. Rationalism should create awareness amongst people to question what they do and do what they believe is true.
    It is for the Rationalists to convince the masses.

    Like

  3. શ્રી ગોવિંદભાઈ
    આપે રેશનાલિઝમ વિષે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો તે ખરેખર સરાહનીય છે. રેશનલ થીંકીંગ કરનાર બનતા બનાવો વિષે તે શા માટે બને છે તેવો પ્રશ્ન જ્યારે પણ મનમાં પેદા થાય ત્યારે શું ? કેમ ? અને કેવીરીતે ? થયું કે થઈ શકે તેમ વિચારી જવાબ ખોળવા પ્રયત્ન કરવો તે રેશનલ વૈચારીક પધ્ધ્તિ ગણાય તેમ માનું છું. ઉદાહરણ તરીકે સફરજન ઝાડ ઉપરથી ન્યુટને ગુરૂત્વાકર્ષણનો નિયમ શોધ્યો તે પહેલાં પણ નીચે જ પડતું હતું. નીચે જ પડતા સફરજનને જોઈ તે ઉપર કેમ નથી જતું તેવો પ્રશ્ન ન્યુટનના મનમાં ઉદભવ્યો અને બીજા કોઈના મનમાં આવો પ્રશ્ન ક્યારે ય નહિ ઉઠ્યો અર્થાત અન્ય લોકોએ આ ક્રિયાને એક સ્વાભાવિક અથવા ઈશ્વરનું આયોજન તરીકે સ્વીકારી લીધેલું હોવું જોઈએ.ટુંકમાં કોઈ પણ બનાવોને ચમત્કાર નહિ ગણતા તે વિષે તર્કથી વિચારવુ અને તેના મૂળભુત કારણો શોધી કાઢ્વા પ્રયત્ન કરતા રહેવું તેને રેશનલ થીંકીંગ ગણાય તેમ મારું માનવું છે.
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  4. ખૂબ સરસ..
    સામાન્ય માણસ ‘રેશનાલીઝમ’ શબ્દથી પરિચિત હોય પણ, તેનો સાચો અર્થ સમજતો ન હોય તેવું મોટેભાગે બને છે ત્યારે તમે સરળ ભાષામાં, સરસ રીતે એ સમજાવ્યું છે. અભિનંદન.

    Like

  5. સરસ ફોડ પાડ્યો ગોવિંદભાઈ. આભાર.

    સાથે સાથે એ પણ વીચારવું જોઈએ કે માણસો, ઘણા બધા લોકો શા માટે ઘણી જ સરળતાથી બુદ્ધીગમ્ય ન હોય તેવી હકીકતો ખુબ જ સહજતાથી માની લે છે, સ્વીકારી લે છે. સમાજમાંથી વહેમો, અંધમાન્યતાઓ, પાખંડ દુર કરવાં હોય તો એનો વીચાર કરવાનો રહે.

    Like

  6. તર્ક અને વીવેકની ઉપાસના નાસ્તીક અને આસ્તીક બન્ને કરી શકે છે.
    રેશનલીઝમનો સંબંધ મુળે સત્યની શોધ સાથે છે’-
    આ પવિત્ર સત્ય કેટલી સહજતાથી વર્ણવાયું છે!કુટુંબ,સમાજ લોકોના ભયથી ડર્યા વગર આમાનું થોડું પણ અપનાવીએ તો આપણું અને લોકોનું પણ કલ્યાણ થાય…આ અંગે વધુ જાણકારી શ્રી. ગુલાબ ભેડા,તંત્રી, ‘વીવેકપંથી’નો અભ્યાસ કરવા વિનંતિ-
    “આજે અમે આ વૅબસાઈટ શરુ કરી રહ્યા છીએ. એનો મંગલ ઉદ્દેશ, અમે અહીં ગુજરાતમાં જે વાંચીએ–વીચારીએ, તેના આપ સૌને હમસફર અને હમદર્દ બનાવવાનો છે. આ તો ગુજરાતની એક નવી જ દીશા અને નવી જ શુભ દશા, અર્થાત્ પ્રગતીશીલ તથા વૈજ્ઞાનીક વીચારો તેમ જ જીવનાભીગમની ધીમી છતાં મક્કમ આગેકુચ. રૅશનાલીઝમ એટલે વીવેકબુદ્ધીવાદ. માટે જ મુંબઈના મીત્રોએ પોતાના મુખપત્રનું નામકરણ કર્યું છે, ‘વીવેકપંથી’. એની સત્ત્વશીલ સામગ્રી દ્વારા મુંબઈ–ગુજરાત પ્રદેશમાં રૅશનાલીઝમનો જે પ્રચાર–પ્રસાર થઈ રહ્યો છે એમાં પાયાના પુરુષ છે, શ્રી. ગુલાબ ભેડા** –‘વીવેકપંથી’ના તંત્રી અને દૃષ્ટીવંત સંપાદક. આર્થીક તંગી અતી તીવ્ર હોવા છતાંય દરમાસે આ સામયીક આજે તો નીયમીત પ્રગટે, અચુક વહેંચાય–વંચાય–ચર્ચાય. વળી, એની નેત્રદીપક સામગ્રીને કારણે તે અતી લોકપ્રીય પણ બન્યું છે.

    Like

  7. રૅશનાલિઝમની સરસ વ્યાખ્યા આપી. તમે કહ્યું એ પ્રમાણે રીઝન એ માનવી મનની એક મહત્વની શાખા છે. જ્યારે તમે રીઝન માટે “એક મહત્વની શાખા” એમ કહો છો એમાં જ એ વાતનો ઉલ્લેખ સમાયેલો છે કે રીઝન ઉપરાંત માનવી મનની અન્ય મહત્વપૂર્ણ શાખાઓ છે જ, કહો કે માનવી મનના પરિમાણ છે, જેમ કે ઈમોશન (ભાવનાત્મક સ્તર), ઈમૅજીનેશન (કલ્પના શક્તિ), ઈન્ટ્યુશન (અંતઃસ્ફૂરણા) વગેરે. માનવી મન આ બધા સ્તરો પર કામ કરે છે. એક સામાન્ય વિચાર ચાલતો હોય ત્યારે પણ મનમાંઆ બધા સ્તરો/પરિમાણો વચ્ચે જટિલ આંતરક્રિયાઓ (complex interactions) થતી હોય છે.

    હજુ એક મહત્વની વાત. આ પરિમાણો orthogonal છે. થોડુક orthogonality વિશે કહી દઉં. 2D સ્પેસમાં x-axis અને y-axis એકબીજાને કાટખૂણે હોય છે અને ત્યાં કોઈપણ સ્થાનના વર્ણન માટે x અને y બન્ને મૂલ્યોની જરૂર પડે છે. x ના મૂલ્યને આધારે y અંગે કંઈ કહી ન શકાય અને y ના મૂલ્યને આધારે x અંગે કંઈ કહી ન શકાય. ત્યારે 2D સ્પેસ માટે x અને y orthogonal છે એમ કહેવાય. તો માનવી મનના પૂર્ણ વર્ણન માટે રીઝન, ઈમોશન, ઈન્ટ્યુશન, ઈમૅજીનેશન…..વગેરે વગેરે orthogonal પરિમાણોનો અભ્યાસ જરૂરી બની જાય છે.

    તો રીઝન પર આધારિત રૅશનાલિઝમની મોટામાં મોટી મર્યાદા એ જ છે કે એ ફક્ત માનવી મનના એક જ પરિમાણની વાત છે. એ ખૂબ મહત્વનું પરિમાણ છે પણ એની મર્યાદા એ છે કે બીજા પરિમાણોનું પૂર્ણ વર્ણન આપવાની ક્ષમતા એનામાં નથી.

    પણ તમે કોઈ પણ “ઈઝમ” બનાવો એટલે એને સમર્થકો મળી જ રહેવાના. મોટાભાગના સમર્થકો પાછા આંધળા હોય છે. એમાં ખોટુ કશું નથી, માનવી સ્વભાવ જ એવો છે. તો ઘણા રૅશનાલિઝમના (આંધળા) સમર્થકો એને સર્વોપરી માને છે. આ પણ એક પ્રકારની અંધશ્રદ્ધા જ છે.

    એક ઉદાહરણ આપુ એટલે વાત સ્પષ્ટ થશે. બેન્ઝીનની શોધનું ઉદાહરણ લઈએ. બેન્ઝીનના અણુમાં કાર્બનના છ પરમાણુ એકબીજા સાથે એક ષટકોણરૂપે જોડાયેલા હોય છે. ૧૯મી શતાબ્દીની શરૂઆતમાં બેન્ઝીનનું અણુસૂત્ર તો જ્ઞાત હતું પણ એની સંરચના અંગે જાણકારી ન હતી, કહો કે confusion જ હતું. August Kekulé (7 September 1829 – 13 July 1896) એ વર્ષો સુધી એના પર સંશોધન કર્યા બાદ એક દિવસે એક દિવાસ્વપ્નમાં એમને પોતાની જ પૂછડીને ગળી જતો સાપ દેખાયો, અને ત્યારે એમને ષટકોણ સંરચનાનો ખ્યાલ આવ્યો. આ એક મહત્વની ઘટના છે. અંતઃસ્ફૂરણાનું પરિમાણ આ શોધમાં મહત્વનો ભાગ ભજવી ગયું છે. (સંદર્ભઃ http://en.wikipedia.org/wiki/Friedrich_August_Kekul%C3%A9_von_Stradonitz)

    તમે ખૂલી આંખે, રૅશનાલિઝમના ચશ્મા ઉતારીને, તપાસશો તો આવા અગણિત ઉદાહરણો તમને મળશે.

    પણ રૅશનાલિઝમના ચશ્મા પહેરી રાખો તો ઉછળતા દડા જેવો એક શબ્દ વાપરશો…..ચાન્સ! 🙂 આમ થવાનું કારણ શું?…..ચાન્સ. એ જ આંધળો વિશ્વાસ કે રૅશનાલિઝમ સર્વોપરી છે. દુનિયા કઈ રીતે બની…ચાન્સ, ઉત્ક્રાંતિ કેમ થઈ…..ચાન્સ, હું અને તમે આ બ્લૉગ પર આ વાત પર ચર્ચા કેમ કરીએ છીએ…. ચાન્સ. આ દુનિયામાં કોઈ ગરીબ અને કોઈ અમીર કેમ….ચાન્સ. પરમહંસ યોગાનંદનું શરીર મૃત્યુ પછી પણ ૨૩ દિવસ સડ્યા વગર કેમ રહી શક્યું?…..ચાન્સ. સ્વામી રામે કરી બતાવેલા ચમત્કાર…..ચાન્સ. જ્યાંજ્યાં વિજ્ઞાન કે રૅશનાલિઝમ ચાન્સ શબ્દ વાપરેને ત્યાંત્યાં સમજવું કે આ રીઝનની બહારના પરિમાણની વાત છે.

    એથી આગળ વધીને કહું. જ્યારે આવા ઉદાહરણો રૅશનાલિઝમની માન્યતાઓ સાથે મેળ ખાતા નથી ત્યારે રૅશનાલિઝમના આંધળા સમર્થકો આ ઉદાહરણોને ખોટા પાડવા મેદાને પડે છે. ખરેખર તો આ લોકો રીઝન સીવાયના બીજા પરિમાણોને નકારવાનો પ્રયાસ કરતા હોય છે. રીઝને/વિજ્ઞાને આપણા જીવનમાં સગવડોની ભરમાર લગાવી દીધી છે. આપણી આંખોને એની ઝાકઝમાળથી એટલી આંજી દીધી છે કે એનાથી પરે કંઈ મહત્વનું છે, હોઈ શકે એવી શકયતાને પણ રૅશનાલિસ્ટો સ્વીકારવા તૈયાર થતા નથી. રઈશભાઈનો એક શેર અહીં પ્રસ્તુત છેઃ

    મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
    ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?

    આટલું લખ્યું એનો સાર એટલો જ કે ગમે તેટલું મહત્વનું હોય તો પણ રીઝન સર્વોપરી નથી. માનવી એ માત્ર રીઝન નામક એક પરિમાણમાં જીવતું પ્રાણી નથી.

    Like

  8. તમારા મૂળ લેખથી તો લાંબી મારી કમેન્ટ થઈ ગઈ!!! 🙂 હું પણ રૅશનાલિસ્ટ છું પણ રીઝનની મર્યાદાને સારી રીતે જાણું છું. આશા છે કે આ બ્લૉગ પર વિચારોનો વિરોધ આવકાર્ય રહેશે.

    Like

Leave a comment